Gandhinagar News: ગુજરાત આદિજાતિ સલાહકાર પરિષદની પુનઃરચના કરાઈ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બન્યા નવા અધ્યક્ષ
રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લઈને ગુજરાત આદિજાતિ સલાહકાર પરિષદની પુનઃરચના કરવામાં આવી છે.આ સમગ્ર પુનઃરચના ગુજરાત આદિજાતિ સલાહકાર પરિષદ નિયમો,1960 હેઠળ કાયદેસર પ્રક્રિયા અનુસરીને કરવામાં આવી છે.રાજ્યના આદિવાસી સમુદાયના કલ્યાણ અને વિકાસ સાથે જોડાયેલી બાબતો પર વિચારણા કરવા માટે આ પરિષદ અતિ મહત્વની ગણાય છે.આ પરિષદના માળખામાં સર્વોચ્ચ સ્થાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી છે.જ્યારે ઉપાધ્યક્ષ તરીકે આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ અને સહ ઉપાધ્યક્ષ તરીકે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી પુનમચંદ બરંડા પોતાની મહત્વની જવાબદારી સંભાળશે.14 જેટલા લોકપ્રતિનિધિઓનો સમાવેશ કરાયોઆ પરિષદમાં સભ્ય તરીકે રાજ્યની વિવિધ આદિજાતિ બેઠકો પરથી પ્રતિનિધિત્વ કરતા 14 જેટલા લોકપ્રતિનિધિઓનો સમાવેશ કરાયો છે.સભ્યોની યાદીમાં રમેશ કટારા,ડો.જયરામ ગામીત,નિમિષાબેન સુથાર, શૈલેષ એસ.ભાભોર, કનૈયાલાલ કિશોરી, મહેન્દ્ર ભાભોર, રાજેન્દ્રસિંહ રાઠવા, જયંતિ રાઠવા, અભેસિંહ તડવી, ડો. દર્શના દેશમુખ, મોહન ઢોડિયા, અનંતકુમાર પટેલ, અરવિંદ પટેલ અને જીતુ ચૌધરીનો સભ્ય તરીકે સમાવેશ થાય છે. આ તમામ સભ્યો આદિવાસી વિસ્તારોના પ્રશ્નો, સ્થાનિક જરૂરિયાતો અને વિકાસ યોજનાઓ સંદર્ભે પરિષદ સમક્ષ પોતાના સૂચનો રજૂ કરશે, જેથી છેવાડાના વિસ્તારો સુધી યોજનાકીય લાભો ઝડપથી પહોંચાડી શકાય.નિર્ણયો લેવામાં સરકારને માર્ગદર્શન અને સલાહ પ્રાપ્ત થશેઆદિજાતિ વિકાસ વિભાગની સત્તાવાર યાદીમાં જણાવવામાં આવ્યું છે કે,ગુજરાત વિધાનસભા દ્વારા ચૂંટાયેલા આ સભ્યોની પરિષદના સભ્ય તરીકેની મુદત તેમના વિધાનસભાના સભ્ય તરીકેના કાર્યકાળ સુધીની જ રહેશે.અર્થાત તેઓ જ્યાં સુધી વિધાનસભાના સભ્ય રહેશે ત્યાં સુધી જ પરિષદના સભ્ય તરીકે કાર્યરત રહી શકશે અને તેમનો ધારાસભ્ય તરીકેનો કાર્યકાળ પૂર્ણ થતાં પરિષદનું સભ્યપદ પણ સમાપ્ત થશે. આ પરિષદની પુનઃરચના થવાથી રાજ્યના આદિવાસી પ્રજાજનોના સામાજિક અને આર્થિક ઉત્થાન માટેના નીતિવિષયક નિર્ણયો લેવામાં સરકારને પ્રત્યક્ષ માર્ગદર્શન અને સલાહ પ્રાપ્ત થશે. નવી સમિતિ હવે આગામી સમયમાં વિધિવત રીતે કાર્યરત બનશે.આ પણ વાંચોઃ Surat News: ડાયમંડ બુર્સ સફેદ હાથી સમાન સાબિત થયું? 4 વર્ષમાં 4500માંથી માત્ર 350 ઓફિસો જ શરૂ થઈ
Read Full Story arrow_forward