android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News: પોલીસનો સપાટો, દારૂ પીધેલા 123 લોકો પકડાયા
calendar_today January 1, 2026

Ahmedabad News: પોલીસનો સપાટો, દારૂ પીધેલા 123 લોકો પકડાયા

ગત રાત્રી વર્ષ 2025ની અંતિમ રાત્રી હતી. અમદાવાદ શહેરમાં 31 ડિસેમ્બરની ઉજવણી ખુબ ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી. આવામાં ઘણા લોકો નશો કરીને નવા વર્ષને આવકારતા હોય છે. આવા લોકો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવા માટે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન ઘણા લોકો નશો કરેલી હાલતમાં ઝડપાયા છે.123 લોકોના સેમ્પલ લઇને FSLમાં મોકલાયામાં આવ્યા અમદાવાદ પોલીસ દ્વારા 31 ડિસેમ્બરની રાત્રીએ નશાખોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદ પોલીસ દ્વારા દારૂ પીધેલી હાલતમાં 123 લોકોને ઝડપી લેવામાં આવ્યા છે. 31 ડિસેમ્બરની ઉજવણી નશાખોરી કરીને કરનાર સામે કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદ પોલીસ દ્વારા 123 લોકોના સેમ્પલ લઇને FSLમાં મોકલાયામાં આવ્યા છે. ઘણા લોકો દારૂ પીને 31ની ઉજવણી કરવા જાહેરમાં રોડ રસ્તા પર નીકળી પડે છે. આવા લોકો લોકો સામે પોલીસની કાર્યવાહી કરવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાં સઘન ચેંકિંગ કરવામાં આવ્યું પીધેલા લોકોને પકડ્યા બાદ અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં સેમ્પલ માટે લાવવમાં આવ્યા હતા.અસારવા સિવિલ હોસ્પિટલમાં ગઈકાલ સાંજથી સવારના 8 વાગ્યા સુધીમાં દારૂ પીધેલા 123 લોકોને સિવિલ લાવવમાં આવ્યા હતા. આ 123 લોકોના સેમ્પલ FSLમાં મોકલવામાં આવ્યા છે. દારૂબંધીનો કડક અમલ કરવા માટે 31 ડિસેમ્બરની રાત્રીએ સમગ્ર ગુજરાતમાં સઘન ચેંકિંગ કરવામાં આવ્યું હતું. આ પણ વાંચો - Ahmedabad News : નવા વર્ષની ભેટ, ગુજરાતમાં CNG ના ભાવમાં થયો ઘટાડો, જાણો શું છે નવા રેટ

Read Full Story arrow_forward
Patan માં ઠાકોર સમાજની બેઠક, કુરિવાજોને દૂર કરવા લેવાયા આ અનેક મહત્વપૂર્ણ નિર્ણયો
calendar_today January 1, 2026

Patan માં ઠાકોર સમાજની બેઠક, કુરિવાજોને દૂર કરવા લેવાયા આ અનેક મહત્વપૂર્ણ નિર્ણયો

પાટણમાં ઠાકોર સમાજની મહત્વની બેઠક યોજાઇ હતી જેમાં સમાજમાંથી કુરિવાજોને દુર કરવા માટે અનેક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયા હતા. બેઠકમાં 16 જેટલા નવા નિયમો જાહેર કરાયા હતાઠાકોર સમાજની આગામી બેઠક 4 જાન્યુઆરીના રોજ બનાસકાંઠા ના ઓગડ ખાતે યોજાશે  ઠાકોર સમાજની આગામી બેઠક 4 જાન્યુઆરીના રોજ બનાસકાંઠા ના ઓગડ ખાતે યોજાનાર છે. આ બેઠકમાં સમાજના નવા નિયમો સાથે બંધારણને મંજૂરી આપવામાં આવશે. બેઠકમાં ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો હાજર રહેશે અને ઠાકોર સમાજના તમામ સભ્યોને આમંત્રણ આપવામાં આવ્યું છે. ઠાકોર સમાજ બંધારણ મુદ્દાઓ 1:-સગાઈ પ્રસંગ સગાઈમાં પુરુષ અને મહિલા મળી ર૧ વ્યક્તિએ જવું. તેનાથી વધારે વ્યકિતઓ સગાઈમાં જઈ શકશે નહીં. સગાઈમાં પોતાના કુટુંબ કે તનના સગા સિવાય અન્ય બીજાને આમંત્રણ આપવું નહી. અને જો આમંત્રણ આપે તો પણ જવું નહીં.. સમાજના તમામ પ્રકારના પ્રસંગોમાં ઓઢમણા પ્રથા બંધ કરવામાં આવે છે. સગાઈમાં નાળિયેર અને એક રૂપિયો આપવાનો રહેશે. એક જોડી કપડાં લઈ જવા. સગાઈ કર્યા પછી ફેટો બંધાવવા (મળવા જવાની) પ્રથાને બંધ કરવી.2:- લગ્ન લખવાના પ્રસંગ. * લગ્ન મુકવાની પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે. સામ-સામે ચર્ચા કરીને ગણેશ લેવાના રહેશે. * લગ્ન પ્રસંગે પત્રિકા છપાવવી નહી. સાદુ કાર્ડ રાખવુ હોય તો રાખી શકાય. મોબાઈલ ફોનથી ડિજીટલ આમંત્રણ આપી શકાશે. પ્રસંગે આમંત્રણ કે રાવણું રાખવું નહી. સામાજિક પ્રસંગે રાજકીય આગેવાનો હાજર ન રહી શકે તો કોઈએ આગ્રહ રાખવો નહી. નારાજગી રાખવી નહી. 3:- જાન લઈ જવાના પ્રસંગ સનરુફ ગાડી લાવવાની પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે. જાનમાં 11 (આગિયાર) થી વધારે વાહનો લઈ જવા નહી. જાનમાં ગાડીઓની લાઇન લગાવવાની પ્રથા બંધ કરવામાં આવે છે. જાનમાં મહિલા અને પુરુષો મળી કુલ ૧૦૦ થી વધુ વ્યકિતની સંખ્યાથી વધારે વ્યકિત બિલકુલ લઈ જવી નહીં. વ્યકિતીની સંખ્યામાં ૧૦ વર્ષથી ઉપરનો બાળક વ્યક્તિ ગણાશે. જાનનો વરઘોડો -મામેરું કે જાનમાં ડીજે લઈ જવુ નહી. 4:- સમાવાનો પ્રસંગ (પડલાનો પ્રસંગ). બુટ્ટી, મંગલસૂત્ર, પગની ઝાંઝરી અને સાદી બંગડી (પ્લાસ્ટીકની બંગડી) લઈ જવાની રહેશે. આ સિવાય અન્ય કોઈ દાગીના કોઈપણ સંજોગોમાં લઈ જવાના રહેશે નહી. • લગ્ન પ્રસંગે હલ્દી રસમ, એન્ટ્રી મારવાની પ્રથા કે અન્ય કોઈ રસમોના પ્રસંગો આથી બંધ કરવામાં આવે છે. • જાનમાં વધુમાં વધુ બે ઢોલ લઈ જવાના રહેશે. જાનમાં શરણાઈ વગાડી શકાશે. 5:-જમણવારનો પ્રસંગ. જમણવારમાં એક મીઠાઈ, દાળ-ભાત, કઠોળ, લીલી શાકભાજી, રોટલી, રોટલા અને પુરી રાખવાની રહેશે. આનાથી વધારે અન્ય બીજી કોઈપણ આઈટમ રાખવી નહી. 6:- મામેરાનો પ્રસંગ મામેરામાં મહિલા અને પુરુષો સાથે વધુમાં વધુ 100 ની સંખ્યા લઈ જવાની રહેશે. મામેરામાં વધુમાં વધુ તમામ પ્રકારના 11 વાહનો લઈ જવાના રહેશે. મામેરામાં કપડાની ઓઢમણા પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે. તેની જગ્યાએ રોકડ ઓઢામણું કરવાનું રહેશે. મામેરામાં ઓછામાં ઓછા 11 (અગિયાર હજાર) અને વધુમાં વધુ 1,51,000/- (એક લાખ એકાવન હજાર) રોકડમાં માંડવે મામેરુ ભરવાનુ રહેશે. મામેરામાં કોઈપણ પ્રકારના દાગીના લઈ જવાના રહેશે નહીં. 7:- આંણાનો પ્રસંગ, કન્યાને તેડવા જવાનો-આંણુ મુકવાનો રિવાજ સદંતર બંધ કરવામાં આવે. કન્યાને સસરા પક્ષમાંથી બે વ્યક્તિ આવીને તેના પિયરમાં મૂકી જવાની રહેશે. 8:- પૂરગત મુકવાનો પ્રસંગ. પૂરગતમાં વાટલું, કળસિયો, બેડુ અને ફક્ત રસોડા સેટ આપવાનો રહેશે. ભેટ (ગીફટ) પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે. 9:- બોલામણા પ્રથા. બીમારી પ્રસંગે રાવણા અને આમંત્રણ પ્રથા એટલે કે બોલામણા પ્રથા બંધ કરવામાં આવે છે. 10:- જન્મદિવસ પ્રસંગ * જન્મ દિવસની ઉજવણી પ્રસંગ સદંતર બંધ કરવામાં આવે છે. * જન્મ દિવસની ખુશી પેટે જે તે વ્યક્તિએ નજીકની સમાજની લાયબ્રેરી અથવા શૈક્ષણિક સંસ્થામાં ફાળો આપી શકશે. 11:- મૈત્રી કરાર. મૈત્રી કરાર તેમજ ભાગીને પ્રેમ-લગ્ન કરનારને સમાજે સ્વીકારવા નહી કે તેને સમર્થન કરવુ નહી. 12:- સમાજના કોઈપણ સારા- ખોટા- નરસા તમામ પ્રકારના પ્રસંગોમાં વ્યસન વાળી વસ્તુ એટલે કે બીડી- અફીણ- ગોળીઓ કે અન્ય કોઈ નશાકારક વસ્તુઓ વાપરવી નહી. 13:-મરણ પ્રસંગ. * મરણ પ્રસંગે ખીચડી-કઢી અને તેલ અથવા ઘી વાપરવું. આ સિવાય અન્ય કોઈ વસ્તુ વાપરી શકાશે નહીં. બેસણામાં કોઈપણ વારને ક-વાર ન ગણવો. 14:- લગ્નની તારીખો નક્કી કરવા બાબત વર્ષમાં બે માસ સમાજને લગ્ન માટે નક્કી કરવામાં આવે છે. તે મુજબ મહા વૈશાખ સુદ ૧ (એકમ) થી ૧૫ (પૂનમ) સુધી.  મહા સુદ ૧ (એકમ) થી ૧૫ (પૂનમ) સુધી. ખાસ સંજોગોમાં અર્જન્ટ સમયમાં લગ્ન કરવાના થાય તો તેમના પોતાના કુટુંબીજનોએ મળીને લગ્ન કરવાના રહેશે. અન્ય બીજા કોઈને આમંત્રણ આપવું નહીં. 15:- લગ્ન- જન્મ- મરણ- પુણ્યતિથિ- સગાઈ કે અન્ય કોઈ પ્રસંગે સમાજની લાઇબ્રેરીમાં અને શૈક્ષણિક સંસ્થામાં ઓછામાં ઓછો રૂપિયા 500 (પાંચસો) અને અને વધુમાં વધુ ગમે તેટલી રકમનો ફાળો આપી શકાશે. 16:- અન્ય બાબતોના મુદ્દા. દરેક તાલુકા કક્ષાએ બંધારણ અમલ માટે સંકલન સમિતી ફરજીયાત બનાવવી. જેથી કરીને બંધારણના મુદ્દાઓનો અમલ કરાવી શકાય. * દરેક ગામમાં કુંટ (કુટુંબ) વાઇઝ વ્યકતીઓનો સમાવેશ થાય તે રીતે સંકલન સમિતી બનાવવી. આ પણ વાંચો---  LPG Price Hike: નવા વર્ષે જ LPG સિલિન્ડર વધુ મોંઘા થયા, પ્રતિ સિલિન્ડર 111 રુપિયા સુધીનો વધારો

Read Full Story arrow_forward
Valsad News : વલસાડના ઉમરગામમાં થયો ગેસ સિલિન્ડર બ્લાસ્ટ, ઘટનામાં કોઈ જાનહાની નહી
calendar_today January 1, 2026

Valsad News : વલસાડના ઉમરગામમાં થયો ગેસ સિલિન્ડર બ્લાસ્ટ, ઘટનામાં કોઈ જાનહાની નહી

વલસાડના ઉમરગામમાં આવેલ ગોકુલધામમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટની ઘટના બની છે અને ગાંધીવાડી ગોકુલધામ વિસ્તારમાં ઘટના બની હોવાની વાત સામે આવી છે, ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી સર્જાઇ હતી અને રસોઈ બનાવતા હતા તે સમયે આ ઘટના બની હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.ગેસ સિલિન્ડર બ્લાસ્ટના CCTV ફૂટેજ આવ્યા સામે તો જે સમયે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો તે સમયે લોકો દોડીને ઘરની બહાર આવી ગયા હતા અને સમગ્ર ઘટનામાં ફાયર વિભાગ પણ સ્થળ પર પહોંચ્યું હતુ. લોકોએ ઘરની અંદર રહેલા લોકોને બહાર કાઢયા હતા અને મહત્વની વાત તો એ છે કે, ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયા બાદ કોઈ આગ લાગી ન હતી એટલે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો, ઘરમાં રહેલ ઘરવખરીને પણ મોટું નુકસાન થયું હોવાની વાત સામે આવી છે, ત્યારે આ કેસમાં પોલીસે પણ જાણવાજોગ નોંધી છે. 30 ડિસેમ્બર 2025ના રોજ દીવમાં ઘરમાં થયો સિલિન્ડર બ્લાસ્ટ કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ઘોઘલા વિસ્તારમાં સાંજના સમયે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાની એક ભયાનક ઘટના સામે આવી હતી. શોર્ટ સર્કિટના કારણે લાગેલી આ આગમાં એક ગરીબ પરિવારની આખી જિંદગીની મૂડી અને સમાન ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. દીવના ઘોઘલામાં આવેલા મીઠાબાવા વિસ્તારમાં રહેતા કંચનબેન પ્રવિણભાઈના ભાડાના મકાનમાં ગઇકાલે સાંજે આશરે સવા સાત વાગ્યાની આસપાસ આ દુર્ઘટના ઘટી હતી. આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે જામ્યો ફૂલોનો મેળો, આ ફૂલડાંની સુંગધ તમારૂ મન મોહી લેશે, વાંચો Inside Story

Read Full Story arrow_forward