Ahmedabad: પૂર્વ અમદાવાદમાં ગંદકી ફેલાવતા એકમો સામે AMCનો સપાટો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ( AMC) ના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા 04 જાન્યુઆરી, 2026 ના રોજ પૂર્વ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં સફાઈ અને પ્રતિબંધિત પ્લાસ્ટિક અંગે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.ખાસ કરીને પૂર્વ ઝોનમાં ગંદકી અને પ્લાસ્ટિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા એકમો સામે કડક કાર્યવાહી કરીને લાખોનો દંડ વસૂલવામાં આવ્યો હતો. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમોએ પૂર્વ ઝોનમાં કુલ 194 એકમોની મુલાકાત લીધી હતી. આ કામગીરી દરમિયાન ગંદકી ફેલાવવા બદલ 50 અને પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ બદલ 18 મળી કુલ 68 નોટિસ ફ્ટકારવામાં આવી હતી. તંત્ર દ્વારા આ વિસ્તારમાંથી કુલ 67,700 નો દંડ વસૂલવામાં આવ્યો હતો અને 3.3 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરી તેનો નાશ કરવામાં આવ્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા *માય સિટી માય પ્રાઈડ* અભિયાન હેઠળ પૂર્વ પટ્ટામાં સઘન કામગીરી કરવામાં આવી છે. ગત 04 જાન્યુઆરી 2026ના રોજ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે પૂર્વ ઝોનમાં કુલ 194 એકમોની આકસ્મિક તપાસ કરી હતી. ઓઢવ, નિકોલ અને વસ્ત્ર્રાલમાં 10 એકમો સીલ પૂર્વ ઝોનમાં સફાઈ અને સેનીટેશનના નિયમોનો ભંગ કરનારા 10 એકમોને સીલ કરી દેવામાં આવ્યા હતા. ભાઈપુરા, ખોખરા અને વટવા જેવા વિસ્તારોમાં પણ કાર્યવાહી પૂર્વ અમદાવાદના ભાઈપુરા, ખોખરા અને વટવા જેવા વિસ્તારોમાં પણ સમાંતર કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ભાઈપુરા વોર્ડમાં ભગવતી રોડ પરની હોટલ અને ખોખરામાં શનિદેવ મંદિર સામેની શુઝની દુકાન સીલ કરવામાં આવી હતી. વટવા ગામડી રોડ પર ન્યૂ રાજેશ કિરાણા સ્ટોર અને રજવાડી ટી સ્ટોલ જેવા એકમો સામે પણ કાર્યવાહી થઈ હતી. *મારું શહેર, મારો ગર્વ* અભિયાન હેઠળ પૂર્વ વિસ્તારના મુખ્ય રસ્તાઓની સફાઈ માટે મોટી સંખ્યામાં સફાઈ કામદારો તૈનાત કરવામાં આવ્યા હતા. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward