android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Botad: સાળંગપુર નજીક ગુંદા ચોકડી પાસે કાર અને ડમ્પર વચ્ચે ટક્કર, બે લોકો ઈજાગ્રસ્ત
calendar_today January 2, 2026

Botad: સાળંગપુર નજીક ગુંદા ચોકડી પાસે કાર અને ડમ્પર વચ્ચે ટક્કર, બે લોકો ઈજાગ્રસ્ત

યાત્રાધામ સાળંગપુર નજીક આવેલા ગુંદા ચોકડી પાસે આજે એક ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. પુરપાટ ઝડપે આવી રહેલી એક i10 કાર અને ડમ્પર વચ્ચે જોરદાર ટક્કર સર્જાતા અફરાતફરી મચી ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર બે લોકોને ઈજાઓ પહોંચી છે.ભારે ટક્કરને પગલે કારનો કચ્ચરઘાણમળતી માહિતી મુજબ, બરવાળા-સાળંગપુર હાઈવે પર આવેલી ગુંદા ચોકડી પાસે માર્ગ પસાર કરી રહેલી i10 કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે કારના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માતને પગલે આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા.ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડાયાકારમાં સવાર બે વ્યક્તિઓને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોની મદદથી ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, જે મોટી રાહતની વાત છે.આ પણ વાંચો: જુમ્મા મસ્જિદમાં થયેલી ચોરીનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો, અમદાવાદનો શખ્સ 75,000 સાથે ઝડપાયો

Read Full Story arrow_forward
Rajkot સિવિલમાં ડોક્ટર સાથે મારામારીનો કેસ, નેપાળી દર્દીનું સારવાર દરમિયાન મોત
calendar_today January 2, 2026

Rajkot સિવિલમાં ડોક્ટર સાથે મારામારીનો કેસ, નેપાળી દર્દીનું સારવાર દરમિયાન મોત

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં માનવતાને શર્મસાર કરતી અને અત્યંત કરુણ કહી શકાય તેવી ઘટના સામે આવી છે. બ્લડ આપવા આવેલા એક શખ્સ અને ફરજ પરના ડોક્ટર વચ્ચે થયેલી મારામારીને કારણે સમયસર લોહી ન મળતા એક નિર્દોષ દર્દીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મૂળ નેપાળી અને હાલ રાજકોટમાં સારવાર લઈ રહેલા દર્દી વિનય થાપાને તાત્કાલિક બ્લડની જરૂર હતી. તેમની મદદ માટે જયદીપ ચાવડા નામનો યુવક બ્લડ ડોનેટ કરવા સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો.જયદીપ ચાવડાએ ડો.પાર્થ પંડ્યા પર હુમલો કર્યો હતોજોકે, હોસ્પિટલ પરિસરમાં કોઈ કારણસર જયદીપ ચાવડા અને ફરજ પરના ડોક્ટર પાર્થ પંડ્યા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ વિવાદ એટલો વકર્યો કે જયદીપે ડોક્ટર પર હુમલો કરી દીધો હતો. ડોક્ટર અને જયદીપ વચ્ચે થયેલી આ મારામારીને કારણે અરાજકતા સર્જાઈ હતી અને પ્રક્રિયા અટકી ગઈ હતી. આ ઝઘડાને લીધે જયદીપ ચાવડા જે હેતુ માટે આવ્યો હતો તે બ્લડ આપી શક્યો નહીં. બીજી તરફ, ગંભીર હાલતમાં રહેલા નેપાળી યુવક વિનય થાપાને સમયસર લોહી ન મળી શકતા તેનું સારવાર દરમિયાન જ મૃત્યુ નીપજ્યું હતું. નેપાળી દર્દી વિનય થાપાનુ સારવાર દરમિયાન મોતઆ ઘટનાને પગલે સિવિલ હોસ્પિટલના સ્ટાફ અને દર્દીઓના સગા-સંબંધીઓમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. દર્દીના પરિવારે આ ઘટનામાં જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે, કારણ કે સામાન્ય બોલાચાલી અને અહમની લડાઈમાં એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Mehsana: વનસ્પતિ તેલમાંથી પનીર બનાવતા કૌભાંડનો પર્દાફાશ, બે ડેરીમાંથી 2.72 લાખનો જથ્થો જપ્ત
calendar_today January 2, 2026

Mehsana: વનસ્પતિ તેલમાંથી પનીર બનાવતા કૌભાંડનો પર્દાફાશ, બે ડેરીમાંથી 2.72 લાખનો જથ્થો જપ્ત

લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે મહેસાણા ફૂડ વિભાગે લાલ આંખ કરી છે. દેદીયાસણ GIDC વિસ્તારમાં આવેલી બે ડેરીઓમાં ફૂડ વિભાગે ઓચિંતી તપાસ હાથ ધરીને નકલી પનીર બનાવવાનું મોટું કૌભાંડ ઝડપી પાડ્યું છે. વનસ્પતિ તેલના મિશ્રણથી પનીર બનાવી લોકોના સ્વાસ્થ્યને જોખમમાં મૂકતી બે પેઢીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.દેદીયાસણ GIDCમાં ફૂડ વિભાગના દરોડામહેસાણા ફૂડ વિભાગને બાતમી મળી હતી કે દેદીયાસણ GIDC પાછળ આવેલી ડેરીઓમાં ભેળસેળયુક્ત પનીર બનાવવામાં આવી રહ્યું છે. આ બાતમીના આધારે અધિકારીઓની ટીમે જય મહાકાળી મિલ્ક ડેરી અને નમન મિલ્ક ડેરી માં દરોડા પાડ્યા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ ડેરીઓમાં દૂધને બદલે વનસ્પતિ તેલનો ઉપયોગ કરીને શંકાસ્પદ પનીર તૈયાર કરવામાં આવતું હતું.2.72 લાખનો મુદ્દામાલ જપ્તફૂડ વિભાગની આ કાર્યવાહીમાં બંને ડેરીઓમાંથી મોટા પ્રમાણમાં શંકાસ્પદ પનીર અને તેમાં વપરાતા વનસ્પતિ તેલનો જથ્થો મળી આવ્યો હતો. તંત્ર દ્વારા કુલ ₹2.72 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ પનીર ક્યાં સપ્લાય કરવામાં આવતું હતું અને કેટલા સમયથી આ કૌભાંડ ચાલતું હતું તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે.સેમ્પલ લઈ લેબોરેટરીમાં મોકલાયાફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે બંને પેઢીઓમાંથી પનીર અને તેલના નમૂના (સેમ્પલ) મેળવ્યા છે, જેને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ બંને ડેરીના માલિકો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. તહેવારોની સિઝન પહેલા ફૂડ વિભાગની આ કાર્યવાહીથી ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.આ પણ વાંચો: સાળંગપુર નજીક ગુંદા ચોકડી પાસે કાર અને ડમ્પર વચ્ચે ટક્કર, બે લોકો ઈજાગ્રસ્ત

Read Full Story arrow_forward