android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Patan: ધરવડી ગામે તસ્કરોએ ઘરને નિશાન બનાવ્યું, 1.60 લાખની ચોરી કરી
calendar_today January 1, 2026

Patan: ધરવડી ગામે તસ્કરોએ ઘરને નિશાન બનાવ્યું, 1.60 લાખની ચોરી કરી

રાધનપુર તાલુકાના ધરવડી ગામે પરિવાર સૂતો રહ્યો ને તસ્કરો સોના ચાંદી તેમજ રોકડ રકમની કુલ 1.60 લાખના મતાની ચોરી કરી ચોરટાઓ તેજ ઘડીએ રફુ ચક્કર થઈ ગયા હતા જે બનાવે રાધનપુર પોલીસ મથકે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.શિયાળાની શરૂઆત થતા ની સાથે જ ઠંડીના ચમકારામાં તસ્કરોએ પોતાના કળા નો કસબ અજમાવવાની શરૂઆત કરી નાખી છે. રાધનપુર તાલુકાના ધરવડી ગામે રહેતા ની.ઠાકોર સવજીભાઈ રાઘાભાઈ ગતરોજ રાત્રિના સમયે ઘર બંધ કરીને ઓસરીમાં પરિવાર સાથે સુતા હતા. અને તેવા સમયે તસ્કરોએ અંધારાનો અને એકલતાનો લાભ લઈને ઘરની પાછળના ભાગેની બારી તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો.અને ઘરમાં રહેલ પતરાંની પેટીમાંથી સોના ચાંદીના મળી રૂ. 1.10 લાખ તેમજ રોકડા રૂપિયા 50 ,000 લઈ ને તેજ ઘડી એ રફુચક્કર થઈ ગયા હતા. આમ વહેલી સવારે ઘર માલિક સવજીભાઈ જાગી ને ખેતરે જવા નીકળ્યા હતા અને તેવા સમયે ઘર ની પાછળ જતા ઘરની પાછળ ની બારી તૂટેલ હાલતમાં જોતા ની સાથે જ તેવો તાત્કાલિક પોતાના દીકરા અને પરિવાર ને જગાડી ઘરમાં ચોરી થઈ હોવાનું જણાવી ઘરનું બારણું ખોલાવ્યું હતું ત્યારે ઘરમાં તમામ સમાન વેર વિખેર જોવા મળ્યો હતો અને ઘરમાં રહેલ પેટીઓ તૂટેલ હાલતમાં જોવા મળતા તેઓએ તેજ ઘડીએ રાધનપુર પોલીસને જાણ કરી ઘર માલિકે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Patan: સિદ્ધપુરની એલ. એસ. હાઇસ્કૂલના આચાર્યની ઓફિસમાં મારામારી કરનાર સામે ફરિયાદ
calendar_today January 1, 2026

Patan: સિદ્ધપુરની એલ. એસ. હાઇસ્કૂલના આચાર્યની ઓફિસમાં મારામારી કરનાર સામે ફરિયાદ

સિદ્ધપુર શહેરમાં આવેલી પ્રતિષ્ઠિત LS હાઇસ્કુલમાં શાળાના ચાલુ સમયે સિદ્ધપુરના શંકરપુરા વિસ્તારમાં રહેતા એક વ્યક્તિએ પોતાના અન્ય વ્યક્તિઓ સાથે આચાર્યની ઓફ્સિમાં ઘૂસીને આચાર્ય, શિક્ષિકા અને ક્લાર્કને માર મારતા તેમજ શિક્ષકાના માથાના વાળ ખેંચી છેડતી કરી જાહેર સેવક તરીકેની ફરજમાં રૂકાવટ કરવા બદલ ગુનો નોંધાયો છે.સિદ્ધપુર પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ શહેરની LS હાઇસ્કુલમાં આચાર્ય તરીકે ફરજ બજાવતા મુકેશભાઈ સવજીભાઈ ચૌધરી શાળાના ચાલુ સમયે પોતાની ઓફ્સિમાં ફરજ ઉપરનું કામ કરી રહ્યા હતા તે સમયે સિદ્ધપુર શહેરના શંકરપુરા વિસ્તારમાં રહેતો વિનુ પોપટભાઈ પટણી નામનો વ્યક્તિ પોતાની સાથે કેટલાક માણસોને લઈને તેમની ઓફ્સિમાં ઘૂસી આવ્યો હતો અને કામ કરી રહેલા આચાર્ય મુકેશભાઈ ચૌધરી, એક શિક્ષિકા અને ઇશાકભાઈ સુલેમાની નામના ક્લાર્કને અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપીને માર માર્યો હતો. તેમજ શિક્ષિકાના માથાના વાળ ખેંચીને છેડતી કરી હતી તે સમયે શાળામાંથી અન્ય લોકો દોડી આવ્યા હતા તેમજ શાળાના આચાર્યએ પોલીસને જાણ કરતા પોલીસ પણ શાળામાં આવી પહોંચી હતી જે બાદ આચાર્ય મુકેશભાઈ ચૌધરીની ફરિયાદને આધારે સિદ્ધપુર પોલીસે વિનુ પોપટભાઈ પટણી નામના વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Patan: રાજપુરમાંથી ચાઈનીઝ દોરી સાથે યુવક ઝડપાયો
calendar_today January 1, 2026

Patan: રાજપુરમાંથી ચાઈનીઝ દોરી સાથે યુવક ઝડપાયો

પાટણ તાલુકાના રાજપુર ગામેથી તાલુકા પોલીસે એક યુવકને પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની 4 ફીરકીઓ સાથે ઝડપી તેના વિરુદ્ધ ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી છે. પાટણ તાલુકા પોલીસે રાજપુર ગામમાંથી અનિલજી ભાવુજી ઠાકોર નામના યુવકને પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની ફીરકીઓ સાથે ઝડપી લીધો હતો. અનિલજી ઠાકોર પાસેથી પોલીસે 1000 રૂપિયાની કિંમતની ચાઈનીઝ દોરીની 4 ફીરકીઓ જપ્ત કરી તેના વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથધરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward