android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar: ઇન્ચાર્જ ડીજીપી ડૉ. કે.એલ.એન. રાવ પહેલા જ દિવસે એક્શનમાં, 31 ડિસેમ્બરની રાત્રે બંદોબસ્તનું નિરીક્ષણ કર્યુ
calendar_today January 1, 2026

Gandhinagar: ઇન્ચાર્જ ડીજીપી ડૉ. કે.એલ.એન. રાવ પહેલા જ દિવસે એક્શનમાં, 31 ડિસેમ્બરની રાત્રે બંદોબસ્તનું નિરીક્ષણ કર્યુ

રાજ્યના નવા ઇન્ચાર્જ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (ડીજીપી) તરીકે ચાર્જ સંભાળતાની સાથે જ ડૉ. કે.એલ.એન. રાવે કામગીરી શરૂ કરી દીધી છે. ચાર્જ સંભાળ્યા બાદ તેઓ જાતે જ પેટ્રોલિંગ પર નીકળ્યા હતા.પોલીસ બંદોબસ્તનું નિરીક્ષણ કરવા માટે વિવિધ વિસ્તારોમાં ફર્યા ડૉ. કે.એલ.એન. રાવ ગાંધીનગર શહેરમાં 31 ડિસેમ્બરની રાત્રિ દરમિયાન ગોઠવાયેલા પોલીસ બંદોબસ્તનું નિરીક્ષણ કરવા માટે વિવિધ વિસ્તારોમાં ફર્યા હતા. આ દરમિયાન તેમણે અલગ-અલગ સ્થળોએ પોલીસ વ્યવસ્થા, પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થાનો તાગ મેળવ્યો હતો. ગઈકાલે રાત્રે જ રાજ્ય સરકારે ડૉ. કે.એલ.એન. રાવને ઇન્ચાર્જ ડીજીપી તરીકેની જવાબદારી સોંપી ઉલ્લેખનીય છે કે ગઈકાલે રાત્રે જ રાજ્ય સરકારે ડૉ. કે.એલ.એન. રાવને ઇન્ચાર્જ ડીજીપી તરીકેની જવાબદારી સોંપી હતી. નવા વર્ષની ઉજવણી દરમિયાન કાયદો-વ્યવસ્થાની સ્થિતિ મજબૂત રાખવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીનું મેદાનમાં ઉતરવું પોલીસ વિભાગની સતર્કતા દર્શાવે છે.આ પણ વાંચો----   LPG Price Hike: નવા વર્ષે જ LPG સિલિન્ડર વધુ મોંઘા થયા, પ્રતિ સિલિન્ડર 111 રુપિયા સુધીનો વધારો

Read Full Story arrow_forward
Sarangpur News : શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને પ્રાકૃતિક શણગારની સાથે 251 કિલો સુખડી-મેસુબ-મોહનથાળ-અડદિયાનો મિક્સ અન્નકૂટ ધરાવાયો
calendar_today January 1, 2026

Sarangpur News : શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને પ્રાકૃતિક શણગારની સાથે 251 કિલો સુખડી-મેસુબ-મોહનથાળ-અડદિયાનો મિક્સ અન્નકૂટ ધરાવાયો

સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ ખાતે પવિત્ર ધનુર્માસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. આજે તારીખ 01-01-2026, ગુરુવારના રોજ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને પ્રાકૃતિક શણગારની સાથે 251 કિલો સુખડી-મેસુબ-અડદિયો-મોહનથાળનો મિક્સ અન્નકૂટ ધરાવાયો.વર્ષ 2026ના પ્રારંભે દાદાના દર્શનાર્થે ભક્તોનુ ઘોડાપૂર ઉમટી પડયું હતુ દાદાને આજે ખાસ વૃંદાવનમાં તૈયાર થયેલા એમ્બ્રોઈડરી વર્ક અને આકર્ષક ફૂલોની ડિઝાઈન ધરાવતા વિશેષ વાઘા પહેરાવવામાં આવ્યા હતા. ભગવાનના સિંહાસનને આકર્ષક પ્રાકૃતિક શણગારથી સુશોભિત કરવામાં આવ્યું હતું, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.સવારે 5:45 કલાકે વડતાલ સ્વામિનારાયણ મંદિરના ચેરમેનસંતવલ્લભદાસ સ્વામી દ્વારા શણગાર આરતી કરવામાં આવી હતી.મંદિરના પરિસરમાં મારુતિ યજ્ઞનુ આયોજન કરવામાં આવ્યું હતું પવિત્ર ધનુર્માસ (તા. 16 ડિસેમ્બર 2025 થી તા. 14 જાન્યુઆરી 2026) દરમિયાન વિશ્વમાં શાંતિ અને પારિવારિક સુખ-સમૃદ્ધિ જળવાય તે હેતુથી મંદિરમાં વિશેષ જાપ યજ્ઞ કરવામાં આવ્યો છે. પવિત્ર ભુદેવો દ્વારા "શ્રી હનુમાન ચાલીસા" અને વિશેષ મંત્ર "ૐ નમો હનુમતે ભયભંજનાય સુખમ્ કુરુ ફટ્ સ્વાહા"ના સામૂહિક પાઠ કરવામાં આવી રહ્યા છે. સમય: દરરોજ સવારે 7:00 થી 12:00 અને બપોરે 3:00 થી સાંજે 6:30 કલાક સુધી આ જાપ યજ્ઞ ચાલુ રહેશે. મંદિરના પરિસરમાં મારુતિ યજ્ઞનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ દિવ્ય દર્શન અને આરતી-મહાપ્રસાદનો લાભ હજારો હરિભક્તોએ પ્રત્યક્ષ લઈને ધન્યતા અનુભવી હતી. આ પણ વાંચો : Vadodara News : વડોદરામાં નવા વર્ષની શરૂઆતમાં 550 નબીરા પોલીસના મહેમાન બન્યા, અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયા ગુનો

Read Full Story arrow_forward
Weather News : ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી વધી ઠંડી
calendar_today January 1, 2026

Weather News : ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી વધી ઠંડી

નલિયામાં 15.6 ડિગ્રી, અમદાવાદમાં 15.3 ડિગ્રી, ડીસામાં 14.4 ડિગ્રી, વડોદરામાં 15.4 ડિગ્રી, સુરતમાં 16.4 ડિગ્રી, કંડલામાં 15.4 ડિગ્રી, પોરબંદરમાં 14.5 ડિગ્રી, રાજકોટમાં 15.0 ડિગ્રી, કેશોદમાં 15.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ વખતે ગુજરાતમાં જોઈએ એવી ઠંડી હજી પડી નથી 24 કલાકમાં કચ્છના પશ્ચિમ ભાગના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડવાની શક્યતાઓ છે. એ સિવાય આજ રોજ ઉત્તર ગુજરાતના પાટણ અને બનાસકાંઠા તેમજ સૌરાષ્ટ્રમા દ્વારકા, જામનગર અને મોરબી તેમજ કચ્છ પંથકમા હળવો કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આ વખતે શિયાળાની સિઝનમાં કાતિલ ઠંડી હજુ સુધી શરૂ થઈ જ નથી. ડિસેમ્બર મહિનાના અંતમા ગાત્રો થિજવતી ઠંડીનો વર્તારો શરૂ થઈ જતો હતો. જાન્યુઆરી મહિનામાં ઠંડી વધુ પડી શકે છે આગામી હવામાન આગાહી અંગે, હવામાન વિભાગે જણાવ્યું છે કે, 1 જાન્યુઆરીએ દિલ્હી-એનસીઆરમાં વરસાદ થવાની સંભાવના છે, જેનાથી પ્રદૂષણ થોડું ઓછું થશે પરંતુ ઠંડીમાં વધુ વધારો થશે. 2 જાન્યુઆરીથી 5 જાન્યુઆરી દરમિયાન, મહત્તમ તાપમાન ઘટશે, અને લઘુત્તમ તાપમાન 6 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. આ પણ વાંચો : Gujarat Latest News Live : ગુજરાતમાં આજે પણ કમોસમી વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર અને કચ્છ પંથકમાં વરસાદ પડવાની સંભાવના 

Read Full Story arrow_forward