android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News : પાલડીમાં સર્વર ડાઉન થતા જનસેવા કેન્દ્રને લાગ્યા તાળા, લોકોમાં ભારે આક્રોશ
calendar_today January 3, 2026

Ahmedabad News : પાલડીમાં સર્વર ડાઉન થતા જનસેવા કેન્દ્રને લાગ્યા તાળા, લોકોમાં ભારે આક્રોશ

અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા જનસેવા કેન્દ્રમાં ટેકનિકલ ખામી સર્જાતા અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી જનસેવા કેન્દ્રનું સર્વર ડાઉન થઈ જતાં કેન્દ્રની સંપૂર્ણ કામગીરી ઠપ થઈ ગઈ છે, જેના કારણે કેન્દ્રના પ્રવેશદ્વાર પર 'કામગીરી બંધ છે' તેવા બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે. દૂરેદૂરથી આવેલા નાગરિકોને કામ વગર પરત ફરવું પડી રહ્યું છે અને કલાકો સુધી રાહ જોયા બાદ પણ સર્વર શરૂ ન થતા લોકો જનસેવા કેન્દ્રના ધરમધક્કા ખાઈ રહ્યા છે. ખાસ કરીને વહેલી સવારથી લાઈનમાં ઉભા રહેતા મધ્યમ અને ગરીબ વર્ગના લોકોમાં તંત્રની આ નિષ્ફળતા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.જનસેવા કેન્દ્રની કામગીરી ખોરવાઈ સર્વર ડાઉન હોવાને કારણે આવકના દાખલા, જાતિના પ્રમાણપત્રો અને સૌથી મહત્વની એવી વિધવા સહાય યોજનાના ફોર્મ સ્વીકારવાની કામગીરી સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. સરકારી યોજનાઓના લાભ મેળવવા માટે જરૂરી દસ્તાવેજોની કામગીરી અટકી પડતા અનેક લાભાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ડિજિટલ ઈન્ડિયાના દાવાઓ વચ્ચે વારંવાર સર્વર ડાઉન થવાની સમસ્યાને કારણે લોકોનો સમય અને ભાડાના નાણાંનો વ્યય થઈ રહ્યો છે. સ્થાનિકોની માંગ છે કે તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવામાં આવે અથવા ટેકનિકલ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવે જેથી જનતાને હાલાકી ભોગવવી ન પડે. આ પણ વાંચો : Patan News : હારીજમાં ખનન માફિયાઓનો હાહાકાર, ખાખડી ગામના ગૌચરમાં ગેરકાયદે ખોદકામથી ગ્રામજનો લાલઘૂમ

Read Full Story arrow_forward
Ahmedabad News : સિનિયર સિટિઝનને 10 દિવસ ડિજિટલ એરેસ્ટ કરી 7.12 કરોડની છેતરપિંડી કેસમાં 12 આરોપીની ધરપકડ કરાઈ
calendar_today January 3, 2026

Ahmedabad News : સિનિયર સિટિઝનને 10 દિવસ ડિજિટલ એરેસ્ટ કરી 7.12 કરોડની છેતરપિંડી કેસમાં 12 આરોપીની ધરપકડ કરાઈ

આરોપીઓએ સિનિયર સિટિઝન સાથે 7.12 કરોડની છેતરપિંડી કરી હતી અને મની લોન્ડરિંગ, પોર્નોગ્રાફીની ધમકી આપી પૈસા પડાવ્યા હતા, અમદાવાદ અને સુરતના 12 ખાતા ધારકની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ સાયબર ક્રાઈમે આ ગેંગના સભ્યોને ઝડપી પાડવામાં આવ્યા છે અને અન્ય કોની સાથે છેતરપિંડી કરી છે તે દિશામાં તપાસ ચાલી રહી છે.વૃદ્ધોને ટાર્ગેટ કરી આરોપીઓ રૂપિયા પડાવે છે ફરીયાદીને TRAI, મુંબઇ ક્રાઇમ બ્રાંચના અધિકારી તરીકે કોલ કરી ફરીયાદી મની લોન્ડરિંગ જેવી ગેરકાયદેસરની પ્રવ્રૃતિમાં સંકળાયેલ છે. જે બાબતે મુંબઇ ક્રાઇમ બ્રાંચ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાયેલ છે તેમ જણાવી ફરીયાદીને EDમાં વેરિફિકેશન કરવાના બહાને કુલ રૂ.7,12,84,000 (અંકે રૂપિયા સાત કરોડ બાર લાખ ચૌર્યાસી હજાર પુરા) ની છેતરપિંડી કરતી ગેંગના સભ્યો ઝડપાયા છે. અત્યાર સુધી ઝડપાયેલ આરોપીઓમાં મોટા ભાગની મોડસ ઓપરેન્ડી એવી છે કે, જેમાં વૃદ્ધોને ટાર્ગેટ કરી રૂપિયા પડાવવામાં આવ્યા છે. 1930 હેલ્પલાઇન નીચે મુજબની પરિસ્થિતિઓમાં મદદરૂપ બને છે ૧. UPI / Paytm / Google Pay / PhonePe ફ્રોડ ૨. ક્રેડિટ કે ડેબિટ કાર્ડ ફ્રોડ ૩. બેંક લોગિન / OTP ફિશિંગ હુમલો ૪. ઈ-કોમર્સ ફ્રોડ (નકલી ઓનલાઈન શોપિંગ સાઇટ્સ) ૫. સોશિયલ મીડિયા હેકિંગ અથવા નકલી પ્રોફાઇલ ૬. લોન એપ્લિકેશન ઠગાઈ, રોકાણ સ્કેમ અથવા ગિફ્ટ સ્કીમ ફ્રોડ ૭. કૉલ, ઈમેલ અથવા મેસેજ દ્વારા થયેલી ઠગાઈ સાયબર ફ્રોડથી બચવા માટે નીચે મુજબ સાવચેતી રાખો:- ૧. અજાણી લિંક પર ક્લિક ન કરો. ૨. કોઈને OTP કે પાસવર્ડ આપશો નહીં. ૩. સત્તાવાર એપ્લિકેશન અને વેબસાઇટ જ ઉપયોગ કરો. ૪. અતિ આકર્ષક ઑફરો કે ઇનામના મેસેજથી સાવચેત રહો. ૫. ફ્રોડ થતાં જ ૧૯૩૦ પર કૉલ કરો અને www.cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવો. સાયબર સજાગ રહો, ડિજિટલ સુરક્ષિત રહો આમ, ૧૯૩૦ હેલ્પલાઇન એ ભારતના ડિજિટલ નાગરિકોને સાયબર ગુનાઓ સામે સુરક્ષિત રાખવા માટેનું શક્તિશાળી સાધન છે. તે માત્ર એક હેલ્પલાઇન નથી, પરંતુ એક એવી ઝડપી પ્રતિભાવ વ્યવસ્થા છે, જે ગુનેગારોના હાથ સુધી પૈસા પહોંચે તે પહેલાં જ રોકી શકે છે. દરેક નાગરિકે આ હેલ્પલાઇન વિશે જાણકારી રાખવી જોઈએ અને બીજાને પણ માહિતગાર કરવા જોઈએ. ફ્રોડ થયાની જાણ થતાં જ વિલંબ કર્યા વિના ૧૯૩૦ પર કૉલ કરીને પોતાના હકની રક્ષા કરવી જોઈએ. આ પણ વાંચો : Banaskanthaના અંબાજી મંદિરે પોષી પૂનમે માઈભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, જુઓ Video

Read Full Story arrow_forward
Ahmedabad News : અમદાવાદ ખાતે વગર પરવાને ચાલતા દવાના ધંધાનો પર્દાફાશ, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કાર્યવાહી
calendar_today January 3, 2026

Ahmedabad News : અમદાવાદ ખાતે વગર પરવાને ચાલતા દવાના ધંધાનો પર્દાફાશ, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કાર્યવાહી

જેના ભાગરૂપે અમદાવાદ ખાતે વગર પરવાને દવાના વેચાણ અર્થે સંગ્રહ કરવામાં આવેલ આશરે રૂ. ૪૦ લાખથી વધુની કિંમતની દવાઓ જપ્ત કરવામાં આવી છે. આ અંગે વધુ વિગતો આપતા ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. રતનકંવર ગઢવી ચારણે જણાવ્યું હતું કે, રાજ્યના અલગ અલગ સ્થળોએ દવાના નમૂનાઓનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં અને કાયદાનું ઉલ્લંઘન કરનાર ઇસમો સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે. અમદાવાદમાં વગર પરવાને દવા વેચનાર વેપારી ઝડપાયો જે અંતર્ગત તાજેતરમાં નાયબ કમિશનર (આઇ.બી) વાય. જી. દરજીની આગેવાની હેઠળ ઔષધ નિરીક્ષક ડૉ. પૂર્વા પટેલ સહિતના અધિકારીઓએ અમદાવાદ ખાતે આવેલા મનહર નગર શોપિંગ સેન્ટરના ઈ-૨૪ના પ્રથમ માળે આવેલ દુકાનમાં તપાસ કરતા ધર્મેશભાઈ જયંતીલાલ સથવારા દ્વારા વગર પરવાને દવાનો વેચાણ અર્થે સંગ્રહ કરાયેલો જથ્થો મળી આવ્યો હતો. દવાના 6 નમૂના લઈને લેબોરેટરીમાં મોકલાયા વધુમાં ધર્મેશભાઈની સધન તપાસ કરતા તેઓ મેડિકેસસેલિસ હેલ્થ કેરના નામે હિલટાઉન લેન્ડમાર્ક, નિકોલ ખાતે દવાના પરવાના ધરાવતા હતા, પરંતુ ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કચેરીને જગ્યા ફેરફારની જાણ કર્યા વિના અને કોઈ માન્ય પરવાના વગર આ જગ્યા ઉપર પોતાનો એલોપેથીક દવાનો સંપૂર્ણ જથ્થો સંગ્રહ કર્યો હતો. જેથી સ્થળ પર હાજર અધિકારીઓ દ્વારા દવાના જથ્થામાંથી કુલ ૬ દવાના નમૂના લઇ પૃથક્કરણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપી બાકીના આશરે રૂ. ૪૦ લાખની કિંમતનો દવાઓનો જથ્થો જપ્ત કર્યો છે. આ દવાઓના પૃથ્થકરણ અહેવાલ આવ્યા બાદ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, તેમ કમિશનરશ્રીએ ઉમેર્યું હતું. આ પણ વાંચો : Ahmedabad News : સિનિયર સિટિઝનને 10 દિવસ ડિજિટલ એરેસ્ટ કરી 7.12 કરોડની છેતરપિંડી કેસમાં 12 આરોપીની ધરપકડ કરાઈ

Read Full Story arrow_forward