android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar: રાજ્યમાં ચાલુ વર્ષે 93 હજાર આવાસો સહિત છેલ્લા ત્રણ વર્ષમાં 2.58 લાખથી વધુ લાભાર્થીઓને મળ્યું ઘરનું ઘર
calendar_today January 1, 2026

Gandhinagar: રાજ્યમાં ચાલુ વર્ષે 93 હજાર આવાસો સહિત છેલ્લા ત્રણ વર્ષમાં 2.58 લાખથી વધુ લાભાર્થીઓને મળ્યું ઘરનું ઘર

ગ્રામીણ પરિવારોના વિકાસની સાથે સુખાકારી માટે રાજ્ય તથા કેન્દ્ર સરકાર સંકલિત રીતે અનેક જનહિતલક્ષી યોજનાઓ અમલી બનાવીને જરૂરિયાતમંદ નાગરિકો માટે આશીર્વાદરૂપ બની છે. એ જ શ્રેણીમાં ‘પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)’ PMAY-G એ ગ્રામીણ વિસ્તારોમાં ગરીબ અને રહેણાંક સુવિધાથી વંચિત પરિવારો માટે પોતાના આવાસનું એટલે કે ઘરના ઘરનું સપનું સાકાર કર્યું છે. જે અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ત્રણ નાણાકીય વર્ષ એટલે કે વર્ષ ૨૦૨૩થી ૨૦૨૫ સુધી ૨.૫૮ લાખથી વધુ આવાસો લાભાર્થીઓ માટે તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં ચાલુ નાણાકીય વર્ષે ૯૩ હજારથી વધુ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આમ, આ આવાસો થકી ગ્રામીણ પરિવારોના જીવનસ્તર, આરોગ્ય, સ્વચ્છતા અને સુખાકારીમાં નોંધપાત્ર સુધારો થયો છે.અનેક ગરીબ અને ઘર વિહોણા નાગરિકોને કાચા ઘરમાંથી પાકું ઘર મળી રહ્યું છે PMAY-G યોજનામાં કેન્દ્રનો ૬૦ ટકા અને રાજ્ય સરકારનો ૪૦ ટકા ફાળો હોય છે. જેમાં લાભાર્થીને આવાસ દીઠ રૂ. ૧.૨૦ લાખની તબક્કાવાર સહાય આપવામાં આવે છે. આ ઉપરાંત રાજ્ય સરકાર તરફથી આવાસ બાંધકામના રૂફ કાસ્ટ તબક્કે વધારાના રૂ. ૫૦ હજારની સહાય સીધી બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. આ રકમ લાભાર્થીને પોતાનું પાકું તથા સુવિધાસભર ઘર બાંધવામાં મદદરૂપ બને છે, આમ રાજ્ય-કેન્દ્ર સરકાર દ્વારા અનેક ગરીબ અને ઘર વિહોણા નાગરિકોને કાચા ઘરમાંથી પાકું ઘર મળી રહ્યું છે. લાભાર્થી કુટુંબોને પ્લોટની ખરીદી માટે સહાય ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને રાજ્ય મંત્રી સંજયસિંહ મહીડાના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર ગ્રામીણ સ્તરે જમીન વિહોણા નાગરિકોને પણ પોતાનું પાકું ઘર મળે તે માટે સતત પ્રયત્નશીલ છે. જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા પાત્રતા ધરાવતા પ્લોટ વિહોણા આશરે 3 હજાર જેટલા લાભાર્થી કુટુંબોને પ્લોટની ખરીદી માટે દસ્તાવેજની રકમ અથવા રૂ. ૧ લાખ સુધી, બેમાંથી જે ઓછું હોય તે ઉચ્ચક સહાય ચૂકવવા 100 ટકા રાજ્ય ફાળા હેઠળ જોગવાઈ કરવામાં આવી છે. ઘર વિહોણા પરિવારો માટે આશાનો દીપ PMAY-G યોજના અંતર્ગત તાજેતરમાં નર્મદા ખાતે ભગવાન બિરસા મૂંડાની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે યોજાયેલ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિશેષ ઉપસ્થિતિમાં રૂ. ૧૦૦૮.૧૯ કરોડના ખર્ચે કુલ ૬૧,૧૨૫ લાભાર્થીઓનો ઈ-ગૃહ પ્રવેશ કરવામાં આવ્યો હતો, જે રાજ્યના ગામડાઓમાં વિકાસ અને આવાસ ક્રાંતિનો ઉત્તમ દાખલો છે. આમ, આ યોજના ગ્રામીણ વિસ્તારના ઘર વિહોણા પરિવારો માટે આશાનો દીપ બની રહી છે અને વિકસિત ભારત@૨૦૪૭માં મહત્વનું યોગદાન આપી રહી છે. 

Read Full Story arrow_forward
Gujaratમાં નવા વર્ષથી ST બસની મુસાફરી મોંઘી બની, 10 થી 60 કિમીની યાત્રામાં 1 રૂપિયાનો વધારો, જુઓ Video
calendar_today January 1, 2026

Gujaratમાં નવા વર્ષથી ST બસની મુસાફરી મોંઘી બની, 10 થી 60 કિમીની યાત્રામાં 1 રૂપિયાનો વધારો, જુઓ Video

એસટી નિગમના પરિપત્ર પ્રમાણે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન વિભાગ દ્વારા આજે પહેલી જાન્યુઆરી 2026થી એસટી ભાડામાં ત્રણ ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારો 9 કિ.મીથી વધુની યાત્રા પર લાગુ થશે. 10થી 60 કિ.મીની યાત્રામાં એક રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. નવીન ભાડા ઉપરાંત જે તે સર્વીસોમાં લાગુ પડતા GST,ટોલટેકસ વિગેરે અન્ય ચાર્જ અલગથી નિયમ મુજબ વસૂલાશે. તમામ સર્વિસોમાં બાળક મુસાફર માટેનું ભાડુ પુખ્ત વયના મુસાફર ભાડા કરતાં અડધું ભાડુ વસુલવાનું રહેશે. ભાડા વધારાનો અમલ તમામ પ્રકારના પાસમાં પણ થશે જો અડધું ભાડુ રૂ.01 ના ગુણાંકમાં આવતું ન હોય તો તે પછીના રૂપિયા 01 ના ગુણાંકમાં ભાડુ વસુલવાનું રહેશે.નોન-એ.સી.સ્લીપર સર્વિસના બર્થ (સોફા) નું ભાડુ સીટીંગ ભાડા ઉપરાંત રૂ.95 વસુલાશે. શહેરી પોઈન્ટ સર્વિસો માટે શહેરી સર્વિસોમાં વસુલવામાં આવતા ભાડા ઉપરાંત વધારાના રૂ.2 વસુલાશે.નવીન ભાડા વધારાનો અમલ તમામ પ્રકારના પાસમાં પણ થશે. તમામ ઈ.બી.ટી.એમ.માં નવા ભાડાના દરની વિગતો તાત્કાલિક અસરથી સુધારવાની કાર્યવાહી પૂર્ણ કરાવવાની રહેશે. આ પણ વાંચો : Weather News : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ઠંડીની વચ્ચે વરસાદની કરી આગાહી, કહ્યું, આજે કેટલાક વિસ્તારમાં પડી શકે છે વરસાદ

Read Full Story arrow_forward
Surat માં શિક્ષણ સમિતિ વિવાદના વમળમાં, નવા વર્ષે સ્કૂલો ચાલુ રાખવાના નિર્ણયથી શિક્ષકોમાં કચવાટ
calendar_today January 1, 2026

Surat માં શિક્ષણ સમિતિ વિવાદના વમળમાં, નવા વર્ષે સ્કૂલો ચાલુ રાખવાના નિર્ણયથી શિક્ષકોમાં કચવાટ

સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ફરી એકવાર વિવાદમાં આવી છે. સામાન્ય રીતે નવા વર્ષના પ્રથમ દિવસે શાળાઓમાં રજાનો માહોલ હોય છે, પરંતુ આ વખતે સમિતિ દ્વારા 1 જાન્યુઆરીની રજા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ષ 2026નું નવું શૈક્ષણિક કેલેન્ડર જાહેર કરવામાં આવતા આ બાબત સામે આવી છે, જેમાં 1 જાન્યુઆરીના રોજ શાળા ચાલુ હોવાનું દર્શાવવામાં આવ્યું છે. આ નિર્ણયને પગલે સોશિયલ મીડિયા અને શૈક્ષણિક આલમમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે.શિક્ષણ સમિતિનો અજીબ નિર્ણય શિક્ષણ સમિતિ દ્વારા કેલેન્ડર જાહેર થયા બાદ શિક્ષકો અને કર્મચારીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. નવા વર્ષની ઉજવણી અને સામાજિક પ્રસંગો વચ્ચે રજા રદ થતા શૈક્ષણિક કાર્ય પર તેની કેવી અસર પડશે તે જોવાનું રહેશે. વાલીઓમાં પણ આ મામલે મૂંઝવણ છે કારણ કે કેલેન્ડર જાહેર થયા બાદ જ ખબર પડી કે શાળાઓ રાબેતા મુજબ ચાલુ રહેવાની છે. વહીવટી તંત્ર દ્વારા અભ્યાસક્રમ સમયસર પૂર્ણ કરવાના હેતુથી આ નિર્ણય લેવાયો હોવાની ચર્ચા છે, પરંતુ તહેવારના દિવસે કામના ભારણને લઈને વિવાદ વકર્યો છે. આ પણ વાંચો : Surat માં નવા વર્ષે મંદિરમાં ચોરી, ઉધનાના ઓમકારેશ્વર મહાદેવ મંદિરમાં તસ્કરોનો આતંક

Read Full Story arrow_forward