android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Palanpur: હિલ સ્ટેશન માઉન્ટ આબુ તાપમાન માઈનસ 3 ડિગ્રી સાથે ઠંડુગાર બન્યું
calendar_today January 4, 2026

Palanpur: હિલ સ્ટેશન માઉન્ટ આબુ તાપમાન માઈનસ 3 ડિગ્રી સાથે ઠંડુગાર બન્યું

રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટઆબુમાં તાપમાનનો પારો ગગડીને માયનસ ત્રણ ડીગ્રીએ અટક્યો હતો. જ્યારે ગુરૂશિખર પર તાપમાન માયનસ પ ડીગ્રી નોંધાયુ હતુ. આમ માઉન્ટઆબુ છેલ્લા ત્રણ દિવસથી ઠંડુગાર બન્યુ છે. અને સવારના સુમારે વાસણમાં ભરેલ પાણી બરફ થઈ જાય તેવી કડકડતી ઠંડી જામી છે.રાજસ્થાનના હિલસ્ટેશન માઉન્ટઆબુમાં છેલ્લા ત્રણ દિવસથી હાડ થીજવતી ઠંડી જામી છે.અને તાપમાનનો પારો સતત નીચો જઈ રહ્યો છે.અગાઉ તાપમાન માયનસ બે ડીગ્રી હતુ તેમાં ઘટીને આજે તાપમાનનો પારો માયનસ ત્રણ ડીગ્રીએ અટક્યો હતો.આમ સતત ઠંડીમાં વધારોલ થઈ રહ્યો હોઈ અહીં કાશ્મીર જેવો માહોલ જામ્યો છે.અને શિયાળાની મઝા માણવા આવેલા સહેલાણીઓ વહેલી સવારે પોલીલ ગ્રાઉન્ડમાં બરફના ગોળા બનાવી અને એકબીજા પર ફેંકી અને આનંદ ઉેઠાવી રહ્યા હતા. ત્યારે સવારના સુમારે માઉન્ટઆબુની ખીણ વિસ્તારમાં ધુમ્મસના કારણે આહલાદક દ્રશ્ય સર્જાયા હતા.આથી લોકો ધુમ્મસભર્યા માહોલમાં સેલ્ફી લેતા અને રીલ્સ બનાવવામાં મશગુલ બન્યા હતા.ત્યારે માઉન્ટઆબુમાં સ્થાનિક લોકોએ વાસણમાં ભરી રાખેલ પાણીમાં સવારના સુમારે બરફ જામી જવાના કારણે તેમને બપોર સુધી પાણી ઓગળે ત્યાં સુધી રાહ જોવી પડી હતી.જ્યારે હોટલોમાં સોલાર વોટર હીટર અને બોનફાયરનો સતત ઉપયોગ કરવો પડી રહ્યો છે.ત્યારે દિવસ દરમ્યાન પણ ઠંડીનુ પ્રમાણ વધુ હોવાથી લોકો તાપણીનો સહોર લેતા નજરે પડયા હતા. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Deesa: રબારી સમાજ દ્વારા સ્ટડી સેન્ટર અને લાયબ્રેરીનો શુભારંભ
calendar_today January 4, 2026

Deesa: રબારી સમાજ દ્વારા સ્ટડી સેન્ટર અને લાયબ્રેરીનો શુભારંભ

રબારી ગોપાલક છાત્રાલય ડીસા અને રબારી સમાજ સરકારી કર્મચારી - અધિકારી ગૃપ બનાસકાંઠા દ્વારા ડીસા ખાતે રહેવા - જમવા સાથેની અધતન સુવિધાસભર શ્રી એમ.એમ.દેસાઈ રેકટ સ્ટડી સેન્ટર અને લાયબ્રેરી નો રવિવારે શુભારંભ કરવામાં આવ્યો હતો.સમગ્ર ગુજરાત રબારી સમાજ ના એકમાત્ર ધારાસભ્ય, દાનવીર રત્ન અને ભામાશા માવજી દેસાઈ દ્વારા સર્વ સમાજ માટે શિક્ષણ ની જયોત પ્રજવલિત કરી છે ત્યારે ડીસાના વાયબ્રન્ટ સ્કુલ કેમ્પસમાં રબારી ગોપાલક છાત્રાલય ડીસા સંચાલિત શ્રી એમ.એમ.દેસાઈ રેકટ સ્ટડી સેન્ટર અને દિકરા - દીકરીઓને રહેવા જમવા સાથેની સુવિધા ધરાવતી અધતન સુવિધાસભર લાયબ્રેરી નો શુભારંભ રવિવારે શ્રી એમ.એમ.દેસાઈ રેકટ સ્ટડી સેન્ટર અને લાયબ્રેરી ના મુખ્ય દાતા, દાનવીર રત્ન, ભામાશા અને ધારાસભ્ય માવજી દેસાઈ, ડીસા એપીએમસી ચેરમેન ગોવા દેસાઈ, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી ડૉ. સંજય દેસાઈ, સંસ્થાના પ્રમુખ રેવા દેસાઈ સહિત સમાજ ના આગેવાનો, સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી કરતાં દિકરી - દિકરીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Palanpur: શહેરમાં સિમલાગેટ વિસ્તારનો રસ્તો કચરો નિકાલના ઉકરડામાં તબદિલ
calendar_today January 4, 2026

Palanpur: શહેરમાં સિમલાગેટ વિસ્તારનો રસ્તો કચરો નિકાલના ઉકરડામાં તબદિલ

પાલનપુર શહેર આમ તો દબાણોમાં ગરકાવ થયુ છે. તે પછી શહેરના કોટ અંદરનો વિસ્તાર હોય કે હાઈવે રોડ હોય. જ્યાં જુઓ ત્યાં રસ્તાઓ પર દબાણ એટલી હદે વધ્યા છે કે રસ્તે ચાલતા જતાં લોકોને ક્યાં ચાલવુ એ સવાલ ઉઠયો છે. વળી ગેરકાયદે બાંધકામો અને ઉપરાંત જાહેર રસ્તાઓ જાણે વેચાણે આપી દીધા હોય તેવી બદતર હાલતના કારણે શહેરમાં અનેક સમસ્યાએ લોકોનુ જીવન હરામ કરી નાખ્યુ છે. તેમ છતાં પાલિકાના શાસકો મૌન ધારણ કરી બેસી રહેતા લોકોની હાલાકી વધી છે.પાલનપુરમાં પાલિકા કચેરીની આસપાસ દબાણોનો અડીંગો અને વળી દબાણ કર્યાથી સંતોષ નથી. દબાણ કર્યા પછીય જાહેર રસ્તા પર છુટ્ટા સડેલા શાકભાજી ફેંકવામાં આવે છે. અને આટલુ ઓછુ હોય તેમ જાહરેમાં અપશબ્દો બોલી અને જાહેરમાં ઝઘડતા શાકવાળાઓના કારણે અહીંથી પસાર થતા લોકોને ક્ષોભજનક સ્થિતિમાં મુકાવુ પડે છે. ત્યારે સિમલાગેટથી રેલ્વે સ્ટેશન સુધીનો રોડ પાલીકાના શાસકોએ જાણે વેચી દીધો હોય તેમ શાકભાજીના વેપાર કરતા લારીઓ વાળાઓએ રસ્તો બાનમાં લઈ બેઠા છે. અને તેનાથી ય એક કદમ આગળ વધીને લારીમાં વધેલુ સડેલુ શાકભાજી જાહેર રસ્તા પર ફેંકવામાં આવે છે. અને તેના કારણે રસ્તાઓ ભંગાર અને ઉબડખાબડ બની ગયા છે. વળી આ સડેલુ શાકભાજી ખાવા માટે રખડતા ઢોરનુ ટોળુ એકઠુ થઈ અને એકબીજાને મારવા દોડી જાય છે.આ દરમ્યાન જો કોઈ અડફેટમાં આવ્યુ તો તેને જીવ બચાવવા દોડવુ પડે છે.આમ પાલીકાના શાસકોની બેદરકારી સામે લોકોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. આ ઉપરાંત સિમલાગેટથી રેલવે સ્ટેશન સુધીનો રસ્તો માંડ ચારસો મીટર હશે. આમ લોકોને સ્ટેશને જવુ હોય અને જો તે મારકેટના સમય પ્રમાણે વહેલા મોડા થાય ત્યારે સ્ટેશનરોડ પર લારીઓના ટ્રાફીકના કરણે લોકોને ટ્રેન ચૂકી જવુ પડે છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward