android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Dwarka News: ગોમતી નદીમાં યુવકે લગાવી મોતની છલાંગ
calendar_today January 2, 2026

Dwarka News: ગોમતી નદીમાં યુવકે લગાવી મોતની છલાંગ

પવિત્ર યાત્રાધામ દ્વારકામાં આજે વહેલી સવારે એક અરેરાટીભરી ઘટના સામે આવી છે. પવિત્ર ગોમતી નદીના કિનારેથી એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પ્રાથમિક અનુમાન મુજબ, આ યુવકે ગઈકાલે મોડી રાત્રે નદીમાં ઝંપલાવીને પોતાનું જીવન ટૂંકાવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.ગોમતી નદીના કિનારે મૃતદેહ તરતો જોવા મળ્યો ઘટનાની મળતી માહિતી અનુસાર, આજે વહેલી સવારે જ્યારે શ્રદ્ધાળુઓ અને સ્થાનિક લોકો ગોમતી નદીના કિનારે પહોંચ્યા ત્યારે સંગમ નારાયણ ઘાટની સામેના કિનારે એક મૃતદેહ તરતો જોવા મળ્યો હતો. સ્થાનિકોએ તાત્કાલિક આ અંગે પોલીસને જાણ કરી હતી. દ્વારકા પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને સ્થાનિક તરવૈયાઓની મદદથી મૃતદેહને પાણીની બહાર કાઢ્યો હતો. પ્રેમ સંબંધનું કારણ? સ્થાનિક લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે, આ યુવકે પ્રેમ સંબંધમાં નિષ્ફળતા મળતા અથવા તે બાબતના મનદુઃખને કારણે આ આત્યંતિક પગલું ભર્યું હોઈ શકે છે. જોકે, પોલીસ દ્વારા હજુ સુધી સત્તાવાર રીતે આ કારણની પુષ્ટિ કરવામાં આવી નથી. મૃતક યુવકની ઓળખ વિધિવત રીતે સ્થાપિત કરવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. પોલીસ કાર્યવાહી દ્વારકા પોલીસે યુવકના મૃતદેહનો કબ્જો મેળવી તેને પોસ્ટ મોર્ટમ અર્થે દ્વારકાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો છે. દ્વારકા પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ યુવક ક્યાંનો રહેવાસી હતો અને કયા સંજોગોમાં તેણે ગોમતી નદી સુધી પહોંચી આત્મહત્યા કરી, તે દિશામાં સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓ એકત્ર કરવામાં આવી રહ્યા છે. દ્વારકા જેવા પવિત્ર યાત્રાધામમાં બનેલી આ ઘટનાથી શ્રદ્ધાળુઓમાં પણ શોકની લાગણી જોવા મળી રહી છે. આ પણ વાંચો - Dwarka News: 11 જાન્યુઆરીએ બ્લુ ફલેગ શિવરાજપુર બીચ ખાતે પતંગ મહોત્સવ યોજાશે

Read Full Story arrow_forward
Surat News : 35 દિવસથી દીકરી ગુમ છતાં પોલીસ નિષ્ક્રિય? રોષે ભરાયેલા પાટીદારોએ ન્યાય માટે પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો
calendar_today January 2, 2026

Surat News : 35 દિવસથી દીકરી ગુમ છતાં પોલીસ નિષ્ક્રિય? રોષે ભરાયેલા પાટીદારોએ ન્યાય માટે પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો

સુરતના સરથાણા વિસ્તારમાં પાટીદાર સમાજની એક સગીરાના અપહરણની ઘટનાને લઈને મોડી રાત્રે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી. છેલ્લા ૩૫ દિવસથી દીકરી પરિવારથી અળગી છે, તેમ છતાં પોલીસ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવી હોવાના આક્ષેપ સાથે પાટીદાર સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં યુવાનોએ સરથાણા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. મધરાતે પોલીસ સ્ટેશન બહાર ઉમટેલી હજારોની મેદનીએ સૂત્રોચ્ચાર કરી વાતાવરણ ગજવી દીધું હતું. સમાજના આગેવાનોનો આક્ષેપ છે કે વારંવારની રજૂઆત છતાં પોલીસ માત્ર આશ્વાસન આપી રહી છે, જ્યારે દીકરી હજુ પણ ગુમ છે.સરથાણા પોલીસ છાવણીમાં ફેરવાયું ઉગ્ર બનેલા પાટીદાર સમાજે માંગ કરી છે કે આ કેસમાં તાત્કાલિક અસરથી આરોપીની ધરપકડ કરવામાં આવે અને તેની સામે કડક કલમો હેઠળ વિશેષ ગુનો દાખલ કરવામાં આવે. આ સાથે જ, તપાસમાં બેદરકારી દાખવનાર જવાબદાર પોલીસ અધિકારીઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે. પરિવારે ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી ટૂંકા સમયમાં દીકરીની શોધખોળ નહીં થાય, તો આ મામલે સીધી ગૃહ વિભાગમાં રજૂઆત કરવામાં આવશે અને આંદોલનને વધુ તેજ બનાવવામાં આવશે. મોડી રાત સુધી ચાલેલી આ ખેંચતાણને પગલે પોલીસ સ્ટેશન પરિસરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ પણ વાંચો : Ahmedabad માં ટ્રાફિક પોલીસ એક્શનમાં, ગુજરાત હાઇકોર્ટ બહાર હેલ્મેટ ડ્રાઇવ, સરકારી બાબુઓ પણ નિશાના પર...

Read Full Story arrow_forward
Ahmedabad માં ટ્રાફિક પોલીસ એક્શનમાં, ગુજરાત હાઇકોર્ટ બહાર હેલ્મેટ ડ્રાઇવ, સરકારી બાબુઓ પણ નિશાના પર...
calendar_today January 2, 2026

Ahmedabad માં ટ્રાફિક પોલીસ એક્શનમાં, ગુજરાત હાઇકોર્ટ બહાર હેલ્મેટ ડ્રાઇવ, સરકારી બાબુઓ પણ નિશાના પર...

અમદાવાદમાં ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરાવવા માટે પોલીસ દ્વારા ખાસ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે, જેના ભાગરૂપે આજે ગુજરાત હાઇકોર્ટ અને તેની આસપાસની સરકારી કચેરીઓ બહાર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ડ્રાઇવ દરમિયાન અનેક વાહનચાલકો હેલ્મેટ વગર ઝડપાયા હતા. આશ્ચર્યની વાત એ છે કે, જ્યારે પોલીસે તેમને રોક્યા ત્યારે દંડ ભરવાને બદલે વાહનચાલકોએ પોલીસ સાથે રકઝક કરી હતી અને અજીબોગરીબ તર્ક રજૂ કર્યા હતા. કેટલાક ચાલકોએ એવું કહીને બચવાનો પ્રયાસ કર્યો હતો કે તેઓ અહીં જ સરકારી સ્ટાફમાં ફરજ બજાવે છે, તેથી તેમની સામે કાર્યવાહી ન કરવી જોઈએ.હાઇકોર્ટના દરવાજે ડ્રાઇવ ડ્રાઇવ દરમિયાન વાહનચાલકોના ઉડાઉ જવાબોએ પોલીસને પણ મુંઝવણમાં મૂકી દીધી હતી. એક વાહનચાલકે દલીલ કરી હતી કે, "મારે બહુ નજીક જવાનું છે, તો હેલ્મેટ પહેરવાની શું જરૂર છે?" જ્યારે અન્ય એક ચાલકે કંટાળીને કહ્યું હતું કે, "વારંવાર હેલ્મેટ પહેરવું અને કાઢવું મજા નથી આવતી." જોકે, ટ્રાફિક પોલીસે આવા કોઈ પણ બહાનાને ગ્રાહ્ય રાખ્યા વગર નિયમ ભંગ કરનાર તમામ ચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીને મેમો ફાડ્યા હતા. હાઇકોર્ટ જેવા સંવેદનશીલ વિસ્તારમાં પોલીસે આ કાર્યવાહી કરીને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે નિયમોનું પાલન દરેક નાગરિકે, પછી તે ગમે તે સ્ટાફમાં હોય, કરવું જ પડશે. આ પણ વાંચો : Rajkot News : RMC કોલ સેન્ટર ગુંજી ઉઠ્યું, 2.65 લાખ ફરિયાદો સાથે ડ્રેનેજ વિભાગ મોખરે, રોજના સરેરાશ 1280 કોલ...

Read Full Story arrow_forward