android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara: પ્રેમસંબંધનો કરુણ અંત, મંગેતર યુવતીએ જ યુવકની હત્યા કરી, પોસ્ટમોર્ટમ રિપોર્ટે પોલ ખોલી
calendar_today January 2, 2026

Vadodara: પ્રેમસંબંધનો કરુણ અંત, મંગેતર યુવતીએ જ યુવકની હત્યા કરી, પોસ્ટમોર્ટમ રિપોર્ટે પોલ ખોલી

વડોદરામાં પ્રેમસંબંધની એક કરુણ ઘટના સામે આવી છે, જેમાં સાથે જિંદગી વિતાવવાની કસમો ખાધેલી યુવતીએ જ પોતાના મંગેતરને મોતને ઘાટ ઉતાર્યો હોવાનો ખુલાસો થયો છે. પ્રાથમિક રીતે સામાન્ય મૃત્યુ લાગી રહેલા આ કેસમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ ચોંકાવનારી હકીકત સામે આવી હતી.સચિન અને રેખા વચ્ચે પ્રેમસબંધ છોટાઉદેપુર જિલ્લાના રોઝકૂવા ગામનો 23 વર્ષીય સચિન ગણપતભાઈ રાઠવા અને રેલવેમાં નોકરી કરતી રેખા સકુભાઈ રાઠવા વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી પ્રેમસંબંધ હતો. બંનેની સગાઈ પણ થઈ ચૂકી હતી. રેખા વડોદરાના પ્રતાપનગર રેલવે કોલોનીમાં રહેતી હોવાથી સચિન પણ તેની સાથે રહેવા આવ્યો હતો. સચિનને રેખાને લઈને અન્ય સંબંધની શંકા હતી મળતી માહિતી મુજબ, 29 ડિસેમ્બરના રોજ સચિનને રેખાને લઈને અન્ય સંબંધની શંકા હતી, જેને લઈ બંને વચ્ચે વિવાદ થયો હતો. આ દરમિયાન રેખાએ લગ્ન કરવાની ના પાડી હતી. સચિને આ બાબતની જાણ પોતાના પિતાને ફોન દ્વારા કરી હતી. ત્યારબાદ સચિન ઊંઘી ગયો હતો. પોતાના દુપટ્ટા વડે સચિનનું ગળું દબાવીને હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું રાત્રિ દરમિયાન જ રેખાએ પોતાના દુપટ્ટા વડે સચિનનું ગળું દબાવીને હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. બાદમાં તેણે જાણે કંઈ બન્યું જ ન હોય તેમ સચિન ઊંઘમાંથી ન ઊઠતો હોવાની વાત કરી હતી. સચિનને તાત્કાલિક સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. યુવતીએ ત્રણ દિવસ સુધી પોલીસને ગેરમાર્ગે દોરી શંકાસ્પદ સંજોગોમાં થયેલા મૃત્યુને પગલે સચિનના પિતા ગણપતભાઈએ મંગેતર રેખા પર શંકા વ્યક્ત કરી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગળાના ભાગે નિશાન મળતા પોલીસને હત્યાની શંકા મજબૂત બની હતી. પોલીસે ઊલટતપાસ હાથ ધરી હતી, જેમાં યુવતીએ ત્રણ દિવસ સુધી પોલીસને ગેરમાર્ગે દોરી હોવાનું બહાર આવ્યું હતું. હાલ મકરપુરા પોલીસે યુવતી સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ અને કાર્યવાહી શરૂ કરી છે. આ પણ વાંચો----   Vadodara: મુખ્ય જંક્શન પર સ્પ્રિંગ પોસ્ટ લગાવવાની કામગીરી વધુ તેજ બની, ટ્રાફિક સમસ્યા હળવી કરવાનો પ્રયાસ

Read Full Story arrow_forward
Ahmedabad News: રાજ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં યુવકનો મૃતદેહ મળ્યો
calendar_today January 2, 2026

Ahmedabad News: રાજ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં યુવકનો મૃતદેહ મળ્યો

અમદાવાદ જિલ્લામાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી મચી જવા પામી છે. ઘટનાની મળતી માહિતી અનુસાર, અમદાવાદ જિલ્લાના બાવળા શહેરમાં 22 વર્ષીય યુવકનો મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યો હતો. જે કારણે પંથકમાં ચકચાર મચી જવા પામી છે. રાજ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. આ યુવકનું નામ બનારસી કુમાર છે, અને તે બિહારનો વતની છે. આ મામલે ચાંગોદર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.મૃતદેહ બે પાણીની ટાંકી વચ્ચે લટકતી હાલતમાં મળી આવ્યો બાવળા સાણંદ માર્ગ પર આવેલા રાજ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ ખાતે 22 વર્ષીય યુવક બનારસી કુમારનો મૃતદેહ બે પાણીની ટાંકી વચ્ચે લટકતી હાલતમાં મળી આવ્યો હતો. આ બનાવવાની જાણ થતા જ બાવળા 108 અને 112 ઘટના સ્થળે પહોંચી હતી. આ મામલે ચાંગોદર પોલીસ સ્ટેશનને જાણ કરાતા ચાંગોદર પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને કબ્જે લીધો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ પણ વાંચો - Ahmedabad News : અમદાવાદના શાહીબાગ વોર્ડમાં શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબહેન વાઘેલાના હસ્તે રૂ.88 લાખના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરાયું

Read Full Story arrow_forward
Aravalli જિલ્લા બાર એસોસિએશનમાં લોકશાહીનો વિજય: હીરાભાઈ પટેલની પ્રમુખ તરીકે બિનહરીફ વરણી
calendar_today January 2, 2026

Aravalli જિલ્લા બાર એસોસિએશનમાં લોકશાહીનો વિજય: હીરાભાઈ પટેલની પ્રમુખ તરીકે બિનહરીફ વરણી

અરવલ્લી જિલ્લાના વકીલ આલમમાં ફરી એકવાર એકતાના દર્શન થયા છે. અરવલ્લી જિલ્લા બાર એસોસિએશનની આગામી ટર્મ માટેની ચૂંટણી પ્રક્રિયામાં પ્રમુખ સહિતના તમામ હોદ્દેદારોની બિનહરીફ વરણી કરવામાં આવી છે. આ નિર્ણયને વકીલોની એકતા અને સંગઠન શક્તિના વિજય તરીકે જોવામાં આવી રહ્યો છે. જિલ્લા બાર એસોસિએશનના પ્રમુખ તરીકે હીરાભાઈ પટેલની સર્વાનુમતે અને બિનહરીફ વરણી કરવામાં આવી છે. તેમની સાથે અન્ય સભ્યોની પણ બિનહરીફ વરણી થતા સમગ્ર વકીલ મંડળમાં આનંદની લહેર પ્રસરી ગઈ છે.અરવલ્લી ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે યોજાયો સત્કાર સમારંભચૂંટણી વિના જ તમામ હોદ્દેદારો નક્કી થતા સમય અને શક્તિનો બચાવ થયો હોવાનું વકીલો જણાવી રહ્યા છે. આ બિનહરીફ વરણી બાદ અરવલ્લી ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે એક ભવ્ય સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નવનિયુક્ત પ્રમુખ હીરાભાઈ પટેલ અને તેમની ટીમનું ફૂલહાર અને મોં મીઠું કરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન જિલ્લાના વિવિધ તાલુકા મથકોના બાર એસોસિએશનના પ્રમુખો અને હોદ્દેદારોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward