Gandhinagar: ઇન્ચાર્જ ડીજીપી ડૉ. કે.એલ.એન. રાવ પહેલા જ દિવસે એક્શનમાં, 31 ડિસેમ્બરની રાત્રે બંદોબસ્તનું નિરીક્ષણ કર્યુ
રાજ્યના નવા ઇન્ચાર્જ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (ડીજીપી) તરીકે ચાર્જ સંભાળતાની સાથે જ ડૉ. કે.એલ.એન. રાવે કામગીરી શરૂ કરી દીધી છે. ચાર્જ સંભાળ્યા બાદ તેઓ જાતે જ પેટ્રોલિંગ પર નીકળ્યા હતા.પોલીસ બંદોબસ્તનું નિરીક્ષણ કરવા માટે વિવિધ વિસ્તારોમાં ફર્યા ડૉ. કે.એલ.એન. રાવ ગાંધીનગર શહેરમાં 31 ડિસેમ્બરની રાત્રિ દરમિયાન ગોઠવાયેલા પોલીસ બંદોબસ્તનું નિરીક્ષણ કરવા માટે વિવિધ વિસ્તારોમાં ફર્યા હતા. આ દરમિયાન તેમણે અલગ-અલગ સ્થળોએ પોલીસ વ્યવસ્થા, પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થાનો તાગ મેળવ્યો હતો. ગઈકાલે રાત્રે જ રાજ્ય સરકારે ડૉ. કે.એલ.એન. રાવને ઇન્ચાર્જ ડીજીપી તરીકેની જવાબદારી સોંપી ઉલ્લેખનીય છે કે ગઈકાલે રાત્રે જ રાજ્ય સરકારે ડૉ. કે.એલ.એન. રાવને ઇન્ચાર્જ ડીજીપી તરીકેની જવાબદારી સોંપી હતી. નવા વર્ષની ઉજવણી દરમિયાન કાયદો-વ્યવસ્થાની સ્થિતિ મજબૂત રાખવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીનું મેદાનમાં ઉતરવું પોલીસ વિભાગની સતર્કતા દર્શાવે છે.આ પણ વાંચો---- LPG Price Hike: નવા વર્ષે જ LPG સિલિન્ડર વધુ મોંઘા થયા, પ્રતિ સિલિન્ડર 111 રુપિયા સુધીનો વધારો
Read Full Story arrow_forward