Ahmedabad: અમદાવાદના મેથોડિસ્ટ ચર્ચ ખાતે કરાઇ નવા વર્ષની ઉજવણી, આકાશ રંગબેરંગી ફુગ્ગાથી સજ્યું
અમદાવાદના ખોખરા ખાતે મેથોડિસ્ટ ચર્ચ ખાતે નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે વિશેષ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી જ ચર્ચમાં ખ્રિસ્તી સમાજના લોકો ઉમટી પડ્યા હતા. ચર્ચને સુંદર રીતે શણગારવામાં આવ્યુ હતુ અને ચારે બાજુ ખુશીનો માહોલ જોવા મળતો હતો.ખ્રિસ્તી સમાજના લોકોએ એક બીજીને નવા વર્ષની શુભરકામનાઓ પાઠવવામાં આવી હતી. આકાશમાં 5000 રંગબેરંગી ફુગ્ગા ઉડાડવામાં આવ્યા હતા આ ઉજવણીનું સૌથી મોટું આકર્ષણ ત્યારે જોવા મળ્યું જ્યારે આકાશમાં એકસાથે 5000 રંગબેરંગી ફુગ્ગા છોડવામાં આવ્યા. આ દ્રશ્ય અત્યંત મનમોહક હતું; જાણે આકાશમાં માનવતાના વિવિધ રંગો ભળી રહ્યા હોય! આ ફુગ્ગા માત્ર હવામાં ઉડતા રબરના ગોળા નહોતા, પણ લોકોની આશાઓ અને અરમાનોનું પ્રતીક હતા.એક સાથે 5000 રંગબેરંગી ફુગ્ગા આકાશમાં ઉડાડતા આકાશ જાણે રંગોને પોતાનામાં સમાવી રહ્યુ હોય તેમ લાગી રહ્યુ છે. શાંતિ અને ભાઈચારાનો સંદેશ પ્રાર્થના સભામાં સૌએ સાથે મળીને દેશમાં શાંતિ, એકતા અને ભાઈચારો જળવાઈ રહે તે માટે પ્રભુ પાસે પ્રાર્થના કરી હતી. લોકોએ એકબીજાને ગળે મળીને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે જ્ઞાતિ-જાતિના ભેદભાવ ભૂલીને માનવતાનો સંદેશ પ્રસરાવવામાં આવ્યો હતો. આ પણ વાંચોઃ Ahmedabad News : બોર્ડના વિદ્યાર્થીઓ માટે ખાસ ભેટ, જિલ્લા શિક્ષણાધિકારીએ લોન્ચ કરી સ્પેશિયલ પ્રશ્નબેંક
Read Full Story arrow_forward