Ahmedabad: રામોલમાંથી દેશી તમંચા અને ચાર કારતૂસ સાથે બે શખ્સોની ધરપકડ
રામોલના વસ્ત્ર્રાલ વિસ્તારમાંથી દેશી તમંચો અને ચાર જીવતા કારતુસ તથા ધારદાર છરી સાથે બે શખ્સોની ઝોન-5 એલસીબી સ્કવોડે ધરપકડ કરી છે.બંને આરોપીઓને આજથી થોડાક મહિના અગાઉ એક યુવક સાથે બોલાચાલી થઇ હતી જેની અદાવત રાખીને તેની પર હુમલો કરવા બંને આરોપીઓ એકટીવા લઈને નીકળ્યા હતા અને એલસીબી સ્કવોડના હાથે ઝડપાઈ ગયા હતા. આ અંગે રામોલ પોલીસે બંને શખ્સો સામે ગુનો નોધીને ધરપકડ કરી છે. રામોલ વિસ્તારમાં ઝોન-5 એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે સુર્યમ ગ્રીન ફ્લેટની સામેથી બે શખ્સો એક્ટિવા પર હથિયાર લઇને નીકળે છે. તેના આધારે પોલીસે બંનેને રોકીને એક્ટિવાની તપાસ કરતા દેશી તમંચો અને ચાર જીવતા કારતૂસ અને છરી મળી આવ્યા હતા. જેથી પોલીસે છોટેસિંહ કુશ્વાહ અને આયુષ યાદવની ધરપકડ કરી છે. તેમજ પોલીસે તમંચા સાથે કુલ રૂ. 72 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આરોપીની પૂછપરછ કરતા છોટુસિંહને બે મહિના અગાઉ સામાન્ય બોલાચાલીમાં થયેલી માથાકૂટનો બદલો લેવા તેના વતન ઉત્તરપ્રદેશના ઇટાવા ગયો અને ત્યાંથી તમંચો લઈને આવ્યો હતો. આ અંગે ઝોન-5 એલસીબી સ્કવોડે બંને આરોપીની ધરપકડ કરીને આ અંગે રામોલ પોલીસ સ્ટેશનમાં બંને આરોપી વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward