android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Nadiad ની કન્યા છાત્રાલયમાં પજવણીનો મામલો ગરમાયો, DySP કે.કે. રાઠોડે છાત્રાલયની મુલાકાત લીધી
calendar_today January 3, 2026

Nadiad ની કન્યા છાત્રાલયમાં પજવણીનો મામલો ગરમાયો, DySP કે.કે. રાઠોડે છાત્રાલયની મુલાકાત લીધી

નડિયાદમાં આવેલી કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થીનીઓની પજવણી થતી હોવાના ગંભીર આક્ષેપોને પગલે સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ હરકતમાં આવ્યું છે. આ મામલાની ગંભીરતાને જોતા SC/ST સેલના DySP કે.કે. રાઠોડે રૂબરૂ છાત્રાલયની મુલાકાત લીધી હતી. તેમણે અનુસૂચિત જાતિની વિદ્યાર્થીનીઓ સાથે વાતચીત કરી તેમની સમસ્યાઓ અને રજૂઆતો સાંભળી હતી. પજવણીના આ કિસ્સામાં બેદરકારી બદલ છાત્રાલયના વોર્ડનને તાત્કાલિક કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે, જેનાથી સમગ્ર સંસ્થામાં ખળભળાટ મચી ગયો છે.છાત્રાલયમાં પજવણીથી ફફડાટ વિદ્યાર્થીનીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપતા પોલીસ અને તંત્ર દ્વારા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. છાત્રાલયના પાછળના ભાગેથી થતી અનિચ્છનીય હિલચાલ રોકવા માટે ત્યાં સીસીટીવી (CCTV) કેમેરા લગાવવાની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત, સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવા માટે છાત્રાલયની કમ્પાઉન્ડ દીવાલ પર કાંટાળા તારની ફેન્સિંગ પણ કરવામાં આવશે. DySPએ ખાતરી આપી છે કે વિદ્યાર્થીનીઓને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવામાં આવશે અને પજવણી કરનારા તત્વો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ પણ વાંચો : Dwarka News : જામખંભાળીયા હાઈવે પર કાળમુખી કારનો કહેર, હિટ એન્ડ રનમાં ફુવા-ભત્રીજાના કરુણ મોત

Read Full Story arrow_forward
Vadodara: દસ્તાવેજોની બોગસ ફાઇલો બનાવીને SBI બેંકમાંથી 1.97 કરોડની હોમ લોન મેળવવાના કેસમાં ફરાર મહિલા ઝડપાઇ
calendar_today January 3, 2026

Vadodara: દસ્તાવેજોની બોગસ ફાઇલો બનાવીને SBI બેંકમાંથી 1.97 કરોડની હોમ લોન મેળવવાના કેસમાં ફરાર મહિલા ઝડપાઇ

ખોટા દસ્તાવેજોના આધારે એસબીઆઇ બેંકમાંથી 1.97 કરોડથી વધુ રુપિયાની હોમ લોનો મેળવી ઠગાઇ કરવાના કેસમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ફરાર મહિલા આરોપીને ઝડપી લીધી છે.શંપા મહિરી ચેટર્જી સામે ગુનો નોંધાયો હતો ગોરવા પોલીસ સ્ટેશનમાં ગત ઓગષ્ટ માસમાં મહિલા આરોપી શંપા મહિરી ચેટર્જી સામે ગુનો નોંધાયો હતો જેમાં જણાવાયું હતું કે આરોપીઓએ કાવતરું રચીને શંપા ચેટર્જી તથા અન્ય પાંચ આરોપીઓએ હોમ લોન મેળવવા તેમણે દર્શાવેલ નોકરીના સ્થળે કંપનીમાં નોકરી ના કરતા હોવા છતાં અન્ય ત્ણ આરોપીઓના મેળાપીપણામાં લોન મેળવી હતી.  બોગસ ફાઇલ તૈયાર કરીને એસબીઆઇમાં રજૂ કરાઇ ત્રણ આરોપીઓએ લોન ધારકો એટલે કે આરોપીઓ પાસેથી પણ કમિશન પેટે 170500 જેટલી રકમ મેળવી હતી તથા લોન ધારકોના નામના ખોટા આઇ કાર્ડ, એપોઇન્ટમેન્ટ લેટર તથા સેલરી સ્લીપો અને ફોર્મ 16 તથા અલગ અલગ બેંકના બોગસ સ્ટેટમેન્ટો બનાવ્યા હતા અને આખી બોગસ ફાઇલ તૈયાર કરીને એસબીઆઇના બે એજન્ટને આપી હતી.  19706800 રુપિયાની અલગ અલગ હોમ લોન મેળવાઇ એસબીઆઇના બે એજન્ટોએ આ ફાઇલો ઇલોરાપાર્કની એસબીઆઇ બ્રાન્ચમાં રજૂ કરી હતી અને તે દસ્તાવેજ કે.પ્રવિણચન્દ્ર એન્ડ એસોસિએટ્સ નામની પેઢી તથા તેના પાંચ ફિલ્ડ એક્ઝીક્યુટીવો દ્વારા હોમ લોન ધારકોના નોકરી તથા રહેણાંક સ્થળના વેરીફિકેશન કરી ખોટું જોબ કન્ફર્મ કરી એસબીઆઇ બેંકના અધિકારીઓને વિશ્વાસમાં લીધા હતા અને 19706800 રુપિયાની અલગ અલગ હોમ લોન મેળવાઇ હતી આ કેસમાં 16 આરોપીઓ સામે ગુનો નોંધેયેલો હતો. પોલીસે શંપા મહિર ચેટર્જીની ધરપકડ કરી વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આ કેસમાં ફરાર શંપા મહિર ચેટર્જી (રહે, હરીઓમનગર સોસા, બીલ)ને ઝડપી લીધી હતી અને સમગ્ર મામલે ઉંડી તપાસ શરુ કરી હતી. આ પણ વાંચો----   Breaking News: વેનેઝુએલા પર મોટો હુમલો, રાજધાની કારાકાસમાં અનેક સ્થળો પર વિસ્ફોટ

Read Full Story arrow_forward
Surat News : ભેસ્તાનમાં લઘુશંકા કરવાની ના પાડતા યુવકની કરપીણ હત્યા, ત્રણ દિવસમાં ત્રીજો બનાવ
calendar_today January 3, 2026

Surat News : ભેસ્તાનમાં લઘુશંકા કરવાની ના પાડતા યુવકની કરપીણ હત્યા, ત્રણ દિવસમાં ત્રીજો બનાવ

સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેમ લાગી રહ્યું છે. લિંબાયત અને સચિન બાદ હવે ભેસ્તાન વિસ્તારમાં લોહિયાળ ખેલ ખેલાયો છે, જ્યાં માત્ર ટેરેસ પર લઘુશંકા કરવા જેવી સામાન્ય બાબતે ટોકતા અસામાજિક તત્વોએ બે ભાઈઓ પર ચપ્પુ વડે હિંસક હુમલો કર્યો હતો. આ હુમલામાં 22 વર્ષીય મોહમ્મદ ઝફરનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે તેનો મોટો ભાઈ સિવિલ હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. સુરતમાં છેલ્લા ત્રણ દિવસમાં હત્યાનો આ ત્રીજો બનાવ છે, જેને પગલે સમગ્ર શહેરમાં ફફડાટ વ્યાપી ગયો છે. મૃતક ઝફર માત્ર બે મહિના પહેલા જ બિહારથી રોજગારીની આશાએ સુરત આવ્યો હતો અને તેને એક મહિનાનું માસૂમ બાળક પણ છે, જેણે પિતાની છત્રછાયા ગુમાવી છે.ભેસ્તાનમાં ખૂની ખેલ આ આખી ઘટના ઉન નવાબ રેસિડેન્સી પાસે બની હતી, જ્યાં અસામાજિક તત્વો જાહેરમાં લઘુશંકા કરતા હોવાથી ઝફરે તેમને નમ્રતાપૂર્વક ટકોર કરી હતી. આ શિખામણથી ઉશ્કેરાયેલા હુમલાખોરોએ ઘાતક હથિયારો વડે બંને ભાઈઓ પર તૂટી પડ્યા હતા. ઘટનાની જાણ થતા જ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી એક આરોપીની ધરપકડ કરી છે અને તેની સાથે સામેલ એક કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરને ડિટેન કર્યો છે. આ ભયાનક વાતાવરણથી ડરેલા મૃતકના પરિવારે આક્રંદ કરતા જણાવ્યું હતું કે, "અમારે અહીં નથી રહેવું, અમને બિહાર મોકલી દો." સુરતમાં સતત વધતી ગુનાખોરીએ શ્રમજીવી પરિવારોમાં અસુરક્ષાની લાગણી જન્માવી છે. આ પણ વાંચો : Nadiad ની કન્યા છાત્રાલયમાં પજવણીનો મામલો ગરમાયો, DySP કે.કે. રાઠોડે છાત્રાલયની મુલાકાત લીધી

Read Full Story arrow_forward