android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
8 major expressways by 2026: અમદાવાદ, જામનગરા, દિલ્હી અને...2026માં દેશને મળશે મોટા 8 એક્સપ્રેસ વે
calendar_today January 1, 2026

8 major expressways by 2026: અમદાવાદ, જામનગરા, દિલ્હી અને...2026માં દેશને મળશે મોટા 8 એક્સપ્રેસ વે

આ વર્ષે દેશ આઠ નવા અત્યાધુનિક એક્સપ્રેસવે મેળવવા માટે તૈયાર છે જેનાથી ભારતમાં રોડ મુસાફરીનો મેપ બદલાઇ જશે. એક્સપ્રેસવે ફક્ત શહેરોને જ નહીં પરંતુ ઝડપી વિકાસ, મજબૂત અર્થતંત્ર અને સારી જીવનશૈલીના નવા માર્ગો તરીકે પણ ઉભરી આવશે. ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી ફેલાયેલું આ નવું રોડ નેટવર્ક દેશના મુખ્ય ઔદ્યોગિક કેન્દ્રો, ધાર્મિક સ્થળો, બંદરો અને પ્રવાસન કેન્દ્રોને ટૂંકા સમયમાં જોડવામાં સક્ષમ બનશે. ત્યારે આવો જાણીએ આ 8 એક્સપ્રેસ વે ક્યાં ક્યાં બનવાના છે અને તેની પાછળ કેટલો ખર્ચ કરવામાં આવ્યો છે. દિલ્હી અમૃસર કટરા એક્સપ્રેસ વે દિલ્હીની બહાદુરગઢ સરહદ નજીક જાસોર ખીરીથી શરૂ કરીને, આ એક્સપ્રેસવે પંજાબથી કટરા (જમ્મુ અને કાશ્મીર) સુધી વિસ્તરશે. એક્સપ્રેસવેની કુલ લંબાઈ આશરે 670 કિમી છે અને હાલમાં ચાર લેન સાથે બનાવવામાં આવી રહી છે. ભવિષ્યમાં તેને આઠ લેન સુધી વિસ્તૃત કરવામાં આવશે. ભારતમાલા પરિયોજના હેઠળ NHAI દ્વારા તેનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી દિલ્હી-અમૃતસર મુસાફરીનો સમય આશરે આઠ કલાકથી ઘટાડીને ચાર કલાક અને દિલ્હી-કટરા મુસાફરી 14 કલાકથી ઘટાડીને છ કલાક થવાની ધારણા છે. પ્રોજેક્ટ ખર્ચ આશરે ₹38,905 કરોડ હોવાનો અંદાજ છે. આ માર્ગ ધાર્મિક પર્યટન (વૈષ્ણોદેવી), વેપાર અને લોજિસ્ટિક્સ માટે ઝડપી, સલામત અને સીધો રોડ લિંક પ્રદાન કરશે. અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ વે ગુજરાતમાં આ એક્સપ્રેસવે અમદાવાદને ધોલેરા SIR અને વધુ પ્રાદેશિક જોડાણને જોડતો એક મુખ્ય પ્રોજેક્ટ છે.  તેની કુલ લંબાઈ આશરે 109 કિમી છે. હાલમાં તે ચાર લેન સાથે બનાવવામાં આવી રહ્યું છે, જેને જરૂર પડ્યે આઠ લેન સુધી વિસ્તૃત કરી શકાય છે. આ કોરિડોર ભારતમાલા યોજના હેઠળ NHAI દ્વારા વિકસાવવામાં આવી રહ્યો છે અને તે ધોલેરા જેવા રોકાણ ક્ષેત્રોમાં ઔદ્યોગિક વિકાસને વેગ આપશે.  અમદાવાદથી ધોલેરા સુધીનો મુસાફરીનો સમય ઓછો થશે. આ પ્રોજેક્ટનો ખર્ચ અંદાજે ₹4,500 કરોડ થવાનો અંદાજ છે અને તે 2026 ની શરૂઆતમાં કાર્યરત થવાની અપેક્ષા છે. રાયપુર-વિશાખાપટ્ટનમ એક્સપ્રેસવે આ એક્સપ્રેસ વે 464 કિમી લાંબો અને 6 લેન પહોળો છે. આ એક્સપ્રેસવે ત્રણ રાજ્યોને જોડે છે: છત્તીસગઢ, ઓડિશા અને આંધ્રપ્રદેશ.  તેને ભારતમાલા ફેઝ-૧ હેઠળ આર્થિક કોરિડોર તરીકે મંજૂરી આપવામાં આવી છે. આ રૂટ છત્તીસગઢમાં આશરે 124 કિમી, ઓડિશામાં 240 કિમી અને આંધ્રપ્રદેશમાં 100 કિમીનો વિસ્તાર આવરી લેશે.  તે કુરુડ/રાયપુર પ્રદેશમાંથી શરૂ થઈને વિશાખાપટ્ટનમ બંદર પર સમાપ્ત થવાનો પ્રસ્તાવ છે. આ કોરિડોરનો મુખ્ય ફાયદો મધ્ય ભારતથી પૂર્વ કિનારા સુધી લોજિસ્ટિક્સ, વેપાર અને બંદર કનેક્ટિવિટીને સરળ બનાવવાનો રહેશે. આ એક્સપ્રેસવેનો અંદાજિત ખર્ચ આશરે ₹16482 કરોડ છે. એક્સપ્રેસવે ડિસેમ્બર 2026માં જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે. ચેન્નાઇ બેંગ્લુરુ એક્સપ્રેસ વે આ ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે દક્ષિણ ભારતના બે મુખ્ય આર્થિક કેન્દ્રો - ચેન્નાઈ અને બેંગલુરુ - ને હાઇ-સ્પીડ કોરિડોર સાથે જોડશે.  તેની કુલ લંબાઈ આશરે 258 કિમી છે અને તેને 4 લેન સાથે વિકસાવવામાં આવી રહી છે જેને જરૂર પડ્યે 8 લેન સુધી વિસ્તૃત કરી શકાય છે.  તે ભારતમાલા પરિયોજના હેઠળ NHAI દ્વારા બનાવવામાં આવી રહ્યું છે અને જાન્યુઆરી 2021 માં તેનું રાષ્ટ્રીય એક્સપ્રેસવે-7 (NE-7) તરીકે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ એક્સપ્રેસવે કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાંથી પસાર થશે. તે ચેન્નઈ અને બેંગલુરુ વચ્ચે મુસાફરીનો સમય અને ટ્રાફિક ભીડ ઘટાડશે, અને ઔદ્યોગિક પુરવઠા શૃંખલાઓ, IT કોરિડોર અને બંદર-સંકળાયેલ લોજિસ્ટિક્સને વેગ આપશે.  તે જુલાઈ 2026 માં જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવશે અને તેનો ખર્ચ આશરે ₹18,000 કરોડ થવાનો અંદાજ છે. અમૃતસર-જામનગર એક્સપ્રેસવે અમૃતસર-જામનગર એક્સપ્રેસવે ઉત્તરપશ્ચિમ ભારતમાં એક મુખ્ય આર્થિક કોરિડોર છે જેનો અંદાજે 1,257 કિમી લાંબો છે. 4 થી 6 લેન સાથે વિકસાવવામાં આવી રહ્યો છે. તેનું નિર્માણ NHAI દ્વારા ભારતમાલા પરિયોજના હેઠળ કરવામાં આવી રહ્યું છે. આ માર્ગને વ્યૂહાત્મક માનવામાં આવે છે કારણ કે તે ભટિંડા, બાડમેર અને જામનગર જેવા મુખ્ય ઊર્જા/ઔદ્યોગિક પટ્ટાઓને જોડે છે. આ એક્સપ્રેસવે (જમીન સંપાદન સહિત) નો કુલ ખર્ચ આશરે ₹80,000 કરોડ છે. એવો દાવો કરવામાં આવે છે કે આનાથી અમૃતસરથી જામનગર સુધીનો મુસાફરીનો સમય 26 કલાકથી ઘટાડીને 13 કલાક થઈ જશે. એપ્રિલ 2026 સુધીમાં તે જાહેર જનતા માટે ખુલ્લો મુકાઈ શકે છે. ગંગા એક્સપ્રેસ વે ઉત્તર પ્રદેશનો ગંગા એક્સપ્રેસવે મેરઠથી પ્રયાગરાજ સુધીનો આશરે 594 કિમી લાંબો, 12 જિલ્લાઓમાંથી પસાર થાય છે. તેને આધુનિક, છ-લેન એક્સપ્રેસવે તરીકે વિકસાવવામાં આવી રહ્યો છે. એક્સપ્રેસવેનું બાંધકામ લગભગ 99% પૂર્ણ થયું છે, અને તેનું ઉદ્ઘાટન 15 જાન્યુઆરી, 2026 ની આસપાસ થવાની અપેક્ષા છે. પ્રોજેક્ટ ખર્ચ અંદાજે ₹37,350 કરોડ હોવાનો અંદાજ છે, જેમાં જમીન સંપાદન પર ખર્ચનો નોંધપાત્ર હિસ્સો છે. એક્સપ્રેસવેમાં ટોલ પ્લાઝા, 15 રેમ્પ, નવ સુવિધા કેન્દ્રો, મુખ્ય પુલ (ગંગા/રામગંગા), ફ્લાયઓવર અને ROB શામેલ છે.  આનાથી પશ્ચિમ ઉત્તર પ્રદેશથી પૂર્વ ઉત્તર પ્રદેશ સુધીની મુસાફરી ઝડપી બનશે અને વેપાર અને પર્યટનને વેગ મળશે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેને દેશના સૌથી મોટા રોડ પ્રોજેક્ટ્સમાંનો એક માનવામાં આવે છે. તેની કુલ લંબાઈ આશરે 1355 કિમી છે અને અંદાજિત ખર્ચ આશરે ₹1 લાખ કરોડ છે.  તે દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી પસાર થાય છે. તેને 6 થી 8 લેન સાથે વિકસાવવામાં આવી રહ્યું છે ભવિષ્યમાં તેને 12 લેન સુધી વિસ્તૃત કરવાની શક્યતા છે.  નોંધનીય છે કે તેનો 771 કિમી પહેલેથી જ ખોલવામાં આવ્યો છે અને બાકીનો માર્ચ 2026 સુધીમાં સંપૂર્ણપણે ખુલ્લો થવાની અપેક્ષા છે.  આ માર્ગ દિલ્હીના ડીએનડી ફ્લાયઓવર/સોહના વિસ્તારથી શરૂ થશે અને વિરાર/જેએનપીટી બંદર પર સમાપ્ત થશે.

Read Full Story arrow_forward
First Bullet Train: દેશને મળશે પહેલી બુલેટ ટ્રેન, રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવે તારીખની કરી જાહેરાત
calendar_today January 1, 2026

First Bullet Train: દેશને મળશે પહેલી બુલેટ ટ્રેન, રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવે તારીખની કરી જાહેરાત

બુલેટ ટ્રેનને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. 15 ઓગષ્ટ 2027ના રોજ દેશમાં બુલેટ ટ્રેન દોડશે. રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે આ જાહેરાત કરી છે. તેઓએ જણાવ્યું કે વર્ષ 2027માં દેશની પહેલી બુલેટ ટ્રેન દોડશે. 15 ઑગષ્ટના રોજ શરૂ થયા તે માટેની તૈયારીઓ તેજ ચાલી રહી છે. સુરતતી બિલીમોરા વચ્ચે પ્રથમ ટ્રાયલ રન સફળ રહ્યો છે. હાઇ સ્પીડ રેલ પ્રોજેક્ટનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. 

Read Full Story arrow_forward
Rajkot News : મિશન વાયબ્રન્ટ રાજકોટ, 11 જાન્યુઆરીએ PM મોદીના ભવ્ય રોડ-શો સાથે સૌરાષ્ટ્ર ઝોન સમિટનો થશે પ્રારંભ
calendar_today January 1, 2026

Rajkot News : મિશન વાયબ્રન્ટ રાજકોટ, 11 જાન્યુઆરીએ PM મોદીના ભવ્ય રોડ-શો સાથે સૌરાષ્ટ્ર ઝોન સમિટનો થશે પ્રારંભ

રાજકોટમાં આગામી 11, 12 અને 13 જાન્યુઆરી દરમિયાન 'સૌરાષ્ટ્ર ઝોન વાયબ્રન્ટ સમિટ'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમની પૂર્વતૈયારીઓની સમીક્ષા કરવા માટે પ્રભારી મંત્રી જીતુ વાઘાણીએ કલેક્ટર કચેરી ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં સાંસદો, રેન્જ આઈજી અને વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી વાઘાણીએ જણાવ્યું હતું કે, 11 જાન્યુઆરીએ બપોરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ પધારશે અને જૂના એરપોર્ટથી તેમનું ભવ્ય સ્વાગત કરી એક શાનદાર રોડ-શોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.મિશન વાયબ્રન્ટ રાજકોટ આ સમિટ મારવાડી યુનિવર્સિટી ખાતે યોજાશે, જે મહેસાણા સમિટ કરતાં પણ વિશાળ સ્તરે આયોજિત કરવામાં આવી રહી છે. અંદાજે 26,400 ચોરસ મીટરના વિસ્તારમાં ભવ્ય પ્રદર્શન (એક્ઝિબિશન) યોજાશે. આ સમિટમાં આંતરરાષ્ટ્રીય સ્તરે યુક્રેન અને દક્ષિણ કોરિયા જેવા દેશો 'પાર્ટનર કન્ટ્રી' તરીકે જોડાશે, જે સૌરાષ્ટ્રના ઉદ્યોગ જગત માટે વૈશ્વિક તકોના દ્વાર ખોલશે. આ સમિટ માટે અત્યાર સુધીમાં 6000થી વધુ ઉદ્યોગ સાહસિકો અને અગ્રણીઓએ રજીસ્ટ્રેશન કરાવી લીધું છે. વૈશ્વિક મંચ પર સૌરાષ્ટ્ર મંત્રી જીતુ વાઘાણીએ વધુમાં ઉમેર્યું હતું કે, આ સમિટમાં તમામ ક્ષેત્રના લોકોને સાંકળી લેવામાં આવશે જેથી સૌરાષ્ટ્રના આર્થિક વિકાસને નવી ગતિ મળે. વડાપ્રધાનના રોડ-શો માટેના રૂટનું પ્લાનિંગ અત્યારે અંતિમ તબક્કામાં છે. આ કાર્યક્રમ દ્વારા રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્રમાં વાયબ્રન્ટ ગુજરાતનો એક મજબૂત માહોલ ઉભો કરવામાં આવશે. વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા અને વ્યવસ્થાને લઈને અત્યારથી જ ચુસ્ત તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ પણ વાંચો : Ahmedabad News : બોર્ડના વિદ્યાર્થીઓ માટે ખાસ ભેટ, જિલ્લા શિક્ષણાધિકારીએ લોન્ચ કરી સ્પેશિયલ પ્રશ્નબેંક

Read Full Story arrow_forward