android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
PM Modiનો રીજિમ ચેન્જના નિવેદનો પર આકરો પ્રહાર, કોંગ્રેસ પર પણ કર્યો પલટવાર
calendar_today October 22, 2026

PM Modiનો રીજિમ ચેન્જના નિવેદનો પર આકરો પ્રહાર, કોંગ્રેસ પર પણ કર્યો પલટવાર

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ ઇન્ડિયા ગઠબંધનના વિરોધ પ્રદર્શન અને સત્તા પરિવર્તન અંગેના નિવેદનો પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આકરો પલટવાર કર્યો છે. તેમણે જણાવ્યું કે સમગ્ર વિશ્વ નવી વ્યવસ્થાની શોધમાં છે, ત્યારે ભારતમાં કેટલાક અરાજકતાના સપના જોઈ રહ્યા છે. વૈશ્વિક અરાજકતા વચ્ચે મજબૂત ભારતનું ચિત્ર દર્શાવવાને બદલે વિદેશોમાં જઈ ભારતને બદનામ કરાય છે.વિદેશી દખલની અરજીઓ કરવા બદલ વિપક્ષની ઝાટકણી કાઢીવિશ્વ સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીનું નામ લીધા વિના આકરો પ્રહાર કર્યો હતો. તેમણે વિદેશોમાં જઈ ભારતને બદનામ કરવા અને વિદેશી દખલની અરજીઓ કરવા બદલ વિપક્ષની ઝાટકણી કાઢી હતી. નિષ્ફળ પ્રોડક્ટના લોન્ચિંગ માટે ક્યાં સુધી દેશને દાવ પર લગાવશેકોંગ્રેસને પરજીવી ગણાવતા તેમણે કહ્યું કે, પક્ષ પોતાના નિષ્ફળ પ્રોડક્ટના લોન્ચિંગ માટે ક્યાં સુધી દેશને દાવ પર લગાવશે. વડાપ્રધાને કટાક્ષ કર્યો કે વર્ષભરમાં શ્રીહરિકોટા પરથી જેટલા લોન્ચિંગ નથી થતા, તેટલા નિષ્ફળ પ્રયાસો કોંગ્રેસ પોતાના નેતાને વારંવાર લોન્ચ કરવા માટે કરે છે. કોંગ્રેસે પોતાની જે દુર્દશા કરવી હોય તે ભલે કરે, પરંતુ પોતાના એક પરિવારને નિષ્ફળતાના ડાઘથી બચાવવા માટે તે ભારતની સિદ્ધિઓ, સારપ અને પ્રગતિને કઠેડામાં ઊભી કરી રહી છે.આ પરિવાર આજે કોંગ્રેસ પક્ષ પર મોટો બોજ બની ચૂક્યો છેવડાપ્રધાને વધુમાં જણાવ્યું કે આ પરિવાર આજે કોંગ્રેસ પક્ષ પર મોટો બોજ બની ચૂક્યો છે. આ ગંભીર વાસ્તવિકતા પક્ષના વરિષ્ઠ અને મોટા આગેવાનો પણ સમજે છે અને વ્યક્તિગત મુલાકાતોમાં તે જણાવે પણ છે, પરંતુ તેઓ અપમાનનો કડવો ઘૂંટડો પીને મૌન ધારણ કરી બેઠા છે.સાચા અને પ્રામાણિક આલોચકોને મોટું નુકસાનકોંગ્રેસના આ નકારાત્મક વલણથી દેશના સાચા અને પ્રામાણિક આલોચકોને મોટું નુકસાન પહોંચી રહ્યું છે. જે લોકો લોકશાહી ઢબે સરકાર સામે પોતાના યોગ્ય વિચારો કે વિરોધ વ્યક્ત કરવા માંગે છે, તેમનો અવાજ કોંગ્રેસના બિનજરૂરી શોરબકોરમાં ક્યાંક ખોવાઈ જાય છે. લોકશાહી અને દેશનું ભલું ઈચ્છતા સાચા ટીકાકારોને પણ કોંગ્રેસના આ ચીસાચીસ અને હોબાળાના લીધે પોતાની વાત મુકવાની યોગ્ય તક મળતી નથી.આ પણ વાંચો  :   Sandesh Digital Explainer : દિવાળી પ્રવાસમાં ડિજિટલ ઠગાઈનો ખતરો, બુકિંગ કરતાં પહેલાં જાણી લો આ વાતો

Read Full Story arrow_forward
Gujarat Latest News Live: પોશીનાની દીકરી અંજના બુબડિયાએ જાપાનમાં ગોલ્ડ મેડલ જીતી દેશનું નામ રોશન કર્યું
calendar_today October 22, 2026

Gujarat Latest News Live: પોશીનાની દીકરી અંજના બુબડિયાએ જાપાનમાં ગોલ્ડ મેડલ જીતી દેશનું નામ રોશન કર્યું

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 22 ઓક્ટોબરના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward
Sabarkantha News: જાપાનમાં પેરા એથ્લેટિક્સમાં ગોલ્ડ મેડલ જીતી અંજના બુબડિયાએ ભારતનું નામ રોશન કર્યું!
calendar_today October 22, 2026

Sabarkantha News: જાપાનમાં પેરા એથ્લેટિક્સમાં ગોલ્ડ મેડલ જીતી અંજના બુબડિયાએ ભારતનું નામ રોશન કર્યું!

સાબરકાંઠા જિલ્લાના એક અંતરિયાળ વિસ્તારમાંથી આવીને વૈશ્વિક સ્તરે દેશનું નામ રોશન કરવું એ કોઈ સામાન્ય બાબત નથી. જિલ્લાના પોશીના તાલુકાના આંજણી ગામની દીકરી અંજના બુબડિયાએ જાપાન ખાતે યોજાયેલી આંતરરાષ્ટ્રીય પેરા એથ્લેટિક્સ સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. આ સિદ્ધિથી સમગ્ર ગુજરાત અને દેશભરમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે.વિમેન્સ T47 કેટેગરીની 400 મીટર દોડમાં મેળવ્યો વિજયજાપાન ખાતે આયોજિત આ સ્પર્ધામાં અંજના બુબડિયાએ પેરા એથ્લેટિક્સની વિમેન્સ 400 મીટર (T47 કેટેગરી) ની સ્પર્ધામાં ભાગ લીધો હતો. પોતાની મહેનત, અડગ મનોબળ અને ઉત્કૃષ્ટ પ્રદર્શનના બળે અંજના આ સ્પર્ધામાં પ્રથમ સ્થાને રહી હતી અને આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનો ત્રિરંગો ગર્વથી લહેરાવ્યો હતો.આંજણી ગામ અને પોશીના પંથકમાં ખુશીનો માહોલ અને ઉજવણીદીકરીની આ વૈશ્વિક સફળતાના સમાચાર મળતા જ અંજનાના વતન આંજણી અને સમગ્ર પોશીના પંથકમાં દિવાળી જેવું વાતાવરણ સર્જાયું હતું. ગ્રામજનો અને પરિવારજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સૌએ એકબીજાને મીઠાઈ ખવડાવીને આ ઐતિહાસિક વિજયની ભવ્ય ઉજવણી કરી હતી. સામાન્ય પરિવારમાંથી આવતી અંજનાની આ સફર અનેક યુવાનો માટે પ્રેરણારૂપ બની રહી છે.ચારે તરફથી વરસી રહી છે શુભેચ્છાઓ અને અભિનંદન વર્ષાઅંતરિયાળ ગામડામાંથી ઉભરીને વૈશ્વિક કક્ષાએ સુવર્ણ ચંદ્રક મેળવનાર અંજના બુબડિયા પર દેશભરમાંથી અભિનંદન અને શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે. સ્થાનિક આગેવાનો, રમતગમત પ્રેમીઓ તેમજ વિવિધ મહાનુભાવોએ અંજનાના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી છે અને આ દીકરીએ સાબરકાંઠાનું ગૌરવ વધાર્યું હોવાનું ગર્વ અનુભવ્યો છે.આ પણ વાંચો: Sabarkanthaમાં સ્ટેટ મોનિટરિંગ સેલની મોટી સર્જિકલ સ્ટ્રાઈક, હિંમતનગર નજીકથી 7.70 લાખનો વિદેશી દારૂ પકડાયો

Read Full Story arrow_forward