android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagarમાં રોગચાળાનો હાહાકાર: પાણીની લાઇન લીકેજ હોવાની આરોગ્ય સમિતિ ચેરમેનની કબૂલાત
calendar_today January 6, 2026

Gandhinagarમાં રોગચાળાનો હાહાકાર: પાણીની લાઇન લીકેજ હોવાની આરોગ્ય સમિતિ ચેરમેનની કબૂલાત

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં છેલ્લા કેટલાક દિવસોથી ફેલાયેલા રોગચાળા મામલે મોટો ખુલાસો થયો છે. ગાંધીનગર મનપાની આરોગ્ય સમિતિના ચેરમેન શૈલેષ પટેલે સંદેશ ન્યૂઝ સમક્ષ કબૂલાત કરી છે કે શહેરના અમુક વિસ્તારોમાં ફેલાયેલો રોગચાળો દૂષિત પાણીના કારણે થયો છે.દૂષિત પાણીએ લોકોની તબિયત બગાડી શૈલેષ પટેલે જણાવ્યું હતું કે, અંદાજે 4 થી 5 દિવસ પહેલા પાણીની પાઇપલાઇનમાં લીકેજ થયું હતું. આ લીકેજના કારણે પીવાના પાણીમાં ગટરનું પાણી ભળવાથી લોકોની તબિયત બગડી હતી. હાલમાં આ તમામ લીકેજ બંધ કરી દેવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ચેરમેન અનુસાર, અત્યાર સુધી 8 થી 10 ગંભીર કેસ સામે આવ્યા છે, જ્યારે અન્ય સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓને દવા આપી રજા આપવામાં આવી છે. જનતા બીમાર અને નેતાઓ મેદાનમાં ચોંકાવનારી વાત એ છે કે જ્યારે ગાંધીનગરની જનતા રોગચાળાથી પીડાઈ રહી છે, ત્યારે જવાબદાર નગરસેવકો અને આરોગ્ય કમિટીના ચેરમેન પોતે ભાવનગર ખાતે ક્રિકેટ મેચ રમવા પહોંચી ગયા છે. લોકોમાં રોષ છે કે સંવેદનશીલ હોવાને બદલે નેતાઓ રમતગમતમાં વ્યસ્ત છે. જોકે, શૈલેષ પટેલે ઉમેર્યું હતું કે આવતીકાલે મેચ રમીને તેઓ પરત ગાંધીનગર રવાના થઈ જશે. આ ખુલાસા બાદ ગાંધીનગર મનપાની પ્રી-મોન્સૂન અને મેન્ટેનન્સ કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Campa Sure Brand Ambassador: હવે પાણીની એડમાં દેખાશે અમિતાભ બચ્ચન, અંબાણીએ કરી મોટી જાહેરાત
calendar_today January 6, 2026

Campa Sure Brand Ambassador: હવે પાણીની એડમાં દેખાશે અમિતાભ બચ્ચન, અંબાણીએ કરી મોટી જાહેરાત

મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ લિમિટેડએ એફએમસીજી સેક્ટરમાં પોતાની પકડ મજબૂત કરવા માટે એક મોટો નિર્ણય લીધો છે. કંપનીએ પેકેજ્ડ પાણી કેંપા શ્યોર બ્રાંડના પ્રચાર માટે સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને બ્રાંડ એમ્બેસેડર પસંદ કર્યા છે. કેંપા શ્યોરને બિસ્લેરી, કિન્લે અને પેપ્સિકોના મુકાબલે ઓછી કિંમતમાં માર્કેટમાં લોન્ચ કરવામાં આવ્યું છે. કેમ્પા શ્યોરની કિંમત હશે ઓછી અહેવાલો અનુસાર રિલાયન્સે આ હરીફ બ્રાન્ડ્સ કરતાં કેમ્પા શ્યોરની કિંમત લગભગ 20 થી 30 ટકા ઓછી રાખી છે. કંપનીનો સ્પષ્ટ ઉદ્દેશ્ય અમિતાભ બચ્ચનની લોકપ્રિયતાનો લાભ લઈને બ્રાન્ડને દરેક ઘરમાં પહોંચાડવાનો છે. જ્યારે આવી અગ્રણી વ્યક્તિ કોઈ ઉત્પાદન સાથે સંકળાયેલી હોય છે, ત્યારે ગ્રાહક વિશ્વાસ આપમેળે વધે છે. રિલાયન્સ આ વિશ્વાસનો લાભ ઉઠાવવા અને પાણી બજારમાં પોતાનો હિસ્સો વધારવા માંગે છે. અગાઉ પણ કંપનીએ ફિલ્મ દિગ્ગજોને લીધા છે એમ્બેસેડર તરીકે આવુ પહેલીવાર નથી જ્યારે રિલાયન્સે તેના FMCG વ્યવસાયને વિસ્તૃત કરવા માટે ફિલ્મ દિગ્ગજો પર આધાર રાખ્યો હોય. છેલ્લા કેટલાક મહિનામાં આ કંપનીનો ત્રીજો મોટો એન્ડોર્સમેન્ટ સોદો છે. ગયા વર્ષે એપ્રિલમાં IPL સીઝન દરમિયાન કંપનીએ સાઉથ સુપરસ્ટાર રામ ચરણને તેના 'કેમ્પા' કોલા બ્રાન્ડના ચહેરા તરીકે સાઇન કર્યા હતા. આટલું જ નહીં રિલાયન્સ કન્ઝ્યુમરએ રમતગમત અને સિનેમાના સંગમનો પણ સફળતાપૂર્વક ઉપયોગ કર્યો છે. માત્ર બે મહિના પહેલ કંપનીએ તમિલ અભિનેતા અને રેસર અજિત કુમારની મોટરસ્પોર્ટ ટીમ સાથે પણ મોટી ભાગીદારી પર હસ્તાક્ષર કર્યા હતા.  GSTનો ખાસ લાભ ઉલ્લેખનીય છે કે ગત વર્ષે સપ્ટેમ્બરમાં સરકારે પેકેજ્ડ પાણીની કેટલીક શ્રેણી પર જીએસટીમાંથી રાહત આપી હતી. મિનરલ વોટર પરનો ટેક્સ 18 ટકાથી ઘટાડીને 5 ટકા કર્યો હતો જેથી ઘણી કંપનીઓએ પાણીના ભાવ ઘટાડ્યા હતા. વળી હવે અમિતાભ બચ્ચન રિલાયન્સની બ્રાન્ડ માટે એમ્બેસેડર બનતા અન્ય કંપનીઓએ પોતાનું વર્ચસ્વ જાળવી રાખવુ પડકારજનક બની શકે છે. બિગ બી છે પહેલી પસંદ 80 વર્ષની ઉંમર વટાવી ગયા પછી પણ જાહેરાતની દુનિયામાં અમિતાભ બચ્ચનનો કરિશ્મા અકબંધ છે. તેઓ બ્રાન્ડ્સ માટે વિશ્વાસનો પર્યાય બની રહ્યા છે. નાસ્તો હોય કે બેંક સેવાઓ, બિગ બી દરેક જગ્યાએ છે. તેઓ પહેલાથી જ બિકાજી નમકીનનો ફેસ છે, અને તેમનું "અમિત જી લવ્સ બિકાજી" અભિયાન ખૂબ જ લોકપ્રિય રહ્યું છે. ફ્લિપકાર્ટના બિગ બિલિયન ડેઝ સેલ, ઇન્ડિયા ગેટ બાસમતી ચોખા, ડાબર રેડ ટૂથપેસ્ટ, મુથૂટ ફાઇનાન્સ અથવા IDFC ફર્સ્ટ બેંક ઉપરાંત, દરેક મોટી કંપનીએ તેમનો સંદેશ પહોંચાડવા માટે તેમના પર આધાર રાખ્યો છે.

Read Full Story arrow_forward
Gujarat Latest News Live :  ટાઈફોઈડના કેસોને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક, આરોગ્ય વિભાગના અધિકારીઓ હાજર
calendar_today January 6, 2026

Gujarat Latest News Live : ટાઈફોઈડના કેસોને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક, આરોગ્ય વિભાગના અધિકારીઓ હાજર

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 06 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward