android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Noida : લગ્નની રાત્રે ખુલ્યું રહસ્ય, પછી જે થયું તે સાંભળીને ચોંકી જશો
calendar_today January 6, 2026

Noida : લગ્નની રાત્રે ખુલ્યું રહસ્ય, પછી જે થયું તે સાંભળીને ચોંકી જશો

લગ્ન એટલે બે આત્માઓ વચ્ચેનો પવિત્ર બંધન, જ્યાં સત્ય, વિશ્વાસ અને પરસ્પર આદર સૌથી મહત્વપૂર્ણ હોય છે. પરંતુ ગ્રેટર નોઈડામાં સામે આવેલી આ ઘટના સાબિત કરે છે કે જ્યારે સંબંધની શરૂઆત જ ઝૂઠ પર થાય, ત્યારે તેનું અંત દુઃખદ અને હિંસક બની શકે છે. પીડિય યુવતીનો દર્દ પીડિત યુવતીના જણાવ્યા અનુસાર, તેના લગ્ન પરિવારની સંમતિથી નવી દિલ્હીના પ્રતાપ બાગના એક યુવક સાથે નક્કી થયા હતા. યુવક દેખાવમાં આત્મવિશ્વાસુ, સંસ્કારી અને સૌમ્ય લાગતો હતો. લગ્ન પહેલાં અનેક મુલાકાતો થઈ, પરંતુ કોઈને પણ શંકા નહોતી કે તે પોતાના જીવનનો એક મહત્વપૂર્ણ સત્ય છુપાવી રહ્યો છે. લગ્નની તમામ વિધિઓ આનંદપૂર્વક પૂર્ણ થઈ અને દુલ્હન વિદાય લઈને સાસરે પહોંચી. લગ્નની રાત્રે ખુલ્યું સત્ય પરંતુ લગ્નની રાત્રે રૂમમાં પ્રવેશ કરતા જ એક રહસ્ય ખુલ્યું પતિએ પહેરેલી વિગ ઉતારી અને યુવતી સમજી ગઈ કે તેના જીવનસાથીએ છાણીજોઇને તેને છેતર્યા છે. આ માત્ર ટાલ છુપાવવાની વાત નહોતી, પરંતુ વિશ્વાસઘાતની શરૂઆત હતી. જ્યારે પત્નીએ આ અંગે પ્રશ્ન કર્યો, ત્યારે પતિએ માફી માગવાને બદલે આક્રમક વર્તન અપનાવ્યું. મારવાની પણ આપી ધમકી સમય જતાં પતિનું સ્વરૂપ બદલાઈ ગયું. પીડિતાના જણાવ્યા મુજબ, તેને માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવ્યો. સૌથી ગંભીર આરોપ એ છે કે પતિએ તેના ખાનગી ફોટોગ્રાફ્સ લઈ તેને બ્લેકમેલ કરી, પૈસાની માંગણી કરી. પૈસા ન આપતા તેણે માર મારવામાં આવ્યો, અપમાનિત કરવામાં આવી અને અંતે ઘરમાંથી કાઢી મૂકવામાં આવી. પોલીસમાં લખાવી ફરિયાદ આ અત્યાચાર અહીં જ અટક્યો નહીં. પીડિતાએ આરોપ લગાવ્યો છે કે સાસરિયાઓએ તેના આશરે 15 લાખ રૂપિયાના દાગીના પણ છીનવી લીધા. દરેક વિરોધ સામે તેને ચૂપ રહેવા દબાણ કરવામાં આવ્યું. અંતે હિંમત કરીને તેણે બિસરખ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસે પતિ સહિત પાંચ લોકો સામે છેતરપિંડી, દહેજ ઉત્પીડન, હુમલો, ધમકી અને ખંડણી જેવી ગંભીર કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે. હાલ તપાસ ચાલી રહી છે અને પીડિતા ન્યાયની આશા સાથે આગળ વધવાની કોશિશ કરી રહી છે. આ પણ વાંચો : India : અહિંયા જાહેરમાં થૂંકશો તો બનશો “શહેરના દુશ્મન”, ₹500 દંડ નક્કી

Read Full Story arrow_forward
Gujarat Latest News Live :  રાજ્યની કોર્ટને RDXથી ઉડાવવાની ધમકી, ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી
calendar_today January 6, 2026

Gujarat Latest News Live : રાજ્યની કોર્ટને RDXથી ઉડાવવાની ધમકી, ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 07 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Vadodara News : ડો. જ્યોર્તિનાથ મહારાજની લાલ આંખ, હિન્દુ તહેવારોમાં પોલીસનો હસ્તક્ષેપ હવે સહન નહીં થાય
calendar_today January 6, 2026

Vadodara News : ડો. જ્યોર્તિનાથ મહારાજની લાલ આંખ, હિન્દુ તહેવારોમાં પોલીસનો હસ્તક્ષેપ હવે સહન નહીં થાય

ઉત્તરાયણના તહેવારને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે દોરીમાં કાચના ઉપયોગ સામે પોલીસ દ્વારા કરવામાં આવતી કાર્યવાહી પર ડો. જ્યોર્તિનાથ મહારાજે ભારે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, ભારતમાં વર્ષોથી કાચ પાયેલો માંજો સૂતવાની પરંપરા ચાલી આવે છે અને તે આપણી સંસ્કૃતિનો એક ભાગ છે. ડો. જ્યોર્તિનાથે સ્પષ્ટતા કરી હતી કે તેઓ જીવલેણ ચાઈનીઝ દોરી સામેની કાર્યવાહીને આવકારે છે, પરંતુ વર્ષો જૂની દેશી માંજાની પરંપરા પર પોલીસનો હસ્તક્ષેપ યોગ્ય નથી. તેમના મતે, માત્ર હિન્દુ તહેવારો સમયે જ પોલીસ અને તંત્ર દ્વારા આ પ્રકારની અતિશય સક્રિયતા બતાવવામાં આવે છે જે ભક્તોની લાગણી દુભાવે છે.ઉત્તરાયણ પૂર્વે વિવાદ વધુમાં તેમણે તીખા શબ્દોમાં પ્રતિક્રિયા આપતા કહ્યું કે, જ્યારે પણ હિન્દુ તહેવાર આવે છે ત્યારે જ પર્યાવરણ અને જીવદયાના નામે નિયમો લાદવામાં આવે છે. દિવાળીમાં પ્રદૂષણ, હોળીમાં પાણીનો વેડફાટ અને હવે ઉત્તરાયણમાં પરંપરાગત દોરી સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે પર્યાવરણના નામે હિન્દુઓને ટાર્ગેટ કરવાનું બંધ કરવું જોઈએ. પોલીસની આ કામગીરી સામે નારાજગી વ્યક્ત કરતા તેમણે માંગ કરી છે કે તહેવારોની ગરિમા અને પરંપરા જળવાઈ રહે તે રીતે જ વહીવટી તંત્રએ કામ કરવું જોઈએ, નહીંતર શ્રદ્ધાળુઓમાં રોષ વ્યાપી શકે છે. આ પણ વાંચો : Ahmedabad News : ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, સંમતિથી છૂટાછેડા માટે હવે 6 મહિનાની રાહ જોવી જરૂરી નથી

Read Full Story arrow_forward