android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gir Somnath News : તાલાલામાં ફરી ધારા ધ્રૂજી, 2.6 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો
calendar_today January 1, 2026

Gir Somnath News : તાલાલામાં ફરી ધારા ધ્રૂજી, 2.6 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકમાં આજે ફરી એકવાર ધરતી ધ્રૂજવાની ઘટના સામે આવી છે. વહેલી સવારે 3.59 કલાકે તાલાલા અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 2.6 નોંધાઈ છે. આંચકો હળવો હોવા છતાં, શાંત વાતાવરણમાં અનુભવાયેલા કંપનને કારણે અનેક લોકો ગભરાઈને ઘરની બહાર દોડી આવ્યા હતા. વહેલી સવારના સમયે આવેલા આ આંચકાને કારણે પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે.તાલાલામાં ભૂકંપ ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી સેન્ટરના જણાવ્યા અનુસાર, આ ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી અંદાજે 23 કિલોમીટર દૂર નોંધાયું છે. 2.6ની તીવ્રતાનો આંચકો સામાન્ય રીતે હળવો ગણાય છે, જેના કારણે અત્યાર સુધી કોઈ જાન-માલના નુકસાનના સમાચાર પ્રાપ્ત થયા નથી. ઉલ્લેખનીય છે કે, ગીર સોમનાથ અને તાલાલા પંથકમાં અવારનવાર નાના આંચકા અનુભવાતા રહે છે, જેની પાછળ સ્થાનિક ફોલ્ટ લાઈન જવાબદાર હોવાનું નિષ્ણાંતો માની રહ્યા છે. હાલમાં તંત્ર દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. આ પણ વાંચો : Bhavnagar News : બગદાણા કેસમાં મોટી કાર્યવાહી, PI ડી.વી. ડાંગર લિવ રિઝર્વમાં મુકાયા, કોળી સમાજનો વિજય

Read Full Story arrow_forward
Bhujમાં તંત્રનું બુલડોઝર ફર્યું: RTO સર્કલ અને ફાયર સ્ટેશન પાસેના ગેરકાયદે દબાણોનો સફાયો
calendar_today January 1, 2026

Bhujમાં તંત્રનું બુલડોઝર ફર્યું: RTO સર્કલ અને ફાયર સ્ટેશન પાસેના ગેરકાયદે દબાણોનો સફાયો

કચ્છના મુખ્ય મથક ભુજ શહેરમાં ટ્રાફિક અને જાહેર માર્ગો પર થતી અડચણો દૂર કરવા માટે તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભુજ નગરપાલિકા અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા RTO સર્કલ અને ફાયર સ્ટેશન આસપાસના વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની મોટી કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન ખાસ કરીને ફાયર સ્ટેશનની બિલકુલ સામે આવેલા ગેરકાયદેસર દબાણોને નિશાન બનાવવામાં આવ્યા હતા.દુકાનની બહારના પતરાના શેડ તોડાયાઅનેક દુકાનદારોએ રસ્તા અને ફૂટપાથ પર અતિક્રમણ કરીને જે પતરાના શેડ બનાવ્યા હતા, તેને તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ફૂટપાથ પર પથરાયેલા ગેરકાયદે ઓટલા અને અન્ય કાચા-પાકા બાંધકામોનો પણ સફાયો કરવામાં આવ્યો હતો. RTO સર્કલ એ શહેરનો વ્યસ્ત વિસ્તાર હોવાથી ત્યાં દબાણોના કારણે અવારનવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હતી. ફૂટપાથ પરના ગેરકાયદે બાંધકામ તોડાયાફૂટપાથ ખુલ્લી થવાથી રાહદારીઓને ચાલવામાં સરળતા રહેશે અને રોડની પહોળાઈ વધતા વાહનવ્યવહાર વધુ સુગમ બનશે. તંત્રની આ અચાનક કાર્યવાહીથી દબાણકર્તાઓમાં ફાળ પડી ગઈ હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં પણ શહેરના અન્ય વિસ્તારોમાં આ પ્રકારે ગેરકાયદે દબાણ હટાવવાની ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે જેથી શહેરના સૌંદર્ય અને વ્યવસ્થા જળવાઈ રહે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Morbi: મહેન્દ્રનગર ચોકડી પાસે ટ્રકે કારને 50 ફૂટ સુધી ઢસડી, અકસ્માતના હચમચાવી દેતા CCTV વાયરલ
calendar_today January 1, 2026

Morbi: મહેન્દ્રનગર ચોકડી પાસે ટ્રકે કારને 50 ફૂટ સુધી ઢસડી, અકસ્માતના હચમચાવી દેતા CCTV વાયરલ

મોરબી શહેરની વ્યસ્ત ગણાતી મહેન્દ્રનગર ચોકડી પાસે એક ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. રોડ ક્રોસ કરવા માટે ઉભેલી એક કારને પાછળથી આવતા ટ્રકે જોરદાર ટક્કર મારતા કાર પચાસ ફૂટ સુધી રોડ પર ઢસડાઈ હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.ટ્રકે કારને 50 ફૂટ સુધી ઢસડીમળતી માહિતી મુજબ, મહેન્દ્રનગર ચોકડી પાસે એક કાર ચાલક રોડ ક્રોસ કરવા માટે પોતાની કાર ઉભી રાખીને યોગ્ય સમયની રાહ જોઈ રહ્યો હતો. આ દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા એક ટ્રક ટ્રેલરે આગળ ઉભેલા ટ્રક ટ્રેલરને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે આગળ રહેલો ટ્રક સીધો જ કાર સાથે અથડાયો હતો.ટ્રકની ટક્કર લાગતા જ કાર આગળની તરફ ધકેલાઈટ્રકની ટક્કર લાગતા જ કાર આગળની તરફ ધકેલાઈ હતી અને લગભગ 50 ફૂટ દૂર સુધી રોડ પર ઢસડાઈ હતી. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે અકસ્માત કેટલો ગંભીર હતો. જોકે, સદનસીબે આટલા મોટા અકસ્માતમાં પણ કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, જે એક ચમત્કાર સમાન માનવામાં આવે છે.વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલઆ અકસ્માત કઈ તારીખે અને કયા સમયે બન્યો હતો તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી, પરંતુ હાલમાં આ સીસીટીવી ફૂટેજ મોરબી સહિત સમગ્ર ગુજરાતમાં વાયરલ થઈ રહ્યા છે. ટ્રાફિકથી ધમધમતી મહેન્દ્રનગર ચોકડી પર આ પ્રકારના અકસ્માતો વધતા સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.આ પણ વાંચો: ઇન્કમટેક્સ બચાવવાના બહાને મિત્રનું બેંક એકાઉન્ટ વાપરી 25 લાખનું સાયબર ફ્રોડ કરનાર બંટી-બબલી ઝડપાયા

Read Full Story arrow_forward