android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Anand News: હેરાન નહીં કરવા માટે માંગી 40 હજારની લાંચ, રંગે હાથે લાંચિયો આંકલાવ PI રાજદીપસિંહ વનાર ઝડપાયો
calendar_today October 22, 2026

Anand News: હેરાન નહીં કરવા માટે માંગી 40 હજારની લાંચ, રંગે હાથે લાંચિયો આંકલાવ PI રાજદીપસિંહ વનાર ઝડપાયો

રાજ્યમાં ભ્રષ્ટાચાર નાબૂદી માટે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા સતત સપાટો બોલાવવામાં આવી રહ્યો છે. આણંદ જિલ્લામાંથી એક મોટો ભ્રષ્ટાચારનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં કાયદાના રક્ષક ગણાતા પોલીસ ઇન્સ્પેક્ટર પોતે જ લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા છે. આ ઘટનાને પગલે આણંદ પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે.હેરાન નહીં કરવાના બદલામાં માંગી હતી 40 હજારની લાંચમળતી વિગતો અનુસાર, આંકલાવ પોલીસ મથકમાં ફરજ બજાવતા પીઆઈ રાજદીપસિંહ વનારે એક નાગરિક પાસે કાયદાકીય કે અન્ય બાબતે હેરાન-પરેશાન નહીં કરવાના બદલામાં રૂ. 40,000 ની લાંચની માંગણી કરી હતી. અરજદાર લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે આ અંગે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) નો સંપર્ક કરી સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હતી.આણંદ એસીબી પીઆઈ આર. એન. વિરાણીએ ગોઠવી સફળ ટ્રેપફરિયાદના આધારે આણંદ એસીબી પીઆઈ આર. એન. વિરાણી અને તેમની ટીમે આંકલાવ પોલીસ સ્ટેશન ખાતે જ લાંચનું આયોજનબદ્ધ છટકું ગોઠવ્યું હતું. આંકલાવ પોલીસ મથકમાં જ જ્યારે પીઆઈ રાજદીપસિંહ વનાર નક્કી થયા મુજબ રૂ. 40000 ની લાંચની રકમ સ્વીકારી રહ્યા હતા, ત્યારે એસીબીની ટીમે દરોડો પાડીને તેમને રંગે હાથે પકડી પાડ્યા હતા.કાયદાકીય કાર્યવાહી અને આગળની તપાસએસીબીની ટીમે લાંચિયા પીઆઈ રાજદીપસિંહ વનારની અટકાયત કરી આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ મથકમાં જ ઉચ્ચ અધિકારી લાંચ લેતા ઝડપાતા અન્ય કર્મચારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. એસીબી દ્વારા આરોપીના રહેણાંક સ્થાન તેમજ અન્ય મિલકતો અંગે પણ તપાસ લંબાવવામાં આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.આ પણ વાંચો: Khambhat : 12 ગુનામાં વોન્ટેડ કુખ્યાત આરોપી આશીફ રૂપાલ હથિયાર સાથે આખરે ઝડપાયો

Read Full Story arrow_forward
Gujarat Government: મંત્રીઓની સ્થાયી પરામર્શ સમિતિઓમાં ફેરફાર, જાણો કોને કોને મળ્યું સ્થાન?
calendar_today October 22, 2026

Gujarat Government: મંત્રીઓની સ્થાયી પરામર્શ સમિતિઓમાં ફેરફાર, જાણો કોને કોને મળ્યું સ્થાન?

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના મંત્રીઓની અધ્યક્ષતામાં કાર્યરત વિવિધ સ્થાયી પરામર્શ સમિતિઓ માળખાકીય ફેરફારો કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા આ સમિતિઓમાં નવા આમંત્રિત સભ્યો તરીકે સંસદ સભ્યોની નિમણૂક કરવામાં આવી છે. વહીવટી અને નીતિવિષયક સલાહ-સૂચનો આપવા માટે આ સમિતિઓ અત્યંત મહત્વની ભૂમિકા ભજવતી હોય છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પરામર્શ સમિતિમાં ફેરફારમુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતાવાળી સ્થાયી પરામર્શ સમિતિમાં મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે.નરહરિ અમીનના સ્થાને જીતેન્દ્ર કણઝારીયાને આમંત્રિત સંસદ સભ્ય તરીકે સ્થાન આપવામાં આવ્યું છે.આ ઉપરાંત, શક્તિસિંહ ગોહિલના સ્થાને રાજેશ શુક્લની નવા આમંત્રિત સભ્ય તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.અર્જુનભાઈ મોઢવાડિયા અને રમણભાઈ સોલંકીની સમિતિઓમાં નવી નિમણૂકરાજ્યના અન્ય મંત્રીઓની અધ્યક્ષતા વાળી પરામર્શ સમિતિઓમાં પણ સંસદ સભ્યોની ફેરબદલ કરવામાં આવી છે:અર્જુનભાઈ મોઢવાડિયાની પરામર્શ સમિતિ: રમીલાબેન બારાના સ્થાને મુકેશભાઈ રાઠવાનો આમંત્રિત સભ્ય તરીકે સમાવેશ કરાયો છે.રમણભાઈ સોલંકીની પરામર્શ સમિતિ: રામભાઈ મોકરીયાના સ્થાને માનસિંહ પરમારની આમંત્રિત સભ્ય તરીકે પસંદગી કરવામાં આવી છે.સમિતિઓની કામગીરી વધુ વેગવંતી બનશેસરકાર દ્વારા લેવાયેલા આ આંતરિક ફેરફારો પાછળ વિવિધ વિભાગોની સમીક્ષા અને નીતિગત બાબતોમાં પરામર્શ પ્રક્રિયાને વધુ સઘન બનાવવાનો હેતુ રહેલો છે. નવા નિમણૂક પામેલા સભ્યો પોતપોતાની સમિતિઓમાં સરકારના વિકાસલક્ષી કાર્યોમાં મહત્વનું યોગદાન પૂરું પાડશે.સમિતિઓની ભૂમિકા અને મહત્વરાજ્ય સરકારના વિવિધ વિભાગોની કામગીરી વધુ પારદર્શી, ઝડપી અને પ્રજાભિમુખ બને તે માટે સ્થાયી પરામર્શ સમિતિઓ રચવામાં આવે છે. પ્રતિનિધિઓ તરીકે નવા સંસદ સભ્યોનો સમાવેશ થવાથી સ્થાનિક અને પ્રાદેશિક મુદ્દાઓ તેમજ પ્રજાકીય પ્રશ્નોને મંત્રીઓ સમક્ષ વધુ અસરકારક રીતે રજૂ કરી શકાશે.આ પણ વાંચો: Vibrant Gujarat Summit: હર્ષ સંઘવીના નેતૃત્વમાં ગુજરાતનું ડેલિગેશન દક્ષિણ કોરિયા પહોંચ્યું, ટેક્સટાઈલ ક્ષેત્રે મોટા રોકાણના એંધાણ!

Read Full Story arrow_forward
23 October Top News: PM મોદીનો કાર્યક્રમ, SIR સામે દેશવ્યાપી વિરોધ અને કોંગ્રેસની બેઠક
calendar_today October 22, 2026

23 October Top News: PM મોદીનો કાર્યક્રમ, SIR સામે દેશવ્યાપી વિરોધ અને કોંગ્રેસની બેઠક

23 ઓક્ટોબરના દિવસે દેશભરમાં રાજકીય અને સામાજિક ક્ષેત્રે અનેક મહત્વપૂર્ણ કાર્યક્રમો યોજાવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીમાં વૈશ્વિક સંમેલનનું ઉદ્ઘાટન કરશે, જ્યારે એસઆઈઆર પ્રક્રિયાના વિરોધમાં દેશવ્યાપી પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત કોંગ્રેસની બેઠક, ભાજપના સંગઠનાત્મક કાર્યક્રમો અને ભારત-પોલેન્ડ વેપાર મંચ પર પણ નજર રહેશે.PM મોદી ‘ચિન્મય અમૃત મહોત્સવ’નું ઉદ્ઘાટન કરશેવડાપ્રધાન નરેન્દ્ર મોદી 23 ઓક્ટોબરે સવારે 11 વાગ્યે દિલ્હીના ભારત મંડપમ ખાતે ‘ચિન્મય અમૃત મહોત્સવ વૈશ્વિક સંમેલન’નું ઉદ્ઘાટન કરશે અને સભાને સંબોધિત કરશે. 3 દિવસ ચાલનારા આ સંમેલનમાં દુનિયાભરમાંથી આશરે 9,000 લોકો ભાગ લેવાના છે.SIRના વિરોધમાં દેશવ્યાપી પ્રદર્શનમતદાર યાદીની ખાસ સઘન સુધારણા પ્રક્રિયા એટલે કે એસઆઈઆરના વિરોધમાં 23 ઓક્ટોબરે દેશવ્યાપી પ્રદર્શન યોજાવાનું છે. ‘પીપલ અગેન્સ્ટ એસઆઈઆર’ ગઠબંધન દ્વારા આયોજિત આ પ્રદર્શનમાં રાજકીય અર્થશાસ્ત્રી પરકલા પ્રભાકર અને અભિનેતા-કાર્યકર પ્રકાશ રાજ સહિતના લોકો એક મંચ પર જોડાવાના છે.કોંગ્રેસની મહત્વપૂર્ણ બેઠકકોંગ્રેસે 23 ઓક્ટોબરે દિલ્હીના ઇન્દિરા ભવન ખાતે પક્ષના નેતાઓ અને સંગઠનોની મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે. 1 નવેમ્બરે દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાનારી ઇન્ડિયા બ્લોકની વિશાળ રેલીની તૈયારીઓ અંગે આ બેઠકમાં ચર્ચા થવાની છે.ભાજપ અધ્યક્ષ નિતિન નવીન રાંચી પહોંચશેભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીન 23 ઓક્ટોબરે 3 દિવસના પ્રવાસે રાંચી પહોંચશે. તેઓ ભાજપની પ્રદેશ કાર્યસમિતિની બેઠકના ઉદ્ઘાટન સત્રમાં ભાગ લેશે. આ દરમિયાન પક્ષના પદાધિકારીઓ અને કાર્યકરોને સંગઠનાત્મક પ્રવૃત્તિઓ અંગે માર્ગદર્શન આપશે.બેંગલુરુમાં ભારત-પોલેન્ડ વેપાર મંચભારત અને પોલેન્ડ વચ્ચેના વ્યાપારી સંબંધોને મજબૂત બનાવવા 23 ઓક્ટોબરે બેંગલુરુમાં ભારત-પોલેન્ડ વેપાર મંચ યોજાશે. બંને દેશો વચ્ચે વેપાર વધારવા અને રોકાણની નવી તકો શોધવા પર આ કાર્યક્રમમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બસ્તર દશેરામાં જોડાશેરાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ છત્તીસગઢ પ્રવાસના બીજા દિવસે 23 ઓક્ટોબરે રાયપુરથી જગદલપુર જશે. સવારે 11 વાગ્યે તેઓ માં દંતેશ્વરી મંદિરમાં પૂજા-અર્ચના કરશે. ત્યારબાદ બપોરે 12:45 વાગ્યે વિશ્વપ્રસિદ્ધ બસ્તર દશેરાના ‘મુરિયા દરબાર’ને સંબોધિત કરશે. મહાનગરપાલિકાની બોડીની વરણીને લઈ મહત્વની બેઠકગાંધીનગર મહાનગરપાલિકામાં મેયર, સ્ટેન્ડીંગ ચેરમેન સહિતની બોડીની વરણી ને લઈ આવતીકાલે મહત્વની બેઠક મળશે. મુખ્યમંત્રી નિવાસસ્થાને પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે. ગાંધીનગર મહાનગરપાલિકા, ઓખા તથા થરા નગરપાલિકાની બોડી ની વરણી માટે ચર્ચા થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સહિતના સભ્યો હાજર રહેશે આ પણ વાંચો  :   Sandesh Digital Explainer : દિવાળી પ્રવાસમાં ડિજિટલ ઠગાઈનો ખતરો, બુકિંગ કરતાં પહેલાં જાણી લો આ વાતો                      

Read Full Story arrow_forward