android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat News: સફાઈર કોર્ટ બિલ્ડિંગના બીજા માળે લાગી આગ
calendar_today January 1, 2026

Surat News: સફાઈર કોર્ટ બિલ્ડિંગના બીજા માળે લાગી આગ

ડાયમંડ સિટી સુરતના વેસુ વિસ્તારમાં 31 ડિસેમ્બરની મોડી રાત્રે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જ્યારે આખું શહેર નવા વર્ષની ઉજવણીની તૈયારીમાં વ્યસ્ત હતું, ત્યારે વેસુના જાણીતા 'સફાઈર કોર્ટ' બિલ્ડિંગમાં અચાનક આગ ફાટી નીકળી હતી. બિલ્ડિંગના બીજા માળે લાગેલી આ આગને કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.ઘટનાની વિગત ઘટનાની મળતી માહિતી અનુસાર, વેસુ વિસ્તારમાં આવેલા સફાઈર કોર્ટ બિલ્ડિંગના બીજા માળે મોડી રાત્રે અચાનક ધુમાડાના ગોટા દેખાવા લાગ્યા હતા. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ બિલ્ડિંગમાં ઓફિસો આવેલી હોવાથી અને રાત્રિનો સમય હોવાથી મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ આગ એટલી પ્રચંડ હતી કે દૂર-દૂર સુધી તેની જ્વાળાઓ દેખાઈ રહી હતી. ફાયર વિભાગની કામગીરી આગની જાણ થતા જ વેસુ ફાયર સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ફાયર ફાઈટર્સે સતત બે કલાક સુધી ભારે જહેમત ઉઠાવી હતી. બિલ્ડિંગમાં કાચ અને ફર્નિચરનું પ્રમાણ વધુ હોવાથી ધુમાડો ખૂબ જ ફેલાયો હતો, જેના કારણે જવાનોને અંદર પ્રવેશવામાં મુશ્કેલી પડી હતી. જોકે, આખરે પાણીનો મારો ચલાવી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવાયો હતો. નુકસાન અને કારણ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોઈ શકે છે. આગની ઝપેટમાં આવતા ઓફિસમાં રહેલા એસી, સોફા, મોંઘા ફર્નિચર અને પીઓપી સહિતનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો છે. સદનસીબે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, જે મોટી રાહતની વાત છે. હાલમાં ફાયર વિભાગ દ્વારા કુલ કેટલું નુકસાન થયું છે અને આગ લાગવાનું સચોટ કારણ શું છે તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ પણ વાંચો - Surat માં નવા વર્ષે મંદિરમાં ચોરી, ઉધનાના ઓમકારેશ્વર મહાદેવ મંદિરમાં તસ્કરોનો આતંક

Read Full Story arrow_forward
Surat: લિંબાયત વિસ્તારમાં યુવકની ચપ્પુના ઘા ઝીંકી હત્યા, પરિવાર દ્વારા એટ્રોસિટી ગુનો દાખલ કરવાની માગ
calendar_today January 1, 2026

Surat: લિંબાયત વિસ્તારમાં યુવકની ચપ્પુના ઘા ઝીંકી હત્યા, પરિવાર દ્વારા એટ્રોસિટી ગુનો દાખલ કરવાની માગ

સુરતના લિંબાયત વિસ્તારમાં 24 વર્ષીય જયેશ પટેલની કરાયેલી હત્યાને લઈ શહેરમાં ચકચાર મચી ગઇ છે. નજીવી બાબતે વિશાલ વાઘ અને રાકેશ ગંગે ચપ્પુના ઘા ઝીંકીને હત્યા કરી હોવાનો આરોપ લગાવાયો છેગુનો દાખલ ન થાય તો તેઓ ડેડબોડી સ્વીકારવા તૈયાર નથી પરિવારે પોલીસ પર દબાણ બનાવ્યું છે અને એટ્રોસિટીનો ગુનો દાખલ કરવાની માગ કરી છે. પરિવારનો દાવો છે કે, જો આ ગુનો દાખલ ન થાય તો તેઓ ડેડબોડી સ્વીકારવા તૈયાર નથી. હાલ સ્વિમેર હોસ્પિટલમાં પરિવારના સભ્યો સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. હત્યારાઓ અગાઉ અનેક ગુનાઓમાં સંડોવાયેલા રહ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ, હત્યારાઓ અગાઉ અનેક ગુનાઓમાં સંડોવાયેલા રહ્યા છે. સુરત શહેરમાં આ ઘટના બાદ એક જ દિવસમાં બે હત્યાના બનાવ નોંધાઈ ચૂક્યા છે, જે સલામતીના મામલે ગંભીર ચિંતા ઉભી કરે છે. આ પણ વાંચો----   LPG Price Hike: નવા વર્ષે જ LPG સિલિન્ડર વધુ મોંઘા થયા, પ્રતિ સિલિન્ડર 111 રુપિયા સુધીનો વધારો

Read Full Story arrow_forward
Indian railway news : 1લી જાન્યુઆરીથી Ahmedabadથી આવતી જતી અનેક ટ્રેનોના સમયમાં કર્યો ફેરફાર, આ રહ્યું સમય પત્રક
calendar_today January 1, 2026

Indian railway news : 1લી જાન્યુઆરીથી Ahmedabadથી આવતી જતી અનેક ટ્રેનોના સમયમાં કર્યો ફેરફાર, આ રહ્યું સમય પત્રક

અમદાવાદ ડિવિઝનથી જતી 85 ટ્રેનોની ગતિ વધારી દેવામાં આવી છે. સાથે જ 23 ટ્રેનોના સમયમાં 5 મિનિટથી લઇને 40 મિનિટ સુધીનો સુધારો કરવામા આવ્યો છે. એટલે કે જે ટ્રેનો તેના સમય કરતા મોડી આવતી હતી તે તેના નિર્ધારિત સમય પ્રમાણે જ સ્ટેશન પર આવશે.ટ્રેનો તેના સમય કરતા 5 થી 40 મિનિટ સુધી વહેલી આવશે અમદાવાદ ડિવિઝન પર આ સમય દરમિયાન અલગ અલગ સ્ટેશનો પર 110 ટ્રેનોનો સમય પ્રિપોન કરવામાં આવ્યો છે. એટલે કે ટ્રેનો તેના સમય કરતા 5 થી 40 મિનિટ સુધી વહેલી આવશે. આ સિવાય 57 એવી ટ્રેનો છે જે તેના સમય કરતા 5 મિનિટથી લઇન 40 મિનિટ સુધી લેટ આવશે. અલગ અલગ સ્ટેશનો પરનો સમય બદલાયોઅમદાવાદ, સાબરમતી, મહેસાણા, પાલનપુર, પાટણ, ભીલડી, ઉંજા, સિદ્ધપુર, ગાંધીનગર,કલોલ, વિરમગામ, ગાંધીધામ, હિંમતનગર, હળવદ, ધાંગધ્રા, સામાખ્યાળી, ભૂજ સહિતના અન્ય સ્ટેશનોના સમયમાં બદલાવ થશે, જેમાં આ ટ્રેનો પોતાના સમય કરતા વહેલા અથવા થોડી લેટ પહોચશે. આવન જાવનમાં ફેરફાર કરેલી ટ્રેનોનું લિસ્ટ 1. 12932 અમદાવાદ મુંબઇ સેન્ટ્રલ એસી ડબલ ડેકર એક્સપ્રેસ અમદાવાદથી 5.50 ની જગ્યાએ 5.45 ઉપડશે. 2.22962 અમદાવાદ મુંબઇ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ અમદાવાદથી 6.10ની જગ્યાએ 6.05 કલાકે ઉપડશે. 3.19316 અસારવા ઇન્દોર વીરભૂમિ એક્સપ્રેસ અસારવાથી 14.25 ની જગ્યાએ 14.10 કલાકે ઉપડશે. 4. 12982 અસારવા જયપુર એક્સપ્રેસ અસારવાથી 20.00ની જગ્યાએ 19.55 કલાકે ઉપડશે. 5.69249 સાબરમતી કટોસન રોડ મેમૂ સાબરમતીથી 06.45ની જગ્યાએ 6.30 કલાકે ઉપડશે. 6. 79435 સાબરમતી પાટણ ડેમૂ સાબરમતીથી 09.05 ની જગ્યાએ 09.00 કલાકે ઉપડશે. 7. 20492 સાબરમતી જેસલમેર એક્સપ્રેસ સાબરમતીથી 22.15ની જગ્યાએ 22.05 એ ઉપડશે. 8. 15270 સાબરમતી મુજફ્ફરપુર જનસાધારણ એક્સપ્રેસ સાબરમતીથી 18.10ની જગ્યાએ 17.55 કલાકે ઉપડશે. 9. 79433 સાબરમતી પાટણ ડેમૂ સાબરમતીથી 18.20ની જગ્યાએ 18.05 કલાકે ઉપડશે. 10. 69207 ગાંધીનગર કેપિટલ વારેઠા મેમૂ ગાંધીનગર કેપિટલથી 18.00 ની જગ્યાએ 17.50 કલાકે ઉપડશે. 11. 19119 ગાંધીનગર કેપિટલ વેરાવળ એક્સપ્રેસ ગાંધીનગર કેપિટલથી 10.25ની જગ્યાએ 10.20 ઉપડશે. 12. 19411 ગાંધીનગર કેપિટલ દોલતપુર ચોક એક્સપ્રેસ ગાંધીનગર કેપિટલથી 10.05ની જગ્યાએ 10.00 કલાકે ઉપડશે. 13. 22484 ગાંધીધાં ભગતકી કોઠી એક્સપ્રેસ ગાંધીધામથી 21.40 ની જગ્યાએ 21.30 કલાકે ઉપડશે. 14. 14894 પાલનપુર જોધપુર એક્સપ્રેસ પાલનપુરથી 4.35ની જગ્યાએ 4.30 કલાકે પ્રસ્થાન કરશે. 15. 82902 અમદાવાદ મુંબઇ સેન્ટ્રેલ તેજસ એક્સપ્રેસ અમદાવાદથી 6.40ની જગ્યાએ 6.35 એ ઉપડશે. મોડી ઉપડનારી ટ્રેનોનું લિસ્ટ 1. 12957 સાબરમતી નવી દિલ્હી સ્વર્ણજંયતિ રાજધાની એક્સપ્રેસ સાબરમતીથી 19.10ની જગ્યાએ 19.20 કલાકે ઉપડશે. 2. 19145 સાબરમતી શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ સાબરમતીથી 20.55ની જગ્યાએ 21.35 કલાકે ઉપડશે. 3.78842 ભીલડી જોધપુર ડેમૂ ભીલડીથી 14.45ની જગ્યાએ 15.10 કલાકે ઉપડશે. ટર્મિનલ સ્ટેશન પર સમય પહેલા આવતી ટ્રેનોનું લિસ્ટ 1.12901 દાદર અમદાવાદ ગુજરાત મેલ એક્સપ્રેસ અમદાવાર સ્ટેશન પર 5.50ની જગ્યાએ 5.40એ આવી જશે. 2.19315 ઇન્દોર અસારવા વીરભૂમિ એક્સપ્રેસ અસારવા પર 10.50ની જગ્યાએ 10.15 કલાકે આવી જશે. 3. 69249 સાબરમતી કટોસન રોડ મેમૂ કટોસન રોડ પર 8.05ની જગ્યાએ 7.45 કલાકે આવી જશે. 4. 69207 ગાંધીનગર કેપિટલ વારેઠા મેમૂ ગાંધીનગર કેપિટલ સ્ટેશન પર 20.50ની જગ્યાએ 20.30 કલાકે આવી જશે. આ પણ વાંચોઃ  હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ઠંડીની વચ્ચે વરસાદની કરી આગાહી, કહ્યું, આજે કેટલાક વિસ્તારમાં પડી શકે છે વરસાદ

Read Full Story arrow_forward