android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Suratના અનાવલ પોલીસ સ્ટેશનની હદમાં SMCનો ત્રીજો મોટો દરોડો, રૂ.40.84 લાખના વિદેશી દારૂ સાથે 3 કાર જપ્ત
calendar_today October 22, 2026

Suratના અનાવલ પોલીસ સ્ટેશનની હદમાં SMCનો ત્રીજો મોટો દરોડો, રૂ.40.84 લાખના વિદેશી દારૂ સાથે 3 કાર જપ્ત

ગાંધીના ગુજરાતમાં બૂટલેગરો બેફામ બન્યા હોવાની વધુ એક ઘટના દક્ષિણ ગુજરાતમાંથી સામે આવી છે. સુરત ગ્રામ્ય વિસ્તારમાં આવતા અનાવલ પોલીસ સ્ટેશનની હદમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમ દ્વારા વધુ એક મોટા પાયે દરોડો પાડવામાં આવ્યો છે. અનાવલ પોલીસની હદમાં SMC દ્વારા ટૂંકા સમયમાં ત્રીજી વખત સફળ રેડ કરવામાં આવી છે, જેના કારણે સ્થાનિક પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે અને બુટલેગરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. દમણથી દારૂ ભરીને કીમ તરફ જતી કાર ઝડપાઈસ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે દમણ તરફથી વિદેશી દારૂનો જથ્થો ભરીને ગાડીઓ પસાર થવાની છે. આ બાતમીના આધારે SMC ની ટીમે અંબિકા નદીના સણવલ્લા પુલ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલી ફોર્ચ્યુનર, ક્રેટા અને બલેનો એમ કુલ ત્રણ કારને રોકીને તલાશી લેવામાં આવી હતી. ગાડીઓની અંદર તપાસ કરતાં વિદેશી દારૂની 153 પેટીઓ મળી આવી હતી. પોલીસે દારૂ અને ત્રણ લક્ઝુરિયસ કાર સહિત કુલ રૂ. 40,84,375નો જથ્થો જપ્ત કર્યો હતો. મુખ્ય આરોપી કપિલ યોગી ઝડપાયોઆ દરોડા દરમિયાન SMC ની ટીમે દમણના રહેવાસી કપિલ યોગી નામના શખ્સને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પ્રાથમિક પૂછપરછમાં આ દારૂનો જથ્થો દમણથી ભરીને સુરતના કીમ વિસ્તારમાં પહોંચાડવાનો હોવાનું સામે આવ્યું છે. આ રેકેટમાં સંડોવાયેલા દમણ અને કીમના અન્ય 10 જેટલા કારભારીઓ અને બુટલેગરોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. સમગ્ર મા અંગે અનાવલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધાવીને ભાગી છૂટેલા આરોપીઓને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vav-Tharad News: પ્રેમપ્રકરણમાં 18 વર્ષીય યુવકની હત્યા કરાયાનો આક્ષેપ; પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
calendar_today October 22, 2026

Vav-Tharad News: પ્રેમપ્રકરણમાં 18 વર્ષીય યુવકની હત્યા કરાયાનો આક્ષેપ; પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

બનાસકાંઠા જિલ્લાના વાવ પંથકમાં પ્રેમપ્રકરણની શંકાને લઈને એક અત્યંત ચકચારી અને હૃદયદ્રાવક ખૂનની ઘટના સામે આવી છે. વાવ નજીક આવેલા સ્વરૂપ પાટીયા વિસ્તારમાં એક ખેતરના ઢાળિયામાંથી 18 વર્ષીય યુવક અશોક ઠાકોરનો રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકના પરિવારજનો અને ભાઈ દ્વારા કરવામાં આવેલા ગંભીર આક્ષેપો અનુસાર આરોપીઓની બહેન સાથેના પ્રેમસંબંધની અદાવત રાખીને આ હત્યાનું પૂર્વઆયોજિત ષડયંત્ર રચવામાં આવ્યું હતું. આ બનાવને પગલે સમગ્ર વાવ પંથકમાં ભારે ચકચાર અને અરેરાટી વ્યાપી ગઈ છે.દારૂમાં નશાની ગોળીઓ ભેળવી ગળે ટૂંપો અપાયાનો આક્ષેપ મુખ્ય આરોપીઓ મહેશ ઠાકોર અને કિરણ ઠાકોરે યુવક અશોક ઠાકોરને દારૂમાં નશાની ચાર ગોળીઓ ભેળવીને પીવડાવી દીધી હતી. યુવક બેભાન કે અર્ધબેભાન નશાની હાલતમાં સરી પડ્યા બાદ તેને ગળે ટૂંપો આપીને નિર્દયતાપૂર્વક હત્યા કરી નાખવામાં આવી હતી. આ હત્યાને કુદરતી કે આત્મહત્યાનો રંગ આપવા માટે આરોપીઓએ મૃતદેહને શર્ટ વડે ઢાળિયામાં લટકાવી દીધો હતો. જોકે, મૃતકના પગ જમીનને અડેલા અવસ્થામાં હોવાથી પરિવારજનોએ શરૂઆતથી જ આત્મહત્યાની થિયરી સામે ભારે શંકા વ્યક્ત કરી હતી.મૃતકના ભાઈની ફરિયાદના આધારે તપાસ હાથ ધરીઘટનાની જાણ થતા જ વાવ પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો. મૃતકના ભાઈ દ્વારા આપવા આવેલી સવિસ્તર ફરિયાદના આધારે પોલીસે મુખ્ય આરોપી મહેશ ઠાકોર અને કિરણ ઠાકોર વિરુદ્ધ હત્યા અને ગુનાહિત ષડયંત્રનો ગુનો નોંધી લીધો છે. વાવ પોલીસે આ કેસમાં સાક્ષીઓના નિવેદનો અને ફોરેન્સિક તેમજ મેડિકલ રિપોર્ટના આધારે આગળની સઘન તપાસ શરૂ કરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Khambhat : 12 ગુનામાં વોન્ટેડ કુખ્યાત આરોપી આશીફ રૂપાલ હથિયાર સાથે આખરે ઝડપાયો
calendar_today October 22, 2026

Khambhat : 12 ગુનામાં વોન્ટેડ કુખ્યાત આરોપી આશીફ રૂપાલ હથિયાર સાથે આખરે ઝડપાયો

આણંદ જિલ્લાના ખંભાતમાં ગુનાહિત પ્રવૃત્તિઓ આચરતો કુખ્યાત રીઢો ગુનેગાર આશીફ રૂપાલ દેશી પિસ્તોલ અને જીવતા કારતુસ સાથે પોલીસ સકંજામાં આવી ગયો છે. ખંભાતના નગરા રોડ પરથી આણંદ એલસીબી પોલીસે આ કુખ્યાત આરોપીને ઝડપી પાડ્યો છે. અગાઉ અનેક ગંભીર અપરાધોમાં સામેલ આ શખ્સ પાંચ પોલીસ સ્ટેશનના 12 ગુનામાં નાસતો ફરતો વોન્ટેડ હતો.આશીફ રૂપાલને દેશી પિસ્તોલ સાથે ઝડપી પાડ્યોઆણંદ એલસીબી પોલીસની ટીમે ખંભાતના નગરા રોડ પરથી કુખ્યાત રીઢા ગુનેગાર આશીફ રૂપાલને દેશી પિસ્તોલ સાથે ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે તેની પાસેથી ગેરકાયદે રાખેલી એક દેશી પિસ્તોલ તેમજ જીવતા કારતુસ કબજે કર્યા છે. એલસીબી પોલીસે હથિયાર અને કારતુસ મળીને કુલ રૂ. 85,200 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.અનેક ગંભીર પ્રકારના અપરાધોમાં સીધી રીતે સામેલખંભાત પંથકમાં સતત ગુનાહિત પ્રવૃત્તિઓ આચરતો આ કુખ્યાત હથિયારધારી આરોપી આખરે પોલીસના સકંજામાં આવી ગયો છે. પકડાયેલો આ શખ્સ અગાઉ પણ અનેક ગંભીર પ્રકારના અપરાધોમાં સીધી રીતે સામેલ રહ્યો છે.આશીફ રૂપાલ અગાઉ 48 જેટલા ગુનાઓમાં સંડોવાયેલોપોલીસ તપાસમાં એવી વિગતો ખુલી છે કે ઝડપાયેલો રીઢો આરોપી આશીફ રૂપાલ અગાઉ 48 જેટલા ગુનાઓમાં સંડોવાયેલો છે. આ ઉપરાંત તે પાંચ પોલીસ સ્ટેશનના 12 જેટલા ગંભીર ગુનાઓમાં લાંબા સમયથી નાસતો ફરતો વોન્ટેડ આરોપી હતો. આરોપી આશીફ રૂપાલ સાયલેન્સર ચોરીના ગુનામાં પણ સંડોવાયેલો હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે. અનેક ગુનાઓમાં વોન્ટેડ રહેલા આ અસામાજિક તત્ત્વની ધરપકડથી ગુનાખોરી પર મોટી અસર પડશે.પિસ્તોલ સપ્લાય કરનાર ઈરફાન મન્સુરીની શોધખોળ આરોપીની વધુ પૂછપરછ દરમિયાન એ બાબત સામે આવી છે કે તેને દેશી પિસ્તોલ ઈરફાન મન્સુરી નામના શખ્સે સપ્લાય કરી હતી. આથી પિસ્તોલ સપ્લાય કરનાર ઈરફાન મન્સુરીને ઝડપી પાડવા માટે પણ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. દેશી પિસ્તોલ અને જીવતા કારતુસ સાથે પકડાયેલા આ કુખ્યાત આરોપીના રિમાન્ડ મેળવવાની કાનૂની તજવીજ પોલીસે હાથ ધરી છે. આ મામલે પોલીસે ગુનો નોંધીને ફરાર સપ્લાયરની શોધખોળ સહિતની આગળની તપાસ વધુ તેજ બનાવી છે. આ પણ વાંચો :   Sandesh Digital Explainer : દિવાળી પ્રવાસમાં ડિજિટલ ઠગાઈનો ખતરો, બુકિંગ કરતાં પહેલાં જાણી લો આ વાતો                                                                +

Read Full Story arrow_forward