android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
કોઈપણ નાગરિક મતાધિકારથી વંચિત ન રહેવો જોઈએઃ કલેક્ટર
calendar_today October 18, 2026

કોઈપણ નાગરિક મતાધિકારથી વંચિત ન રહેવો જોઈએઃ કલેક્ટર

ગાંધીનગરમાં મતદાર યાદી સુધારણા અભિયાન તેજ બની છે. આજે જિલ્લા ચૂંટણી અધિકારી રવિન્દ્ર ખતાલેએ વિવિધ બૂથની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી હતી. બૂથ પર હાજર બીએલઓ સાથે સીધો સંવાદ કરી નવા નામ ઉમેરવા, નામ કમી કરવા, સુધારા-વધારા અને સ્થળાંતરની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. દરેક અરજીનો નિયમ મુજબ ઝડપી નિકાલ થાય તે માટે અધિકારીઓેને સૂચના આપી હતી. ખાસ કરીને 18 વર્ષ પૂર્ણ કરનાર યુવાનો, યુવતીઓ, દિવ્યાંગ નાગરિકો સહિત કોઈપણ પાત્ર નાગરિક મતાધિકારથી વંચિત ન રહે તે માટે બૂથ લેવલે સઘન પ્રયાસો કરવા આદેશ આપ્યો હતો. આ ઉપરાંત જેના નામ હજુ મતદારયાદીમાં નોંધાયા નથી અથવા સુધારો કરવાનો બાકી છે તેઓ આ ખાસ ઝુંબેશનો મહત્તમ લાભ લઈ નોંધણી કરાવે તેવી નાગરિકોને અપીલ કરી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
ભક્તિભાવથી ઝળહળશે બહુચરાજીધામ : આજે દુર્ગાષ્ટમી ઉજવાશે
calendar_today October 18, 2026

ભક્તિભાવથી ઝળહળશે બહુચરાજીધામ : આજે દુર્ગાષ્ટમી ઉજવાશે

બહુચરાજીમાં આજે દુર્ગાષ્ટમી પર્વે રાત્રે 9:30 કલાકે માતાજીની શોભાયાત્રા નીકળશે અને રાત્રે 12 કલાકે માતાજી સન્મુખ પલ્લી ભરાશે. આસો સુદ આઠમ સાથે લાખો માઈભકતોની આસ્થા અને શ્રાદ્ધા જોડાયેલી હોવાથી આ પ્રસંગે મોટીસંખ્યામાં ભાવિકભક્તો ઉપસ્થિત રહે છે. નવરાત્રિ શકિત સ્વરૂપની આરાધના કરવા માટેનું સૌથી મોટુપર્વ માનવામાં આવે છે. અને આથી જ નવરાત્રિ દરમિયાન બહુચરાજીમાં હજારોની સંખ્યામાં ભાવિક ભકતો માતાજીના દર્શનાર્થે ઉમટી પડે છે. નવરાત્રિના પવિત્ર દિવસોમાં બહુચરાજીમાં શાસ્ત્ર્રોકતવિધિથી નવરાત્રિ ઉત્સવ ઉજવવાની પરંપરા સચવાતી આવી છે. આસો સુદ એકમે ઘટસ્થાપનવિધિથી શરૂ થયેલ નવરાત્રિમાં દિવસે હોમહવન, પૂજા અર્ચના અને રાત્રે પ્રાચીન ગરબાઓ સાથે ઉજવાઈ રહી છે. તેમાં શતચંડી યજ્ઞનું વિશેષ મહત્વ છે. સતત ત્રણ દિવસ સુધી ચાલતાં રાતચંડી યજ્ઞની રવિવારે સાંજે 4:30 કલાકે પૂર્ણાહુતિ થઈ હતી. આ બન્ને પ્રસંગો સાથે શ્રાદ્ધાળુઓની શ્રાદ્ધા અને આસ્થા જોડાયેલી હોવાના કારણે મોટીસખ્યામાં માઈભકતો હાજર રહી ધન્યતાની લાગણી અનુભવે છે. આસો સુદ-10ને મંગળવારે સવારે 7:30 કલાકે જવેરાની ઉત્થાપનવિધિ કરવામાં આવશે. શ્રાદ્ધાળુઓ જવેરાને રિદ્ધિ-સિદ્ધિ અને સમૃદ્ધિના પ્રતિકરૂપે જોતાં જવેરાના એક ટુકડા માટે પડાપડી કરે છે. વર્ષમાં 15 વખત માતાજીની સવારી નીકળતી હોય છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
બેડકુવા ગામે દીપડો પાંજરામાં પુરાયો
calendar_today October 18, 2026

બેડકુવા ગામે દીપડો પાંજરામાં પુરાયો

વાલોડ તાલુકાના અનેક ગામોમાં દીપડો લટાર મારી રહ્યો છે. તાજેતરમાં જ વેડછી સ્વરાજ આશ્રામ ખાતે આવેલા શાળા અને છાત્રાલયના ગેટ પાસે રાત્રિના સમયે દીપડો ઊભેલો હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. છાત્રાલયમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રહેતા હોવાથી આ ઘટનાથી મોટી દુર્ઘટના થવાની આશંકા સેવાઈ રહી છે. આ ઉપરાંત વેડછી (નદી ફ્ળિયા), કેળકુઈ પાટિયા, અંધાત્રી, ધામોદલા અને સમારચાલી ફ્ળિયા જેવા વિસ્તારોમાં પણ સતત દીપડાની આંટાફેરા જોવા મળી રહ્યા છે. બેડકુવા ગામના ખોખરા-ઉમરા ફ્ળિયામાં દીપડો દેખાતા આ અંગે બેડકુવા ગામના સરપંચ દ્વારા વનવિભાગને રજૂઆત કરવામાં આવી હતી. જે બાદ તા.17-10-2026ના રોજ આશિષભાઈ બાબુભાઈ ગામીતના ખેતરે જવાના રસ્તા પર પાંજરું મૂકવામાં આવ્યું હતું. આજે વહેલી સવારે 6 વાગ્યે 4થી 5 વર્ષનો દીપડો આ પાંજરામાં કેદ થયો હતો. વાલોડ વનવિભાગે દીપડાનો કબજો લઈ વાલોડ નર્સરી ખાતે લઈ ગયા હતા. પશુ ચિકિત્સકની તપાસ બાદ DCF સુરતના માર્ગદર્શન હેઠળ તેને ઊંડાણના જંગલમાં છોડાશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward