android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot News: ફરિયાદના બદલામાં રાજકોટના યુવાનને મળી ધમકી, યુવકે ઘટનાનો વીડિયો બનાવી કર્યો વાયરલ
calendar_today January 1, 2026

Rajkot News: ફરિયાદના બદલામાં રાજકોટના યુવાનને મળી ધમકી, યુવકે ઘટનાનો વીડિયો બનાવી કર્યો વાયરલ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચલાવવામાં આવતી સિટી બસ સેવા ઘણીવાર અનિયમિતતાને કારણે વિવાદોમાં રહે છે. તાજેતરમાં રાજકોટના અક્ષય કંસારા નામના એક મુસાફર સાથે બનેલી ઘટનાએ સોશિયલ મીડિયામાં ચર્ચાઓ જગાવી છે. સિટી બસમાં મુસાફરી કરતા અક્ષય કંસારાએ કરેલી બસની અનિયમિતતાની ફરિયાદની સામે ધમકી ભર્યો ફોન આવવા લાગ્યો. મળતી વધુ વિગત પ્રમાણે અક્ષય કંસારાને પ્રજાપતિ ચોકથી મહિકા ગામ જવા માટે સિટી બસ પકડવાની હતી. જોકે, બસ નિર્ધારિત સમય કરતાં ઘણી મોડી પડી હતી. એક જાગૃત નાગરિક તરીકે રહેવાસી અક્ષયે બસની આ અનિયમિતતા અંગે તંત્રમાં ફરિયાદ નોંધાવી હતી. સામાન્ય રીતે ફરિયાદ બાદ કોઇ નિરાકરણને બદલે અહિયા ઉલટું જ જોવા મળ્યુ. અક્ષયને આ ફરિયાદની સામે ધમકી ભર્યા ફોન આવવા લાગ્યા.અક્ષયે પોતાની સાથે બનેલી ઘટનાનો વીડિયો પણ વાયરલ કર્યો છે. ઘટનાનો વીડિયો વાયરલ ફરિયાદ કર્યાના થોડા જ સમયમાં અક્ષયને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ બસ મોડી પડવાની ફરિયાદ કરવા બદલ અક્ષયને ગંભીર ધમકીઓ આપી હતી. આ ઘટનાથી ડરવાને બદલે અક્ષયે હિંમત બતાવી અને જે નંબર પરથી ધમકી મળી હતી તે નંબર જાહેર કર્યો હતો. સાથોસાથ પોતાની સાથે બનેલી આ સમગ્ર આપવીતીનો એક વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો છે. તંત્ર સામે સવાલો આ ઘટનાએ અનેક ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. શું સામાન્ય જનતાને પ્રાથમિક સુવિધાઓ વિશે ફરિયાદ કરવાનો પણ અધિકાર નથી? મુસાફરનો નંબર ધમકી આપનાર વ્યક્તિ પાસે કેવી રીતે પહોંચ્યો? શું મનપાના કર્મચારીઓ કે કોન્ટ્રાક્ટર સાથે ધમકી આપનાર વ્યક્તિના કોઈ તાર જોડાયેલા છે? હાલમાં આ વીડિયો વાઇરલ થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તંત્ર આ મામલે તપાસ કરી જવાબદારો સામે પગલાં ભરે તેવી માંગ ઉઠી છે. આ પણ વાંચોઃ Ahmedabad News : 30 લાખ ફૂલો સાથે ફ્લાવર શોએ સતત ત્રીજા વર્ષે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં મેળવ્યું સ્થાન

Read Full Story arrow_forward
Suratના લિંબાયતમાં 31 ડિસેમ્બરની રાત્રે ખેલાયેલા ખૂની ખેલ મામલે હત્યાના મુખ્ય સૂત્રધાર સહિત 5 લોકોની ધરપકડ
calendar_today January 1, 2026

Suratના લિંબાયતમાં 31 ડિસેમ્બરની રાત્રે ખેલાયેલા ખૂની ખેલ મામલે હત્યાના મુખ્ય સૂત્રધાર સહિત 5 લોકોની ધરપકડ

જ્યારે આખું શહેર 31 ડિસેમ્બરની રાત્રે નવા વર્ષની ઉજવણીમાં મગ્ન હતું અને પોલીસ નશાખોરો સામે કડક કાર્યવાહી કરી રહી હતી, ત્યારે લિંબાયત વિસ્તારની આશાપુરી સોસાયટી પાસે એક સનસનીખેજ હત્યાની ઘટના બની હતી. 24 વર્ષીય જયેશ પટેલ નામના યુવકની નિર્મમ હત્યા બાદ લિંબાયત પોલીસે તાત્કાલિક એક્શન મોડમાં આવી ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી વિશાલ વાઘ સહિત પાંચ શખ્સોની ધરપકડ કરી છે.મિત્રની હત્યાનો બદલો લેવા ખેલાયો ખૂની ખેલ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, હત્યા પાછળ જૂની અદાવત અને પ્રતિશોધની ભાવના હતી. મુખ્ય આરોપી વિશાલ વાઘની નજર જ્યારે જયેશ પટેલ પર પડી, ત્યારે તેને જૂની અદાવત યાદ આવી ગઈ હતી. વિશાલે કબૂલાત કરી કે વર્ષ 2020માં જયેશે તેમના મિત્ર ગણેશની હત્યા કરી હતી. આ ઉપરાંત, જયેશે વિશાલની માતા વિશે અભદ્ર ગાળો આપી હતી. આ બાબતે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને ઉશ્કેરાયેલા વિશાલ વાઘ અને ઓમ ગીરાશેએ જયેશ પર ચાકુ વડે હુમલો કરી તેને મોતને ઘાટ ઉતાર્યો હતો. ઝડપાયેલા આરોપીઓ અને ગુનાહિત ઇતિહાસ પોલીસે આ કેસમાં વિશાલ વાઘ, ઓમ ગીરાશે, હીરા નિગમ, નરોજ યાદવ અને ઐયાસ ઉર્ફે યુસુફની ધરપકડ કરી છે. મુખ્ય આરોપી વિશાલ વાઘ: તેની સામે અગાઉ મારામારી, ખંડણી, છેતરપિંડી અને ધાકધમકી જેવા કુલ 14 જેટલા ગુના શહેરના અલગ-અલગ પોલીસ મથકોમાં નોંધાયેલા છે. મૃતક જયેશ પટેલ: જયેશ પોતે પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હતો. તેના પર 2020માં હત્યાનો ગુનો નોંધાયો હતો અને તે ગુજસીટોક (GUJCTOC) ના ગુનામાં પણ સંડોવાયેલો હતો. તેની સામે પણ અગાઉ 6 જેટલા ગુના નોંધાયા હતા. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરીઆ કેસમાં હજુ પણ એક આરોપી પોલીસ પકડથી દૂર છે, જેને પકડવા માટે લિંબાયત પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનાએ ફરી એકવાર શહેરના લિંબાયત વિસ્તારમાં અસામાજિક તત્વો વચ્ચે ચાલતી જૂની અદાવતો અને ગેંગવોર જેવી સ્થિતિને સપાટી પર લાવી દીધી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surat News: કુખ્યાત ખંડણીખોર અભી વોરા ઝડપાયો
calendar_today January 1, 2026

Surat News: કુખ્યાત ખંડણીખોર અભી વોરા ઝડપાયો

સુરત શહેરમાં RTI ના કાયદાનો દુરૂપયોગ કરી ખંડણી માંગવાના ગુનામાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપીને પકડવામાં ચોકબજાર પોલીસને મોટી સફળતા મળી છે. ઉધના અને ચોકબજાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ખંડણીના ગુનામાં સંડોવાયેલા આરોપી અભિષેક ઉર્ફે અભી લલિતભાઈ વોરાને સર્વેલન્સ ટીમ દ્વારા બાતમીના આધારે ઝડપી લેવામાં આવ્યો છે.શું હતો સમગ્ર મામલો? મળતી માહિતી અનુસાર, આરોપી અભિષેક વોરા RTI હેઠળ વિવિધ સરકારી કચેરીઓ અને પોલીસ સ્ટેશનોમાં અરજીઓ કરી માહિતી માંગતો હતો. આ માહિતીનો ઉપયોગ તે સંબંધિત વ્યક્તિઓ કે સંસ્થાઓને ડરાવવા અને તેમની પાસેથી ગેરકાયદેસર રીતે નાણાં (ખંડણી) પડાવવા માટે કરતો હતો. આ મામલે તેની સામે ઉધના અને ચોકબજાર પોલીસ સ્ટેશનમાં ગંભીર કલમો હેઠળ ગુના નોંધાયા હતા. ગુનો નોંધાયા બાદ ધરપકડથી બચવા માટે આરોપી સતત પોતાની ઓળખ છુપાવી નાસતો ફરતો હતો. ચોકબજાર પોલીસની સફળ કામગીરી સુરત શહેર પોલીસ કમિશનરની સૂચના મુજબ નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત ચોકબજાર પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ સક્રિય હતી. ચોકબજાર સર્વેલન્સ ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે, ખંડણીના ગુનાનો વોન્ટેડ આરોપી અભિષેક વોરા ચોક્કસ વિસ્તારમાં અવરજવર કરી રહ્યો છે. આ બાતમીના આધારે ટીમે વોચ ગોઠવી તેને કોર્ડન કરી ઝડપી લીધો હતો. પોલીસ તપાસ તેજ આરોપીની ધરપકડ બાદ પોલીસે તેની સઘન પૂછપરછ હાથ ધરી છે. RTI ની આડમાં તેણે અન્ય કેટલા લોકોને શિકાર બનાવ્યા છે, અને તેની સાથે અન્ય કોઈ શખ્સો સામેલ છે કે કેમ, તે દિશામાં પણ તપાસ લંબાવવામાં આવી છે. ઉધના પોલીસને પણ આ ધરપકડ અંગે જાણ કરવામાં આવી છે, જેથી તેઓ પણ પોતાના ગુનાની તપાસ આગળ વધારી શકે.આ પણ વાંચો - Surat પોલીસે15 ગ્રામ MD ડ્રગ્સ સાથે રીઢા ગુનેગારની કરી ધરપકડ

Read Full Story arrow_forward