Gir Somnath News : તાલાલામાં ટ્રિપલ અકસ્માત, વાહનોના કુરચા બોલી ગયા, 3ના કમકમાટીભર્યા મોત
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના સુરવા-માધુપુર રોડ પર આજે એક અત્યંત હૃદયદ્રાવક ટ્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે. આ ગમખ્વાર અકસ્માત એક છકડો રીક્ષા, આઇસર ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે વાહનોનો કુરચો બોલી ગયો હતો અને તેમાં સવાર ત્રણ વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. અકસ્માત થતાની સાથે જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં મૃતદેહોને વાહનોમાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી.તાલાલા પંથકમાં ગમગીની ઘટનાની જાણ થતા જ તાલાલા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા છે અને અકસ્માતને પગલે હાઈવે પર જામ થયેલા ટ્રાફિકને ખુલ્લો કરાવ્યો હતો. પ્રાથમિક તપાસમાં પૂરપાટ ઝડપે આવી રહેલા વાહનોના કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું અનુમાન છે. એક જ અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓના મોત થતા સ્થાનિક પંથકમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે. પોલીસે આ મામલે ગુનો નોંધી અકસ્માત માટે જવાબદાર વાહન ચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ શરૂ કરી છે. આ પણ વાંચો : Palanpur News : શિક્ષક વિદાય લેતા આખું ગામ રડી પડ્યું, ગુરુ-શિષ્યના અતૂટ પ્રેમનો હૃદયસ્પર્શી વીડિયો વાયરલ
Read Full Story arrow_forward