android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vav-Tharad News: પ્રેમપ્રકરણમાં 18 વર્ષીય યુવકની હત્યા કરાયાનો આક્ષેપ; પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
calendar_today October 22, 2026

Vav-Tharad News: પ્રેમપ્રકરણમાં 18 વર્ષીય યુવકની હત્યા કરાયાનો આક્ષેપ; પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

બનાસકાંઠા જિલ્લાના વાવ પંથકમાં પ્રેમપ્રકરણની શંકાને લઈને એક અત્યંત ચકચારી અને હૃદયદ્રાવક ખૂનની ઘટના સામે આવી છે. વાવ નજીક આવેલા સ્વરૂપ પાટીયા વિસ્તારમાં એક ખેતરના ઢાળિયામાંથી 18 વર્ષીય યુવક અશોક ઠાકોરનો રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકના પરિવારજનો અને ભાઈ દ્વારા કરવામાં આવેલા ગંભીર આક્ષેપો અનુસાર આરોપીઓની બહેન સાથેના પ્રેમસંબંધની અદાવત રાખીને આ હત્યાનું પૂર્વઆયોજિત ષડયંત્ર રચવામાં આવ્યું હતું. આ બનાવને પગલે સમગ્ર વાવ પંથકમાં ભારે ચકચાર અને અરેરાટી વ્યાપી ગઈ છે.દારૂમાં નશાની ગોળીઓ ભેળવી ગળે ટૂંપો અપાયાનો આક્ષેપ મુખ્ય આરોપીઓ મહેશ ઠાકોર અને કિરણ ઠાકોરે યુવક અશોક ઠાકોરને દારૂમાં નશાની ચાર ગોળીઓ ભેળવીને પીવડાવી દીધી હતી. યુવક બેભાન કે અર્ધબેભાન નશાની હાલતમાં સરી પડ્યા બાદ તેને ગળે ટૂંપો આપીને નિર્દયતાપૂર્વક હત્યા કરી નાખવામાં આવી હતી. આ હત્યાને કુદરતી કે આત્મહત્યાનો રંગ આપવા માટે આરોપીઓએ મૃતદેહને શર્ટ વડે ઢાળિયામાં લટકાવી દીધો હતો. જોકે, મૃતકના પગ જમીનને અડેલા અવસ્થામાં હોવાથી પરિવારજનોએ શરૂઆતથી જ આત્મહત્યાની થિયરી સામે ભારે શંકા વ્યક્ત કરી હતી.મૃતકના ભાઈની ફરિયાદના આધારે તપાસ હાથ ધરીઘટનાની જાણ થતા જ વાવ પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો. મૃતકના ભાઈ દ્વારા આપવા આવેલી સવિસ્તર ફરિયાદના આધારે પોલીસે મુખ્ય આરોપી મહેશ ઠાકોર અને કિરણ ઠાકોર વિરુદ્ધ હત્યા અને ગુનાહિત ષડયંત્રનો ગુનો નોંધી લીધો છે. વાવ પોલીસે આ કેસમાં સાક્ષીઓના નિવેદનો અને ફોરેન્સિક તેમજ મેડિકલ રિપોર્ટના આધારે આગળની સઘન તપાસ શરૂ કરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Khambhat : 12 ગુનામાં વોન્ટેડ કુખ્યાત આરોપી આશીફ રૂપાલ હથિયાર સાથે આખરે ઝડપાયો
calendar_today October 22, 2026

Khambhat : 12 ગુનામાં વોન્ટેડ કુખ્યાત આરોપી આશીફ રૂપાલ હથિયાર સાથે આખરે ઝડપાયો

આણંદ જિલ્લાના ખંભાતમાં ગુનાહિત પ્રવૃત્તિઓ આચરતો કુખ્યાત રીઢો ગુનેગાર આશીફ રૂપાલ દેશી પિસ્તોલ અને જીવતા કારતુસ સાથે પોલીસ સકંજામાં આવી ગયો છે. ખંભાતના નગરા રોડ પરથી આણંદ એલસીબી પોલીસે આ કુખ્યાત આરોપીને ઝડપી પાડ્યો છે. અગાઉ અનેક ગંભીર અપરાધોમાં સામેલ આ શખ્સ પાંચ પોલીસ સ્ટેશનના 12 ગુનામાં નાસતો ફરતો વોન્ટેડ હતો.આશીફ રૂપાલને દેશી પિસ્તોલ સાથે ઝડપી પાડ્યોઆણંદ એલસીબી પોલીસની ટીમે ખંભાતના નગરા રોડ પરથી કુખ્યાત રીઢા ગુનેગાર આશીફ રૂપાલને દેશી પિસ્તોલ સાથે ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે તેની પાસેથી ગેરકાયદે રાખેલી એક દેશી પિસ્તોલ તેમજ જીવતા કારતુસ કબજે કર્યા છે. એલસીબી પોલીસે હથિયાર અને કારતુસ મળીને કુલ રૂ. 85,200 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.અનેક ગંભીર પ્રકારના અપરાધોમાં સીધી રીતે સામેલખંભાત પંથકમાં સતત ગુનાહિત પ્રવૃત્તિઓ આચરતો આ કુખ્યાત હથિયારધારી આરોપી આખરે પોલીસના સકંજામાં આવી ગયો છે. પકડાયેલો આ શખ્સ અગાઉ પણ અનેક ગંભીર પ્રકારના અપરાધોમાં સીધી રીતે સામેલ રહ્યો છે.આશીફ રૂપાલ અગાઉ 48 જેટલા ગુનાઓમાં સંડોવાયેલોપોલીસ તપાસમાં એવી વિગતો ખુલી છે કે ઝડપાયેલો રીઢો આરોપી આશીફ રૂપાલ અગાઉ 48 જેટલા ગુનાઓમાં સંડોવાયેલો છે. આ ઉપરાંત તે પાંચ પોલીસ સ્ટેશનના 12 જેટલા ગંભીર ગુનાઓમાં લાંબા સમયથી નાસતો ફરતો વોન્ટેડ આરોપી હતો. આરોપી આશીફ રૂપાલ સાયલેન્સર ચોરીના ગુનામાં પણ સંડોવાયેલો હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે. અનેક ગુનાઓમાં વોન્ટેડ રહેલા આ અસામાજિક તત્ત્વની ધરપકડથી ગુનાખોરી પર મોટી અસર પડશે.પિસ્તોલ સપ્લાય કરનાર ઈરફાન મન્સુરીની શોધખોળ આરોપીની વધુ પૂછપરછ દરમિયાન એ બાબત સામે આવી છે કે તેને દેશી પિસ્તોલ ઈરફાન મન્સુરી નામના શખ્સે સપ્લાય કરી હતી. આથી પિસ્તોલ સપ્લાય કરનાર ઈરફાન મન્સુરીને ઝડપી પાડવા માટે પણ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. દેશી પિસ્તોલ અને જીવતા કારતુસ સાથે પકડાયેલા આ કુખ્યાત આરોપીના રિમાન્ડ મેળવવાની કાનૂની તજવીજ પોલીસે હાથ ધરી છે. આ મામલે પોલીસે ગુનો નોંધીને ફરાર સપ્લાયરની શોધખોળ સહિતની આગળની તપાસ વધુ તેજ બનાવી છે. આ પણ વાંચો :   Sandesh Digital Explainer : દિવાળી પ્રવાસમાં ડિજિટલ ઠગાઈનો ખતરો, બુકિંગ કરતાં પહેલાં જાણી લો આ વાતો                                                                +

Read Full Story arrow_forward
Ahmedabadમાં 'ફોક રાસ' કાન કાપવાના કેસમાં આવ્યો નવો વળાંક, ફરાર આરોપી ભાવિક ગજ્જરનો વીડિયો વાયરલ!
calendar_today October 22, 2026

Ahmedabadમાં 'ફોક રાસ' કાન કાપવાના કેસમાં આવ્યો નવો વળાંક, ફરાર આરોપી ભાવિક ગજ્જરનો વીડિયો વાયરલ!

અમદાવાદમાં ચકચારી બનેલા 'ફોક રાસ' ગરબા દરમિયાન યુવકના કાન કાપવાના કેસમાં એક નવો અને ચોંકાવનારો વળાંક સામે આવ્યો છે. આ કેસમાં પોલીસ પકડથી દૂર રહેલો મુખ્ય આરોપી ભાવિક ગજ્જર સોશિયલ મીડિયા પર ખુલ્લેઆમ સક્રિય થઈ ગયો છે અને તેનો એક નવો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં આરોપી ભાવિક ગજ્જરે ઊલટાનો ફરિયાદી પરિવાર અને પોલીસ પ્રશાસન પર જ ગંભીર આક્ષેપો કર્યા છે. તેણે સવાલ ઉઠાવ્યો છે કે આ ઘટનાના સંપૂર્ણ સીસીટીવી ફૂટેજ કેમ બહાર લાવવામાં નથી આવી રહ્યા અને ગરબા આયોજનમાં એકતરફી કાર્યવાહી કરવામાં આવી રહી છે.CM અને Deputy CM ને અપીલ કરતો વીડિયો વાયરલઆરોપી ભાવિક ગજ્જરે વીડિયોના માધ્યમથી રાજ્યના મુખ્યમંત્રી (CM) અને નાયબ મુખ્યમંત્રી (Deputy CM) તેમજ ગુજરાત પોલીસને અપીલ કરી છે કે આ મામલે નિષ્पक्ष તપાસ કરવામાં આવે. તેને રાજકીય અને પોલીસ તરફથી કોઈ સહારો મળી રહ્યો હોવાના આક્ષેપો પણ કર્યા છે. એક તરફ પોલીસ આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હોવાનો દાવો કરી રહી છે, તો બીજી તરફ વોન્ટેડ આરોપી ખુલ્લેઆમ સોશિયલ મીડિયા પર વીડિયો અપલોડ કરી રહ્યો છે, જેના કારણે પોલીસની પ્રશાસકીય કામગીરી અને તપાસ સામે ભારે સવાલો ઊભા થઈ રહ્યા છે.આ કેસમાં પોલીસની ભૂમિકા શંકાના ઘેરામાંઆ સમગ્ર ઘટનાક્રમ બાદ સામાન્ય લોકો અને સોશિયલ મીડિયા યુઝર્સમાં પોલીસની કાર્યશૈલી સામે રોષ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર સક્રિય હોવા છતાં પોલીસ શા માટે આરોપી સુધી પહોંચી શકી નથી તે એક મોટો પ્રશ્ન બન્યો છે. પોલીસ તંત્ર હવે આ નવા વીડિયોના આધારે તપાસના ચક્રો વધુ તેજ કરી રહી છે અને આરોપીને વહેલી તકે જેદરમાં પૂરવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward