android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Agriculture News: અમરેલી જિલ્લામાં ગત વર્ષોની સરખામણીએ ચાલુ વર્ષે રવિ સીઝનમાં ૧૩૩ ટકાથી વધુ વાવેતર નોંધાયું
calendar_today January 4, 2026

Agriculture News: અમરેલી જિલ્લામાં ગત વર્ષોની સરખામણીએ ચાલુ વર્ષે રવિ સીઝનમાં ૧૩૩ ટકાથી વધુ વાવેતર નોંધાયું

અમરેલી જિલ્લામાં રવિ સીઝન ૨૦૨૫-૨૬ દરમિયાન થયેલ વાવેતરની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.જેમાં છેલ્લા ત્રણ વર્ષના સરેરાશ અંદાજિત કુલ વાવેતર વિસ્તાર ૧,૮૪,૧૦૮ હેક્ટરની સરખામણીએ ચાલુ વર્ષ રવિ સીઝનમાં અંદાજિત ૨,૪૫,૦૭૭ હેક્ટર વિસ્તારમાં વાવેતર નોંધાયું છે. જે અમરેલી જિલ્લામાં રવિ સીઝન માટે અત્યાર સુધીનું સૌથી વધુ વાવેતર હોવાનું નોંધપાત્ર રીતે સામે આવ્યું છે. આ અંગે જિલ્લા ખેતીવાડી અધિકારી જણાવે છે કે, ગત વર્ષોની સરખામણીએ ચાલુ વર્ષે રવિ સીઝનમાં ૧૩૩ ટકાથી વધુ વાવેતર નોંધાયું છે. રવિ સીઝનમાં વાવેતરના મામલે ત્રીજો ક્રમ પ્રાપ્ત થયો સમગ્ર રાજ્યની સરખામણીએ અમરેલી જિલ્લામાં રવિ સીઝનમાં વાવેતરના મામલે ત્રીજો ક્રમ પ્રાપ્ત થયો છે. તેમજ ચણા અને ડુંગળી પાકના વાવેતરમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે નોંધપાત્ર વધારો નોંધાયો છે.જિલ્લામાં રવિ સીઝનમાં મુખ્ય પાકોના અંદાજિત વાવેતર વિસ્તાર મુજબ ચણા પાકનું ૧,૧૧,૩૩૩ હેક્ટર, ઘઉં પાકનું ૬૪,૯૫૯ હેક્ટર, ડુંગળી-લસણ પાકનું ૨૨,૦૮૧ હેક્ટર, ધાણા પાકનું ૧૫,૨૫૨ હેક્ટર તથા જીરૂ પાકનું ૬,૯૦૭ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયેલ છે. તાલુકા પ્રમાણે કુલ વાવેતર વિસ્તારની વિગતો રવિ સીઝન ૨૦૨૫-૨૬ દરમિયાન તાલુકા પ્રમાણે કુલ વાવેતર વિસ્તારની વિગતો મુજબ સાવરકુંડલા તાલુકામાં અંદાજિત ૪૦,૫૪૧ હેક્ટર, બાબરા તાલુકામાં ૩૮,૨૫૬ હેક્ટર, ધારી તાલુકામાં ૨૯,૩૬૪ હેક્ટર, અમરેલી તાલુકામાં ૨૭,૮૫૮ હેક્ટર, કુંકાવાવ–વડિયા તાલુકામાં ૨૫,૮૩૪ હેક્ટર, ખાંભા તાલુકામાં ૨૦,૮૬૧ હેક્ટર, રાજુલા તાલુકામાં ૧૮,૪૧૮ હેક્ટર, બગસરા તાલુકામાં ૧૭,૯૪૬ હેક્ટર, લાઠી તાલુકામાં ૧૭,૦૪૨ હેક્ટર, જાફરાબાદ તાલુકામાં ૬,૦૦૫ હેક્ટર તથા લીલીયા તાલુકામાં ૨,૯૫૨ હેક્ટર વિસ્તારમાં રવિ પાકોનું વાવેતર નોંધાયું છે. આ રેકોર્ડબ્રેક વધારાના મુખ્ય કારણોમાં પાછલા સમયમાં થયેલ ભારે કમોસમી વરસાદથી થયેલ પાણીનો સંગ્રહ,ધરતીપુત્રોની અથાગ મહેનત તેમજ સરકાર દ્વારા આપવામાં આવેલ કૃષિ માર્ગદર્શન અને વિવિધ યોજનાઓનો મહત્વપૂર્ણ ફાળો રહેલ છે.આ પણ વાંચોઃ Agriculture News : 'દશપર્ણી અર્ક' પ્રાકૃતિક ખેતીનું શક્તિશાળી જંતુનાશક, ખેડૂતો માટે વરદાન

Read Full Story arrow_forward
Junagadh: મહાશિવરાત્રીના મેળાને વધુ સુવિધાસભર બનાવાશે: કલેકટર અનિલકુમાર રાણાવસિયા
calendar_today January 4, 2026

Junagadh: મહાશિવરાત્રીના મેળાને વધુ સુવિધાસભર બનાવાશે: કલેકટર અનિલકુમાર રાણાવસિયા

જૂનાગઢના મહાશિવરાત્રીના વર્ષ ૨૦૨૬ના મેળાના વિશેષ આયોજનને લઈને કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ આ વર્ષે મેળામાં વિવિધ સુવિધાઓ ઉભી કરવાની તૈયારી કરવા માટે ચર્ચા કરવામાં આવી હતી. મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ આગામી 11 ફેબ્રુઆરીથી થશે અને 15 મી ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીના દિવસે રાત્રીના સાધુ-સંતોના મુર્ગી કુંડમાં શાહી સ્નાન સાથે સંપન્ન થશે. મેળાનો માહોલ ઊભો કરવાનો પ્રયાસ ગુજરાત પવિત્ર યાત્રા ધામ બોર્ડના સહયોગથી મેળામાં વિવિધ સુશોભન અને ભાવિકો લક્ષી સુવિધાઓ ને પ્રાથમિક સવલતોની પણ ચર્ચા કરવામાં આવી હતી. સાંસ્કૃતિક ધરોહરો અને લોક પરંપરાઓમાં લોક સુવિધા વધારવાનો સરકારનો ઉપક્રમ રહ્યો છે.જુનાગઢ જિલ્લા વહીવટી તંત્ર મહાનગરપાલિકા અને અન્ય સંસ્થાઓના સંકલનથી મેળાનો સ્કેલ એટલે કે વ્યાપ વધારવાનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાશિવરાત્રી મેળાની ગરીમા વધે અને લોકોની સુવિધાનો વિસ્તાર વધે તેમજ સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે અને લોકો મેળાની વિવિધ પ્રવૃત્તિઓ અને સ્ટોલ નિહાળી શકે તે માટે ગિરનાર દરવાજાથી ભરડાવાવથી જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ ગ્રાઉન્ડ સુધી મેળાનો માહોલ ઊભો કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવશે. ધરોહર સમાન ધાર્મિક કાર્યક્રમો લોકો શ્રદ્ધાથી નિહાળે છે મેળામાં યાત્રિકો માટે પીવાનું શુદ્ધ પાણી, હંગામી શેલ્ટર હાઉસ, વધારે જરૂરિયાત મુજબ મોબાઈલ ટોયલેટ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, અને વહીવટી તંત્રના કાર્યક્રમો અને જુદી જુદી સુવિધાઓનું સંકલન સહિતના મુદ્દે આયોજન કરવા માટે વિવિધ અધિકારીઓને ફિલ્ડ વિઝીટ સાથે અહેવાલ કરવા માટે જણાવવામાં આવ્યું હતું. કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાએ જણાવ્યું કે મેળાના છેલ્લા દિવસે રવેડી અને સાંસ્કૃતિક ધરોહર સમાન ધાર્મિક કાર્યક્રમો લોકો શ્રદ્ધાથી નિહાળે છે દર્શન કરે છે પરંતુ મેળાના આગલા દિવસો દરમિયાન ખાસ કરીને જુનાગઢ શહેરમાંથી ભવનાથ વિસ્તારમાં પ્રવેશ થાય ત્યારે જ લોકો ને મેળાની ગરિમા ,પરંપરા, હસ્તકલા, અને સદાવ્રત સહિતની કલ્યાણકારી પ્રવૃત્તિઓનો લાભ મળે તે માટે મેળાના આયોજનને વિસ્તારની દ્રષ્ટિએ વિસ્તારની શક્યતાઓને તપાસીને એ રીતે આયોજન કરવાનો જિલ્લાની ટીમનો ઉપક્રમ છે. આ પણ વાંચોઃ Dwarka: સુદર્શન સેતુ પર કારના બોનેટ પર બેસી રીલ બનાવવી પડી ભારે, બનાસકાંઠાનો યુવક જેલભેગો

Read Full Story arrow_forward
Kachchh: જિલ્લામાં 76 હજારથી વધુ ખેડૂતોને 244 કરોડની સહાય ચૂકવાઈ
calendar_today January 4, 2026

Kachchh: જિલ્લામાં 76 હજારથી વધુ ખેડૂતોને 244 કરોડની સહાય ચૂકવાઈ

રાજ્યમાં વર્ષ 2025 દરમિયાન સપ્ટેમ્બર તેમજ ઓક્ટોબર માસના અંતમાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના મગફળી, કપાસ, કઠોળ તેમજ અન્ય તૈયાર ખરીફ પાકને નુકસાન થયું હતું. ખેડૂતોની ચિંતા કરીને રાજ્ય રાજ્ય સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારે જાહેર કરેલા પેકેજ અંતર્ગત કચ્છ જિલ્લામાં ગ્રામ પંચાયતમાં વીસીઇ મારફતે નુકસાનગ્રસ્ત ખેડૂતોની અરજીઓ મેળવવાની કામગીરી શરૂ કરાઈ હતી. જે અન્વયે ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતો તરફથી રજૂ થયેલા સાધનિક પુરાવાઓ અને વિગતોની ચકાસણીની કામગીરી ગ્રામ સેવક દ્વારા કરવામાં આવી હતી. 244 કરોડની રકમ સીધી જમા કરી છે પાક નુકસાની સહાયનો લાભ મેળવવા માટે કચ્છ જિલ્લામાં સપ્ટેમ્બર માસમાં પડેલા વરસાદ પૈકી કૃષિ રાહત પેકેજમાં અંજાર,ભચાઉ તેમજ રાપર તાલુકામાંથી કુલ 55,526 ખેડૂતે અરજી કરી હતી.આ ઉપરાંત ઓક્ટોબર માસના અંતમાં પડેલા કમોસમી વરસાદ અંતર્ગત સહાય મેળવવા અંજાર તેમજ ભચાઉ તાલુકામાંથી 22153 ખેડૂતે અરજી કરી હતી.આમ બંને પેકેજમાં મળીને કુલ 77,679 ખેડૂતો દ્વારા અરજીઓ ખેતીવાડી વિભાગને પ્રાપ્ત થઈ હતી.જે પૈકી ખેતીવાડી વિભાગે 76877 ખેડૂતોની અરજીની ચકાસણીની કામગીરી પૂર્ણ કરી ખેડૂતોના બેંક ખાતામાં ડીબીટી મારફતે રૂ. 244 કરોડની રકમ સીધી જમા કરી છે.જે ખેડૂતોના બેંક ખાતા આધારકાર્ડ સાથે લીંક કરવાના બાકી હોય તેઓને આધાર સીડિંગ કરાવવા માટે ખેડૂતોને જિલ્લા ખેતીવાડી અધિકારી ભુજ-કચ્છ દ્વારા અનુરોધ કરાયો છે. આ પણ વાંચોઃ Agriculture News: અમરેલી જિલ્લામાં ગત વર્ષોની સરખામણીએ ચાલુ વર્ષે રવિ સીઝનમાં ૧૩૩ ટકાથી વધુ વાવેતર નોંધાયું

Read Full Story arrow_forward