android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat News: ચોક બજારમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો
calendar_today January 1, 2026

Surat News: ચોક બજારમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો

સુરત શહેરના ચોક બજાર વિસ્તારમાં બે મહિના અગાઉ મળેલી એક બિનવારસી મૃતદેહનો ભેદ ઉકેલવામાં સુરત પોલીસને મોટી સફળતા મળી છે. મોબાઈલ લૂંટવા આવેલા શખ્સને પાઠ ભણાવવા જતાં તેની હત્યા કરનાર આરોપી ગણેશ પોલયની પોલીસે ધરપકડ કરી છે. આ સમગ્ર મામલો સીસીટીવી ફૂટેજ અને પોસ્ટ મોર્ટમ રિપોર્ટના આધારે ઉકેલાયો છે.ઘટનાની વિગત ગત 24 ઓક્ટોબર, 2025ના રોજ ચોક બજારના રહેમત નગર ઇન્ડસ્ટ્રીઝ પાસે એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. શરૂઆતમાં આ મામલો કુદરતી મૃત્યુ જેવો લાગતો હતો, પરંતુ પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો કે યુવકનું મોત ગંભીર ઈજાઓ થવાને કારણે એટલે કે હત્યાથી થયું છે. આ રિપોર્ટ બાદ ચોક બજાર પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. તપાસ અને ખુલાસો પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસ્યા અને શંકાસ્પદ લોકોની પૂછપરછ શરૂ કરી હતી. તપાસ દરમિયાન ગણેશ પોલય નામનો વ્યક્તિ પોલીસના રડારમાં આવ્યો હતો. પોલીસની કડક પૂછપરછમાં ગણેશે ગુનાની કબૂલાત કરતા જણાવ્યું કે, તે જ્યારે ઇન્ડસ્ટ્રીઝ પાસે ઉભો હતો ત્યારે મૃતક યુવક તેની પાસે આવ્યો હતો અને તેનો મોબાઈલ ઝૂંટવવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં, યુવકે ગણેશને બિભત્સ ગાળો પણ આપી હતી. મોબાઇલ લૂંટવાના પ્રયાસમાં યુવકની હત્યા જે કારણે ગણેશે ઉશ્કેરાઈ ગયો હતો. આ દરમિયાન ગણેશે નજીકમાં પડેલા લાકડાના ફટકા વડે યુવક પર હુમલો કરી દીધો હતો. આ હુમલામાં યુવકનું મોત નીપજ્યું હતું. આ યુવકની હત્યા કર્યા બાદ આરોપી ગણેશ શાંતિથી પોતાના કામ પર જતો રહ્યો હતો. આરોપીએ પોતે જ 108 બોલાવીને પોલીસને ગેરમાર્ગે દોરી હત્યા કર્યા બાદ ગણેશ બીજા દિવસે સવારે ફરી એ જ સ્થળે આવ્યો હતો. યુવકને મૃત હાલતમાં જોઈને તેણે પોતે જ 108 એમ્બ્યુલન્સને ફોન કરી જાણ કરી હતી, જેથી કોઈને તેના પર શંકા ન જાય. જોકે, પોલીસની ઝીણવટભરી તપાસ અને સીસીટીવીમાં દેખાયેલી હિલચાલને કારણે આરોપીનો આ ખેલ લાંબો સમય ચાલ્યો નહીં. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ પણ વાંચો - Surat News: 600 લોકો દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા

Read Full Story arrow_forward
Gujarat News: રાજ્યમાં પાંચ વર્ષમાં 6.33 લાખ રેશનકાર્ડ રદ કરાયા, જાણો હાલ કેટલા ચાલુ છે
calendar_today January 1, 2026

Gujarat News: રાજ્યમાં પાંચ વર્ષમાં 6.33 લાખ રેશનકાર્ડ રદ કરાયા, જાણો હાલ કેટલા ચાલુ છે

ગુજરાતમાં રેશનકાર્ડ મુદ્દે રાજ્યસભામાં વિગતો જાહેર થઈ હતી. રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં 6.33 લાખ રેશનકાર્ડ રદ કરવામાં આવ્યા છે. હાલ રાજ્યમાં 75.17 લાખ રેશનકાર્ડ સક્રિય છે. રાજ્ય સભામાં ઓક્ટોબર 2025 સુધી રદ થયેલા રેશનકાર્ડના આંકડા પણ જાહેર કરાયા હતાં. ઓક્ટોબર 2025 સુધીના આંકડા રજૂ કરવામાં આવ્યા ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં 6.33 લાખ કરતાં વધુ રેશન કાર્ડ રદ થયાં છે. રેશન કાર્ડ રદ થવા અંગેની વિગતો રાજ્યસભામાં જાહેર કરવામાં આવી હતી. હાલમાં રાજ્યમાં 75.17 લાખ રેશનકાર્ડ સક્રિય છે. વર્ષ 2020માં 47936, વર્ષ 2021માં 2.19 લાખ, વર્ષ 2022માં 1.32 લાખ, વર્ષ 2023માં 1.35 લાખ, વર્ષ 2024માં 30889 અને વર્ષ 2025માં 69102 રેશનકાર્ડ બંધ થયા હોવાનું સામે આવ્યું છે. રાજ્યસભામાં ઓક્ટોબર 2025 સુધીના આંકડા રજૂ કરવામાં આવ્યા છે. અનાજ ગરીબો સુધી પહોંચે તે માટે પહેલ દેશમાં સરકાર દ્વારા દરેક નાગરિકને રેશનકાર્ડ માટે ઈ કેવાયસી કરાવવું ફરજિયાત કરાયું હતું. સરકારે આ માટે સમયમર્યાદામાં પણ વધારો કરાયો હતો. પરંતુ ઘણા રેશનકાર્ડ ધારકોએ સરકારના આદેશ છતાં કેવાયસી કરાવ્યું નહોતુ. આ ઉપરાંત દેશમાં નકલી રેશનકાર્ડ દ્વારા પણ સરકારની ખાદ્ય યોજનાઓનો લાભ લોકો દ્વારા લેવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું. જેથી સરકારે ભૂતિયા રેશનકાર્ડ રદ કરી અનાજ ગરીબો સુધી પહોંચે તે માટે પહેલ કરી હતી.આ પણ વાંચોઃ Patan માં ઠાકોર સમાજની બેઠક, કુરિવાજોને દૂર કરવા લેવાયા આ અનેક મહત્વપૂર્ણ નિર્ણયો

Read Full Story arrow_forward
Bhavnagar News : ભાવનગર અમદાવાદ નેશનલ હાઇવે પર બેફામ દોડતા ટ્રકે સગર્ભા મહિલાનો લીધો જીવ
calendar_today January 1, 2026

Bhavnagar News : ભાવનગર અમદાવાદ નેશનલ હાઇવે પર બેફામ દોડતા ટ્રકે સગર્ભા મહિલાનો લીધો જીવ

ભાવનગર-અમદાવાદ નેશનલ હાઈવે પર ટ્રક ચાલકો વધુ બેફામ બન્યા છે. ભાવનગર અમદાવાદ હાઇવે ફરી એકવાર લોહીથી ખરડાયો છે. એક તરફ રાજ્ય સરકાર માર્ગ સલામતીના દાવા કરે છે, ત્યારે બીજી તરફ બેફામ દોડતા ભારે વાહનો માસૂમ લોકોનો ભોગ લઈ રહ્યા છે. તાજેતરમાં બનેલી આ ઘટનામાં એક સગર્ભા મહિલાનું કરુણ મોત નીપજ્યું છે, જેના કારણે સ્થાનિક પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. સગર્ભા મહિલા ભોગ બની મળતી માહિતી મુજબ ભોગ બનનાર મહિલા સગર્ભા હતી અને તે ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે પોતાના નિયમિત મેડિકલ ચેકઅપ માટે આવી હતી. હોસ્પિટલનું કામ પતાવીને તે પરત ઘરે જવા માટે નીકળી હતી. તે જગ્યા પર વાહનની રાહ જોતી વખતે ફૂટપાઠ પર બેઠી હતી.તે સમયે પુરપાટ ઝડપે આવી રહેલા એક ટ્રેક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને ફુટપાથ પર બેઠેલી મહિલાને જોરદાર ટક્કર મારી હવામાં ફંગોળી હતી. આ ઘટનામાં મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યુ હતુ. માનવતા નેવે મૂકી ડ્રાઈવર ફરાર અકસ્માત એટલો ભયાનક હતો કે ગંભીર ઇજાઓને કારણે મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યુ હતુ. અકસ્માત સજર્યા બાદ ટ્રાક ચાલકે ઉભા રહીને મહિલાને મદદ કરવાને બદલે માનવતા નેવે મૂકી તે ટ્રક ઘટના સ્થળે જ મૂકી ને ફરાર થઇ ગયો હતો. 'હિટ એન્ડ રન'ની આ ઘટનાઓ ડ્રાઈવરોની બેદરકારી અને બેફામ ડ્રાઇવિંગને છતું કરે છે. પોલીસે ફરાર ટ્રક ડ્રાઇવરની શોધખોળ શરૂ કરી આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો એકઠા થઇ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે મૃતક મહિલાનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડી ફરાર ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે. આ ઘટનામાં માત્ર એક મહિલાનો જીવ ગયો નથી પરંતુ તેના ગર્ભમાં ઉછરી રહેલા માસૂમનો પણ જીવ ગયો છે.આ પણ વાંચોઃ Panchmahal News : વર્ષ 2026ના પહેલા દિવસે ઘોઘંબા તાલુકા પંચાયત કચેરીનો કરાર આધારીત કોમ્પુયટર ઓપરેટર રૂ.2 હજારની લાંચ લેતા ઝડપાયો

Read Full Story arrow_forward