android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live:  આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ કાર્ટેલના 3 આરોપીઓના 31 ઓક્ટોબર સુધી રિમાન્ડ મંજૂર
calendar_today October 22, 2026

Gujarat Latest News Live: આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ કાર્ટેલના 3 આરોપીઓના 31 ઓક્ટોબર સુધી રિમાન્ડ મંજૂર

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 22 ઓક્ટોબરના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward
Ahmedabad : આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ કાર્ટેલના 3 આરોપીઓના 31 ઓક્ટોબર સુધી રિમાન્ડ મંજૂર
calendar_today October 22, 2026

Ahmedabad : આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ કાર્ટેલના 3 આરોપીઓના 31 ઓક્ટોબર સુધી રિમાન્ડ મંજૂર

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તાજેતરમાં પકડી પાડેલા ડ્રગ્સ કાર્ટેલના ત્રણેય આરોપીઓને મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. આ સમગ્ર નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે પોલીસે અદાલત સમક્ષ 12 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે બંને પક્ષોની દલીલો ધ્યાને લીધા બાદ આરોપીઓના 31 ઓક્ટોબર સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર કરવાનો સ્પષ્ટ આદેશ આપ્યો હતો.આરોપીઓને મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરાયાઅમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપાયેલા ડ્રગ્સ કાર્ટેલના મુખ્ય આરોપીઓ મોહમ્મદ ઇમરાન અલવી, કફીલ અહેમદ તેમજ તિફલે નૌખેજને કડક સુરક્ષા વચ્ચે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરાયા હતા. 31 ઓક્ટોબર સુધીના પોલીસ રિમાન્ડ પોલીસે અદાલતમાં રજૂઆત કરી હતી કે આ આંતરરાષ્ટ્રીય સ્તરના ડ્રગ્સ નેટવર્કના તાર ક્યાં સુધી જોડાયેલા છે તેની વિગતો મેળવવી અનિવાર્ય છે. તેથી આરોપીઓની સઘન પૂછપરછ માટે 12 દિવસના રિમાન્ડની ખાસ માંગણી કરવામાં આવી હતી. અદાલતે તમામ બાબતોની ગંભીરતા નોંધીને ત્રણેય આરોપીઓના 31 ઓક્ટોબર સુધીના પોલીસ રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા હતા.ડ્રગ્સનો મુખ્ય રિસીવર કોણ છે તે દિશામાં તપાસ અત્યંત તેજ હાલમાં પોલીસ તંત્ર દ્વારા ગુજરાતમાં આ ડ્રગ્સનો મુખ્ય રિસીવર કોણ છે તે દિશામાં તપાસ અત્યંત તેજ બનાવવામાં આવી છે. આરોપીઓ દ્વારા અગાઉ કેટલી વખત આ પ્રકારે ડ્રગ્સનો મોટો જથ્થો મોકલવામાં આવ્યો હતો તેની ઝીણવટભરી વિગતો પણ એકત્ર કરવામાં આવી રહી છે. આ ઉપરાંત અફઘાનિસ્તાનથી હેરોઈન મોકલનાર મુખ્ય સૂત્રધારો અને આરોપીઓના સંપર્કમાં રહેલા તમામ સપ્લાયરોની કડીઓ મેળવવા માટે પોલીસ સઘન પૂછપરછ ચલાવી રહી છે. આ પણ વાંચો :   Sandesh Digital Explainer : દિવાળી પ્રવાસમાં ડિજિટલ ઠગાઈનો ખતરો, બુકિંગ કરતાં પહેલાં જાણી લો આ વાતો                                

Read Full Story arrow_forward
Chhota Udepur : દારૂ ભરેલી કાર ટ્રક સાથે અથડાઈ, બોડેલી-રાજપીપળા હાઈવે પર દારૂની રેલમછેલ
calendar_today October 22, 2026

Chhota Udepur : દારૂ ભરેલી કાર ટ્રક સાથે અથડાઈ, બોડેલી-રાજપીપળા હાઈવે પર દારૂની રેલમછેલ

છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી-રાજપીપળા હાઈવે પર વણિયાદ્રી ગામ નજીક નર્મદા કેનાલ પાસે એક કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં ભરેલો વિદેશી દારૂનો જથ્થો માર્ગ પર વેરાઈ ગયો હતો. કારમાં રહેલા દારૂના ટીન જોરદાર ટક્કરને કારણે તૂટી જતાં સમગ્ર હાઈવે પર દારૂ રેલાયો હતો. ઘટનામાં કારચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.દારૂ ભરેલી કારની ટ્રક સાથે ટક્કરમળતી વિગતો અનુસાર બોડેલી-રાજપીપળા સ્ટેટ હાઈવે પર વણિયાદ્રી ગામના પાટિયા પાસે નર્મદા કેનાલ નજીકથી વિદેશી દારૂ ભરેલી કાર પસાર થઈ રહી હતી. તે દરમિયાન સામેથી આવી રહેલી ટ્રક સાથે કારની જોરદાર ટક્કર થઈ હતી. મોટાભાગના દારુના ટીન ફાટી ગયાઆ ટક્કર એટલી ભીષણ હતી કે કારના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને કારમાં રહેલો વિદેશી દારૂનો જથ્થો રસ્તા પર વેરવિખેર થઈ ગયો હતો. કારમાં દારૂના ટીન ભરેલા હોવાથી અકસ્માતની અસરથી મોટાભાગના ટીન ફાટી ગયા હતા અને હાઈવેના માર્ગ પર દારૂની રેલમછેલ જોવા મળી હતી.કારચાલકને ગંભીર ઈજાઓઅકસ્માતની આ ઘટના બનતાં જ આસપાસના ગ્રામજનો અને માર્ગ પરથી પસાર થતાં વાહનચાલકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જોતજોતામાં હાઈવે પર લોકોનાં મોટાં ટોળાં એકત્ર થઈ ગયાં હતાં. આ અકસ્માતમાં કારચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી તેને તાકીદે સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. રસ્તા પર દારૂનો જથ્થો વેરાયેલો જોઈને લોકોમાં ભારે ચર્ચા જાગી હતી.બોડેલી પોલીસ પણ સ્થળ પર પહોંચીઆ અકસ્માત અંગેની જાણ થતાં જ બોડેલી પોલીસ મથકનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને હાઈવે પર થયેલી ભીડને દૂર કરી ટ્રાફિક હળવો કરાવ્યો હતો. ત્યારબાદ અકસ્માતગ્રસ્ત કાર તેમજ રસ્તા પર વેરાયેલા વિદેશી દારૂના જથ્થા અંગે વિગતવાર તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ વિદેશી દારૂ ક્યાંથી લવાયો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં પણ પોલીસે કવાયત હાથ ધરી છે. બોડેલી પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.   આ પણ વાંચો :   Sandesh Digital Explainer : દિવાળી પ્રવાસમાં ડિજિટલ ઠગાઈનો ખતરો, બુકિંગ કરતાં પહેલાં જાણી લો આ વાતો                                +

Read Full Story arrow_forward