Nadiad : નડિયાદમાં ખાણ ખનીજ વિભાગનો સપાટો, વાલ્લા નદી પટમાં પાડ્યા દરોડા
નડિયાદના વાલ્લા ગામ પાસે ગેરકાયદે ખનન કરી રહેલા તત્વો પર ગાંધીનગર ખાણ-ખનીજ વિભાગની ફ્લાઈંગ સ્ક્વોડે લાલ આંખ કરી છે. જોકે, આ કાર્યવાહી દરમિયાન ખનીજ માફિયાઓએ કાયદાનો ડર રાખ્યા વિના સરકારી ટીમ પર હુમલો કર્યો હોવાની માહિતી સામે આવી છે. વાલ્લા નદીના પટમાં મોટા પાયે ગેરકાયદે ખોદકામ ચાલી રહ્યું છે. ટીમે ત્રાટકીને સ્થળ પરથી એક હિટાચી મશીન અને બે ડમ્પર ઝડપી લીધા હતા. આ તમામ મુદ્દામાલ સીઝ કરીને નડિયાદ સરદાર ભવન કચેરી ખાતે લાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. ખનીજ માફિયાએ નાસવાનો પ્રયાસ કર્યો ફિલ્મી ઢબે નાસવાનો પ્રયાસ અને અકસ્માત જ્યારે પકડાયેલા વાહનોને કચેરી ખાતે લાવવામાં આવી રહ્યા હતા, ત્યારે ખનીજ માફિયાઓએ ટીમ પર હુમલો કરી ડમ્પર લઈને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. નડિયાદ બિલોદરા જેલથી મરીડા તરફના રોડ પર ડમ્પર ચાલકે બેફામ ગતિએ વાહન હંકારી રોડની રેલિંગ તોડી નાખી હતી. આ દરમિયાન ડમ્પર રસ્તા પર આવેલા ઇલેક્ટ્રિક વીજ પોલ અને ડીપી (DP) સાથે જોરદાર રીતે અથડાયું હતું, જેના કારણે વીજ પોલ ધરાશાયી થઈ ગયો હતો. ટીમ પર હુમલો કરનારા લોકો પર કડક કાર્યવાહી કરાશે તંત્રની કાયદેસરની કાર્યવાહી આ અકસ્માત બાદ MGVCLપણ હરકતમાં આવી છે અને વીજ માળખાને થયેલા નુકસાન બદલ કાયદેસરની નાણાં વસૂલાતની કાર્યવાહી શરૂ કરી છે. બીજી તરફ, ખાણ-ખનીજ વિભાગે તમામ વાહનોને નડિયાદ સરદાર ભવન ખાતે સીઝ કરીને મૂકી દીધા છે. હુમલો કરનાર અને સરકારી કામમાં અવરોધ ઊભો કરનાર તત્વો સામે ગાંધીનગર ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ પણ વાંચોઃ Ahmedabad Gandhinagar હાઇવે પર અક્સ્માત, ઉભેલી કારમાં લાગી ભીષણ આગ
Read Full Story arrow_forward