android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara: ડેસર-ગળતેશ્વર બ્રિજ ફરી ભારે વાહનો માટે બંધ, હજારો લોકોની રોજીરોટી છીનવાતા ક્વોરી સંચાલકો અને સ્થાનિકોનો હોબાળો
calendar_today January 1, 2026

Vadodara: ડેસર-ગળતેશ્વર બ્રિજ ફરી ભારે વાહનો માટે બંધ, હજારો લોકોની રોજીરોટી છીનવાતા ક્વોરી સંચાલકો અને સ્થાનિકોનો હોબાળો

ડેસર અને ગળતેશ્વર તાલુકાને જોડતા મહીસાગર નદી પરના બ્રિજને મરામતના બહાને ફરી એકવાર ભારે વાહનો માટે બંધ કરી દેવામાં આવતા સ્થાનિકો અને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કોઈપણ વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વિના તંત્ર દ્વારા લોખંડની આડાસ (ગડર) લગાવી દેવાતા હજારો લોકોની રોજીરોટી પર સંકટ ઉભું થયું છે.વૈકલ્પિક વ્યવસ્થાનો અભાવે 6 કિમીના બદલે 50 કિમીનો ફેરોચોમાસા દરમિયાન કડાણા ડેમમાંથી પાણી છોડાતા આ બ્રિજ પાણીમાં ગરકાવ થયો હતો. પાણી ઓછું થતા નાના વાહનો માટે રસ્તો ખુલ્લો કરાયો હતો, પરંતુ મોટા વાહનો માટે બ્રિજની મજબૂતી ચકાસવાના બહાને પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. બ્રિજ બંધ હોવાથી વરસડા થી અંબાવ જે માત્ર 6 કિલોમીટરનું અંતર છે, ત્યાં જવા માટે વાહનોએ 50 કિલોમીટરનો લાંબો ફેરો ખાવો પડે છે. બે મહિના પહેલા વાહનચાલકોએ જાતે આડાસ હટાવી અવરજવર શરૂ કરી હતી, પરંતુ તંત્રએ આજે ફરી બ્રિજ બંધ કરી દીધો છે.તંત્ર અને પોલીસની હાજરીમાં વિરોધડેસર અને સેવાલીયા પોલીસની હાજરીમાં જ્યારે માર્ગ અને મકાન વિભાગ (R&B) દ્વારા લોખંડની ગડર લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી, ત્યારે મોટી સંખ્યામાં ક્વોરી સંચાલકો, ડ્રાઈવરો અને સ્થાનિકો એકઠા થઈ ગયા હતા. લોકોએ તંત્ર સામે સૂત્રોચ્ચાર કરી હોબાળો મચાવ્યો હતો. સ્થાનિકોનું કહેવું છે કે, "જો બ્રિજમાં ખામી હોય તો ડાયવર્જન જેવી વૈકલ્પિક વ્યવસ્થા આપો, કોઈપણ વ્યવસ્થા વગર રસ્તો બંધ કરવો એ અન્યાય છે."ધારાસભ્યને ટેલિફોનિક રજૂઆતરોષે ભરાયેલા લોકોએ ઠાસરાના ધારાસભ્યને ફોન કરીને આ બાબતે તાત્કાલિક દખલગીરી કરવા માંગ કરી હતી. લોકોએ જણાવ્યું હતું કે આ માર્ગ તેમની રોજીરોટીનો મુખ્ય આધાર છે. હજારો ટ્રક ચાલકો અને શ્રમિકોના ઘર આ બ્રિજની અવરજવર પર નિર્ભર છે. વારંવાર કોઈપણ સ્પષ્ટતા વગર બ્રિજ બંધ કરી દેવાતા સામાન્ય જનતા હેરાન થઈ રહી છે.આ પણ વાંચો: બિલ્ડરની રિવોલ્વર અને ગોળીઓ ચોરી બિહાર ભાગી ગયેલો કિશોર ઝડપાયો, નોકરીમાંથી કાઢી મુકતા લીધો બદલો

Read Full Story arrow_forward
Surat News: ઉધનાના ભાઠેનામાં ભયાનક અકસ્માત, બાઈક સ્લીપ થતા યુવક ટેમ્પાના ટાયર નીચે કચડાયો
calendar_today January 1, 2026

Surat News: ઉધનાના ભાઠેનામાં ભયાનક અકસ્માત, બાઈક સ્લીપ થતા યુવક ટેમ્પાના ટાયર નીચે કચડાયો

શહેરના ઉધના વિસ્તારમાં આવેલા ભાઠેના રોડ પર એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. ચાલુ બાઈકે સંતુલન ગુમાવતા એક યુવક રોડ પર પટકાયો હતો અને પાછળથી આવતા ટેમ્પાના ટાયર નીચે કચડાયો હતો. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના ફૂટેજ જોઈને રૂંવાડા ઊભા થઈ જાય તેમ છે. ભાઠેના વિસ્તારમાંથી પસાર થઈ રહેલા એક બાઈક સવાર યુવકની બાઈક અચાનક સ્લીપ થઈ ગઈ હતી.બાઈક સ્લીપ થતા યુવક ટેમ્પા નીચે કચડાયોબાઈક સ્લીપ થતા જ યુવક રસ્તાની બીજી તરફ ફેંકાયો હતો. કમનસીબે, બરાબર તે જ સમયે બાજુમાંથી એક આઈશર ટેમ્પો પસાર થઈ રહ્યો હતો. યુવક સીધો ટેમ્પાના પાછળના ટાયર નીચે આવી ગયો હતો. આ ગંભીર અકસ્માતમાં યુવકને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ટેમ્પાના ટાયર નીચે દબાઈ જવા છતાં યુવકનો ચમત્કારિક બચાવ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે, જોકે તેની હાલત અંગે વધુ વિગતોની પ્રતીક્ષા સેવાઈ રહી છે. ઉધના પોલીસે વધુ તપાસ હાથ ધરીઘટનાની જાણ થતા જ ઉધના પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી CCTV ફૂટેજ કબજે કર્યા છે અને ટેમ્પો ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ટ્રાફિકથી ધમધમતા આ વિસ્તારમાં બનેલી આ ઘટનાએ વાહન ચાલકોની સુરક્ષા સામે ફરી સવાલો ઉભા કર્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surendranagar : ચોટીલા પ્રાંત અધિકારીની બદલીનો તખ્તો, માજી ધારાસભ્યનો ખનીજ માફિયાઓ અને નેતાઓ પર ગંભીર આક્ષેપ
calendar_today January 1, 2026

Surendranagar : ચોટીલા પ્રાંત અધિકારીની બદલીનો તખ્તો, માજી ધારાસભ્યનો ખનીજ માફિયાઓ અને નેતાઓ પર ગંભીર આક્ષેપ

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પંથકમાં ખનીજ ચોરી અને રાજકીય દબાણને લઈને એક મોટો વિવાદ છેડાયો છે. ચોટીલાના માજી ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે, સ્થાનિક ખનીજ માફિયાઓ અને કેટલાક રાજકીય પદાધિકારીઓ મળીને પ્રાંત અધિકારી હરેશ મકવાણાની બદલી કરાવવા માટેનો તખ્તો તૈયાર કરી રહ્યા છે. અધિકારીને હટાવવા ખનીજ માફિયાઓ લગાવી રહ્યા છે એડીચોટીનું જોર ખનીજ ચોરી પર લગામ લગાવતા માફિયાઓ ફફડ્યા આક્ષેપ મુજબ, પ્રાંત અધિકારી હરેશ મકવાણાએ પદ સંભાળ્યા બાદ ચોટીલા પંથકમાં ગેરકાયદેસર ચાલતી ખનીજ ચોરી પર કડક લગામ લગાવી છે. તેમની પ્રામાણિકતા અને કડક કાર્યવાહીને કારણે ખનીજ માફિયાઓના આર્થિક હિતો જોખમાયા છે, જેના કારણે તેઓ અધિકારીને માર્ગમાંથી હટાવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. હપ્તાખોરીની પોલ ખોલી ઋત્વિક મકવાણાએ હપ્તાખોરીની પોલ ખોલતા જણાવ્યું કે, અગાઉ કાર્બોસેલની ચોરી કરનારા તત્વો દર મહિને એકથી દોઢ લાખ રૂપિયાનો હપ્તો આપતા હતા. પરંતુ હવે પ્રાંત અધિકારીની બદલી કરાવવાના આશયથી આ હપ્તાની રકમ વધારીને બે લાખ રૂપિયા સુધી બાંધવામાં આવશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. રાજકીય ઓથ હેઠળ ખનીજ ચોરો ફરીથી સક્રિય થવા માંગે છે. ભૂમાફિયાઓને ખુલ્લો દોર આપવાનો પ્રયાસ ભૂમાફિયાઓને ખુલ્લો દોર આપવાનો પ્રયાસ માજી ધારાસભ્યએ વધુમાં ઉમેર્યું કે, જો ઈમાનદાર અધિકારીની બદલી કરવામાં આવશે તો ભૂમાફિયાઓ અને ખનીજ ચોરોને ફરીથી મેદાન મોકળું મળી જશે. રાજકીય આગેવાનો અને તેમના મળતીયાઓ પોતાના અંગત સ્વાર્થ માટે વહીવટી તંત્ર પર દબાણ લાવી રહ્યા છે. આ પણ વાંચોઃ Bhavnagar: ભાવનગર મનાપાની નગરજનોને નવી ભેટ, હવે રસ્તાઓ પર દોડશે પ્રધાનમંત્રી ઇ બસ

Read Full Story arrow_forward