android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
World News : શ્રીલંકાએ ભારતના વોરશિપને કર્યું સન્માનિત, ચક્રવાત દિતવાહમાં કરી હતી મદદ
calendar_today January 1, 2026

World News : શ્રીલંકાએ ભારતના વોરશિપને કર્યું સન્માનિત, ચક્રવાત દિતવાહમાં કરી હતી મદદ

શ્રીલંકાએ નવેમ્બર 2025માં ચક્રવાત દિતાવાહ પછી રાહત અને બચાવ કામગીરીમાં મદદ કરનાર ભારતીય નૌકાદળ અને અન્ય દેશોના 8 જહાજોનું સન્માન કર્યું છે. આ કુદરતી આફતમાં 600થી વધુ લોકો માર્યા ગયા હતા અને પૂર, ભૂસ્ખલન અને દેશભરમાં માળખાગત સુવિધાઓને ભારે નુકસાન થયું હતું.INS વિક્રાંત અને INS ઉદયગિરી મદદ માટે પહોંચ્યા હતા શ્રીલંકાના વડાપ્રધાન હરિણી અમરસુરિયાએ સંબંધિત દેશોના રાજદ્વારી અધિકારીઓનો વ્યક્તિગત રીતે આભાર માન્યો. ભારતીય નૌકાદળના વિમાનવાહક જહાજ INS વિક્રાંત અને ફ્રિગેટ INS ઉદયગિરી રાહત પ્રયાસોમાં સૌપ્રથમ પ્રતિભાવ આપવા માટે આવ્યા હતા. આ જહાજો અને તેમના હેલિકોપ્ટરોએ અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત પુરવઠો પહોંચાડવામાં અને બચાવ કામગીરીમાં મદદ કરી. ભારતે દવાઓ અને તબીબી ઉપકરણો મોકલ્યા ચક્રવાત સમયે, આંતરરાષ્ટ્રીય ફ્લીટ રિવ્યૂ 2025માં ભાગ લેવા માટે 8 વિદેશી યુદ્ધ જહાજો પહેલાથી જ શ્રીલંકામાં હતા. આપત્તિએ તાત્કાલિક આ જહાજોને રાહત કામગીરી માટે મોકલ્યા. ભારતીય જહાજો અને હેલિકોપ્ટરોએ અસરગ્રસ્ત વિસ્તારોમાં રાશન, તંબુ, તાડપત્રી, સ્વચ્છતા કીટ, આવશ્યક કપડાં અને પાણી શુદ્ધિકરણ કીટ જેવી રાહત સામગ્રી પહોંચાડી. આ ઉપરાંત 14.5 ટન દવાઓ અને તબીબી સાધનો, 60 ટન અન્ય સાધનો પણ મોકલવામાં આવ્યા હતા. ભારતીય વાયુસેનાના Mi-17 હેલિકોપ્ટર બે અઠવાડિયાથી વધુ સમયથી રાહત અને બચાવ કામગીરીમાં સક્રિય હતા. કોલંબોમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર (DMC) અનુસાર, 16 નવેમ્બરથી અત્યાર સુધીમાં 644 લોકો માર્યા ગયા છે, અને 175 હજુ પણ ગુમ છે. ભારત શ્રીલંકાને રાહત પેકેજ પૂરું પાડે છે ભારતે 23 ડિસેમ્બર, 2025 ના રોજ શ્રીલંકા માટે US$450 મિલિયનના પુનર્નિર્માણ પેકેજની પણ જાહેરાત કરી હતી . આમાં US$350 મિલિયન ગ્રાન્ટ-આધારિત લાઇન ઓફ ક્રેડિટ અને US$100 મિલિયન ગ્રાન્ટનો સમાવેશ થાય છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે શ્રીલંકાના ટોચના નેતાઓ સાથે મુલાકાત કરી હતી અને તેમને કોલંબોના પુનઃનિર્માણ માટે ભારતની પ્રતિબદ્ધતાની ખાતરી આપી હતી. આનાથી અસરગ્રસ્ત લોકોને આશા અને ટેકો મળ્યો હતો.આ પણ વાંચો: Bangladesh Election 2026: તારિક રહેમાનના બાંગ્લાદેશ પ્રવેશથી જમાત-એ-ઇસ્લામીની વધી મુશ્કેલી, પાર્ટીને બચાવવા યોજના તૈયાર

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : અમદાવાદના ફ્લાવર શોને સતત ત્રીજી વખત ગીનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું
calendar_today January 1, 2026

Gujarat Latest News Live : અમદાવાદના ફ્લાવર શોને સતત ત્રીજી વખત ગીનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 01 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Arvalli News: મોડાસા બાયપાસ પર સ્કૂટરમાં ભભૂકી આગ
calendar_today January 1, 2026

Arvalli News: મોડાસા બાયપાસ પર સ્કૂટરમાં ભભૂકી આગ

અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસાના બાયપાસ સ્ટેટ હાઈવે પર આજે એકાએક આગની ઘટના બનતા ભારે ચકચાર મચી ગઈ હતી. મોડાસા બાયપાસ પર આવેલી યુનિટી હોસ્પિટલ નજીક એક મોપેડમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી સર્જાઈ હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા સ્ટેટ હાઈવે પરથી પસાર થતા વાહનચાલકોમાં પણ ફાળ પડી હતી.ગેરેજ પર જતા જ આગ લાગી ઘટનાની મળતી માહિતી અનુસાર, અરવલ્લી જિલ્લાના મોડાસા બાયપાસ સ્ટેટ હાઈવે પર સ્કૂટર સવાર યુવક પોતાનું વાહન લઈને જઈ રહ્યો હતો, ત્યારે અચાનક સ્કૂટરમાં કોઈ ખામી સર્જાતા તે બંધ પડી ગયું હતું. વાહન ચાલુ ન થતા ચાલકે તેને યુનિટી હોસ્પિટલ પાસે સુરક્ષિત રીતે સાઈડમાં પાર્ક કર્યું હતું. ત્યારબાદ ચાલક નજીકમાં આવેલા ગેરેજ પર મેકેનિકને બોલાવવા માટે ગયો હતો. હજુ તો ચાલક થોડે દૂર જ પહોંચ્યો હતો, ત્યાં જ પાર્ક કરેલા સ્કૂટરમાંથી એકાએક ધુમાડા નીકળવા લાગ્યા હતા અને જોતજોતામાં આગની જ્વાળાઓ ભભૂકી ઉઠી હતી. શોર્ટ સર્કિટનું અનુમાન આગની ઘટનાને પગલે હાઈવે પર લોકોના ટોળેટોળાં એકઠા થઈ ગયા હતા. આગ એટલી ઝડપથી પ્રસરી હતી કે, જોતજોતામાં આખું સ્કૂટર બળીને ખાખ થઈ ગયું હતું. પ્રાથમિક દ્રષ્ટિએ વાહનમાં વાયરિંગમાં થયેલા શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સદનસીબે, ચાલક વાહન પાસે ન હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ માલસામાનનું નુકસાન થયું હતું. સ્થાનિકોમાં ફફડાટ ભરચક એવા બાયપાસ રોડ પર ધોળા દિવસે લાગેલી આગને કારણે થોડીવાર માટે ટ્રાફિક પણ પ્રભાવિત થયો હતો. હોસ્પિટલ જેવા સંવેદનશીલ વિસ્તાર પાસે આ ઘટના બની હોવાથી લોકોમાં ચિંતા જોવા મળી હતી. ઘટનાની જાણ થતા આસપાસના લોકોએ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં વાહન સંપૂર્ણપણે નષ્ટ પામ્યું હતું. આ પણ વાંચો - Arvalli: જિલ્લામાં બેફામ ચાલતા ખનનથી પર્વતમાળાને બચાવવા કલેક્ટરને આવેદનપત્ર

Read Full Story arrow_forward