android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Jio Platforms IPOનો ધમાકો! બીજા દિવસે 4.83 ગણો ભરાયો IPO, GMPમાં 22% પ્રીમિયમનો સંકેત
calendar_today October 22, 2026

Jio Platforms IPOનો ધમાકો! બીજા દિવસે 4.83 ગણો ભરાયો IPO, GMPમાં 22% પ્રીમિયમનો સંકેત

Reliance Industriesની ડિજિટલ અને ટેલિકોમ કંપની Jio Platformsના ₹30,213 કરોડના IPOનો આજે બીજો દિવસ છે. આ IPOએ પહેલા જ દિવસે મોટો વિક્રમ નોંધાવ્યો હતો. બીજા દિવસે પણ રોકાણકારોનો ઉત્સાહ યથાવત્ છે.માત્ર 100 મિનિટમાં સંપૂર્ણ ભરાઈ જનાર આ દેશનો અત્યાર સુધીનો સૌથી મોટો IPO છે. અનૌપચારિક ગ્રે માર્કેટમાં પણ તેના શેરના ભાવને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સંસ્થાકીય રોકાણકારોએ પણ આ IPOમાં મજબૂત રસ દાખવ્યો છે. બીજા દિવસે છૂટક રોકાણકારો માટેનો હિસ્સો પણ સંપૂર્ણ ભરાઈ ગયો છે.Reliance Industriesની ડિજિટલ અને ટેલિકોમ શાખા Jio Platformsના ₹30,213 કરોડના IPO માટે બીજા દિવસે પણ રોકાણકારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. બુધવારે બોલી શરૂ થયાના માત્ર 100 મિનિટમાં જ આ IPO સંપૂર્ણ ભરાઈ ગયો હતો. ભારતીય મૂડીબજારના ઇતિહાસમાં આટલી મોટી રકમના IPO માટે આ એક નવો વિક્રમ છે. Hyundai Motor Indiaના ₹27,870 કરોડના અગાઉના વિક્રમને પાછળ છોડીને Jio Platformsનો IPO દેશનો અત્યાર સુધીનો સૌથી મોટો IPO બન્યો છે. ગુરુવારે પણ રોકાણકારોનો ઉત્સાહ યથાવત્ રહ્યો હતો.બીજા દિવસે કયા વર્ગમાં કેટલું સબ્સ્ક્રિપ્શન મળ્યું?IPOના બીજા દિવસે સાંજે 4 વાગ્યા સુધીના આંકડા અનુસાર, આ IPO કુલ મળીને 4.83 ગણો ભરાયો હતો. કંપનીએ કુલ 19.75 કરોડ શેર વેચાણ માટે મૂક્યા હતા, જ્યારે રોકાણકારોએ 95.32 કરોડ શેર ખરીદવા માટે બોલી લગાવી હતી.સબ્સ્ક્રિપ્શનની દોડમાં લાયક સંસ્થાકીય ખરીદદારો (QIB) સૌથી આગળ રહ્યા હતા. આ વર્ગનો હિસ્સો 11.41 ગણો ભરાયો હતો. બિનસંસ્થાકીય રોકાણકારો (NII)નો હિસ્સો પણ 5.03 ગણો ભરાયો હતો.આ ઉપરાંત, શેરધારકો માટે અનામત હિસ્સો 3.59 ગણો, કર્મચારીઓ માટેનો હિસ્સો 1.98 ગણો અને છૂટક રોકાણકારો (RII) માટેનો હિસ્સો 1.43 ગણો ભરાયો હતો.પહેલા દિવસે કેટલું સબ્સ્ક્રિપ્શન મળ્યું હતું?પહેલા દિવસના સબ્સ્ક્રિપ્શનના આંકડા નીચે મુજબ હતા:- લાયક સંસ્થાકીય ખરીદદારો (QIB): આ વર્ગમાં સૌથી વધુ 9.02 ગણું સબ્સ્ક્રિપ્શન મળ્યું હતું.- બિનસંસ્થાકીય રોકાણકારો (NII): આ વર્ગનો હિસ્સો 1.59 ગણો ભરાયો હતો.- છૂટક રોકાણકારો (RII): પહેલા દિવસે આ વર્ગનો હિસ્સો 68 ટકા એટલે કે 0.68 ગણો ભરાયો હતો.- કર્મચારીઓ અને શેરધારકો: કર્મચારીઓ માટેનો હિસ્સો 1.30 ગણો અને શેરધારકો માટેનો હિસ્સો 1.38 ગણો ભરાયો હતો.IPO ખુલતાં પહેલાં જ કંપનીએ LIC, BlackRock અને Fidelity જેવી અગ્રણી ભારતીય તથા વૈશ્વિક સંસ્થાઓ પાસેથી ₹8,110 કરોડ એકત્ર કર્યા હતા. એન્કર રોકાણકારો માટેના હિસ્સામાં આશરે ₹2.5 લાખ કરોડની માગ નોંધાઈ હતી.બીજા દિવસે ગ્રે માર્કેટ પ્રીમિયમ કેટલું છે? લિસ્ટિંગ અંગે શું સંકેતો છે?અનૌપચારિક ગ્રે માર્કેટમાં Jio Platformsના શેરને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 22 ઓક્ટોબરની સવાર સુધીમાં શેરનું ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) ₹246 પ્રતિ શેર નોંધાયું હતું. આ આંકડો ₹1,119ની મહત્તમ ઇશ્યૂ કિંમતની સરખામણીએ આશરે 22 ટકા પ્રીમિયમનો સંકેત આપે છે.આ પ્રીમિયમના આધારે શેરનું સંભવિત લિસ્ટિંગ ₹1,365 પ્રતિ શેરના ભાવે થવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. જોકે, આ પહેલાં ગ્રે માર્કેટ પ્રીમિયમ ₹275 સુધી પહોંચ્યું હતું, જે આશરે 25 ટકા પ્રીમિયમ સાથે લિસ્ટિંગ થવાની શક્યતા દર્શાવતું હતું.નોંધનીય છે કે ગ્રે માર્કેટના ભાવ અનૌપચારિક હોય છે. તેના આધારે શેરનું વાસ્તવિક લિસ્ટિંગ મૂલ્ય નક્કી થતું નથી.IPOનું કદ, ભાવની મર્યાદા અને સબ્સ્ક્રિપ્શનની સ્થિતિJio Platformsએ IPO માટે પ્રતિ શેર ₹1,065થી ₹1,119ની ભાવમર્યાદા નક્કી કરી છે. મહત્તમ ભાવના આધારે કંપનીનું કુલ બજારમૂલ્ય આશરે ₹10.3 લાખ કરોડ થાય છે.21થી 23 ઓક્ટોબર સુધી ખુલ્લા રહેનારા આ IPOમાં સંસ્થાકીય અને બિનસંસ્થાકીય એમ બંને વર્ગના રોકાણકારો તરફથી ભારે માગ જોવા મળી છે.બ્રોકરેજ કંપનીઓનો અભિપ્રાય શું છે?દેશની અગ્રણી બ્રોકરેજ કંપનીઓએ Jio Platformsના IPOમાં રોકાણ કરવાની ભલામણ કરી છે.Motilal Oswal Wealth Management: બ્રોકરેજ કંપનીએ ટૂંકા ગાળામાં લિસ્ટિંગથી લાભ મેળવવા અને લાંબા ગાળાના રોકાણ એમ બંને હેતુ માટે IPOમાં રોકાણ કરવાની ભલામણ કરી છે. કંપનીના જણાવ્યા મુજબ, Jioનો 53.33 કરોડ ગ્રાહકોનો વિશાળ આધાર, પોતાની 5G ટેક્નોલોજી અને 7,220થી વધુ પેટન્ટ અરજીઓ તેની મુખ્ય શક્તિઓ છે.Swastika Investmart: ભારતમાં ડિજિટલ અર્થતંત્રનો વિકાસ, ઘર સુધી બ્રોડબેન્ડ સેવાઓનો વિસ્તાર અને પ્રતિ ગ્રાહક સરેરાશ આવક (ARPU)માં સુધારાને ધ્યાનમાં રાખીને બ્રોકરેજ કંપનીએ IPOમાં રોકાણ કરવાની ભલામણ કરી છે.Centrum Broking: આ બ્રોકરેજ કંપનીએ EBITDAના 12 ગણા મૂલ્યાંકનના આધારે કંપનીનું ઇક્વિટી મૂલ્ય ₹11.5 લાખ કરોડ રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો છે.છેલ્લાં 3 વર્ષમાં Jioનું નાણાકીય પ્રદર્શન કેવું રહ્યું?નાણાકીય મોરચે Jio Platformsએ છેલ્લાં 3 વર્ષમાં નોંધપાત્ર વૃદ્ધિ નોંધાવી છે.- કામકાજમાંથી આવક: નાણાકીય વર્ષ 2024માં ₹1,09,558 કરોડ રહેલી આવક વધીને નાણાકીય વર્ષ 2026માં ₹1,46,885 કરોડ થઈ હતી.- EBITDA અને નફાનું પ્રમાણ: EBITDA નાણાકીય વર્ષ 2024ના ₹54,341 કરોડથી વધીને નાણાકીય વર્ષ 2026માં ₹73,382 કરોડ થયું હતું. EBITDAનું પ્રમાણ વધીને 50 ટકા થયું હતું.- ચોખ્ખો નફો (PAT): નાણાકીય વર્ષ 2024માં ₹21,422 કરોડ રહેલો ચોખ્ખો નફો વધીને નાણાકીય વર્ષ 2026માં ₹30,064 કરોડ થયો હતો.- પ્રતિ ગ્રાહક સરેરાશ આવક (ARPU): નાણાકીય વર્ષ 2024માં ₹181.7 રહેલી સરેરાશ આવક વધીને જૂન 2026ના ત્રિમાસિક ગાળામાં ₹215.6 થઈ હતી.કંપની હવે માત્ર ટેલિકોમ સેવાઓ પૂરતી મર્યાદિત રહી નથી. તે ક્લાઉડ કમ્પ્યુટિંગ, કૃત્રિમ બુદ્ધિ (AI), સેટેલાઇટ બ્રોડબેન્ડ અને ઉદ્યોગો માટેનાં ડિજિટલ ઉકેલો જેવા ક્ષેત્રોમાં પણ વિસ્તરણ કરી રહી છે.Jio Platformsનો IPO કેમ ચર્ચામાં છે?₹30,213 કરોડનો Jio Platformsનો IPO તેના વિશાળ કદ, રેકોર્ડ સમયમાં મળેલા સબ્સ્ક્રિપ્શન અને મજબૂત નાણાકીય પ્રદર્શનને કારણે ભારતીય શેરબજારમાં ચર્ચાનો વિષય બન્યો છે.53.33 કરોડથી વધુ ગ્રાહકોનો વિશાળ આધાર, પોતાની 5G અને 6G ટેક્નોલોજી વિકસાવવાની ક્ષમતા તથા AI ક્ષેત્રમાં વિસ્તરણની યોજનાઓ કંપનીને ડિજિટલ ક્ષેત્રમાં મજબૂત સ્થાન અપાવે છે. કંપનીનું 50 ટકાનું EBITDA પ્રમાણ પણ તેની નાણાકીય મજબૂતી દર્શાવે છે.જોકે, IPOમાં રોકાણ કરતાં પહેલાં કંપનીનું મૂલ્યાંકન, જોખમો અને પોતાના નાણાકીય લક્ષ્યોને ધ્યાનમાં લેવા જરૂરી છે. ગ્રે માર્કેટ પ્રીમિયમ કે બ્રોકરેજની ભલામણો લિસ્ટિંગ વખતે નફો થવાની ખાતરી આપતી નથી.

Read Full Story arrow_forward
MP: મ્યુનિસિપલ કૌભાંડ એક લિટર ફિનાઇલનો ભાવ ₹33,500! કેવી રીતે ઉડાવાયા જનતાના રૂપિયા?
calendar_today October 22, 2026

MP: મ્યુનિસિપલ કૌભાંડ એક લિટર ફિનાઇલનો ભાવ ₹33,500! કેવી રીતે ઉડાવાયા જનતાના રૂપિયા?

મધ્ય પ્રદેશની 374 શહેરી સંસ્થાઓમાં ત્રણ વર્ષ દરમિયાન રૂ.1,134 કરોડની ખરીદીનું વિષ્લેષણ સરકારી ખરીદી વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા કરી રહ્યું છે. એક લિટર ફિનાઈલની કિંમત ક્યાંક રૂ.5 તો ક્યાંક રૂ.33,500 નોંધાઈ. 60 વોટની LED લાઇટ પણ અલગ-અલગ જગ્યાએ રૂ.306 અને રૂ.11,800 માં ખરીદવામાં આવી.આ સરકારી ખરીદીના આંકડાઓએ સૌ કોઈને ચોંકાવી દીધા છે. ક્યાંક એક લિટર ફિનાઇલની કિંમત રૂ.5 નોંધાઈ તો ક્યાંક આ જ પ્રકારના ઉત્પાદન માટે રૂ.33,500 ખર્ચવામાં આવ્યા.જ્યારે ભોપાલમાં આ જ ક્ષમતાની લાઇટની કિંમત રૂ.11,800 નોંધાઈ. કચરાની ગાડીઓની ખરીદીમાં પણ બે લાખ અને છ લાખ રૂપિયા સુધીનો મોટો તફાવત સામે આવ્યો છે. આ આંકડા સામે આવ્યા બાદ સરકારી નાણાંથી સામાન ખરીદતી વખતે કિંમતોની સરખામણી અને દેખરેખ કેટલી ગંભીરતાથી કરવામાં આવી તે અંગે સવાલો ઉઠી રહ્યા છે.શહેરી વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ (ACS) સંજય દુબેનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ શહેરી સંસ્થાઓની ખરીદી પ્રક્રિયા પર સવાલો ઉઠાવતા અધિકારીઓને કડક ચેતવણી આપતા જોવા મળે છે. બેઠકમાં MPSEDC ના એડિશનલ એમડી અંશુમાન રાજ દ્વારા રજૂ કરાયેલા વિશ્લેષણના આધારે ખરીદીના દરોમાં સામે આવેલા આ મોટા તફાવતની માહિતી આપવામાં આવી હતી. અધિકારીઓને સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો હતો કે હવે અસામાન્ય કિંમતો અને ખરીદીમાં ગેરરીતિઓને કોઈપણ સંજોગોમાં નજરઅંદાજ કરવામાં નહીં આવે.ડમ્પર, સ્ટ્રીટ લાઇટ અને ડિસઇન્ફેક્ટન્ટ પાછળ પણ કરોડોનો ખર્ચપ્રેઝન્ટેશનમાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન અલગ-અલગ મદો હેઠળ થયેલા ખર્ચની વિગતો પણ રજૂ કરવામાં આવી હતી. જેમાં ગાર્બેજ ટિપર અને ડમ્પરની ખરીદી પાછળ આશરે રૂ.65 કરોડ, સ્ટ્રીટ લાઇટ પાછળ રૂ.49 કરોડ, ઓક્ટોગોનલ પોલ પાછળ રૂ.27 કરોડ અને ડિસઇન્ફેક્ટન્ટ પાછળ આશરે રૂ.18 કરોડ ખર્ચાયા હોવાની માહિતી સામે આવી છે. આ તમામ સામગ્રી શહેરી સંસ્થાઓના રોજિંદા કામકાજ સાથે જોડાયેલી છે. કચરો ઉપાડતી ગાડીઓથી લઈને રસ્તાઓની લાઈટિંગ અને સફાઈમાં વપરાતા ઉત્પાદનો સુધી, આ તમામની ખરીદી પાછળ મોટો ખર્ચ કરવામાં આવે છે. આથી તેમના દરોની સરખામણી, ગુણવત્તાની ચકાસણી અને ચુકવણી પર દેખરેખ રાખવી અત્યંત મહત્વપૂર્ણ બની જાય છે. જો સામાન યોગ્ય અને વાજબી ભાવે ખરીદવામાં આવે, તો સરકારી નાણાંની મોટી બચત થઈ શકે છે. તેનાથી વિપરીત, જો સમાન ઉત્પાદન માટે યોગ્ય કારણ વગર વધુ નાણાં ચૂકવવામાં આવે, તો સરકારી તિજોરી પર વધારાનો બોજ પડે છે. આવા સંજોગોમાં ખરીદીના આંકડાઓનું નિયમિત વિશ્લેષણ અને અલગ-અલગ સંસ્થાઓના દરોની સરખામણી કરવી અનિવાર્ય ગણાય છે.સંજય દુબેની ચેતવણી, હવે ખરીદીમાં ગેરરીતિ સામે થશે કાર્યવાહીશહેરી વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ (ACS) સંજય દુબેએ બેઠકમાં અધિકારીઓને સ્પષ્ટ સંદેશ આપ્યો કે વિભાગ પાસે એ વાતની તમામ માહિતી છે કે કઈ શહેરી સંસ્થા કયો સામાન કયા ભાવે ખરીદી રહી છે. તેમણે જણાવ્યું કે ગયા વર્ષે આવા કેસોમાં છૂટછાટ આપવામાં આવી હતી પરંતુ હવે ખરીદીમાં કોઈ પણ ગેરરીતિ જણાશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.તેમણે અધિકારીઓને ચેતવણી આપતાં કહ્યું કે આવી ભૂલો હવે કોઈપણ સંજોગોમાં સહન કરવામાં નહીં આવે. હવે મુખ્ય સવાલ એ છે કે આટલા મોટા ભાવફેર પાછળના વાસ્તવિક કારણો શું હતા અને શું સંબંધિત ખરીદીમાં નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું? જો ઉત્પાદનોની ગુણવત્તા અને ખરીદીની શરતો એકસમાન હતી, તો કિંમતોના આટલા મોટા તફાવત માટે જવાબદારી નક્કી કરવી જરૂરી બનશે. બીજી તરફ જો તફાવત પાછળ કોઈ ટેકનિકલ કે અન્ય માન્ય કારણો હતા તો તેનો સ્પષ્ટ રેકોર્ડ પણ સામે આવવો જોઈએ.મંત્રી પ્રતિમા બાગરી -ગેરરીતિ સહન નહીં થાયઆ મામલે શહેરી વહીવટ રાજ્યમંત્રી પ્રતિમા બાગરીએ કહ્યું કે સંજય દુબેનો જે વીડિયો વાયરલ થયો છે તેની પુષ્ટિ કરી સમગ્ર મામલાની તપાસ પણ કરાશે. તપાસમાં અનિયમિતતા જણાશે તો સંબંધિત લોકો સામે કડક કાર્યવાહી પણ થશે. ભૂતકાળમાં પણ નગરપાલિકાઓ અને નગર પરિષદોમાં અનિયમિતતાઓ સામે આવવા પર કાર્યવાહી કરાઈ છે.તો કોંગ્રેસના આરોપો પર વળતો પ્રહાર કરતાં પ્રતિમા બાગરીએ જણાવ્યું કે કોંગ્રેસના શાસનકાળમાં ભ્રષ્ટાચાર થતો હતો પરંતુ તેની કોઈ તપાસ થતી નહોતી. તેમણે કહ્યું કે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને મુખ્યમંત્રી ડૉ.મોહન યાદવના નેતૃત્વમાં ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી કરાઈ રહી છે.વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ : https://sandesh.com/d

Read Full Story arrow_forward
India Poland relations: ભારત અને પોલેન્ડ વચ્ચે રક્ષા, અવકાશ અને આતંકવાદ જેવા મુદ્દાઓ પર વ્યાપક સહમતિ
calendar_today October 22, 2026

India Poland relations: ભારત અને પોલેન્ડ વચ્ચે રક્ષા, અવકાશ અને આતંકવાદ જેવા મુદ્દાઓ પર વ્યાપક સહમતિ

બેઠક દરમિયાન, પીએમ મોદીએ જણાવ્યું હતું કે, બંને દેશો તેમના સંબંધોને વધુ ગાઢ બનાવવા સંમત થયા હતા.મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા પોલેન્ડના વડા પ્રધાન ડોનાલ્ડ ટસ્કની ત્રણ દિવસની ભારત મુલાકાત દરમિયાન, વડા પ્રધાન મોદીએ તેમની સાથે અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી. આ વાટાઘાટો પછી જારી કરાયેલા સંયુક્ત મીડિયા નિવેદનમાં, વડા પ્રધાન મોદીએ ભાર મૂક્યો હતો કે યુક્રેનમાં ચાલી રહેલ યુદ્ધ હોય કે પશ્ચિમ એશિયામાં તણાવ, ભારત શાંતિ પુનઃસ્થાપિત કરવાના હેતુથી દરેક અર્થપૂર્ણ અને નિષ્ઠાવાન પ્રયાસને સમર્થન આપવાનું ચાલુ રાખશે.સંબંધોને વધુ ગાઢ બનાવવા સંમત આ ઐતિહાસિક બેઠક દરમિયાન, પોલેન્ડના વડા પ્રધાન ડોનાલ્ડ ટસ્કે વર્તમાન વૈશ્વિક પરિદૃશ્યમાં ભારતની ભૂમિકાની પ્રશંસા કરી અને દેશને વિશ્વ માટે "આશાનું કિરણ" ગણાવ્યું. વાતચીત દરમિયાન અનેક મહત્વપૂર્ણ વ્યૂહાત્મક અને સુરક્ષા નિર્ણયો લેવામાં આવ્યા. વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે બંને દેશો સંરક્ષણ, અવકાશ અને પરમાણુ ઊર્જા જેવા મુખ્ય ક્ષેત્રોમાં તેમના સંબંધોને વધુ ગાઢ બનાવવા સંમત થયા છે.બંને દેશોમાં ઉચ્ચ શિક્ષણને પ્રોત્સાહનભારતીય યુનિવર્સિટીઓમાં પોલિશ ભાષાના શિક્ષકોની હાજરીને પ્રોત્સાહન આપવા અને બંને દેશોની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ વચ્ચે સહયોગને પ્રોત્સાહન આપવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ, ફેકલ્ટી અને સંશોધકો વચ્ચે આદાનપ્રદાન તેમજ સંયુક્ત સંશોધનને પ્રોત્સાહન આપવામાં આવશે. સંસ્કૃતિ, વિજ્ઞાન અને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રોમાં સહયોગ અંગે કરાર ટૂંક સમયમાં પૂર્ણ થશે તે અંગે સંમતિ સધાઈ હતી. ભારતના રાષ્ટ્રીય આર્કાઇવ્ઝ અને પોલેન્ડના રાજ્ય આર્કાઇવ્ઝ વચ્ચે સહકાર કરારને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં તેના પર હસ્તાક્ષર થવાની અપેક્ષા છે. રમતગમત, યુવા આદાનપ્રદાન, પર્યટન અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા લોકો-થી-લોકોના સંબંધોને વધારવા પર સંમતિ સધાઈ હતી.સંયુક્ત રાષ્ટ્રમાં ભારતની ભૂમિકાને સમર્થનભારત અને પોલેન્ડે સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરના આધારે બહુપક્ષીયતાના મહત્વનો પુનરોચ્ચાર કર્યો. બંને દેશોએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં માળખાકીય સુધારાઓની જરૂરિયાત પર ભાર મૂક્યો, જેમાં કાયમી અને બિન-કાયમી બંને શ્રેણીઓમાં તેનું વિસ્તરણ શામેલ છે. પોલેન્ડે વધુ સમાવિષ્ટ, સુધારેલા અને વિસ્તૃત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતના કાયમી સભ્યપદ માટે પોતાનો ટેકો વ્યક્ત કર્યો. પોલેન્ડે 2028-29 કાર્યકાળ માટે સુરક્ષા પરિષદમાં બિન-કાયમી બેઠક માટે ભારતની ઉમેદવારી માટે પણ પોતાનો ટેકો વ્યક્ત કર્યો હતો.આ પણ વાંચોઃ લાલ સમુદ્રમાં ભારતીય બોટ પર સાઉદી અરબના હુમલાનો દાવો, બચાવ કામગીરી શરૂ

Read Full Story arrow_forward