android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Sabarkantha News: જાપાનમાં પેરા એથ્લેટિક્સમાં ગોલ્ડ મેડલ જીતી અંજના બુબડિયાએ ભારતનું નામ રોશન કર્યું!
calendar_today October 22, 2026

Sabarkantha News: જાપાનમાં પેરા એથ્લેટિક્સમાં ગોલ્ડ મેડલ જીતી અંજના બુબડિયાએ ભારતનું નામ રોશન કર્યું!

સાબરકાંઠા જિલ્લાના એક અંતરિયાળ વિસ્તારમાંથી આવીને વૈશ્વિક સ્તરે દેશનું નામ રોશન કરવું એ કોઈ સામાન્ય બાબત નથી. જિલ્લાના પોશીના તાલુકાના આંજણી ગામની દીકરી અંજના બુબડિયાએ જાપાન ખાતે યોજાયેલી આંતરરાષ્ટ્રીય પેરા એથ્લેટિક્સ સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. આ સિદ્ધિથી સમગ્ર ગુજરાત અને દેશભરમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે.વિમેન્સ T47 કેટેગરીની 400 મીટર દોડમાં મેળવ્યો વિજયજાપાન ખાતે આયોજિત આ સ્પર્ધામાં અંજના બુબડિયાએ પેરા એથ્લેટિક્સની વિમેન્સ 400 મીટર (T47 કેટેગરી) ની સ્પર્ધામાં ભાગ લીધો હતો. પોતાની મહેનત, અડગ મનોબળ અને ઉત્કૃષ્ટ પ્રદર્શનના બળે અંજના આ સ્પર્ધામાં પ્રથમ સ્થાને રહી હતી અને આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનો ત્રિરંગો ગર્વથી લહેરાવ્યો હતો.આંજણી ગામ અને પોશીના પંથકમાં ખુશીનો માહોલ અને ઉજવણીદીકરીની આ વૈશ્વિક સફળતાના સમાચાર મળતા જ અંજનાના વતન આંજણી અને સમગ્ર પોશીના પંથકમાં દિવાળી જેવું વાતાવરણ સર્જાયું હતું. ગ્રામજનો અને પરિવારજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સૌએ એકબીજાને મીઠાઈ ખવડાવીને આ ઐતિહાસિક વિજયની ભવ્ય ઉજવણી કરી હતી. સામાન્ય પરિવારમાંથી આવતી અંજનાની આ સફર અનેક યુવાનો માટે પ્રેરણારૂપ બની રહી છે.ચારે તરફથી વરસી રહી છે શુભેચ્છાઓ અને અભિનંદન વર્ષાઅંતરિયાળ ગામડામાંથી ઉભરીને વૈશ્વિક કક્ષાએ સુવર્ણ ચંદ્રક મેળવનાર અંજના બુબડિયા પર દેશભરમાંથી અભિનંદન અને શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે. સ્થાનિક આગેવાનો, રમતગમત પ્રેમીઓ તેમજ વિવિધ મહાનુભાવોએ અંજનાના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી છે અને આ દીકરીએ સાબરકાંઠાનું ગૌરવ વધાર્યું હોવાનું ગર્વ અનુભવ્યો છે.આ પણ વાંચો: Sabarkanthaમાં સ્ટેટ મોનિટરિંગ સેલની મોટી સર્જિકલ સ્ટ્રાઈક, હિંમતનગર નજીકથી 7.70 લાખનો વિદેશી દારૂ પકડાયો

Read Full Story arrow_forward
Jaipur : પત્ની કારણ વગર શારીરિક સંબંધ ન બાંધે તો માનસિક ક્રૂરતા ગણાય: હાઇકોર્ટ
calendar_today October 22, 2026

Jaipur : પત્ની કારણ વગર શારીરિક સંબંધ ન બાંધે તો માનસિક ક્રૂરતા ગણાય: હાઇકોર્ટ

રાજસ્થાન હાઇકોર્ટે એક મહત્વપૂર્ણ વૈવાહિક વિવાદની સુનાવણીમાં પતિને આપવામાં આવેલા છૂટાછેડાના નિર્ણયને યોગ્ય ઠેરવીને માન્ય રાખ્યો છે. અદાલતે સ્પષ્ટ અવલોકન કર્યું કે જો પત્ની શારીરિક અક્ષમતા કે માન્ય કારણ વગર લાંબા સમય સુધી સંબંધ બાંધવાનો ઇનકાર કરે તો તે માનસિક ક્રૂરતા ગણાય છે. ન્યાયમૂર્તિ મુન્નરી લક્ષ્મણ અને યોગેન્દ્ર કુમાર પુરોહિતની ખંડપીઠે આ ચુકાદો આપ્યો હતો.દંપતીના લગ્ન વર્ષ 2018 માં થયા હતાકેસની વિગતો મુજબ આ દંપતીના લગ્ન વર્ષ 2018 માં થયા હતા. પતિના જણાવ્યા અનુસાર લગ્ન બાદ પત્ની આશરે 10 દિવસ તેની સાથે રહી હતી અને ત્યાર પછી પોતાની નોકરીના સિલસિલામાં જેસલમેર પરત ફરી ગઈ હતી. ત્યારબાદ પતિ પણ પત્ની સાથે જેસલમેરમાં લગભગ 15 થી 20 દિવસ સુધી રહ્યો હતો. બંને વચ્ચે ક્યારેય શારીરિક સંબંધ બંધાયા ન હતાજોકે, પતિએ એવો ગંભીર આક્ષેપ કર્યો હતો કે આ સમયગાળા પછી બંને વચ્ચે ક્યારેય શારીરિક સંબંધ બંધાયા ન હતા. આ ઉપરાંત પત્ની તેના વ્યવસાયને લઈને વારંવાર મહેણાં મારતી હતી, તેની સાથે રહેવાનો ચોખ્ખો ઇનકાર કરતી હતી અને અવારનવાર આત્મહત્યા કરી લેવાની ધમકી આપતી હતી. માનસિક અને શારીરિક યાતનાપતિનો દાવો હતો કે પત્નીના આવા ત્રાસજનક વર્તનને કારણે તેને અસહ્ય માનસિક અને શારીરિક યાતનાનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ, પત્નીએ આ તમામ આરોપોને નકારી કાઢ્યા હતા. પત્નીનો એવો દાવો હતો કે તેનો પતિ નાની બાબતોમાં ઝઘડા કરતો હતો, પોતાની નોકરી છોડી દેવા દબાણ કરતો હતો અથવા પગારમાંથી અડધા પૈસા માગતો હતો.કોર્ટે ક્રૂરતાના આધારે છૂટાછેડા મંજૂર કર્યા હતાપત્નીએ કોર્ટમાં એવી રજૂઆત કરી હતી કે તે પત્ની તરીકે પતિ સાથે રહેવા તૈયાર હતી. આ સમગ્ર મામલાની સુનાવણી પૂર્ણ થયા બાદ ફેમિલી કોર્ટે વર્ષ 2024 માં પતિને હિન્દુ મેરેજ એક્ટની કલમ 13(1)(ia) હેઠળ ક્રૂરતાના આધારે છૂટાછેડા મંજૂર કર્યા હતા અને પત્નીની દાંપત્ય અધિકારો પુનઃસ્થાપિત કરવાની અરજી ફગાવી દીધી હતી. લાંબા સમયનો ઇનકાર માનસિક ક્રૂરતાઆ નિર્ણયથી અસંતુષ્ટ થઈને પત્નીએ હાઇકોર્ટમાં બે અલગ અપીલ દાખલ કરી હતી. રાજસ્થાન હાઇકોર્ટે તમામ પુરાવા અને દલીલોની તપાસ કરીને નોંધ્યું કે પતિ પર પત્ની દ્વારા આત્મહત્યાની ધમકી આપવાનો આરોપ સાબિત થાય છે. વળી, બંને વચ્ચે કોઈ શારીરિક અક્ષમતા ન હોવા છતાં 25 ઓક્ટોબર 2018 થી સંબંધ બંધાયા ન હતા અને પત્નીએ સંમતિ આપી ન હતી. કોર્ટે જણાવ્યું કે માન્ય કારણ વિના લાંબા સમયનો ઇનકાર માનસિક ક્રૂરતા છે, જેથી હસ્તક્ષેપનો કોઈ આધાર નથી.  આ પણ વાંચો : Sandesh Digital Explainer : દિવાળી પ્રવાસમાં ડિજિટલ ઠગાઈનો ખતરો, બુકિંગ કરતાં પહેલાં જાણી લો આ વાતો                      

Read Full Story arrow_forward
Delhi : યુસુફ પઠાણ સહિત 20 બળવાખોર સાંસદો સામે ક્યારે કાર્યવાહી ? લોકસભા અધ્યક્ષનો આવી ગયો જવાબ
calendar_today October 22, 2026

Delhi : યુસુફ પઠાણ સહિત 20 બળવાખોર સાંસદો સામે ક્યારે કાર્યવાહી ? લોકસભા અધ્યક્ષનો આવી ગયો જવાબ

તૃણમૂલ કોંગ્રેસમાંથી નેશનલિસ્ટ સિટિઝન્સ પાર્ટી ઓફ ઇન્ડિયામાં જોડાયેલા સાયોની ઘોષ અને યુસુફ પઠાણ સહિતના 20 બળવાખોર સાંસદો સામે ગેરલાયકાતની કાર્યવાહી અંગે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ મહત્વની સ્પષ્ટતા કરી છે. અધ્યક્ષે ગુરુવારે જણાવ્યું હતું કે સંબંધિત સભ્યોનો જવાબ મળ્યા બાદ બંધારણની દસમી અનુસૂચિ અનુસાર આગળની પ્રક્રિયા હાથ ધરાશે. આ મામલે બંને પક્ષોને સાંભળવામાં આવશે.સંસદસભ્યો પાસેથી લેખિત ખુલાસો મંગાયોલોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ 22 ઓક્ટોબરે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પણ છે અને તેમની પોતાની અદાલતમાં પણ ચાલી રહ્યો છે. દસમી અનુસૂચિ હેઠળ એક ચોક્કસ બંધારણીય પ્રક્રિયા નિર્ધારિત થયેલી છે અને સંસદસભ્યો પાસેથી લેખિત ખુલાસો માંગવામાં આવ્યો છે. સાંસદોનો જવાબ આવ્યા પછી તરત જ આગામી પગલાં ભરવામાં આવશે. બંધારણીય પ્રક્રિયાનો અનિવાર્ય ભાગ છેઅધ્યક્ષે ઉમેર્યું કે તેઓ આ સમગ્ર કેસમાં સંપૂર્ણ પારદર્શિતા જાળવવા માંગે છે. કોઈપણ સભ્યને પોતાનો પક્ષ રજૂ કરવાની પૂરતી તક આપવી એ બંધારણીય પ્રક્રિયાનો અનિવાર્ય ભાગ છે. જો બળવાખોર સભ્યો સમય લંબાવવાની માંગ કરે તો નિયમ મુજબ તેમને સમય આપવો પડે છે. સંસદીય અદાલતમાં તમામ નિર્ણયો એક જ દિવસમાં આવી શકતા નથી.ગેરલાયક ઠેરવવા માટે સ્પીકરને અરજી કરાયેલી છેઆ અગાઉ તૃણમૂલ કોંગ્રેસના નેતા અભિષેક બેનર્જીએ લોકસભા અધ્યક્ષને 20 અલગ-અલગ અરજીઓ સોંપી હતી. તેમણે દલીલ કરી હતી કે આ સભ્યોએ સ્વેચ્છાએ પક્ષનું સભ્યપદ છોડીને એનસીપીઆઈમાં પ્રવેશ કર્યો હોવાથી તેમને ગેરલાયક ઠેરવવા જોઈએ. બેનર્જીએ અધ્યક્ષને વિનંતી કરી હતી કે અલગ જૂથનો દાવો કરતા કોઈપણ જૂથને કોઈ માન્યતા, દરજ્જો કે સગવડ આપવામાં ન આવે. ત્યારબાદ ટીએમસી નેતાએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવીને કાર્યવાહીમાં વિલંબ થતો હોવાની રજૂઆત કરી હતી. સાંસદોને ગેરલાયક ઠેરવવાનો અધિકાર અધ્યક્ષ પાસેસુપ્રીમ કોર્ટે 23 સપ્ટેમ્બરે આશા વ્યક્ત કરી હતી કે સ્પીકર આ અરજીઓ પર ઝડપથી નિર્ણય લેશે. અધ્યક્ષે જણાવ્યું કે જવાબ આવ્યા પછી પ્રક્રિયા ઝડપી બનાવાશે. દલ-બદલ સંબંધિત કેસમાં સાંસદોને ગેરલાયક ઠેરવવાનો અધિકાર અધ્યક્ષ પાસે છે, જેને કોર્ટમાં પડકારી શકાય છે.આ પણ વાંચો :   Sandesh Digital Explainer : દિવાળી પ્રવાસમાં ડિજિટલ ઠગાઈનો ખતરો, બુકિંગ કરતાં પહેલાં જાણી લો આ વાતો                      

Read Full Story arrow_forward