Rajkot : સિવિલ હોસ્પિટલમાં તબીબ પર હુમલાનો આરોપી ન ઝડપાતા તબીબો હડતાળ પર ઉતર્યા, ઈમરજન્સી સિવાયની સેવાઓ બંધ
રાજકોટ શહેરના સિવિલ હોસ્પિટલમાં તબીબો આજે હડતાળ પર ઉતરી ગયા છે. તબીબોનો ગુસ્સો ત્યારે ફૂટ્યો જયારે ન્યુરો વિભાગમાં તબીબ પર થયેલા હુમલાનો આરોપી હજુ પકડાયો નથી.જુનિયર તબીબો ચાર મુખ્ય માંગણીઓ સાથે હડતાળ પર છે જુનિયર તબીબો ચાર મુખ્ય માંગણીઓ સાથે હડતાળ પર છે જેમાં જવાબદાર આરોપીની ધરપકડ કરવી, એજન્સીનો કોન્ટ્રાક્ટ રદ કરીને તબીબોની સુરક્ષા મજબૂત કરવી, આરોપીના PMJAY કાર્ડ રદ કરવાની કાર્યવાહી કરાય અને આરોપીની જાહેર માફી સાથે ડોક્ટરોની સુરક્ષા અંગેની ગેરંટી અપાય તેનો સમાવેશ થાય છે. ઈમરજન્સી સિવાયની તમામ સેવાઓ બંધ આ હડતાળને કારણે સિવિલ હોસ્પિટલમાં ઈમરજન્સી સિવાયની તમામ સેવાઓ બંધ રહી છે, જેના કારણે દર્દીઓને હાલાકી પડી રહી છે. તબીબોએ કાયમી સુરક્ષાની વ્યવસ્થા કરવાની પણ માંગ કરી છે. દર્દીના સગાએ ડોક્ટર પર હુમલો કર્યો હુંમલાનો મામલો ખાસ કરીને ન્યુરો વિભાગમાં થયો હતો, જ્યાં દર્દીના સગાએ ડોક્ટર પર હુમલો કર્યો હતો. તબીબો આશા રાખે છે કે સરકાર અને પોલીસ ઝડપી પગલાં લઈને હોસ્પિટલમાં સુરક્ષા વધારશે. આ પણ વાંચો---- LPG Price Hike: નવા વર્ષે જ LPG સિલિન્ડર વધુ મોંઘા થયા, પ્રતિ સિલિન્ડર 111 રુપિયા સુધીનો વધારો
Read Full Story arrow_forward