android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surendranagar News : સુરેન્દ્રનગર જમીન કૌંભાંડ કેસમાં ED દ્વારા ચંદ્રસિંહ મોરીને ખાસ કોર્ટમાં કરાશે રજૂ
calendar_today January 1, 2026

Surendranagar News : સુરેન્દ્રનગર જમીન કૌંભાંડ કેસમાં ED દ્વારા ચંદ્રસિંહ મોરીને ખાસ કોર્ટમાં કરાશે રજૂ

પૂછપરછના ખુલાસાનો રિપોર્ટ ED કોર્ટમાં કરશે રજૂ અને ED ચંદ્રસિંહ મોરીના માગી શકે છે વધુ રિમાંન્ડ અને ઈડીએ કલેક્ટર અને નાયબ મામલતદારના ત્યાં દરોડા પાડ્યા હતા અને બેનામી સંપત્તિ વ્યવહાર સાથે ભ્રષ્ટાચાર અંતર્ગત ધરપકડ કરવામાં આવી હતી. કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલ સહિત ચાર લોકો સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો હતો ઈડીની સુરેન્દ્રનગરમાં તપાસ બાદ હવે કરોડો રૂપિયાનાં જમીન કૌભાંડમાં સુરેન્દ્રનગરના કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલ સહિત ચાર લોકો સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો હતો. સુરેન્દ્રનગરમાં બિનખેતી જમીન રૂપાંતરણમાં આશરે ૧૫૦૦ કરોડનું કૌભાંડ આચર્યુ હોવાનો આરોપ છે. ઈડીની તપાસના આધારે એસીબીએ સુરેન્દ્રનગર કલેક્ટર રાજેન્દ્ર પટેલ સહિત ૪ સરકારી કર્મી સામે લાંચ-રૂશ્વત વિરોધી ધારા હેઠળ ગુનો નોંધ્યો છે. જમીન NA કરવાનું એક મોટું નેટવર્ક ધમધમતુ હતું તપાસમાં બહાર આવ્યું છે કે વચેટિયાઓ અને એજન્ટો મારફતે ગેરકાયદેસર રીતે જમીન NA કરવાનું એક મોટું નેટવર્ક ધમધમતુ હતું. આ પહેલા ઈડીએ ૧૬ કલાક સુધી તપાસ કરીને કલેક્ટરના નિવાસસ્થાનેથી ૧૦૦ થી વધુ ફાઈલ જપ્ત કરી હતી અને નાયબ મામલતદારના ઘરેથી ૬૭.૫૦ લાખની રોકડ ઝડપી હતી. ACBમાં નોંધાયેલી ફરિયાદમાં ખુલાસો થયો છે કે, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીએ ૧ કરોડની લાંચ લીધી છે અને તેમાં કલેક્ટર રાજેન્દ્ર પટેલ, ક્લાર્ક મયુર ગોહિલ અને પીએ જયરાજસિંહ ઝાલા સામેલ છે. સુરેન્દ્રનગરના કલેક્ટરને પદ પરથી હટાવી જિલ્લા વિકાસ અધિકારીને કલેક્ટરનો ચાર્જ સોંપ્યો હતો સુરેન્દ્રનગર જિલ્લાના નાયબ મામલતદાર ચંદ્રસિંહ ભૂપતસિંહ મોરીની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોરેટ (ED)એ આઠ દિવસની રિમાન્ડ મેળવીને તપાસ માટે દીલ્હી લઈ ગયા છે. ઈડીના અધિકારીઓ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના ઘરે અને ઓફિસમાંથી નામ સાથે મળેલી સીટો અંગે પુછપરછ ચાલુ કરી હોવાનું જાણવા મળે છે. સૂત્રોના જણાવ્યા મુજબ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના મોબાઈલમાંથી મળેલા વ્યવહારોમાં ગુજરાતના એક ડઝનથી વધુ ઉચ્ચ અધિકારીઓ ઈડીની તપાસમાં સામેલ થવાનો વારો આવે તેમ છે. ઈડીના અધિકારીઓ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના મોબાઈલની તપાસ પણ કરાઈ છે ઈડીના અધિકારીઓએ દરોડા દરમ્યાન મોરી અને મોરી સાથે કામ કરતા સ્ટાફના ત્યાંથી મળેલા દસ્તાવેજોમાં કેટલા પાસેથી નાણાં મળ્યા અને કેટલાના બાકી છે તે બાબતે પણ એસીબીને જાણ કરી હોવાનું જાણવા મળે છે. એસીબીના અધિકારીઓ દ્વારા નોંધેલ ફરિયાદના આધારે સરકાર પાસે તપાસ માટે મંજૂરી મેળવવા માટે કાર્યવાહી હાથ ધરાઈ હતી. જયારે ઈડીના અધિકારીઓ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના મોબાઈલની તપાસ પણ કરી હતી. આ પણ વાંચો : Weather News : ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી વધી ઠંડી

Read Full Story arrow_forward
Gandhinagar News : જમીન રિ-સરવે રેકર્ડ સુધારવાની મુદ્દત લંબાવાઈ, જમીન માપમાં ફેરફારના 5 લાખ વાંધા મળ્યા હતા
calendar_today January 1, 2026

Gandhinagar News : જમીન રિ-સરવે રેકર્ડ સુધારવાની મુદ્દત લંબાવાઈ, જમીન માપમાં ફેરફારના 5 લાખ વાંધા મળ્યા હતા

ગુજરાતમાં ખેતીક્ષેત્રની જમીન રિસર્વેની કામગીરી પૂર્ણ થવાના હજુ ઠેકાણાં નથી, જેને ધ્યાને લઈ રાજ્ય સરકારે એક વર્ષની મુદ્દત લંબાવી છે. હવે ૩૧મી ડિસેમ્બર ૨૦૨૬ની એટલે કે એક વર્ષની મુદ્દત વધારવામાં આવી છે. એક તબક્કે જમીનની અદ્યતન રીતે માપણી કરાયાના દાવા બાદ મૂળ ખેતીની જમીનના માપમાં ફેરફારો થઈ ગયા હોવાના પાંચ લાખથી વધુ વાંધાઓ સરકારને મળ્યા હતા. વકીલાત ફીના પ્રશ્નો પણ આવતાં હતા રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા રાજ્યમાં ખેતીની જમીન રીસર્વે માટે ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકર્ડ મોર્ડનાઈ ઝેશન પ્રોગ્રામ હાથ ધરાયો હતો, ખેતીની જમીનની માપણી કરી પ્રમોલગેશન કરવાની કામગીરી ૩૩ જિલ્લામાં થઈ હતી, પ્રમોલગેશન પછી રિ-સરવે રેકર્ડમાં સંખ્યાબંધ ખાતેદારો દ્વારા રેકર્ડની ભૂલો સુધારવા ફરિયાદો મળી હતી, અરજદારોને અપીલની જોગવાઈ છે, જેમાં દાદ મેળવવામાં વિલંબ અને ખાતેદારોની હેરાનગતિનો સામનો કરવો પડતો હતો, એટલું જ નહિ પરંતુ વકીલાત ફીના પ્રશ્નો આવતાં હતા. અરજી કરવાની સમય મર્યાદા 31 ડિસેમ્બર 2025એ પૂર્ણ થતી હતી એ પછી પ્રમોલગેશન બાદ આવી અરજીઓ માટે અપીલ કરવાના બદલે લેન્ડ રેકર્ડના અધિક્ષકને સાદી અરજીના આધારે નિકાલ કરવાની સત્તા આપવામાં આવી હતી, અરજી કરવાની સમય મર્યાદા ૩૧ ડિસેમ્બર-૨૦૨૫એ પૂર્ણ થતી હતી, હવે ખેડૂત ખાતેદારોને અરજી કરવાની તક મળી શકે તે માટે સમય મર્યાદા ૩૧ ડિસેમ્બર-૨૦૨૬ સુધી લંબાવવાનો નિર્ણય વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. વર્ષ ૨૦૧૬થી રિ-સરવે ચાલે છે, ગુજરાતમાં ૯૫ લાખ ખેતીના સરવે નંબર છે. આ પણ વાંચો : Surendranagar News : સુરેન્દ્રનગર જમીન કૌંભાંડ કેસમાં ED દ્વારા ચંદ્રસિંહ મોરીને ખાસ કોર્ટમાં કરાશે રજૂ

Read Full Story arrow_forward
LPG Price Hike: નવા વર્ષે જ LPG સિલિન્ડર વધુ મોંઘા થયા, પ્રતિ સિલિન્ડર 111 રુપિયા સુધીનો વધારો
calendar_today January 1, 2026

LPG Price Hike: નવા વર્ષે જ LPG સિલિન્ડર વધુ મોંઘા થયા, પ્રતિ સિલિન્ડર 111 રુપિયા સુધીનો વધારો

વર્ષ 2026 (નવું વર્ષ) શરૂ થઈ ગયું છે, અને તેના પહેલા જ દિવસે, મોંઘવારીનો મોટો ફટકો પડ્યો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ LPG સિલિન્ડર (LPG Cylinder Price Hike) ના ભાવમાં નોંધપાત્ર વધારો કર્યો છે. 1 જાન્યુઆરી, 2026 થી દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નાઈ જેવા મુખ્ય શહેરો સહિત દેશભરમાં LPG સિલિન્ડર વધુ મોંઘા થઈ ગયા છે. એ નોંધવું જોઈએ કે આ ભાવ વધારો 1 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડર પર છે, જેમાં પ્રતિ સિલિન્ડર ₹111 સુધીનો વધારો થયો છે. જોકે, 14 કિલોગ્રામના ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.1 જાન્યુઆરીથી લાગુ થયેલા નવા દર 1 જાન્યુઆરી, 2026 થી નવા LPG સિલિન્ડરના દર લાગુ કરવામાં આવ્યા છે. 19 કિલોગ્રામનો કોમર્શિયલ સિલિન્ડર, જે હાલમાં દિલ્હીમાં ₹1580.50 માં ઉપલબ્ધ હતો, તે હવે ₹1691.50 માં ઉપલબ્ધ થશે. કોલકાતામાં, તેની કિંમત ૧૬૮૪ રૂપિયાથી વધારીને ૧૭૯૫ રૂપિયા કરવામાં આવી છે. વધુમાં, મુંબઈમાં ૧૫૩૧.૫૦ રૂપિયામાં મળતો LPG સિલિન્ડર હવે ૧૬૪૨.૫૦ રૂપિયામાં ઉપલબ્ધ છે, અને ચેન્નાઈમાં, તેની કિંમત ૧૭૩૯.૫૦ રૂપિયાથી વધારીને ૧૮૪૯.૫૦ રૂપિયા કરવામાં આવી છે. ડિસેમ્બરમાં થયો હતો ઘટાડો ડિસેમ્બર 2025 માં જ નહીં, પરંતુ પહેલી નવેમ્બરના રોજ પણ, બધા શહેરોમાં કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. ભાવ ઘટાડાનો આ સતત બીજો મહિનો છે. જોકે, 1 નવેમ્બરના રોજ, દિલ્હીમાં 19 કિલોગ્રામના સિલિન્ડરનો ભાવ ₹1595.50 થી ઘટાડીને ₹1590, કોલકાતામાં ₹1700.50 થી ઘટાડીને ₹1694, મુંબઈમાં ₹1547 થી ઘટાડીને ₹1542 અને ચેન્નાઈમાં ₹1754.50 થી ઘટાડીને ₹1750 કરવામાં આવ્યો હતો. ઘરેલુ સિલિન્ડરના ભાવ યથાવત રહ્યા છે જ્યારે છેલ્લા કેટલાક મહિનાઓમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં સતત ફેરફાર કરવામાં આવ્યા છે, ક્યારેક ભાવમાં વધારો થયો છે અને ક્યારેક ઘટાડાની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે ઘરેલુ સિલિન્ડરના ભાવ એપ્રિલના સમાન સ્તરે યથાવત રહ્યા છે. 1 ડિસેમ્બરના રોજ 14 કિલોગ્રામના LPG સિલિન્ડરનો ભાવ દિલ્હીમાં 853 રૂપિયા, કોલકાતામાં 879 રૂપિયા, મુંબઈમાં 852 રૂપિયા અને ચેન્નાઈમાં 868 રૂપિયા છે. ડિસેમ્બરમાં સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો અગાઉ, વર્ષના છેલ્લા મહિનાની પહેલી ડિસેમ્બરે, ૧૯ કિલોગ્રામના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં સુધારો કરવામાં આવ્યો હતો અને તેની કિંમત ઘટાડવામાં આવી હતી. ૧ ડિસેમ્બર, ૨૦૨૫ થી દેશભરમાં કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. દિલ્હી અને કોલકાતામાં, તેમાં ૧૦ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો, જ્યારે મુંબઈ અને ચેન્નાઈમાં, તેમાં ૧૧ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો.આ પણ વાંચો----   Gandhinagar: જિલ્લા પંચાયતોના પ્રમુખોને 1 કરોડ રૂપિયાની વાર્ષિક વિવેકાધીન ગ્રાન્ટ સ્થાનિક વિસ્તારના અગત્યતા ધરાવતા કામો માટે ફાળવાશે

Read Full Story arrow_forward