android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News : 30 લાખ ફૂલો સાથે ફ્લાવર શોએ સતત ત્રીજા વર્ષે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં મેળવ્યું સ્થાન
calendar_today January 1, 2026

Ahmedabad News : 30 લાખ ફૂલો સાથે ફ્લાવર શોએ સતત ત્રીજા વર્ષે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં મેળવ્યું સ્થાન

અમદાવાદમાં દર વર્ષે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવે છે. અઢળક રંગબેરંગી ફૂલોથી આબેહૂબ પ્રતિકૃતિઓને બનાવવામાં આવે છે.ત્યારે આ વર્ષે પણ ફ્લાવર શોએ વૈશ્વિક સ્તરે પોતાનો ડંકો વગાડ્યો છે. સતત ત્રીજા વર્શે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોડર્સમાં સ્થાન મેળવ્યુ છે. આ સિદ્ધિ બદલ ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડ તરફથી સત્તાવાર સર્ટિફિકેટ એનાયત કરવામાં આવશે, જે શહેર માટે ગૌરવની ક્ષણ છે. ફ્લાવર શોમાં ફ્લાવર મંડળ રહ્યુ આકર્ષણનું કેન્દ્ર 30 મીટરનું ફ્લાવર મંડળ આ વર્ષના ફ્લાવર શોમાં એન્જિનિયરિંગ અને આર્ટનું ઉત્કૃષ્ટ ઉદાહરણ જોવા મળ્યું છે. અહીં અંદાજે 30 મીટર લાંબુ વિશાળ ફ્લાવર મંડળ તૈયાર કરવામાં આવ્યું છે. આ મંડળ તેની ભવ્યતા અને ફૂલોની સજાવટના કારણે મુલાકાતીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અને આ જ વિશેષતાએ તેને વર્લ્ડ રેકોર્ડની યાદીમાં સ્થાન અપાવ્યું છે. લોખંડી પુરુષને પુષ્પાંજલિ: સરદાર પટેલનું ફૂલ ચિત્ર વર્લ્ડ રેકોર્ડની સાથે સાથે કળાના ક્ષેત્રમાં પણ આ શોએ એક અલગ છાપ ઉભી કરી છે. શોમાં ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનું અત્યંત સુંદર અને આબેહૂબ ફ્લાવર પોટ્રેટ બનાવવામાં આવ્યું છે. વિવિધ રંગના જીવંત ફૂલો દ્વારા તૈયાર કરાયેલ આ ચિત્ર રાષ્ટ્રીય ગૌરવની સાથે પ્રકૃતિના અદભૂત સમન્વયને દર્શાવે છે. સતત ત્રીજા વર્ષે મેળવી સફળતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત આ કાર્યક્રમ દર વર્ષે નવા શિખરો સર કરી રહ્યો છે. સતત ત્રણ વર્ષથી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં એન્ટ્રી મેળવવી એ આયોજકોની મહેનત અને સર્જનાત્મકતાનું પરિણામ છે. આ રેકોર્ડથી માત્ર અમદાવાદ જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતનું નામ વિશ્વના પ્રવાસન નકશા પર વધુ મજબૂત બન્યું છે. લાખોની સંખ્યામાં ઉમટી પડતા મુલાકાતીઓ માટે આ વર્ષનો ફ્લાવર શો માત્ર એક પ્રદર્શન નહીં, પરંતુ એક ઉત્સવ બની રહ્યો છે. આ પણ વાચોઃ  Viramgam: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલા હસ્તે નવા વર્ષની ભેટ, 497 કરોડના વિવિધ વિકાસકાર્યોનું કરાયું ખાતમુહૂર્ત

Read Full Story arrow_forward
Rajkot News : ઓડિયો ક્લિપ વિવાદ પર રાજુ સોલંકીનો ખુલાસો, "વાયરલ ક્લિપ જૂની છે, તોડબાજ ગેંગથી સાવધાન"
calendar_today January 1, 2026

Rajkot News : ઓડિયો ક્લિપ વિવાદ પર રાજુ સોલંકીનો ખુલાસો, "વાયરલ ક્લિપ જૂની છે, તોડબાજ ગેંગથી સાવધાન"

ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા (ગણેશ ગોંડલ) ના જન્મદિવસની ઉજવણીમાં દલિત અગ્રણી રાજુ સોલંકીની હાજરીએ રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે. આ પ્રસંગે રાજુ સોલંકીએ વિરોધ કરનારા તત્વોને આડે હાથ લેતા જણાવ્યું હતું કે, અમુક લોકો સમાજમાં ગેરસમજ ઉભી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, સમગ્ર એસસી (SC) સમાજ ગણેશ જાડેજાની સાથે છે અને જે લોકો વિરોધ કરી રહ્યા છે તેઓ માત્ર અફવા ફેલાવવાનું કામ કરે છે. સોલંકીએ લોકોને અપીલ કરી હતી કે કોઈએ પણ 'તોડબાજ ગેંગ'ની વાતોમાં આવી ભ્રમિત થવાની જરૂર નથી.ગણેશ ગોંડલ બર્થડે સેલિબ્રેશન તાજેતરમાં વાયરલ થયેલી એક ઓડિયો ક્લિપ અંગે પણ રાજુ સોલંકીએ મોટું નિવેદન આપ્યું હતું. તેમણે સ્પષ્ટતા કરી હતી કે જે ઓડિયો ક્લિપ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે તે ખરેખર 2 થી 3 મહિના જૂની છે અને તેને અત્યારે જાણીજોઈને ખોટા સંદર્ભમાં રજૂ કરવામાં આવી રહી છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે કેટલાક લોકો અંગત સ્વાર્થ માટે સમાજમાં ભાગલા પાડવા અને ગેરસમજ ઉભી કરવા માટે આ પ્રકારના પેંતરા રચી રહ્યા છે. ગણેશ ગોંડલના જન્મદિવસે બંને અગ્રણીઓની એકસાથે હાજરીએ વિરોધીઓના પ્રચાર પર પૂર્ણવિરામ મૂકવાનો પ્રયાસ કર્યો છે. આ પણ વાંચો : Gir Somnath News : તાલાલામાં ફરી ધારા ધ્રૂજી, 2.6 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

Read Full Story arrow_forward
GST Collection : જીએસટીથી સરકારની તિજોરી છલકાઈ, ડિસેમ્બરમાં થયું 1.74 લાખ કરોડનું કલેક્શન
calendar_today January 1, 2026

GST Collection : જીએસટીથી સરકારની તિજોરી છલકાઈ, ડિસેમ્બરમાં થયું 1.74 લાખ કરોડનું કલેક્શન

દેશના ગુડસ એન્ડ સર્વિસ ટેક્સનું કલેક્શન ડિસેમ્બર 2025માં ગયા વર્ષની તુલનામાં 6.1 ટકાનો વધારો થઈને 1.74 ટ્રિલિયન થઈ ગયું છે. સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ ડિસેમ્બર 2025માં ગ્રોસ જીએસટી કલેક્શન 6.1 ટકા વધીને 1.74 લાખ કરોડ રૂપિયાથી વધારે થઈ ગયું છે. જો મોટા ટેક્સ ઘટાડા બાદ જ ઘરેલુ વેચાણથી રેવેન્યુમાં ધીમી ગ્રોથનું કારણ બન્યું.ડિસેમ્બર 2024માં જીએસટી રેવેન્યુ 1.64 લાખ કરોડરથી વધારેનું થયું હતું. ઘરેલુ ટ્રાન્ઝેક્શનથી ગ્રોસ રેવેન્યુ 1.2 ટકા વધીને 1.22 લાખ કરોડ રૂપિયાથી વધારેનું થઈ ગયું, જ્યારે ડિસેમ્બર 2025 દરમિયાન ઈમ્પોર્ટેડ સામાનથી રેવેન્યુ 19.7 ટકા વધીને 51,977 કરોડ રૂપિયા થઈ ગયું.375 વસ્તુઓ પર જીએસટી દર ઓછા કરવામાં આવ્યા ડિસેમ્બરમાં રિફંડ 31 ટકા વધીને 28,980 કરોડ રૂપિયા થઈ ગયું છે. નેટ જીએસટી રેવન્યુ રિફંડ એડજસ્ટ કર્યા બાદ 1.45 લાખ કરોડ રૂપિયાથી વધારે રહ્યું, જે દર વર્ષે 2.2 ટકા વધારે છે. ગયા મહિને સેસ કલેક્શન ઘટીને 4,238 કરોડ રૂપિયા થઈ ગયું, જ્યારે ડિસેમ્બર 2024માં આ 12,003 કરોડ રૂપિયા હતું. 22 સપ્ટેમ્બર 2025થી લગભગ 375 વસ્તુઓ પર જીએસટી દર ઓછા કરવામાં આવ્યા, જેનાથી સામાન સસ્યો થઈ ગયો, સાથે જ હવે કમ્પેનસેશન સેસ માત્ર તમાકુ અને સંબંધિત પ્રોડક્ટસ પર લગાવવામાં આવે છે, જ્યારે પહેલા આ લગ્ઝરી, સિન અને ડીમેરિટ ગુડ્સ પર લાગતો હતો. GST દરમાં ઘટાડાની અસર રેવેન્યુ કલેક્શન પર પડી છે. નવેમ્બરમાં ઘણા રાજ્યના કલેક્શનમાં થયો હતો વધારો દેશમાં નવેમ્બર મહિનામાં જીએસટી રેટ કટમાં પોઝિટિવ પ્રભાવ જોવા મળ્યો છે. નવેમ્બરેમાં ગ્રોસ જીએસટી કલેક્શન 0.7 ટકાથી વધીને 1.70 લાખ કરોડ રૂપિયા થઈ ગયું. નવેમ્બર 2024માં ગ્રોસ ગુડસ એન્ડ સર્વિસ ટેક્સ કલેક્શન 1.69 લાખ કરોડ રૂપિયા હતું. જો કે આ વર્ષે તેમાં વધારો થયો છે. નવેમ્બર મહિનામાં ગયા વર્ષની સરખામણીમાં ના માત્ર દેશના ઓવર ઓલ કલેક્શનમાં વધારો થયો હતો પણ દેશના મોટા રાજ્યોના પણ કલેક્શનમા વધારો થયો હતો. હરિયાણાનું કલેક્શન 17 ટકા, કેરળનું કલેક્શન 8 ટકા અને અસમનું કલેક્શન 18 ટકા વધ્યું હતું. આ સિવાય ગુજરાત, તમિલનાડુનું કલેકશન 1-2 ટકા વધ્યું હતું. આ પણ વાંચો: જયશંકરના હાથ મિલાવવાથી PAK ઉત્સાહિત,પોતાની જ પીઠ થપથપાવી

Read Full Story arrow_forward