android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vibrant Gujarat Summit: હર્ષ સંઘવીના નેતૃત્વમાં ગુજરાતનું ડેલિગેશન દક્ષિણ કોરિયા પહોંચ્યું, ટેક્સટાઈલ ક્ષેત્રે મોટા રોકાણના એંધાણ!
calendar_today October 22, 2026

Vibrant Gujarat Summit: હર્ષ સંઘવીના નેતૃત્વમાં ગુજરાતનું ડેલિગેશન દક્ષિણ કોરિયા પહોંચ્યું, ટેક્સટાઈલ ક્ષેત્રે મોટા રોકાણના એંધાણ!

આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પૂર્વતૈયારીના ભાગરૂપે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં એક ઉચ્ચસ્તરીય ગુજરાત ડેલિગેશન દક્ષિણ કોરિયાના પ્રવાસે પહોંચ્યું છે. આ પ્રવાસનો મુખ્ય હેતુ ગુજરાતના ઔદ્યોગિક ક્ષેત્રે ખાસ કરીને ટેક્સટાઈલ ઉદ્યોગમાં વિદેશી રોકાણ આકર્ષવાનો અને વૈશ્વિક ભાગીદારી મજબૂત કરવાનો છે.દેગુ શહેરમાં 'ગુજરાત-કોરિયા ટેક્સટાઈલ ઇન્ડસ્ટ્રી રાઉન્ડટેબલ' યોજાઈદક્ષિણ કોરિયાના પ્રખ્યાત ઔદ્યોગિક શહેર દેગુ ખાતે 'ગુજરાત-કોરિયા ટેક્સટાઈલ ઇન્ડસ્ટ્રી રાઉન્ડટેબલ' બેઠકનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ ખાસ બેઠકમાં કોરિયાની 12 જેટલી અગ્રણી ટેક્સટાઈલ કંપનીઓના પ્રતિનિધિઓ સહિત એકંદરે 28 કોરિયન પ્રતિનિધિઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. બેઠકમાં મુખ્યત્વે ટેક્સટાઈલ મશીનરી, અદ્યતન ફેબ્રિક પ્રોડક્શન અને ટેકનિકલ ટાસ્ક પર વિસ્તૃત રાઉન્ડટેબલ ચર્ચા કરવામાં આવી હતી.કોરિયન ટેકનોલોજી અને ગુજરાતની ઉત્પાદન ક્ષમતાનું જોડાણઆ બેઠક દરમિયાન ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચે ટેક્સટાઈલ ક્ષેત્રે નવી તકો ઊભી કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. દક્ષિણ કોરિયાની અદ્યતન ટેકનોલોજી અને નવીનતમ મશીનરી તેમજ ગુજરાતની વિશાળ ઉત્પાદન ક્ષમતા અને કુશળ માનવબળના સમન્વયથી વૈશ્વિક સ્તરે ટેક્સટાઈલ ઉદ્યોગમાં નવો ઈતિહાસ રચી શકાય તેમ છે. ગુજરાતના ઔદ્યોગિક વાતાવરણ અને નીતિઓની કોરિયન રોકાણકારો સમક્ષ પ્રભાવશાળી રજૂઆત કરવામાં આવી હતી.નવસારીના 1,142 એકરના PM મિત્રા પાર્કમાં રોકાણ માટે નિમંત્રણગુજરાત ડેલિગેશન દ્વારા કોરિયન કંપનીઓને નવસારી ખાતે આકાર લઈ રહેલા 1142 એકરના વિશાળ 'PM મિત્રા પાર્ક'માં રોકાણ કરવા માટે ખુલ્લું આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ પાર્કમાં વર્લ્ડ-ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સિંગલ-વિન્ડો ક્લિયરન્સ અને પ્લગ-એન્ડ-પ્લે સુવિધાઓ ઉપલબ્ધ હોવાથી કોરિયન ઉદ્યોગપતિઓએ પણ ગુજરાતમાં પોતાના યુનિટ્સ સ્થાપવામાં ઊંડો રસ દાખવ્યો હતો.આ પણ વાંચો: Gandhinagar News: ચૂંટણી પૂર્વે વહીવટી તંત્રમાં મોટો ફેરફાર, રાજ્યના 22 ડેપ્યુટી કલેક્ટરની ત્વરિત બદલી!

Read Full Story arrow_forward
CEC Gyanesh Kumar: જ્ઞાનેશકુમાર સામે વિશેષ સત્રમાં મહાભિયોગ પ્રસ્તાવ આવશે તો શું થશે? ઓમ બિરલાએ આપ્યું મોટું નિવેદન!
calendar_today October 22, 2026

CEC Gyanesh Kumar: જ્ઞાનેશકુમાર સામે વિશેષ સત્રમાં મહાભિયોગ પ્રસ્તાવ આવશે તો શું થશે? ઓમ બિરલાએ આપ્યું મોટું નિવેદન!

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને પદ પરથી દૂર કરવાની વિપક્ષની માગ વચ્ચે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ જણાવ્યું છે કે આવો કોઈ પ્રસ્તાવ આવશે તો નિર્ધારિત બંધારણીય પ્રક્રિયાનું પાલન કરવામાં આવશે. બીજી તરફ, સીમાંકન અને મહિલા અનામત સાથે જોડાયેલાં ખરડા રજૂ કરવા માટે સંસદનું વિશેષ સત્ર બોલાવવું કે નહીં તેનો નિર્ણય સરકાર લેશે.મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને પદ પરથી દૂર કરવાની વિપક્ષની માગ વચ્ચે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું છે કે જો આ અંગે પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે તો નિયમો અનુસાર કાર્યવાહી થશે. તેમણે જણાવ્યું કે આ પ્રક્રિયા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને પદ પરથી દૂર કરવા માટે અપનાવવામાં આવતી પ્રક્રિયા જેવી જ છે.નોંધનીય છે કે વિપક્ષ જ્ઞાનેશ કુમારને પદ પરથી દૂર કરવા માટે પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહ્યો છે. અગાઉ પણ વિપક્ષે લોકસભા અને રાજ્યસભા બંનેમાં આ અંગે નોટિસ આપી હતી. 12 માર્ચે આપવામાં આવેલી આ નોટિસ પર લોકસભાના 130 અને રાજ્યસભાના 63 સાંસદોની સહી હતી. જોકે, આ નોટિસ નામંજૂર કરવામાં આવી હતી. વિપક્ષનો આક્ષેપ હતો કે નોટિસ નામંજૂર કરવાનું કોઈ કારણ જણાવવામાં આવ્યું નહોતું.વિશેષ સત્ર બોલાવવાનો નિર્ણય સરકાર લેશેઆજે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ જણાવ્યું કે આવો પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે ત્યારે નિયમો અનુસાર નિર્ણય લેવામાં આવશે. તેમણે કહ્યું કે આ અંગેની પ્રક્રિયા સ્પષ્ટ છે.બિરલાએ વધુમાં જણાવ્યું કે સીમાંકન અને મહિલા અનામત સાથે જોડાયેલા બંધારણીય સુધારા ખરડા અંગે વિશેષ સત્ર બોલાવવું કે નહીં તેનો નિર્ણય સરકારે લેવાનો છે. તેમણે કહ્યું કે અગાઉ પણ અનેક વખત એવું બન્યું છે કે સંસદનું સત્ર લાંબા સમય સુધી અનિશ્ચિત મુદત માટે સ્થગિત કર્યા પછી સત્રાવસાન જાહેર કરવામાં આવ્યું ન હોય.નોંધનીય છે કે સંસદનું ચોમાસુ સત્ર 13 ઓગસ્ટે અનિશ્ચિત મુદત માટે સ્થગિત કરવામાં આવ્યું હતું, પરંતુ અત્યાર સુધી સત્રાવસાન જાહેર કરવામાં આવ્યું નથી. લોકસભા સચિવાલયનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, કાયદાકીય રીતે સંસદનું સત્ર હજુ પણ ચાલુ છે. સત્રાવસાન થયું ન હોવાથી ગૃહની બેઠક ફરી બોલાવવા માટે રાષ્ટ્રપતિની મંજૂરીની જરૂર પડશે નહીં.બેઠક પહેલાં 3થી 7 દિવસની નોટિસ આપી શકાયસૂત્રોના જણાવ્યા અનુસાર, સંસદની બેઠક ફરી બોલાવવા માટે કોઈ નોટિસ આપવી ફરજિયાત નથી. જોકે, સાંસદોને પોતાના કાર્યક્રમો ગોઠવવામાં સરળતા રહે અને તેઓ બેઠકમાં હાજર રહી શકે તે માટે લોકસભાના અધ્યક્ષ બેઠક પહેલાં 3થી 7 દિવસની નોટિસ આપી શકે છે.લોકસભા સચિવાલયનાં સૂત્રોએ એમ પણ જણાવ્યું કે જો સંસદનું સત્ર ફરી બોલાવવામાં આવે તો તેને વિશેષ સત્ર અથવા અગાઉના સત્રની જ આગળની કાર્યવાહી તરીકે ઓળખાવી શકાય છે.સૂત્રોના જણાવ્યા અનુસાર, સંસદનું શિયાળુ સત્ર બોલાવવા માટે 14 દિવસની નોટિસ આપવી પણ ફરજિયાત નથી. જોકે, સામાન્ય રીતે સાંસદોને પ્રશ્નકાળ માટે પ્રશ્નો રજૂ કરવા પૂરતો સમય મળે તે માટે આટલી અગાઉથી જાણ કરવામાં આવે છે.વિશેષ સત્ર પૂર્ણ થયા પછી તરત જ શિયાળુ સત્ર બોલાવી શકાય નહીં એવું પણ નથી. બંધારણીય જોગવાઈ મુજબ, સંસદનાં બે સત્રો વચ્ચે 6 મહિનાથી વધુનો સમયગાળો હોવો જોઈએ નહીં.રિજિજુએ ખડગેને પત્ર લખ્યોબીજી તરફ, સરકારી સૂત્રોએ સંકેત આપ્યો છે કે સીમાંકન અને મહિલા અનામત સાથે જોડાયેલા બંધારણીય સુધારા ખરડા પસાર કરાવવા માટે સરકાર પાસે વિશેષ સત્ર બોલાવવાનો વિકલ્પ ખુલ્લો છે.સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુએ રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખીને જણાવ્યું છે કે સરકાર DMK, સમાજવાદી પાર્ટી, શિવસેના (UBT) અને BJDના સંપર્કમાં છે.સૂત્રોના જણાવ્યા અનુસાર, બંધારણીય સુધારા ખરડા પસાર કરવા માટે જરૂરી બે તૃતીયાંશ બહુમતી અંગે ખાતરી થયા બાદ સરકાર વિશેષ સત્ર બોલાવવાનો નિર્ણય લઈ શકે છે. આ નિર્ણય લેતી વખતે 26 અને 27 ઓક્ટોબરે યોજાનારા BRICS સંસદીય મંચને પણ ધ્યાનમાં લેવામાં આવશે.

Read Full Story arrow_forward
Gujarat Latest News Live:  દિવાળી તહેવાર પર એસટી નિગમનું વિશેષ આયોજન, મુસાફરોના ધસારાને પહોંચી વળવા દોડાવાશે 2400 એક્સ્ટ્રા બસો
calendar_today October 22, 2026

Gujarat Latest News Live: દિવાળી તહેવાર પર એસટી નિગમનું વિશેષ આયોજન, મુસાફરોના ધસારાને પહોંચી વળવા દોડાવાશે 2400 એક્સ્ટ્રા બસો

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 22 ઓક્ટોબરના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward