android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar : રાજ્યમાં ગ્રીન કવર વધારવા મહત્વનો નિર્ણય
calendar_today January 2, 2026

Gandhinagar : રાજ્યમાં ગ્રીન કવર વધારવા મહત્વનો નિર્ણય

કેન્દ્ર સરકારના વર્ષ 2023ના ઇન્ડીયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ મુજબ ગુજરાતમાં વન અને વૃક્ષ કવર રાજ્યના કુલ ક્ષેત્રફળના 11.03 ટકા છે. આ ગ્રીન કવરમાં વધારો કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.જેમાં ગુજરાતની કુલ 185 નદીઓના બંને કાંઠાની જમીન પર વન વિભાગ દ્વારા વૃક્ષ ઉછેર ઝુંબેશ હાથ ધરવામાં આવશે. જે અંતર્ગત વૃક્ષ ઉછેર ઉપયોગ માટે અગાઉથી જમીનનું સિમાંકન અને GIS મેપિંગ કરીને કાર્યક્ષેત્ર ચોક્કસ કરીને જરૂરિયાતવાળી જમીનની ઓળખ કરવામાં આવશે. જમીનનો ઉપયોગ માત્ર ગ્રીન કવર માટે કરાશે વન મંત્રી અર્જુનભાઈએ વધુ વિગતો આપતાં કહ્યું હતું કે,રાજ્યમાં ગ્રીન કવર વધારવા રાજ્યની તમામ 185 નદીઓના બન્ને કાંઠાના વન સંરક્ષણ તેમજ સંવર્ધનની કામગીરી વન વિભાગને સોંપવામાં આવી છે. જમીનની સ્થિતિ ખાસ કરીને સરકારી જમીન અને વણવપરાયેલી સરકારી જમીનના રેકોર્ડ્સની ચકાસણી કરી વિકાસલક્ષી પ્રાથમિકતાઓ જળવાઈ રહે તે માટે આ જમીનનો ઉપયોગ માત્ર ગ્રીન કવર-વૃક્ષ ઉછેર માટે જ કરવાનો રહેશે.મંત્રીએ કહ્યું હતું કે,આ કાર્યક્ષેત્ર હેઠળની જમીનો ઉપર કોઇ પણ રીતે વાણિજ્યિક પ્રવૃત્તિ-નફાકારક પ્રવૃત્તિ કરવાની રહેશે નહી.આવી સવાલવાળી જમીન ગ્રીન કવર-વૃક્ષ ઉછેરનો વિકાસ કરવા પુરતી જ જમીનના વપરાશની પરવાનગી આપવામાં આવે છે.

Read Full Story arrow_forward
Vadodara: પ્રતાપપુરા સરોવરમાં ચોમાસામાં ભરાયેલું પાણી હવે આજવા સરોવરમાં ટ્રાન્સફર, વડોદરાના નાગરિકોને વધારાનો પાણી પુરવઠો મળશે
calendar_today January 2, 2026

Vadodara: પ્રતાપપુરા સરોવરમાં ચોમાસામાં ભરાયેલું પાણી હવે આજવા સરોવરમાં ટ્રાન્સફર, વડોદરાના નાગરિકોને વધારાનો પાણી પુરવઠો મળશે

ગત વર્ષ 2025ના ચોમાસા દરમિયાન પ્રતાપપુરા સરોવર તેની પૂર્ણ ક્ષમતા 228.65 ફૂટ સુધી ભરાઈ ગયું હતું અને આ મહત્તમ સ્તર હાલ સુધી જાળવી રાખવામાં આવ્યું છેહવે મહાનગરપાલિકાએ આ પાણી આજવા સરોવરમાં ટ્રાન્સફર કરવાનું શરૂ કર્યું પહેલાં આ સરોવરનું વધારાનું પાણી વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવતું હતું, પરંતુ હવે મહાનગરપાલિકાએ આ પાણી આજવા સરોવરમાં ટ્રાન્સફર કરવાનું શરૂ કર્યું છે. આ ટ્રાન્સફર આસોજ ખાતેના ફીડર કેનાલના દરવાજા મારફતે કરવામાં આવી રહ્યું છે. નાગરિકોને લગભગ 30 દિવસનો વધારાનો પીવાના પાણીનો પુરવઠો મળશે સુત્રોના જણાવ્યા અનુસાર, તબક્કાવાર ધોરણે પ્રતાપપુરા સરોવરથી કુલ 180 MCFT (અંદાજે 5096 મિલિયન લિટર) પાણી આજવા સરોવરમાં લેવાશે. આ પ્રક્રિયાથી વડોદરા શહેરના નાગરિકોને લગભગ 30 દિવસનો વધારાનો પીવાના પાણીનો પુરવઠો મળી શકશે. સંગ્રહ ક્ષમતામાં વધારો માટે ડ્રેનેજિંગ કાર્ય કરવામાં આવ્યું ગત વર્ષે પ્રતાપપુરા સરોવરની સંગ્રહ ક્ષમતામાં વધારો માટે ડ્રેનેજિંગ કાર્ય કરવામાં આવ્યું હતું, જેના કારણે વધુ પાણી સંગ્રહ કરી શકાય છે. સરોવરની મૂળ સંગ્રહ ક્ષમતા 150 MCFT (4246 મિલિયન લિટર) હતી, પરંતુ સરોવર વિસ્તારમાંથી 11,64,000 ઘન મીટરનું ડ્રેનેજિંગ કરવામાં આવવાથી હવે ક્ષમતા વધીને 5410 મિલિયન લિટર થઈ છે. આ પણ વાંચો----    Surendranagar જમીન કૌંભાડમાં તત્કાલિન કલેક્ટર રાજેન્દ્ર પટેલના 7 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર

Read Full Story arrow_forward
Vadodara: મુંબઇ-અમદાવાદ હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટના C-5 પેકેજના કામગીરી દરમિયાન અલકાપુરી ગરનાળા પર ટ્રાફિક ડાયવર્જન
calendar_today January 2, 2026

Vadodara: મુંબઇ-અમદાવાદ હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટના C-5 પેકેજના કામગીરી દરમિયાન અલકાપુરી ગરનાળા પર ટ્રાફિક ડાયવર્જન

વડોદરા શહેર પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં શહેરમાં મુંબઇ-અમદાવાદ હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટના C-5 પેકેજની સિવિલ વર્ક ચાલુ હોવાથી ટ્રાફિક ડાયવર્જન લાગુ કરવામાં આવી રહ્યું છે.અલકાપુરી ગરનાળુ બંધ રહેશે. શહેરના કડકબજારથી અલકાપુરી ગરનાળા તરફના રોડ પર ગડર લોન્ચિંગની કામગીરી કરવાની હોવાથી અલકાપુરી ગરનાળુ બંધ રહેશે.  વાહનો માટે ટ્રાફિક ડાયવર્જન લાગુ રહેશે આ કામગીરી દરમ્યાન તા. 26/12/2025 થી તા. 12/01/2026 સુધી અલકાપુરી ગરનાળા અંદરથી અવર-જવર કરતાં તમામ પ્રકારના વાહનો માટે ટ્રાફિક ડાયવર્જન લાગુ રહેશે. પ્રતિબંધિત રસ્તા કડકબજાર નાકા થી અલકાપુરી ગરનાળા થઇ અલકાપુરી રોડ તથા પ્રોડક્ટીવીટી નાકાથી અલકાપુરી ગરનાળા થઇ સયાજીગંજ રોડ-સ્ટેશન તરફનો રસ્તો બંધ કરાયો છે  વૈકલ્પિક વ્યવસ્થા કડકબજાર નાકા થી રેલવે સ્ટેશન તથા કાલાઘોડા થી ડેરીડેન સર્કલ, સુર્યા પેલેસ હોટલ ચાર રસ્તા, જેતલપુર બ્રિજ થઇ વલ્લભ ચોક જઇ શકાશે તથા પ્રોડક્ટીવીટી નાકા થઇ વલ્લભ ચોક ચાર રસ્તા થી જેતલપુર બ્રિજ જઇ શકાશે.આ પણ વાંચો----   Surendranagar જમીન કૌંભાડમાં તત્કાલિન કલેક્ટર રાજેન્દ્ર પટેલના 7 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર

Read Full Story arrow_forward