Surat Crime news: લઘુશંકા કરવાની ના પાડતા હત્યા
ડાયમંડ સિટી સુરત હવે ક્રાઇમ સિટી બની રહ્યું છે. સુરતના ભેસ્તાન વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. માત્ર પાણીની ટાંકીમાં લઘુશંકા કરવા જેવી નજીવી બાબતે થયેલા ઝઘડામાં એક યુવકે જીવ ગુમાવવો પડ્યો છે. આ હિંસક હુમલામાં ચાર કિશોરો અને એક યુવકે મળીને દંપતી અને તેના દિયર પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો, જેમાં ગંભીર ઈજાઓ થવાને કારણે દિયરનું મોત નીપજ્યું છે.શું હતી સમગ્ર ઘટના? ઘટનાની મળતી માહિતી અનુસાર, સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં આવેલી એક રહેણાંક ઇમારતની અગાસી પર પાણીની ટાંકીમાં લઘુશંકા કરવા બાબતે વિવાદ થયો હતો. જ્યારે મહિલા અને તેના પરિવારે આ ગંદકી કરવા બદલ કિશોરોને ઠપકો આપ્યો, ત્યારે મામલો બિચક્યો હતો. ઠપકાથી ઉશ્કેરાયેલા ચાર કિશોરો અને સોહેબ ખાન નામના યુવકે એકસંપ થઈને હુમલો કરી દીધો હતો. પરિવાર પર ચપ્પુ વડે જીવલેણ હુમલો આરોપીઓએ ઉશ્કેરાટમાં આવીને તીક્ષ્ણ હથિયાર વડે મહિલા, તેના પતિ અને દિયર પર હુમલો કર્યો હતો. આ હુમલામાં દિયરને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે મહિલાનો પતિ હાલ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જેની હાલત ગંભીર છે.https://x.com/sandeshnews/status/2007386140333187186 પોલીસની ત્વરિત કાર્યવાહી ઘટનાની જાણ થતા જ ભેસ્તાન પોલીસ હરકતમાં આવી હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં મુખ્ય આરોપી સોહેબ ખાનની ધરપકડ કરી છે. આ સાથે જ આ ગુનામાં સંડોવાયેલા ચાર કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરોને પણ ડિટેઈન કરવામાં આવ્યા છે. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે. આ પણ વાંચો - Surat Crime News: ઉનમાં બે સગા ભાઈ પર હુમલો, એકનું મોત
Read Full Story arrow_forward