android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Jetpur: યુવતીને લગ્નની લાલચ આપી એક વર્ષ સુધી શારીરિક શોષણ કર્યા બાદ લગ્નનો ઇન્કાર કરી દેનારા યુવક સામે ફરિયાદ
calendar_today January 1, 2026

Jetpur: યુવતીને લગ્નની લાલચ આપી એક વર્ષ સુધી શારીરિક શોષણ કર્યા બાદ લગ્નનો ઇન્કાર કરી દેનારા યુવક સામે ફરિયાદ

જેતપુર શહેરમાં એક યુવતીને લગ્નની લાલચ આપી એક વર્ષ સુધી તેનું શારીરિક શોષણ કર્યા બાદ લગ્નનો ઇન્કાર કરી દેનારા યુવક સામે યુવતીએ સીટી પોલીસમાં દુષ્કર્મની ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.સુધીર મીઠુભાઈ ભટ્ટી નામના યુવક સામે ફરિયાદ જેતપુર શહેરમાં રહેતી એક યુવતીએ સીટી પોલીસ સ્ટેશનમાં સુધીર મીઠુભાઈ ભટ્ટી નામના યુવક સામે નોંધાવેલ ફરીયાદ મુજબ તેણીના પિતા અને આરોપી વચ્ચે મિત્રતા હતી. જેથી આરોપી પીડિતાના ઘરે આવતો હોય તેની સાથે પરિચય થયો હતો. બાદમાં બંને વચ્ચે વાતચીત શરૂ થતાં બંને વચ્ચે મિત્રતા બંધાઈ હતી. આરોપીએ યુવતીને લગ્નની લાલચ આપી જે બાદ આરોપીએ યુવતીને લગ્નની લાલચ આપી હતી. મારે તારી સાથે જ લગ્ન કરવા છે તેમ કહી નરાધમે એકાદ વર્ષ પૂર્વે યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. જે દરમિયાન યુવતીના ઘરે તેના અને આરોપીના સંબંધ અંગે જાણ થઇ જતાં યુવતીએ નરાધમ માટે પોતાનું ઘર ત્યજી દીધું હતું. જેતપુરમાં જ એક રૂમમાં રાખી હતી બાદમાં હવસખોરે યુવતીને જેતપુરમાં જ એક રૂમમાં રાખી હતી. જયાં યુવતી એકલી રહેતી હતી અને નરાધમ અવાર નવાર ત્યાં ધસી જઈ દુષ્કર્મ ગુજારી લેતો હતો. દરમિયાન યુવતીએ લગ્ન કરવાનું કહેતા હવસખોરે લગ્ન કરવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દેતા યુવતીના પગ તળેથી જમીન ખસી ગઈ હતી.  પોલીસે છેતરપિંડીથી દુષ્કર્મ આચરી લેવાની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ  જેના માટે ઘર અને પરિવારને તરછોડી દીધા તે શખ્સે જ તરછોડી દેતા યુવતીને આંચકો લાગ્યો હતો. બાદમાં તેણીએ હિંમત દાખવી સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતાં પોલીસે છેતરપિંડીથી દુષ્કર્મ આચરી લેવાની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. આ પણ વાંચો----   LPG Price Hike: નવા વર્ષે જ LPG સિલિન્ડર વધુ મોંઘા થયા, પ્રતિ સિલિન્ડર 111 રુપિયા સુધીનો વધારો

Read Full Story arrow_forward
Ahmedabad: અમદાવાદના મેથોડિસ્ટ ચર્ચ ખાતે કરાઇ નવા વર્ષની ઉજવણી, આકાશ રંગબેરંગી ફુગ્ગાથી સજ્યું
calendar_today January 1, 2026

Ahmedabad: અમદાવાદના મેથોડિસ્ટ ચર્ચ ખાતે કરાઇ નવા વર્ષની ઉજવણી, આકાશ રંગબેરંગી ફુગ્ગાથી સજ્યું

અમદાવાદના ખોખરા ખાતે મેથોડિસ્ટ ચર્ચ ખાતે નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે વિશેષ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી જ ચર્ચમાં ખ્રિસ્તી સમાજના લોકો ઉમટી પડ્યા હતા. ચર્ચને સુંદર રીતે શણગારવામાં આવ્યુ હતુ અને ચારે બાજુ ખુશીનો માહોલ જોવા મળતો હતો.ખ્રિસ્તી સમાજના લોકોએ એક બીજીને નવા વર્ષની શુભરકામનાઓ પાઠવવામાં આવી હતી. આકાશમાં 5000 રંગબેરંગી ફુગ્ગા ઉડાડવામાં આવ્યા હતા આ ઉજવણીનું સૌથી મોટું આકર્ષણ ત્યારે જોવા મળ્યું જ્યારે આકાશમાં એકસાથે 5000 રંગબેરંગી ફુગ્ગા છોડવામાં આવ્યા. આ દ્રશ્ય અત્યંત મનમોહક હતું; જાણે આકાશમાં માનવતાના વિવિધ રંગો ભળી રહ્યા હોય! આ ફુગ્ગા માત્ર હવામાં ઉડતા રબરના ગોળા નહોતા, પણ લોકોની આશાઓ અને અરમાનોનું પ્રતીક હતા.એક સાથે 5000 રંગબેરંગી ફુગ્ગા આકાશમાં ઉડાડતા આકાશ જાણે રંગોને પોતાનામાં સમાવી રહ્યુ હોય તેમ લાગી રહ્યુ છે. શાંતિ અને ભાઈચારાનો સંદેશ પ્રાર્થના સભામાં સૌએ સાથે મળીને દેશમાં શાંતિ, એકતા અને ભાઈચારો જળવાઈ રહે તે માટે પ્રભુ પાસે પ્રાર્થના કરી હતી. લોકોએ એકબીજાને ગળે મળીને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે જ્ઞાતિ-જાતિના ભેદભાવ ભૂલીને માનવતાનો સંદેશ પ્રસરાવવામાં આવ્યો હતો. આ પણ વાંચોઃ Ahmedabad News : બોર્ડના વિદ્યાર્થીઓ માટે ખાસ ભેટ, જિલ્લા શિક્ષણાધિકારીએ લોન્ચ કરી સ્પેશિયલ પ્રશ્નબેંક

Read Full Story arrow_forward
Ahmedabad News : ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર, આગામી 24 કલાક દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી
calendar_today January 1, 2026

Ahmedabad News : ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર, આગામી 24 કલાક દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી

ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે વાતાવરણમાં ફરી એકવાર પલટો આવવાની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને સુરત, નવસારી, ડાંગ, તાપી, વલસાડ અને દમણ જેવા વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠું પડી શકે છે. આ કમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતોમાં ચિંતાની લહેર પ્રસરી ગઈ છે, કારણ કે તૈયાર પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.ઉત્તર-પૂર્વીય પવનો ફૂંકાતા ઠંડી વધશે વરસાદી માહોલની સાથે જ રાજ્યમાં ઠંડીનું જોર પણ વધવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આવતીકાલથી લઘુત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી જેટલો ઘટાડો નોંધાશે. ઉત્તરથી ઉત્તર-પૂર્વના ઠંડા પવનો ફૂંકાવાને કારણે જનજીવન પર ઠંડીની વ્યાપક અસર જોવા મળશે. માવઠાની અસર ઓછી થતાની સાથે જ રાજ્યભરમાં કડકડતી ઠંડીનો અનુભવ થશે. ઠંડીના આ નવા રાઉન્ડને પગલે વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા પણ સાવચેતી રાખવા સલાહ આપવામાં આવી છે. આ પણ વાંચો : Rajkot News : મિશન વાયબ્રન્ટ રાજકોટ, 11 જાન્યુઆરીએ PM મોદીના ભવ્ય રોડ-શો સાથે સૌરાષ્ટ્ર ઝોન સમિટનો થશે પ્રારંભ

Read Full Story arrow_forward