android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara News: વડોદરામાં આડાસંબધોને કારણે વધુ એક યુવક હોમાયો
calendar_today January 2, 2026

Vadodara News: વડોદરામાં આડાસંબધોને કારણે વધુ એક યુવક હોમાયો

વડોદરા શહેરના પ્રતાપનગર વિસ્તારમાં આવેલી રેલવે કોલોનીમાં થોડા દિવસો પહેલા મળી આવેલી સચિન રાઠવાનો મૃતદેહ મળી આવવાની ઘટનાનો ભેદ આખરે ઉકેલાઈ ગયો છે. આ મામલે મકરપુરા પોલીસે ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું છે કે, સચિનની હત્યા તેની જ મંગેતર સુરેખા રાઠવાએ કરી હતી.શું હતી સમગ્ર ઘટના? મૂળ છોટાઉદેપુરનો સચિન રાઠવા તેની મંગેતર સુરેખા સાથે રેલવે ક્વાર્ટરમાં રહેતો હતો. સુરેખા રેલવેમાં નોકરી કરે છે. થોડા દિવસો પહેલા સચિનનો મૃતદેહ મળી આવતા સુરેખાએ પોલીસ સામે એવું નાટક રચ્યું હતું કે, સચિનનું મોત ઊંઘમાં કુદરતી રીતે થયું છે. જોકે, પોલીસને શંકા જતાં મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. PM રિપોર્ટ અને પોલીસ પૂછપરછમાં ખુલાસો ત્રણ દિવસ બાદ આવેલા પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં સ્પષ્ટ થયું કે, સચિનનું મોત કુદરતી નથી, પણ તેનું ગળું દબાવવામાં આવ્યું છે. આ રિપોર્ટના આધારે મકરપુરા પોલીસે જ્યારે સુરેખાની કડક પૂછપરછ કરી, ત્યારે તે ભાંગી પડી હતી. તેણે કબૂલાત કરી હતી કે, તેણે પોતાના જ દુપટ્ટાથી સચિનનું ગળું દબાવી તેની હત્યા કરી હતી. હત્યા પાછળનું કારણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, સુરેખાના અન્ય કોઈ વ્યક્તિ સાથે આડા સંબંધો હતા. આ બાબતે સચિન અને સુરેખા વચ્ચે અવારનવાર ઉગ્ર ઝઘડા થતા હતા. આ વિવાદનો કાયમી અંત લાવવા માટે સુરેખાએ આ ખૂની ખેલ ખેલ્યો હતો. હાલ મકરપુરા પોલીસે આરોપી સુરેખા રાઠવાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ પણ વાંચો - Vadodara News: લૂંટ કરનારા 5 આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર

Read Full Story arrow_forward
Surat માં BMW અને BE-6 વચ્ચેની જીવલેણ રેસના CCTV આવ્યા સામે, પોલીસ કારચાલકના ઘરે પહોંચી...
calendar_today January 2, 2026

Surat માં BMW અને BE-6 વચ્ચેની જીવલેણ રેસના CCTV આવ્યા સામે, પોલીસ કારચાલકના ઘરે પહોંચી...

સુરતના વેસુ વિસ્તારમાં મોડી રાત્રે 'રફતારના રાક્ષસો' એ માતેલા સાંઢની જેમ કાર દોડાવી ભયાનક અકસ્માત સર્જ્યો હતો. સામે આવેલા CCTV ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે નબીરાઓ જાહેર માર્ગો પર મોતની રેસ લગાવી રહ્યા હતા. અંદાજે 150 કિમીથી વધુની ઝડપે દોડતી BMW અને BE-6 કાર વચ્ચેની આ હોડમાં અકસ્માત એટલો ભયાનક હતો કે બંને મોંઘીદાટ કારોની એરબેગ્સ ખુલી ગઈ હતી. આ ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે રેસના ચક્કરમાં નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂકાયા હતા.વેસુ પોલીસ એક્શનમાં અકસ્માતની આ ઘટના બાદ સુરતની વેસુ પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. પોલીસે કાર્યવાહી દરમિયાન BE-6 કારના ચાલક મંથન પટેલની ધરપકડ કરી લીધી છે. જોકે, BMW કારનો ચાલક અલ્કેશ અકસ્માત સર્જીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસની ટીમ અલ્કેશના ઘરે તેને પકડવા પહોંચી હતી, પરંતુ તે મળી આવ્યો નહોતો. રેસના ચક્કરમાં અકસ્માત સર્જીને ફરાર થઈ જનાર આ નબીરા વિરુદ્ધ કડક કાયદાકીય પગલાં લેવાની દિશામાં પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. નબીરાઓની જીવલેણ હોડ સુરતના રસ્તાઓ પર નબીરાઓ દ્વારા કરવામાં આવતા આવા જોખમી સ્ટંટ હવે ચિંતાનો વિષય બન્યા છે. CCTVમાં કેદ થયેલી કારની ગતિ જોઈને અંદાજો લગાવી શકાય છે કે જો કોઈ રાહદારી કે વાહનચાલક આડે આવ્યો હોત તો મોટી જાનહાનિ થઈ શકી હોત. હાલમાં પોલીસ ફરાર આરોપી અલ્કેશને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ કરી રહી છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે કાયદાનો ડર ન હોય તેમ શ્રીમંત નબીરાઓ જાહેર માર્ગોને રેસિંગ ટ્રેક સમજીને લોકોની સુરક્ષા સાથે ચેડા કરી રહ્યા છે. આ પણ વાંચો : Bhavnagar News : બગદાણા કેસમાં ગરમાયું રાજકારણ, વિવાદમાં ભાજપ-ઠાકોર સેનાના આગેવાનો જોડાયા

Read Full Story arrow_forward
Gujarat News : વર્ષ 2030 સુધીમાં સાણંદ, કલોલ, સાવલી, બારડોલી અને હીરાસરને સેટેલાઇટ ટાઉન તરીકે વિકસિત કરવામાં આવશે
calendar_today January 2, 2026

Gujarat News : વર્ષ 2030 સુધીમાં સાણંદ, કલોલ, સાવલી, બારડોલી અને હીરાસરને સેટેલાઇટ ટાઉન તરીકે વિકસિત કરવામાં આવશે

આ વિઝનને અનુરૂપ રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ઓક્ટોબર 2025માં પાંચ સેટેલાઇટ ટાઉન વિકસિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણયના અમલીકરણના ભાગરૂપે હવે શહેરોના માસ્ટર પ્લાન તૈયાર કરવા માટે અર્બન પ્લાનર્સને આમંત્રિત કરવામાં આવ્યા છે. તેના માટે ટેન્ડર દ્વારા અર્બન પ્લાનર્સની નિમણૂક કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આગામી બે મહિનામાં કન્સલટન્ટની નિમણૂક કરવામાં આવશે વર્ષ 2030 સુધીમાં આ શહેરોમાં મહાનગરો જેવી સુવિધાઓ વિકસિત કરીને તેમને આર્થિક રીતે સશક્ત બનાવવાનું આયોજન છે, જેથી મોટા શહેરો પરથી ભારણ ઘટાડી શકાય. શહેરી વિકાસ વર્ષ-2025માં ‘અર્નિંગ વેલ-લિવિંગ વેલ’નો મંત્ર સાકાર કરવાના ઉદ્દેશથી રાજ્ય સરકારે અમદાવાદ પાસે સાણંદ, વડોદરા પાસે સાવલી, ગાંધીનગર પાસે કલોલ, સુરત પાસે બારડોલી અને રાજકોટ પાસે હીરાસરને ‘સેટેલાઇટ ટાઉન’ તરીકે વિકસિત કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે દરખાસ્ત રજૂ કરીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના અનુભવ ધરાવતા અર્બન પ્લાનર્સને માસ્ટર પ્લાન તૈયાર કરવા માટે આમંત્રિત કર્યા છે. આગામી બે મહિનામાં કન્સલટન્ટની નિમણૂક કરવામાં આવશે, જેઓ એક વર્ષની અંદર શહેરો માટે માસ્ટર પ્લાન તૈયાર કરીને રજૂ કરશે. શું છે સેટેલાઇટ ટાઉન ? સેટેલાઇટ ટાઉન એટલે મોટા શહેર અથવા મહાનગરની નજીક સ્થિત એવું શહેર જ્યાં મોટા શહેરથી એક કલાકમાં પહોંચી શકાય છે. આવા શહેરોની ઓળખ કરીને તેમને આર્થિક રીતે ધમધમતા કેન્દ્રો બનાવવાનો ઉદ્દેશ છે, જેથી મોટા શહેરો પર ભારણ ઘટે અને આ શહેરોમાં રોજગારીની નવી તકો ખુલે. આ શહેરોમાં વિશ્વસ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નાગરિક કેન્દ્રિત સુવિધાઓ વિકસિત કરવામાં આવશે. ગુજરાતના પાંચ સેટેલાઇટ ટાઉન રાજ્ય સરકારે શરૂઆતના તબક્કામાં અમદાવાદ પાસે સાણંદ, વડોદરા પાસે સાવલી, ગાંધીનગર પાસે કલોલ, સુરત પાસે બારડોલી અને રાજકોટ પાસે હીરાસરને ‘સેટેલાઇટ ટાઉન’ તરીકે વિકસિત કરવાનો નિર્ણય કર્યો છે. આ પાંચ શહેરોમાં માસ્ટર ટાઉન પ્લાનિંગ સાથે પરિવહન, ઉદ્યોગો, પ્રવાસન, શિક્ષણ અને આરોગ્યને લગતી સુવિધાઓ વિકસિત કરવામાં આવશે. સેટેલાઇટ ટાઉનમાં વિકસિત થનારી સુવિધાઓ સેટેલાઇટ ટાઉનમાં અત્યાધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સુવ્યવસ્થિત જાહેર પરિવહન સુવિધા (ઇલેક્ટ્રિક બસ સુવિધા સાથે), પાણી પુરવઠો અને વેસ્ટ મેનેજમેન્ટ માટે ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિંગ રોડ, અર્બન ફોરેસ્ટ પાર્ક, સુંદર તળાવ, મોડેલ ફાયર સ્ટેશન અને મિક્સ યુઝ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (ઓફિસ, ઘર, દુકાનો બધુ નજીકમાં)નું નિર્માણ કરવામાં આવશે. આ સુવિધાઓની કામગીરીને ઝડપથી અમલી બનાવવા માટે મંજૂરી તેમજ દેખરેખ સમિતિની રચના કરવામાં આવી છે. અર્બન એરિયા એ દેશનું ગ્રોથ સેન્ટર છે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શહેરી વિકાસના વિઝનને રજૂ કરતા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, અર્બન એરિયા એ દેશનું ગ્રોથ સેન્ટર છે, ત્યારે વિકસિત ભારતના નિર્માણ માટે શહેરોને આર્થિક ગતિવિધિના કેન્દ્રો બનાવવા જોઇએ અને ટાર્ગેટ નક્કી કરીને એ મુજબ નવા ઉત્પાદનો અને ક્વોલીટી વર્ક પર કામ કરીને વિકાસ સાધવો જોઇએ. આજે દેશમાં બે લાખથી વધુ સ્ટાર્ટઅપ કાર્યરત છે, જેમાંથી મોટા ભાગના સ્ટાર્ટઅપ ટિયર-2 અને ટિયર-3 શહેરોમાંથી આવે છે. આ પૈકીના અનેક સ્ટાર્ટઅપ્સનું નેતૃત્વ દીકરીઓ કરી રહી છે. એટલું જ નહિ, આ શહેરોના બાળકો શિક્ષણ ઉપરાંત અન્ય અનેક પ્રવૃત્તિઓમાં પણ આગળ પડતા છે. તેથી આવા નાના શહેરોમાં વિકાસની અનેક ક્ષમતાઓ રહેલી છે. આ પણ વાંચો : Surendranagar News : સુરેન્દ્રનગર જમીન કૌભાંડને લઇ મોટા સમાચાર, તત્કાલિન કલેક્ટર રાજેન્દ્ર પટેલની EDએ કરી અટકાયત : સૂત્ર

Read Full Story arrow_forward