android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Banaskanthaના શ્રીઆરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા યાત્રિકો માટે પ્રસાદની કોમ્પેક્ટ કીટ "અંબાજી પ્રસાદમ" ઓનલાઈન પોર્ટલ ઉપર વેચાણ અર્થે લોન્ચ કરાઈ
calendar_today January 1, 2026

Banaskanthaના શ્રીઆરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા યાત્રિકો માટે પ્રસાદની કોમ્પેક્ટ કીટ "અંબાજી પ્રસાદમ" ઓનલાઈન પોર્ટલ ઉપર વેચાણ અર્થે લોન્ચ કરાઈ

અંબાજી શક્તિપીઠ ખાતે ખુબ મોટી સંખ્યામાં યાત્રાળુઓ દર્શનાર્થે પધારે છે, દેશ અને વિદેશમાં વસતા માં અંબાના ભક્તો ઘરે બેઠામાં અંબાનો મોહનથાળ પ્રસાદ, ચીક્કી પ્રસાદ, કુમકુમ, રક્ષાપોટલી અને માતાજીનો ફોટો યુક્ત કીટ અંબાજી મંદિરની વેબસાઈટ www.ambajitemple.in મારફતે ઓનલાઈન મંગાવી શકશે. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ભારતીય પોસ્ટ વિભાગ સાથે MOU કરવામાં આવેલ છે વેબ સાઈટ ઉપર ઓર્ડેર કરેલ કીટ પોસ્ટ મારફતે ઘરે બેઠા પ્રાપ્ત કરી શકાશે. ધર્મ, અધ્યાત્મ અને ટેકનોલોજીની સેવાઓમાં અગ્રેસર અંબાજી મંદિર ટ્રસ્ટ ધ્વારા નવીન પહેલ કરવામાં આવેલ છે. અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેકટર શ્રી કૌશિક મોદીના વરદ હસ્તે આજરોજ " અંબાજી પ્રાસાદમ " કીટ વેચાણ અર્થે લોન્ચ કરવામાં આવેલ છે. તા.૧-૧-૨૦૨૬ થી અંબાજી મંદિરની વેબસાઈટ મારફતે માઈભક્તો ઓનલાઈન પ્રસાદ કીટ મંગાવી શકશે તેમ મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેકટર કૌશિક મોદીએ અખબારી યાદીમાં જણાવ્યું છે. અંબાજી મંદિર પર ચડતી ઘ્વજાને લઇ મહત્વનો નિર્ણય મંદિર પર 5 મીટર લંબાઈ સુધીની ધજા જ ચડાવી શકાશે, 5 મીટરથી લાંબી ઘ્વજા શિખર પર ચડાવી શકાશે નહીં, 5 મીટરથી લાંબી ઘ્વજા માંના ચરણોમાં કરી શકાશે અર્પણ, વર્ષો જુના ધ્વજ દંડ, સુવર્ણ શિખરની જાળવણી કરાશે અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ પણ વાંચો : Banaskantha News : 3 જાન્યુઆરી 2026ના રોજ યાત્રાધામ અંબાજી ખાતે માતાજીના પ્રાગટ્ય દિનની ઉજવણી કરાશે

Read Full Story arrow_forward
Ahmedabad માં કોર્મશિયલ ગેસ સિલિન્ડરના ભાવ રૂ.111 વધ્યા, હોટલ સંચાલકોમાં ભાવ વધારાને લઇને ભારે નારાજગી
calendar_today January 1, 2026

Ahmedabad માં કોર્મશિયલ ગેસ સિલિન્ડરના ભાવ રૂ.111 વધ્યા, હોટલ સંચાલકોમાં ભાવ વધારાને લઇને ભારે નારાજગી

અમદાવાદના ખાણીપીણી બજારમાં અત્યારે ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ ગેસ સિલિન્ડરના ભાવમાં એકાએક 111 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકવામાં આવતા હોટલ અને રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલીમા પણ ધરખમ વધારો થયો છે. જેના કારણે હોટલ સંચાલકોમાં ભાવ વધારાને લઇને નારાજગી જોવા મળી રહી છે. સંચાલકોની વ્યથા અને આર્થિક બોજ તોતિંગ ભાવ વધારાને લઇને શહેરના અનેક હોટલ સંચાલકોએ આ મામલે પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યુ કે, વેપાર અત્યારે માંડ માંડ પાટે ચઢી રહ્યો છે ત્યાં આટલો મોટો ભાવ વધારો કમરતોડ સાબિત થશે, ખાસ કરીને જે સંચાલકો ભાડાની જગ્યામાં પોતાનો વ્યવસાય ચલાવી રહ્યા છે. તેમના માટે સર્વાઇવ કરવું ખૂબ જ મુશ્કેલ પડી રહ્યુ છે. એક તરફ મિલકતનું ઉંચુ ભાડું, સ્ટાફનો પગાર સાથે સાથે લાઇટ બિલ જેવા ખર્ચાઓ, હવે ગેસના ભાવ વધતા નફાનું માર્જિન સાવ ઘટવા લાગ્યુ છે. હાલ હોટલ સંચાલકોની પરિસ્થિતિ એવી થઇ ગઇ છે જેમ કે પડતા પર પાટું મારવું..... સામાન્ય જનતા પર શું અસર પડશે? સંચાલકોનું સ્પષ્ટપણે માનવું છે કે ગેસના ભાવ વધવાથી જે વસ્તુઓનો ખર્ચસીધો વધી જાય છે. જો ગેસ મોંઘો થશે, તો અંતે તેનો બોજ ગ્રાહકોના ખિસ્સા પર પણ આવશે. હોટલના મેનૂ કાર્ડમાં ભાવવધારો કરવો હવે મજબૂરી બની ગઈ છે. શાકભાજી અને તેલના ભાવ પહેલાથી જ આસમાને છે, ત્યારે ગેસનો આ નવો ફટકો બહાર જમવાનું શોખીન અમદાવાદીઓ માટે પણ મોંઘું સાબિત થશે.એટલે કે હવે રેસ્ટોરન્ટના મેન્યુ પર પણ ભાવવધારાની અસર ચોક્કસથી જોવા મળશે. આ પણ વાંચોઃ Ahmedabad: અમદાવાદના મેથોડિસ્ટ ચર્ચ ખાતે કરાઇ નવા વર્ષની ઉજવણી, આકાશ રંગબેરંગી ફુગ્ગાથી સજ્યું

Read Full Story arrow_forward
8 major expressways by 2026: અમદાવાદ, જામનગરા, દિલ્હી અને...2026માં દેશને મળશે મોટા 8 એક્સપ્રેસ વે
calendar_today January 1, 2026

8 major expressways by 2026: અમદાવાદ, જામનગરા, દિલ્હી અને...2026માં દેશને મળશે મોટા 8 એક્સપ્રેસ વે

આ વર્ષે દેશ આઠ નવા અત્યાધુનિક એક્સપ્રેસવે મેળવવા માટે તૈયાર છે જેનાથી ભારતમાં રોડ મુસાફરીનો મેપ બદલાઇ જશે. એક્સપ્રેસવે ફક્ત શહેરોને જ નહીં પરંતુ ઝડપી વિકાસ, મજબૂત અર્થતંત્ર અને સારી જીવનશૈલીના નવા માર્ગો તરીકે પણ ઉભરી આવશે. ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી ફેલાયેલું આ નવું રોડ નેટવર્ક દેશના મુખ્ય ઔદ્યોગિક કેન્દ્રો, ધાર્મિક સ્થળો, બંદરો અને પ્રવાસન કેન્દ્રોને ટૂંકા સમયમાં જોડવામાં સક્ષમ બનશે. ત્યારે આવો જાણીએ આ 8 એક્સપ્રેસ વે ક્યાં ક્યાં બનવાના છે અને તેની પાછળ કેટલો ખર્ચ કરવામાં આવ્યો છે. દિલ્હી અમૃસર કટરા એક્સપ્રેસ વે દિલ્હીની બહાદુરગઢ સરહદ નજીક જાસોર ખીરીથી શરૂ કરીને, આ એક્સપ્રેસવે પંજાબથી કટરા (જમ્મુ અને કાશ્મીર) સુધી વિસ્તરશે. એક્સપ્રેસવેની કુલ લંબાઈ આશરે 670 કિમી છે અને હાલમાં ચાર લેન સાથે બનાવવામાં આવી રહી છે. ભવિષ્યમાં તેને આઠ લેન સુધી વિસ્તૃત કરવામાં આવશે. ભારતમાલા પરિયોજના હેઠળ NHAI દ્વારા તેનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી દિલ્હી-અમૃતસર મુસાફરીનો સમય આશરે આઠ કલાકથી ઘટાડીને ચાર કલાક અને દિલ્હી-કટરા મુસાફરી 14 કલાકથી ઘટાડીને છ કલાક થવાની ધારણા છે. પ્રોજેક્ટ ખર્ચ આશરે ₹38,905 કરોડ હોવાનો અંદાજ છે. આ માર્ગ ધાર્મિક પર્યટન (વૈષ્ણોદેવી), વેપાર અને લોજિસ્ટિક્સ માટે ઝડપી, સલામત અને સીધો રોડ લિંક પ્રદાન કરશે. અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ વે ગુજરાતમાં આ એક્સપ્રેસવે અમદાવાદને ધોલેરા SIR અને વધુ પ્રાદેશિક જોડાણને જોડતો એક મુખ્ય પ્રોજેક્ટ છે.  તેની કુલ લંબાઈ આશરે 109 કિમી છે. હાલમાં તે ચાર લેન સાથે બનાવવામાં આવી રહ્યું છે, જેને જરૂર પડ્યે આઠ લેન સુધી વિસ્તૃત કરી શકાય છે. આ કોરિડોર ભારતમાલા યોજના હેઠળ NHAI દ્વારા વિકસાવવામાં આવી રહ્યો છે અને તે ધોલેરા જેવા રોકાણ ક્ષેત્રોમાં ઔદ્યોગિક વિકાસને વેગ આપશે.  અમદાવાદથી ધોલેરા સુધીનો મુસાફરીનો સમય ઓછો થશે. આ પ્રોજેક્ટનો ખર્ચ અંદાજે ₹4,500 કરોડ થવાનો અંદાજ છે અને તે 2026 ની શરૂઆતમાં કાર્યરત થવાની અપેક્ષા છે. રાયપુર-વિશાખાપટ્ટનમ એક્સપ્રેસવે આ એક્સપ્રેસ વે 464 કિમી લાંબો અને 6 લેન પહોળો છે. આ એક્સપ્રેસવે ત્રણ રાજ્યોને જોડે છે: છત્તીસગઢ, ઓડિશા અને આંધ્રપ્રદેશ.  તેને ભારતમાલા ફેઝ-૧ હેઠળ આર્થિક કોરિડોર તરીકે મંજૂરી આપવામાં આવી છે. આ રૂટ છત્તીસગઢમાં આશરે 124 કિમી, ઓડિશામાં 240 કિમી અને આંધ્રપ્રદેશમાં 100 કિમીનો વિસ્તાર આવરી લેશે.  તે કુરુડ/રાયપુર પ્રદેશમાંથી શરૂ થઈને વિશાખાપટ્ટનમ બંદર પર સમાપ્ત થવાનો પ્રસ્તાવ છે. આ કોરિડોરનો મુખ્ય ફાયદો મધ્ય ભારતથી પૂર્વ કિનારા સુધી લોજિસ્ટિક્સ, વેપાર અને બંદર કનેક્ટિવિટીને સરળ બનાવવાનો રહેશે. આ એક્સપ્રેસવેનો અંદાજિત ખર્ચ આશરે ₹16482 કરોડ છે. એક્સપ્રેસવે ડિસેમ્બર 2026માં જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે. ચેન્નાઇ બેંગ્લુરુ એક્સપ્રેસ વે આ ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે દક્ષિણ ભારતના બે મુખ્ય આર્થિક કેન્દ્રો - ચેન્નાઈ અને બેંગલુરુ - ને હાઇ-સ્પીડ કોરિડોર સાથે જોડશે.  તેની કુલ લંબાઈ આશરે 258 કિમી છે અને તેને 4 લેન સાથે વિકસાવવામાં આવી રહી છે જેને જરૂર પડ્યે 8 લેન સુધી વિસ્તૃત કરી શકાય છે.  તે ભારતમાલા પરિયોજના હેઠળ NHAI દ્વારા બનાવવામાં આવી રહ્યું છે અને જાન્યુઆરી 2021 માં તેનું રાષ્ટ્રીય એક્સપ્રેસવે-7 (NE-7) તરીકે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ એક્સપ્રેસવે કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાંથી પસાર થશે. તે ચેન્નઈ અને બેંગલુરુ વચ્ચે મુસાફરીનો સમય અને ટ્રાફિક ભીડ ઘટાડશે, અને ઔદ્યોગિક પુરવઠા શૃંખલાઓ, IT કોરિડોર અને બંદર-સંકળાયેલ લોજિસ્ટિક્સને વેગ આપશે.  તે જુલાઈ 2026 માં જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવશે અને તેનો ખર્ચ આશરે ₹18,000 કરોડ થવાનો અંદાજ છે. અમૃતસર-જામનગર એક્સપ્રેસવે અમૃતસર-જામનગર એક્સપ્રેસવે ઉત્તરપશ્ચિમ ભારતમાં એક મુખ્ય આર્થિક કોરિડોર છે જેનો અંદાજે 1,257 કિમી લાંબો છે. 4 થી 6 લેન સાથે વિકસાવવામાં આવી રહ્યો છે. તેનું નિર્માણ NHAI દ્વારા ભારતમાલા પરિયોજના હેઠળ કરવામાં આવી રહ્યું છે. આ માર્ગને વ્યૂહાત્મક માનવામાં આવે છે કારણ કે તે ભટિંડા, બાડમેર અને જામનગર જેવા મુખ્ય ઊર્જા/ઔદ્યોગિક પટ્ટાઓને જોડે છે. આ એક્સપ્રેસવે (જમીન સંપાદન સહિત) નો કુલ ખર્ચ આશરે ₹80,000 કરોડ છે. એવો દાવો કરવામાં આવે છે કે આનાથી અમૃતસરથી જામનગર સુધીનો મુસાફરીનો સમય 26 કલાકથી ઘટાડીને 13 કલાક થઈ જશે. એપ્રિલ 2026 સુધીમાં તે જાહેર જનતા માટે ખુલ્લો મુકાઈ શકે છે. ગંગા એક્સપ્રેસ વે ઉત્તર પ્રદેશનો ગંગા એક્સપ્રેસવે મેરઠથી પ્રયાગરાજ સુધીનો આશરે 594 કિમી લાંબો, 12 જિલ્લાઓમાંથી પસાર થાય છે. તેને આધુનિક, છ-લેન એક્સપ્રેસવે તરીકે વિકસાવવામાં આવી રહ્યો છે. એક્સપ્રેસવેનું બાંધકામ લગભગ 99% પૂર્ણ થયું છે, અને તેનું ઉદ્ઘાટન 15 જાન્યુઆરી, 2026 ની આસપાસ થવાની અપેક્ષા છે. પ્રોજેક્ટ ખર્ચ અંદાજે ₹37,350 કરોડ હોવાનો અંદાજ છે, જેમાં જમીન સંપાદન પર ખર્ચનો નોંધપાત્ર હિસ્સો છે. એક્સપ્રેસવેમાં ટોલ પ્લાઝા, 15 રેમ્પ, નવ સુવિધા કેન્દ્રો, મુખ્ય પુલ (ગંગા/રામગંગા), ફ્લાયઓવર અને ROB શામેલ છે.  આનાથી પશ્ચિમ ઉત્તર પ્રદેશથી પૂર્વ ઉત્તર પ્રદેશ સુધીની મુસાફરી ઝડપી બનશે અને વેપાર અને પર્યટનને વેગ મળશે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેને દેશના સૌથી મોટા રોડ પ્રોજેક્ટ્સમાંનો એક માનવામાં આવે છે. તેની કુલ લંબાઈ આશરે 1355 કિમી છે અને અંદાજિત ખર્ચ આશરે ₹1 લાખ કરોડ છે.  તે દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી પસાર થાય છે. તેને 6 થી 8 લેન સાથે વિકસાવવામાં આવી રહ્યું છે ભવિષ્યમાં તેને 12 લેન સુધી વિસ્તૃત કરવાની શક્યતા છે.  નોંધનીય છે કે તેનો 771 કિમી પહેલેથી જ ખોલવામાં આવ્યો છે અને બાકીનો માર્ચ 2026 સુધીમાં સંપૂર્ણપણે ખુલ્લો થવાની અપેક્ષા છે.  આ માર્ગ દિલ્હીના ડીએનડી ફ્લાયઓવર/સોહના વિસ્તારથી શરૂ થશે અને વિરાર/જેએનપીટી બંદર પર સમાપ્ત થશે.

Read Full Story arrow_forward