Surat News: 600 લોકો દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા
ગત રોજ 31 ડિસેમ્બરની ઉજવણી સમગ્ર રાજ્ય અને દુનિયામાં કરવામાં આવી હતી. થર્ટી ફર્સ્ટની રાત્રે ઘણા લોકો દારૂ પીને ઉજવણી કરતા હોય છે. આવા લોકોને પકડીને કાયદાનો પાઠ ભણાવવા માટે ગુજરાત પોલીસે ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દરેક શહેર અને જિલ્લામાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ અંતર્ગત સુરતમાં પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું.600થી વધુ લોકો દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા સુરત શહેરમાં થર્ટી ફર્સ્ટ પર પોલીસ દ્વારા પીધેલાને પકડવા માટે ખાસ ચેકિંગ કરવમાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન 600થી વધુ લોકો દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા હતા. આ તમામને મેડિકલ માટે સિવિલ હોસ્પિટલ ખાતે લાવવાાં આવ્યા હતા. જે કારણે આ તમામ નશાખોરોને આખી રાત જેલમાં વિતાવવી પડી હતી. સુરત પોલીસની કડક ચેતવણી બાદ પણ આ લોકો નશો કરી બહાર ખુલ્લામાં ફરવા નીકળ્યા હતા. આ પણ વાંચો - Surat માં હાઈટેક ડ્રગ્સ રેકેટ ઝડપાયું, વોટ્સએપ-ઇન્સ્ટાથી વેચાતું હતું 'મોતનું સસ્તું બળતણ'
Read Full Story arrow_forward