android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Patan: ઉત્તરાયણ પર્વ પૂર્વે પોલીસ એક્શન મોડમાં, સંવેદનશીલ વિસ્તારોમાં 'ફ્લેગ માર્ચ' યોજી સુરક્ષાનો ભરોસો અપાયો
calendar_today January 2, 2026

Patan: ઉત્તરાયણ પર્વ પૂર્વે પોલીસ એક્શન મોડમાં, સંવેદનશીલ વિસ્તારોમાં 'ફ્લેગ માર્ચ' યોજી સુરક્ષાનો ભરોસો અપાયો

આગામી ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં રાખીને પાટણ શહેર પોલીસ અત્યારથી જ સજ્જ બની છે. શહેરમાં શાંતિ, સલામતી અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી સિટી 'એ' ડિવિઝન પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનું ધાડાબિંદુ'એ' ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. કે.જે. ભોંયની આગેવાની હેઠળ પોલીસનો મોટો કાફલો રસ્તા પર ઉતર્યો હતો. ખાસ કરીને શહેરના સંવેદનશીલ ગણાતા ખટકીવાડો અને બુકડી સહિતના વિસ્તારોમાં પોલીસે પગપાળા પેટ્રોલિંગ કર્યું હતું. આ માર્ચ દ્વારા અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાવવાનો અને સામાન્ય જનતામાં સુરક્ષાનો અહેસાસ કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.તહેવારમાં ખલેલ પહોંચાડનારા સામે લાલ આંખઉત્તરાયણ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને લોકો નિર્ભય થઈને પતંગબાજીનો આનંદ માણી શકે તે માટે પોલીસ તંત્ર દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. ફ્લેગ માર્ચ દરમિયાન પોલીસ જવાનોએ સ્થાનિક પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને શાંતિ જાળવવા અપીલ કરી હતી.ચુસ્ત બંદોબસ્તની તૈયારીઆગામી દિવસોમાં પણ શહેરના મુખ્ય બજારો અને ભીડભાડ વાળા વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવશે. મોટી સંખ્યામાં પોલીસ જવાનો અને હોમગાર્ડના જવાનોને તહેવારના દિવસે તૈનાત કરવામાં આવશે જેથી શિસ્તબદ્ધ વાતાવરણ જળવાઈ રહે.આ પણ વાંચો: તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ પોલીસે લોકોને રૂ. 2.33 લાખનો મુદ્દામાલ પરત કર્યો

Read Full Story arrow_forward
Vadodara: ઉત્તરાયણ પૂર્વે કાચવાળી દોરી સામે પોલીસની કડક કાર્યવાહી, ત્રણની અટકાયત
calendar_today January 2, 2026

Vadodara: ઉત્તરાયણ પૂર્વે કાચવાળી દોરી સામે પોલીસની કડક કાર્યવાહી, ત્રણની અટકાયત

ઉત્તરાયણ પર્વને ધ્યાને રાખી ગુજરાત હાઈકોર્ટ દ્વારા પતંગની દોરીમાં કાચના ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ પ્રતિબંધના અમલ માટે વડોદરા શહેર પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. જાહેરનામાનો ભંગ કરી દોરી માંજવાનું કામ કરતા કારીગરો અને વેપારીઓ સામે ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.વિશ્વામિત્રી બ્રિજ પાસે કાર્યવાહી રાવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિશ્વામિત્રી બ્રિજ પાસે દોરી માંજવાનું કામ કરતા હીરાજી હમીરજી ઠાકોર (રહે. કાલિદાસની ચાલી, વિશ્વામિત્રી નીચે) દ્વારા પ્રતિબંધિત કાચનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું બહાર આવતા પોલીસે તેની અટકાયત કરી હતી. તેની પાસેથી રૂ. 1,250 કિંમતની ત્રણ દોરીની ફીરકી તેમજ દોરી માંજવા માટેનો માંજો કબ્જે કરવામાં આવ્યો હતો. દાંડિયા બજાર ગેસ ઓફિસની સામે કાર્યવાહી આ ઉપરાંત, દાંડિયા બજાર ગેસ ઓફિસની સામે દોરી માંજવાનું કામ કરતા તુષાર અનિલ સાવંત (રહે. નર્મદા નગર, માંજલપુર) પાસેથી રૂ. 3,850 કિંમતની 11 દોરીની ફીરકી અને દોરી માંજવાનો માંજો કબ્જે કરી તેની અટકાયત કરવામાં આવી હતી. નવાપુરામાં કાર્યવાહી જ્યારે નવાપુરા પોલીસ દ્વારા શક્તિકૃપા સર્કલથી જયનગર સોસાયટી તરફના માર્ગ પરથી અખ્તરમિયા યાકુબમિયા શેખ (રહે. મહેબુબપુરા, નવાપુરા) પાસેથી રૂ. 210 કિંમતની એક દોરીની ફીરકી તથા 100 ગ્રામ કાચનો પાવડર કબ્જે કરવામાં આવ્યો હતો. પોલીસે ત્રણેય આરોપીઓ સામે જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી** હાથ ધરી છે. દોરીના ઉપયોગથી અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થતા હોવાના બનાવ ઉલ્લેખનીય છે કે ઉત્તરાયણના તહેવાર દરમિયાન અને તે પહેલાં જ પતંગ ઉડાડવાની શરૂઆત થઈ જાય છે. આ દરમિયાન ચાઈનીઝ દોરી અને કાચના પાવડરથી રંગેલી (ગ્લાસ કોટેડ) દોરીના ઉપયોગથી અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થતા હોવાના બનાવો** સામે આવ્યા છે. આ કારણે પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. આ પણ વાંચો----   Surendranagar જમીન કૌંભાડમાં તત્કાલિન કલેક્ટર રાજેન્દ્ર પટેલના 7 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર

Read Full Story arrow_forward
Kachchh News: ધોરડોમાં રજિસ્ટ્રેશન વિનાની ઘોડા અને ઊંટની સવારી પર પ્રતિબંધ
calendar_today January 2, 2026

Kachchh News: ધોરડોમાં રજિસ્ટ્રેશન વિનાની ઘોડા અને ઊંટની સવારી પર પ્રતિબંધ

કચ્છમાં ભૌગોલિક વૈવિધ્યનો ઉત્તમ ખજાનો જોવા મળે છે. જેના લીધે આ જિલ્લો પ્રવાસનની દ્રષ્ટીએ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. રાજ્ય સરકારના સહયોગથી ગુજરાત પ્રવાસન દ્વારા દર વર્ષે ધોરડો ખાતે રણ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે જેનો લાભ લેવા માટે દેશ-વિદેશથી પ્રવાસીઓ આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે ૫ણ ધોરડો ખાતે રણ ઉત્સવનું આયોજન કરવામાં આવેલું છે. ઘોડે સવારી/ઊંટ સવારીનું રજિસ્ટ્રેશન રણ ઉત્સવ દેશ-વિદેશથી આવતા સહેલાણીઓને અહીં કચ્છની ભાતીગળ સંસ્કૃતિનો, હેન્ડક્રાફટ્સનો, સફેદ રણના સૌંદર્યનો અવિસ્મરણીય અનુભવ થાય છે. રણ ઉત્સવમાં આવતા પ્રવાસીઓ રણ વિસ્તારમાં ચાલતી ઘોડે સવારી/ઊંટ સવારીનો ૫ણ આનંદ માણતા હોય છે. સ્થાનિક ઘોડે સવારી/ઊંટ સવારી માલીકો/ચાલકો દ્વારા પ્રવાસીઓને ફેરી સર્વિસ પૂરી પાડવામાં આવે છે જેને ધ્યાને લેતા રણ ઉત્સવમાં સહેલાણીઓના અનુભવને વધુ સુખદ બનાવવા, સલામત પ્રવાસનને વેગ આપવા તથા ઘોડે સવારી/ઊંટ સવારી ફેરી સર્વિસની અમલવારી સારી રીતે થઈ શકે તે માટે ઘોડે સવારી/ઊંટ સવારીનું રજિસ્ટ્રેશન કરાવી તેનું નિયમન કરવું જરૂરી છે. આ જાહેરનામું તા.૨૮/૦૨/૨૦૨૬ સુધી અમલમાં કચ્છ જિલ્લા મેજિસ્ટ્રેટ આનંદ પટેલ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે કચ્છ જિલ્લાની હદમાં આવેલ ભુજ તાલુકાના ધોરડો રણ ઉત્સવ વિસ્તાર ખાતે નિયત સમિતિ પાસે રજિસ્ટ્રેશન કરાવ્યા સિવાય અનઅધિકૃત રીતે ચાલતી ઘોડે સવારી/ઊંટ સવારી ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાત્મક કાર્યવાહીને પાત્ર ઠરશે. આ હુકમનો અમલ તથા તેના ભંગ બદલ પગલા લેવા માટે હેડ કોન્સ્ટેબલથી નીચેના દરજ્જાના ન હોય તેવા પોલીસ અધિકારીઓને અધિકૃત કરવામાં આવે છે.આ જાહેરનામું તા.૨૮/૦૨/૨૦૨૬ સુધી અમલમાં રહેશે. આ પણ વાંચોઃ Patan News: જિલ્લામાં PMJAY અંતર્ગત 1.28 લાખ દર્દીઓને લાભ મળ્યો, 3.15 અબજની નિઃશુલ્ક સારવાર

Read Full Story arrow_forward