Tharad News: વાંતડાઉ ચેકપોસ્ટ પરથી પોષડોડા સાથે બે ઝડપાયા
બનાસકાંઠા જિલ્લામાં નશાબંધી અને માદક પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે પોલીસ સતર્ક બની છે. ત્યારે થરાદ પોલીસ દ્વારા બાતમીના આધારે વાંતડાઉ ચેકપોસ્ટ પરથી ગેરકાયદેસર રીતે પોષડોડાની હેરાફેરી કરતા બે શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસ દ્વા આરોપીઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન મળી સફળતા ઘટનાની મળતી માહિતી અનુસાર, થરાદ પોલીસની ટીમ વાંતડાઉ ચેકપોસ્ટ પર સઘન વાહન ચેકિંગ કરી રહી હતી. આ દરમિયાન રાજસ્થાન તરફથી એક બાઈક પર બે શખ્સો શંકાસ્પદ હાલતમાં આવી રહ્યા હતા. પોલીસે બાઈકને અટકાવી ઝડતી લેતા તેમની પાસેથી 488 ગ્રામ માદક પદાર્થ પોષડોડા મળી આવ્યા હતા. પોલીસે આ જથ્થા સાથે બાઈક અને અન્ય મુદ્દામાલ કબ્જે કર્યો છે. ધરપકડ કરાયેલા આરોપીઓની વિગત પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, પકડાયેલા બંને શખ્સો વાવ તાલુકાના જ વતની છે. આરોપીઓમાં કેતન પારેગી રહે. મોરીખા, તા. વાવ અને ભાણજી પરમાર (રહે. તીર્થ, તા. વાવનો સમાવેશ થાય છે. આ બંને શખ્સો રાજસ્થાનથી આ નશાનો જથ્થો લાવી ગુજરાતમાં ઘુસાડવાની પેરવીમાં હતા, પરંતુ તે પહેલા જ પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ થરાદ પોલીસે આ મામલે બંને આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ મુજબ ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે. આ માદક પદાર્થ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં પોલીસે વધુ તપાસ તેજ કરી છે. સરહદી વિસ્તારમાં વધતી જતી નશાની હેરાફેરીને પગલે પોલીસની આ કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ પણ વાંચો - Vav-tharad: બેટલીયાના મંદિર,બાઈક ચોરીનો ભેદ ઉકેલાયો
Read Full Story arrow_forward