Surat: બિલ્ડરની રિવોલ્વર અને ગોળીઓ ચોરી બિહાર ભાગી ગયેલો કિશોર ઝડપાયો, નોકરીમાંથી કાઢી મુકતા લીધો બદલો
સુરતના વેસુ વિસ્તારમાં રહેતા એક જાણીતા બિલ્ડરના ઘરેથી રિવોલ્વર અને કારતૂસની ચોરી થવાની ઘટનામાં અલથાણ પોલીસે મોટી સફળતા મેળવી છે. બિલ્ડરના ઘરે જ કામ કરતા અને ચોરીના ગુનામાં પકડાયા બાદ નોકરીમાંથી કાઢી મુકાયેલા એક કિશોરની પોલીસે બિહારથી ધરપકડ કરી છે.રિવોલ્વર અને કારતૂસની ચોરી કરનારની ધરપકડ ઘટનાની વિગત મુજબ, વેસુના બિલ્ડરના ઘરે આ કિશોર નોકરી કરતો હતો. થોડા સમય પહેલા બિલ્ડરે આ કિશોરને ₹8000ની ચોરી કરતા રંગેહાથ પકડી પાડ્યો હતો. આ ઘટના બાદ બિલ્ડરે તેને ઠપકો આપી નોકરીમાંથી કાઢી મુક્યો હતો. નોકરીમાંથી કાઢી મુકાયેલા કિશોરે બિલ્ડર સામે બદલો લેવાનું નક્કી કર્યું અને જતી વખતે બિલ્ડરની લાયસન્સ વાળી રિવોલ્વર અને 16 રાઉન્ડ ગોળીઓની ચોરી કરી ફરાર થઈ ગયો હતો.બિહારથી કિશોરની ધરપકડહથિયાર જેવી સંવેદનશીલ વસ્તુની ચોરી થતા અલથાણ પોલીસ હરકતમાં આવી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસને જાણવા મળ્યું કે કિશોર તેના વતન બિહાર ભાગી ગયો છે. અલથાણ પોલીસની એક ટીમ બિહાર પહોંચી હતી અને ત્યાંથી કિશોરને દબોચી લીધો હતો. પોલીસ તપાસમાં તેની પાસેથી રિવોલ્વર અને 8 નંગ જીવતી ગોળીઓ કબજે કરવામાં આવી છે, જ્યારે બાકીની ગોળીઓ અંગે પૂછપરછ ચાલુ છે.પોલીસ તપાસ અને કાર્યવાહીસગીર હોવાને કારણે પોલીસ આ મામલે ખૂબ જ સાવચેતીપૂર્વક તપાસ કરી રહી છે. તે આ હથિયારનો ઉપયોગ કોઈ ગુનાહિત પ્રવૃત્તિ માટે કરવાનો હતો કે કેમ, અથવા કોઈને હથિયાર વેચવાનો પ્લાન હતો, તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. હાલમાં પોલીસે હથિયાર કબજે કરી કિશોર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ પણ વાંચો:સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર પર હુમલો કરનાર આરોપી જયદીપ ચાવડા ઝડપાયો, પ્રદ્યુમન નગર પોલીસની કાર્યવાહી
Read Full Story arrow_forward