android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad: થર્ટી ર્ફ્સ્ટે પૂર્વ વિસ્તારમાં ડ્રગ્સનો એક પણ કેસ નહીં, 117 લોકો દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા
calendar_today January 1, 2026

Ahmedabad: થર્ટી ર્ફ્સ્ટે પૂર્વ વિસ્તારમાં ડ્રગ્સનો એક પણ કેસ નહીં, 117 લોકો દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા

શહેરમાં વર્ષ 2025ના વિદાય કરવા અને 2026ને આવકારવા માટે બુધવારે સાંજે મોટાપ્રમાણમાં યુવાનો શહેરના વિવિધ વિસ્તારોમાં એકઠા થયા હતા.જેમાં અમદાવાદમાં નવા વર્ષની ઉજવણી માટે વર્ષોથી જાણીતા એવા સી.જી.રોડ તેમજ સિંઘુ ભવન રોડ પર રાત્રીના 10 વાગ્યા બાદ ભારે ભીડ એકઠી થઇ હતી. જ્યારે પૂર્વ વિસ્તારોમાં રીંગરોડ, કાંકરિયા, મણિનગર સહિતના વિસ્તારોમાં લોકો રસ્તા પર એકઠા થઇને નવા વર્ષની ઉજવણી કરી હતી. ત્યારે ડ્રગ્સ તેમજ દારૂનો નશો કરતા નબીરાઓને તપાસવા માટે એસઓજી સહિતની પોલીસની ટીમ તૈનાત રહી હતી. મોડીરાતે એક પછી એક લોકોને ચેક કર્યા હતા જેમાં સંખ્યાબંધ દારૂ ઢીંચેલા લોકોને પોલીસે ઝડપી પાડયા હતા. પૂર્વ વિસ્તારમાં પોલીસે 117 દારૂડિયાઓને પકડી પાડયા છે. જ્યારે ડ્રગ્સ અંગે એક પણ કેસ કરવામાં આવ્યો નથી. સૌથી વધુ વટવા, મણિનગર અને સરદારનગરમાંથી ઝડપાયા છે. શહરેમાં ગત વર્ષે 242થી વધુ દારૂડિયાઓ પોલીસ સંકજામાં આવી ગયા હતા જ્યારે તેની સામે મોડીરાત સુધી શહેરમાં 177થી વધુ દારૂડિયા જ પકડાયા છે. અમદાવાદના વટવા પોલીસ સ્ટેશનમાં સૌથી વધુ 21, મણિનગરમાં 16 અને સરદારનગરમાં 13 દારૂડિયાઓને પોલીસે ઝડપી લીધા છે. જ્યારે શાહિબાગ, ખોખરા, કાગડાપીઠ અને નારોલમાં એક પણ દારૂ પીધેલાના કેસ કરવામાં નથી આવ્યા. જ્યારે પોલીસે દારૂ પીને ઝડપાયેલા લોકોને બલ્ડ ટેસ્ટ માટે સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. મોડીરાતે સિવિલ હોસ્પિટલ દારૂડીયાઓથી ઉભરાયુ હતુ. અમદાવાદ જીલ્લામાં પણ પોલીસ સંખ્યાબંધ દારૂડીયાઓને ઝડપી પાડીને લોકઅપમાં ધકેલી દીધા હતા. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad: હોટેલમાં મંગળસૂત્ર પહેરાવી નિકોલની 19 વર્ષની યુવતી સાથે પરિણીત શખ્સનું દુષ્કર્મ
calendar_today January 1, 2026

Ahmedabad: હોટેલમાં મંગળસૂત્ર પહેરાવી નિકોલની 19 વર્ષની યુવતી સાથે પરિણીત શખ્સનું દુષ્કર્મ

નિકોલમાં રહેતી સગીરાને પરિણીત શખ્સે લગ્નની લાલચ આપીને આબુ, ઉદેપુર, મહારાષ્ટ્ર, ગોવા લઇ જઇને દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યુ હતુ.તેમજ હોટલમાં હું તારી સાથે લગ્ન કરીશ કહીને મંગળસૂત્ર પહેરાવી લગ્નનો ડોળ કરીને દુષ્કર્મ આચર્યુ હતુ. આ અંગે યુવતીએ શખ્સ સામે નિકોલ પોલીસ સ્ટેશનમાં પોક્સો સહિતની કલમ હેઠળ ફરિયાદ નોધાવી છે. મૂળ અમરેલીની અને હાલમાં નિકોલમાં રહેતી 19 વર્ષીય યુવતી ખાનગી કોલેજમાં બીબીએમાં અભ્યાસ કરે છે. ગત જાન્યુઆરી 2024માં તે નિકોલ ખાતે થિયેટરમાં મૂવી જોવા ગઇ હતી ત્યાં તેની મુલાકાત એક યુવતી સાથે થઇ હતી. બાદમાં બંને મિત્રો બન્યા હતા. બાદમાં મહિલા મિત્રે યુવતીને કહ્યુ કે એક સારો છોકરો છે તારે મિત્રતા કરવી છે જેથી યુવતીએ હા પાડતા બાવળાના યુવક સાથે મુલાકાત કરાવી હતી. તે સમયે યુવતી સગીરવયની હતી. બાદમાં યુવતી અને દિપક વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. બાદમાં ગત માર્ચ 2024માં યુવક કાર લઇને યુવતી અને તેના ભાઇને આબુ અને ઉદેપુર ફરવા લઇ ગયો હતો. ત્યાં યુવકે યુવતી સાથે અનેક વખત દુષ્કર્મ આચર્યુ હતુ. બાદમાં યુવક યુવતીને લગ્નની લાલચ આપીને હોટલમાં લઇ જઇ મંગળસૂત્ર પહેરાવી લગ્નનો ડોળ કરીને દુષ્કર્મ આચર્યુ હતુ. તેમજ મહારાષ્ટ્ર પણ ફરવા લઇ જઇને દુષ્કર્મ આચર્યુ હતુ ઉપરાંત સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચર્યુ હતુ. આટલું જ નહિ યુવકને કાર ખરીદવી હોવાથી યુવતી પાસે રૂરિયા માંગતા રૂ. 4.50 લાખ આપ્યા હતા. બાદમાં યુવતીને ગોવા કન્યાકુમારી ફરવા લઇ ગયો અને ત્યાં અનેકવાર દુષ્કર્મ આચર્યુ હતુ. જ્યારે ગોવા હતા તે સમયે યુવકના ફોનમાં એક યુવતીનો ફોન આવતા યુવતીએ તેને પૂછતા મારી પત્નીનો ફોન છે કહીને ઝઘડો કરીને તેણે યુવતીને માર માર્યો હતો. તેમજ યુવકે યુવતીને હું પત્નીને છૂટાછેડા આપી તારી સાથે રહેવા માંગુ છું કહીને છૂટાછેડાનો કરાર પણ મોકલ્યો હતો. ત્યારબાદ બંને મૈત્રી કરાર પર રહેતા હતા, પરંતુ કોર્ટ મેરેજના કાગળો બાબતે પૂછતા યુવકે યુવતીને માર માર્યો હતો અને હું તારી સાથે લગ્ન કરવાનો નથી કહીને ધમકી આપી જતો રહ્યો હતો. કંટાળીને યુવતીએ યુવક સામે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે. મહત્વનું છે કે યુવતીએ અગાઉ સરખેજ પોલીસ સ્ટેશનમાં યુવક સામે ફરિયાદ નોધાવી હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Panchmahal:બોડેલીની ઢોકલિયા પબ્લિક હૉસ્પિટલ બંધ થતાં પંથકના દર્દીઓને હાલાકી
calendar_today January 1, 2026

Panchmahal:બોડેલીની ઢોકલિયા પબ્લિક હૉસ્પિટલ બંધ થતાં પંથકના દર્દીઓને હાલાકી

સમગ્ર છોટાઉદેપુર જિલ્લા સહિત નજીકના પંચમહાલ, નર્મદા તેમજ પડોશી રાજ્યો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી આવતા દર્દીઓ માટે આશીર્વાદરૂપ ગણાતી છોટાઉદેપુર જિલ્લાની 100 ઉપરાંત બેડ તથા 100 ઉપરાંતનો સ્ટાફ ધરાવતી નામાંકિત ઢોકલિયા પબ્લિક હોસ્પિટલ આજે ગંભીર સંકટનો સામનો કરી રહી છે. હોસ્પિટલના ટ્રસ્ટીઓ સામે થયેલી ફરિયાદને લઈ વિવાદમાં ચાલી રહેલી હોસ્પિટલમાં દવાઓની ખરીદી પ્રક્રિયા થોડા સમયથી બંધ રહેતા અહીં સારવાર અર્થે આવતા સેકડો દર્દીઓમાંથી દાખલ કરવા યોગ્ય દર્દીઓને પણ દાખલ કરવાનું બંધ કરાયું છે.ગરીબો માટે આશીર્વાદરૂપ આ હોસ્પિટલની જવાબદારી હાલ જિલ્લા વહીવટી તંત્રના હસ્તક લઈ દવાની ખરીદી કરાય તો આ હોસ્પિટલ ફરીથી દર્દીઓથી ભરચક થશે. 25મી ડિસેમ્બરથી દવાઓની ખરીદી બંધ થઈ છે. મુખ્ય ટ્રસ્ટીઓ સામે વિવાદિત ફરિયાદ થતા પીટીઆરના ટ્રસ્ટી પણ દવાની ખરીદીમાં જવાબદારી લેવા તૈયાર નથી. 200 ઉપરાંતની ઓપીડી ધરાવતા આ હોસ્પિટલમાં ટ્રસ્ટીઓ સામે થયેલી ફરિયાદના વિવાદને લઈ દવાની ખરીદી બંધ થતાં દર્દીઓને દાખલ કરવાના બંધ કર્યા છે. ડોક્ટરોનો પગાર હોલ્ડ થયો છે, દર્દીઓને દાખલ કરવાનું પણ બંધ થતા ચાર જેટલા ડોક્ટરોએ રાજીનામાં આપ્યા છે. અને હૉસ્પિટલમાં પુનઃ ફરજ બજાવશે તેમ જણાવ્યું હતું. આ પરિસ્થિતિથી કંટાળીને હોસ્પિટલના ચાર જેટલા મહત્વના ડોક્ટરોએ એકસાથે રાજીનામાં આપી દેતા બોડેલી નગર સહિત સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં ભારે ચકચાર મચી ગઈ છે. દર્દીઓ અને તેમના સગા સંબંધીઓ સારવાર વિના પરત ફરવા મજબૂર બન્યા છે, જેના કારણે આરોગ્ય સેવાઓ પર ગંભીર પ્રશ્નાર્થ ઊભું થયું છે. આ હોસ્પિટલમાં દાખલ દર્દીએ જણાવ્યું હતું કે, મારી બહેનને ઓક્સિજન લેવલ ડાઉન થઈ જવાથી વેન્ટિલેટર પર મૂકાઇ હતી. પરંતુ અહીંના ડોક્ટરો દ્વારા યોગ્ય સારવાર આપી તેને નવું જીવન આપ્યું છે. આવા અનેક દર્દીઓ સાજા થઈ રહ્યા છે. તેવામાં આં હોસ્પિટલની સ્થિતિ બંધ થવાની આરે આવતા અહીં સારવાર અર્થે આવતા દર્દીઓને ખાનગી મોંઘી હોસ્પિટલે જવું પડે છે. જેથી અમારી માંગ છે કે, તંત્ર દ્વારા હોસ્પિટલને પોતાના હસ્તક લઇ ફરી ધમધમથી કરવામાં આવે તેમ દર્દીના ભાઇ બોડેલીના જય તિવારીએ જણાવ્યું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward