android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
CEC Gyanesh Kumar: જ્ઞાનેશકુમાર સામે વિશેષ સત્રમાં મહાભિયોગ પ્રસ્તાવ આવશે તો શું થશે? ઓમ બિરલાએ આપ્યું મોટું નિવેદન!
calendar_today October 22, 2026

CEC Gyanesh Kumar: જ્ઞાનેશકુમાર સામે વિશેષ સત્રમાં મહાભિયોગ પ્રસ્તાવ આવશે તો શું થશે? ઓમ બિરલાએ આપ્યું મોટું નિવેદન!

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને પદ પરથી દૂર કરવાની વિપક્ષની માગ વચ્ચે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ જણાવ્યું છે કે આવો કોઈ પ્રસ્તાવ આવશે તો નિર્ધારિત બંધારણીય પ્રક્રિયાનું પાલન કરવામાં આવશે. બીજી તરફ, સીમાંકન અને મહિલા અનામત સાથે જોડાયેલાં ખરડા રજૂ કરવા માટે સંસદનું વિશેષ સત્ર બોલાવવું કે નહીં તેનો નિર્ણય સરકાર લેશે.મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને પદ પરથી દૂર કરવાની વિપક્ષની માગ વચ્ચે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું છે કે જો આ અંગે પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે તો નિયમો અનુસાર કાર્યવાહી થશે. તેમણે જણાવ્યું કે આ પ્રક્રિયા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને પદ પરથી દૂર કરવા માટે અપનાવવામાં આવતી પ્રક્રિયા જેવી જ છે.નોંધનીય છે કે વિપક્ષ જ્ઞાનેશ કુમારને પદ પરથી દૂર કરવા માટે પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહ્યો છે. અગાઉ પણ વિપક્ષે લોકસભા અને રાજ્યસભા બંનેમાં આ અંગે નોટિસ આપી હતી. 12 માર્ચે આપવામાં આવેલી આ નોટિસ પર લોકસભાના 130 અને રાજ્યસભાના 63 સાંસદોની સહી હતી. જોકે, આ નોટિસ નામંજૂર કરવામાં આવી હતી. વિપક્ષનો આક્ષેપ હતો કે નોટિસ નામંજૂર કરવાનું કોઈ કારણ જણાવવામાં આવ્યું નહોતું.વિશેષ સત્ર બોલાવવાનો નિર્ણય સરકાર લેશેઆજે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ જણાવ્યું કે આવો પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે ત્યારે નિયમો અનુસાર નિર્ણય લેવામાં આવશે. તેમણે કહ્યું કે આ અંગેની પ્રક્રિયા સ્પષ્ટ છે.બિરલાએ વધુમાં જણાવ્યું કે સીમાંકન અને મહિલા અનામત સાથે જોડાયેલા બંધારણીય સુધારા ખરડા અંગે વિશેષ સત્ર બોલાવવું કે નહીં તેનો નિર્ણય સરકારે લેવાનો છે. તેમણે કહ્યું કે અગાઉ પણ અનેક વખત એવું બન્યું છે કે સંસદનું સત્ર લાંબા સમય સુધી અનિશ્ચિત મુદત માટે સ્થગિત કર્યા પછી સત્રાવસાન જાહેર કરવામાં આવ્યું ન હોય.નોંધનીય છે કે સંસદનું ચોમાસુ સત્ર 13 ઓગસ્ટે અનિશ્ચિત મુદત માટે સ્થગિત કરવામાં આવ્યું હતું, પરંતુ અત્યાર સુધી સત્રાવસાન જાહેર કરવામાં આવ્યું નથી. લોકસભા સચિવાલયનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, કાયદાકીય રીતે સંસદનું સત્ર હજુ પણ ચાલુ છે. સત્રાવસાન થયું ન હોવાથી ગૃહની બેઠક ફરી બોલાવવા માટે રાષ્ટ્રપતિની મંજૂરીની જરૂર પડશે નહીં.બેઠક પહેલાં 3થી 7 દિવસની નોટિસ આપી શકાયસૂત્રોના જણાવ્યા અનુસાર, સંસદની બેઠક ફરી બોલાવવા માટે કોઈ નોટિસ આપવી ફરજિયાત નથી. જોકે, સાંસદોને પોતાના કાર્યક્રમો ગોઠવવામાં સરળતા રહે અને તેઓ બેઠકમાં હાજર રહી શકે તે માટે લોકસભાના અધ્યક્ષ બેઠક પહેલાં 3થી 7 દિવસની નોટિસ આપી શકે છે.લોકસભા સચિવાલયનાં સૂત્રોએ એમ પણ જણાવ્યું કે જો સંસદનું સત્ર ફરી બોલાવવામાં આવે તો તેને વિશેષ સત્ર અથવા અગાઉના સત્રની જ આગળની કાર્યવાહી તરીકે ઓળખાવી શકાય છે.સૂત્રોના જણાવ્યા અનુસાર, સંસદનું શિયાળુ સત્ર બોલાવવા માટે 14 દિવસની નોટિસ આપવી પણ ફરજિયાત નથી. જોકે, સામાન્ય રીતે સાંસદોને પ્રશ્નકાળ માટે પ્રશ્નો રજૂ કરવા પૂરતો સમય મળે તે માટે આટલી અગાઉથી જાણ કરવામાં આવે છે.વિશેષ સત્ર પૂર્ણ થયા પછી તરત જ શિયાળુ સત્ર બોલાવી શકાય નહીં એવું પણ નથી. બંધારણીય જોગવાઈ મુજબ, સંસદનાં બે સત્રો વચ્ચે 6 મહિનાથી વધુનો સમયગાળો હોવો જોઈએ નહીં.રિજિજુએ ખડગેને પત્ર લખ્યોબીજી તરફ, સરકારી સૂત્રોએ સંકેત આપ્યો છે કે સીમાંકન અને મહિલા અનામત સાથે જોડાયેલા બંધારણીય સુધારા ખરડા પસાર કરાવવા માટે સરકાર પાસે વિશેષ સત્ર બોલાવવાનો વિકલ્પ ખુલ્લો છે.સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુએ રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખીને જણાવ્યું છે કે સરકાર DMK, સમાજવાદી પાર્ટી, શિવસેના (UBT) અને BJDના સંપર્કમાં છે.સૂત્રોના જણાવ્યા અનુસાર, બંધારણીય સુધારા ખરડા પસાર કરવા માટે જરૂરી બે તૃતીયાંશ બહુમતી અંગે ખાતરી થયા બાદ સરકાર વિશેષ સત્ર બોલાવવાનો નિર્ણય લઈ શકે છે. આ નિર્ણય લેતી વખતે 26 અને 27 ઓક્ટોબરે યોજાનારા BRICS સંસદીય મંચને પણ ધ્યાનમાં લેવામાં આવશે.

Read Full Story arrow_forward
Gujarat Latest News Live:  દિવાળી તહેવાર પર એસટી નિગમનું વિશેષ આયોજન, મુસાફરોના ધસારાને પહોંચી વળવા દોડાવાશે 2400 એક્સ્ટ્રા બસો
calendar_today October 22, 2026

Gujarat Latest News Live: દિવાળી તહેવાર પર એસટી નિગમનું વિશેષ આયોજન, મુસાફરોના ધસારાને પહોંચી વળવા દોડાવાશે 2400 એક્સ્ટ્રા બસો

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 22 ઓક્ટોબરના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward
Suratના અનાવલ પોલીસ સ્ટેશનની હદમાં SMCનો ત્રીજો મોટો દરોડો, રૂ.40.84 લાખના વિદેશી દારૂ સાથે 3 કાર જપ્ત
calendar_today October 22, 2026

Suratના અનાવલ પોલીસ સ્ટેશનની હદમાં SMCનો ત્રીજો મોટો દરોડો, રૂ.40.84 લાખના વિદેશી દારૂ સાથે 3 કાર જપ્ત

ગાંધીના ગુજરાતમાં બૂટલેગરો બેફામ બન્યા હોવાની વધુ એક ઘટના દક્ષિણ ગુજરાતમાંથી સામે આવી છે. સુરત ગ્રામ્ય વિસ્તારમાં આવતા અનાવલ પોલીસ સ્ટેશનની હદમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમ દ્વારા વધુ એક મોટા પાયે દરોડો પાડવામાં આવ્યો છે. અનાવલ પોલીસની હદમાં SMC દ્વારા ટૂંકા સમયમાં ત્રીજી વખત સફળ રેડ કરવામાં આવી છે, જેના કારણે સ્થાનિક પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે અને બુટલેગરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. દમણથી દારૂ ભરીને કીમ તરફ જતી કાર ઝડપાઈસ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે દમણ તરફથી વિદેશી દારૂનો જથ્થો ભરીને ગાડીઓ પસાર થવાની છે. આ બાતમીના આધારે SMC ની ટીમે અંબિકા નદીના સણવલ્લા પુલ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલી ફોર્ચ્યુનર, ક્રેટા અને બલેનો એમ કુલ ત્રણ કારને રોકીને તલાશી લેવામાં આવી હતી. ગાડીઓની અંદર તપાસ કરતાં વિદેશી દારૂની 153 પેટીઓ મળી આવી હતી. પોલીસે દારૂ અને ત્રણ લક્ઝુરિયસ કાર સહિત કુલ રૂ. 40,84,375નો જથ્થો જપ્ત કર્યો હતો. મુખ્ય આરોપી કપિલ યોગી ઝડપાયોઆ દરોડા દરમિયાન SMC ની ટીમે દમણના રહેવાસી કપિલ યોગી નામના શખ્સને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પ્રાથમિક પૂછપરછમાં આ દારૂનો જથ્થો દમણથી ભરીને સુરતના કીમ વિસ્તારમાં પહોંચાડવાનો હોવાનું સામે આવ્યું છે. આ રેકેટમાં સંડોવાયેલા દમણ અને કીમના અન્ય 10 જેટલા કારભારીઓ અને બુટલેગરોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. સમગ્ર મા અંગે અનાવલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધાવીને ભાગી છૂટેલા આરોપીઓને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward